ભાલની ધરતી માથે સુરજ મારજ આથમવાને આરે છે. ગૌધુલી ની ડમરીઓ ચડી છે. પોતાનાં પહુડાનુ પેટ ભરવા ગાયું ઝડપથી ગામમાં દાખલ થઇ રહી છે, સંધ્યા ખીલી છે, ઠાકરની આરતીની તૈયારી થઇ રહી છે, એવે ટાણે એક બાઇ આંખે નેજવા માંડી માંડી ને ખસ્તા ના સીમાડે નજર દોડાવે છે. હે ભગવાન કોઇદી નહીં આજ આટલું મોડું કેમ કર્યું હશે, કઇ થયું તો નહીં હોયને, એ ભાઇ કરશન મારાં વીરા સાંભળો છો, બોલને શુ થયું? કેમ અહીં પાદરે અઅટાણે? હવે તો ઝાલર ટાણું થયું ચાલો ઘરે. ના ભાઇ મારો દિકરો પરબત હજું ઘરે નથીં આયો. ક્યારની વાટ જોતી એકલી ઊભી છે અરે માંડી એ હજું નાનો છે માંડ દસ બાર વર્ષની ઉંમર છે હજું એ છોકરૂં છે ક્યાંક રમતે ચડી ગયો હશે. આવતો રે શે તમે ચીંતા ન કરો, પણ ભાઇ આજે ધાડપાડુઓ ની ત્રણ ટોળકી ઓ સીમાડે થી જ નીકળી છે એવા વાવડ મળ્યા છે ને પરબત આયો નથીં મારી ચીંતા વધતી જાય છે. હા એતો મે પણ આજે સીમાડે ઘોડેસ્વારો નો કાફલો જોયો છે, પણ ભગવાન સૌ સારાં વાનાં કરશે ચાલો ઘરે, ના ભાઇ તમે જાવ હું એની વાટ જોતી આઇ ઊભી છું.. આવે એટલે લઇને આવું છું, ભલે માંડી.
વાત એમ બની હતી કે પરબત નામનો નિશાળીયો મારે ગામ ભણવા આવતો ને સાંજ પડવા આવીને મા દિકારા ની વાટ જુએ…છે ને વલખાં મારતી સીમાડે આવનાર ની પાશે વાવડ લેતી ઊભી છે પણ……. આ બાજુ પરબત નિશાળે થી છુટી ને પોતાનાં ગામ ભણી દફતરની થેલી ઉલાળતો હાલતો થયો, પણ એની ઉંમર નાની પણ ગજું ઘણું કરી ગયો હતો, ઘી દુધનો ખોરાક એકનો એક દિકરો ને માએ લાડે કોડે મોટો કર્યો છે, રજપુતી રગેરગમાં દોડતી હતી, બળ પણ એનાં બાપનું ભેંસને પૂછડું ઝાલી પાછી ખેંચી લેતો, જાણે લાકડાની ગાડી ને દોરીથી ખેંચતો હોય એમ ભેંસને ખેંચતો દહ ગાઉનો પલ્લો જોતાં જોતાં કાંપી નાખે એવો પગ સ્લ્લો,
આવો બધી રીતે પુરો પણ બાપની છત્ર છાયા નાની જ ઊંમરે ખોઇ બેઠો હતો. પણ માં એ મર્દાનગી નો એકે એક એકડો ભણાવી દિધો હતો. કાંઇ બાકી નહીં આમ થેલી ઉલાળતો હાલતો થયો ત્યાં નવ દસ ઘોડેસ્વારો અને ચાર સાંઢીયા(ઊંટસ્વારો)ને ગાયોને માથે લાકડીઓની ધ્રૌપટ બોલાવતા ગાયો વાળવાનો પ્રયત્ન કરતાં હતાં. થોડી વાર આશ્ચર્ય થયું કે આ આવી રીતે ગાયો વાળી કોણ લઇ જાય. આ એમની ગાયો નથીં એ પાકું પણ ત્યાં તો ગાયોની માથે લાકડીઓના ચારેય બાજુંથી વાળો કરી ગાયોને કુંડાળે પાડીને ધબડાડી બોલાવી, ગાયોને મોઢેં ફીણ ના પરપોટા વળવા માંડયા ને ઢળતી સાંજે ગાયોના દેકરાએ વગડાને ભેંકાર કરી દિધો. કોઈ રણી કે ધણી ન મળે એવે ટાણે આ રજપુત બચ્ચો નાનો પણ નાગ.. કેહવત છેને.. (નાનો પણ નાગ ન છેડીએ ઝેરનું પારખું નતુ જોવું)
પરબતે ઘોડેસ્વારો ને ટપારતા પુછયું કા ભાઇ ચિનપા ગાયું લઇ જવી છે, તમારી છે કે પરબારી ઊપાડો છો.? કા બેટા તે ઠેકો લીધો છે સીમડાનો, તે પુછે છે. ઠેકો તો નથીં રાખ્યો પણ ગાયુને ઠેકાણે પોગાડીશ એ સાચું પછી ભલે જે થાય તે.. હવે હાલતીનો થા, જા દિ આથમી રહ્યો છે મા વાટ જોતી હશે. એ ભલે, પણ ઘોડેસ્વારો એ પરબત નું મગજ પર ન લેતાં છોકરૂં છે હમણે જતું રેહશે આપડે ગાયોને વાળવામાં ધ્યાન રાખો દિ આથમશે તો પછી ભેગું થાય નહીં હાલો ઝટ.
જોકે પરબતને મેહતાએ શિખડાવેલ કોઈ વસ્તુ યાદ નથીં પણ પોતાની માએ શીખવેલો પાઠ મગજ માં હતો. એકજ કે બેટા આપડે ગૌપ્રતિપાલ કેહવાયી બેન દિકરીયુ ને ગવતરીની લાજ જાય તો આપડે રજપુત ના કેહવાય, આપડો ધર્મ લાજે મારા દિકરા આ વાત યાદ રાખજે. આ યાદ આવતાં તેને રોમે રોમમાં શુરાતન વ્યાપી ગયું, પોતાની પાસે કોઈ સાધન તો હતું નહીં પણ પછી તો હાથ પડે ઇજ હથિયાર બનાવવું એવું નક્કી કર્યું ને આમ તેમ નજર કરતા ગાયો તરફ નજર ગઇને ગાયોનાં ગળામાં બાંધેલો ડેરો(ચાર પાંચ ફુટનું લાંબુ નેજાડું ગોળ લાકડું)જોયું ને દોટીને ગાયો વચ્ચે ગરીને આચકો મારીને ડેરો તોડયો.
ત્યાં સુધી ઘોડેસ્વારો નું ધ્યાન નહીં કારણ નાની ઉંમર અને એની કોઈ બીક પણ ન હતી, પણ પછી તો પરબતે ડેરો ઊપાડી ને ગોળ વીઝવાનું શરું કર્યું ને બે ઘોડેસ્વારો ને લમણાનો ઘા કર્યો ને બેને ભમ્મર ખાઇને પડયાં. ત્યાં એક લુંટારૂએ જોયું ને ઘોડો તેનાં પર વાળ્યો પણ આને શુરાતન એવું ચડયું. આવાતા ઘોડાના કપાળે ડેરો વાળી લીધો ને ઘોડો ઢળી પડ્યો ને અસવારને પણ ડેરો મારી માથાનાં બે ભાગા કરી દીધા. ત્યાં ઊંટસ્વારે આ જોયને થોડી વાર વિચાર્યુ બંધુક ઉઠાવી ને પાછો મનમાં થયુ ના ના હજું છોકરૂં છે, ભડાકો કેમ કરવો હજું આવું વિચારે છે ત્યાં ડેરાનો ફણફણતો ઘા કર્યો ને ઘોડેસ્વારના રામ રમાડી દીધા ત્યાં તો વિચાર કરતાં ઊંટસ્વારે અચુક ભડાકો કર્યો ને સીધો છાતી વિધંતો આરપાર નીકળી ગયો ને લોહીનાં ફુઆરો વછુડીયો ને પરબત પડ્યો ને પ્રાણ પંખીડું ઉડી ગયું. ગેડી દડે રમવાની ઉંમરે તે રણ ખેલી ફુલધારે ઉતાર્યો. સાંજ આખી શોકમય થઇને આથમવા લાગી ને અંધારું થયું. સુરજનારયણ વિસામો લઇ ગયાં, છતાં પરબતની માં વાટ જોતી ઊભી છે. હજું ના આયો હજું ના આયો મધરાત થઇ. ગામ આખું નિદ્રાધીન થયું પણ માં હજું વાટ જોતી ઊભી ઊભી હજું નાનાં નિશાળીયાની વાટ જોતી ઝુરે છે…..
નોંધ. આ વાતને આશરે સવાબસો વર્ષ ઊપર થયું હશે. હાલ પણ પાળીયો ઊભો છે પણ અમુક જુનાં માણસો એવું પણ કહેતા કે ત્રણ નિશાળીયા હતાં પણ જે હોયતે ધટના બનેલી એ વાત સાચી… ને અનેક પાળીયા ડાબણ માં મંદિરની દિવાલમા દિવાલ ધોવાઈ નહીં એનાં માટે દિવાલમા ચણી લેવામાં આવેલાં છે. લગભગ સો થી વધારે પાળીયા ચણાઇ ગયા છે. જોકે ઘણા મિત્રોની મદદથી લગભગ બાવીશ પાળીયા બહાર કાઢી નાખ્યા છે પણ હજું ઘણાં બાકી છે.. બીજી વાત ધંધુકા ની સક્રિય ઉટસ્વારોની ટોળકી એટલે ડેફર જેવો ઊંટ પર સફર કરતાં…. આમતો ખસ્તા ગામને ઘણાં સીમાડા લાગે છે જેમાં રોજકા, ધંધુકા, ખડોળ, હરીપુરા, ફતેપુરા, ગાફ, ઉમરગઢ હવે આ નિશાળીયો ક્યાંથી આવતો એ કાંઇ ખબર નથી પણ આવતો હતો એ વાતની પાક્કી બાતમી છે……
● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..