અષ્ટમુખી પશુપતિનાથ મંદિર- મંદસૌર, મધ્યપ્રદેશ

અષ્ટધાતુ મહાઘંટાથી બનેલું વિશ્વનું સૌથી મોટું અને ૩૭૦૦ કિલો વજન ધરાવતો અષ્ટધાતુ નિર્મિત મહાઘંટ શ્રી અષ્ટમુખી પશુપતિનાથ મહાદેવ મંદિર મધ્યપ્રદેશના મંદસૌરમાં લગાવેલો છે. ભારતમાં કોઈ પણ મંદિરમાં આટલો ભારે ઘંટ નથી.

અહીં છે અષ્ટમુખી પશુપતિનાથનું મંદિર. સાવન માં ભક્તોનો મેળો ભરાય છે. ભગવાન શિવના ૮ મુખ જીવનના ૪ તબક્કાઓનું વર્ણન કરે છે. પૂર્વ તરફ બાલ્યાવસ્થા, દક્ષિણ તરફ કિશોરાવસ્થા, પશ્ચિમ તરફ યુવાવસ્થા અને ઉત્તર તરફ પુખ્તાવસ્થા(વૃદ્ધા વસ્થા)

મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં શિવના નદીના કિનારે ભગવાન પશુપતિનાથનું પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિરમાં અષ્ટમુખી શિવલિંગની પૂજા કરવામાં આવે છે.

ભગવાન શિવના ૮ મુખ જીવનના ૫ તબક્કાઓનું વર્ણન કરે છે. પૂર્વ તરફ બાળપણ, દક્ષિણ તરફ કિશોરાવસ્થા, પશ્ચિમ તરફ યુવાની અને ઉત્તર તરફ પુખ્તતા. અહીં એવી માન્યતા છે કે અષ્ટમુખી પશુપતિનાથના દર્શનથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

શિવલિંગના આઠ મુખના નામ ભગવાન શિવના આઠ તત્વોના આધારે રાખવામાં આવ્યા છે.

(૧) – શર્વ,
(૨) – ભાવ,
(૩) – રુદ્ર,
(૪) – ઉગ્ર,
(૫) – ભીમ,
(૬) – પશુપતિ,
(૭) – ઈશાન
(૮) મહાદેવ તરીકે પૂજવામાં આવે છે.

શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની સંખ્યા વધી જાય છે. લોકો માને છે કે ભગવાન શિવ ભક્તિ સાથે પૂજા કરવાથી બધી મનોકામના પૂરી કરે છે.

ઈતિહાસકારોના મતે, આ શિવલિંગ સમ્રાટ યશોધર્મનના સમયમાં ૭૫ ઈ.સ.ની આસપાસ બંધાયેલ હોવું જોઈએ. જેને કદાચ મૂર્તિ તોડનારાઓથી બચાવવા શિવના નદીમાં ફેંકી દેવામાં આવી હશે.

શિલ્પકારે પ્રતિમાના ટોચના ચાર ચહેરાઓ સંપૂર્ણપણે બનાવ્યા હતા, જ્યારે નીચેના ચાર મુખોનું નિર્માણ ચાલી રહ્યું હતું. મંદસૌરના પશુપતિનાથની સરખામણી કાઠમંડુના પશુપતિનાથ સાથે કરવામાં આવે છે. મંદસૌરમાં પશુપતિનાથની પ્રતિમા આઠમુખી છે, જ્યારે નેપાળમાં પશુપતિનાથની પ્રતિમા ચારમુખી છે. મૂર્તિમાં ૮ મુખ ઉપર શિવલિંગ બનાવવામાં આવ્યું છે.

———— જનમેજય અધ્વર્યું

error: Content is protected !!