શ્રી અંબિકા માતા મંદિર – જગત, રાજસ્થાન 

ભારતીય પરંપરામાં મંદિરોનું સ્થાન આગવું છે ……. વિશિષ્ટ છે. વિશિષ્ટ એની કોતરણી અને કારીગરીને કારણે બન્યું છે. આમેય રાજસ્થાનની શિલ્પ-સ્થાપત્યકલા જગમશહૂર છે અને સાથે સાથે દેશનાં જ નહીં પણ વિદેશોના પણ સહેલાણીઓને આકર્ષિત અને અભિભૂત કરે છે. સાચેજ નયનરમ્ય આવાં મંદિરો જ ભારતની ધરોહર છે એમાં બે મત નથી

રાજસ્થાનમાં કિલ્લાઓની સાથે મંદિરો પણ એટલાં જ પ્રભાવશાળી નિવડયાં છે. આવા મંદિરો વિષે જો કે આપણે બહુજ ઓછું જાણીએ છીએ. આવાં મંદિરો જે તે સમયનાં રાજાઓ અને ત્યાની પ્રજાની ધર્મપરાયણતા દર્શાવે છે. આ ધાર્મીકતા આજે પણ એટલી જોવાં મળે છે લોકોમાં !!! આવું જો ના હોત તો આ મંદિરો ઈતિહાસમાંથી ભૂંસાઈ ગયાં જ હોત ને !!! આવુજ એક અદ્ભુત અને અલૌકિક મંદિર છે ——– ઉદેપુરની નજીક આવેલું જગતનું અંબિકા માતા મંદિર !!!!

મધ્યકાલીન ગૌરવપૂર્ણ મંદિરોની શ્રુંખલામાં સુનિયોજિત ઢંગથી બનવવામાં આવેલું જગતનું આ મંદિર મેવાડનાં પ્રાચીન ઉત્કૃષ્ઠ શિલ્પનો નમૂનો છે. જીવનની જીવંતતા એવં આનંદમયી ક્ષણોની અભિવ્યક્તિ મૂર્તિઓમાં સ્પષ્ટ દર્શનીય છે !!! અહીંથી પ્રાપ્ત પ્રતિમાઓનાં આધાર પર ઇતિહાસકારોનું માનવું છે કે આ સ્થાન પાંચમી કે છઠ્ઠી શતાબ્દીમાં શિવ-સંપ્રદાયનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે !!! આનું નિર્માણ ખજૂરાહોમાં બનેલાં લક્ષ્મણ મંદિરથી પહેલાં લગભગ ઇસવીસન ૯૬૦ ની આસપાસ માનવામાં આવે છે. મંદિરના સ્તંભો પર ઉત્કીર્ણ લેખોથી એ જાણવા મલે છે કે અગિયારમી શતાબ્દીમાં મેવાડનાં શાસક અલ્લટે આ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. અહીં દેવીને અમ્બિકા કહેવામાં આવે છે. ધાર્મિક મહત્વની દ્રષ્ટિએ આ પ્રાચીન શક્તિપીઠ છે !!!

મંદિરને પુરાતત્વ વિભાગને આધીન સંરક્ષિત સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે. યદ્યપિ આ મંદિરને જોવાં માટે ઉદયપુરથી પર્યટકો ઘણી મોટી સંખ્યામાં અહીંયા આવે છે તથાપિ પુરાતત્વ, મૂર્તિ એવં શિલ્પકલામાં રુચિ ધરાવતાં લોકો માટે આ મંદિરનું વિશેષ મહત્વ છે !!!

સરસ્વતી, નૃત્યભાવમાં ગણપતિ, મહિષાસુર મર્દિની, નવદુર્ગા, વીણાધારિણી, યમ, કુબેર, વાયુ, ઇન્દ્ર, વરુણ, પ્રણયભાવમાં યુગલ, અંગડાઈ લેતી અને દર્પણમાં પોતાનું મુખ નિહારતી નાયિકા, શિશુ ક્રીડા, વાદન,નૃત્ય આકૃતિઓ એવં પૂજન સામગ્રી સજાવેલી રમણી આદિ કલાત્મક પ્રતિમાઓને અચંબિત કરી દે તેવો મૂર્તિઓનો ખજાનો અને આદિત્ય સ્થાપત્ય કલાને પોતાનામાં સમેટતું જગતનું આ અમ્બિકા મંદિર રાજસ્થાનનાં મંદિરોની મણીમાલાનાં મોતીઓ કહી શકાય છે !!! મૂર્તિઓનું લાલિત્ય, મુદ્રા, ભાવ, પ્રભાવોત્પાદકતા, આભુષણ, અલંકરણ, કેશવિન્યાસ, વસ્ત્રોનું અંકન અને નાગર શૈલીમાં સ્થાપત્યનું આકર્ષણ આ શિખરબંધ મંદિરને ખજુરાહો અને કોણાર્ક મંદિરોની શ્રુંખલામાં લાવીને મૂકી દે છે !!! મંદિરમાં અધિષ્ઠાન, જંઘાભાગ, સ્તંભો, છતો, ઝરૂખાઓ એવં દેહરીનું શિલ્પસૌંદર્ય જોતાં જ બને છે !!!

જગતનું અમ્બિકા મંદિર રાજસ્થાનમાં ઉદયપુરથી લગભગ ૫૦ કિલોમીટર દૂર ગિર્વાની પહાડીઓની વચ્ચે કુરાબડ ગામની સમીપ અવસ્થિત છે. આ મંદિર પરિસર લગભગ ૧૫૦ ફૂટ લાંબા -ઊંચા પરકોટાથી ઘેરાયેલું છે. પૂર્વની તરફ પ્રવેશ કરવાંથી બે માળનો પ્રવેશ મંડપ પર બાહ્ય દીવાલો પર પ્રણયમુદ્રામાં નર-નારી પ્રતિમાઓ, દ્વાર સ્તંભો પર અષ્ઠમાતૃકા પ્રતિમાઓ, રોચક કીચક આકૃતિઓ તથા મંડપની છત પર સમુદ્ર મંથનનાં દ્રશ્યાંકન દર્શનીય છે !!! છતનું નિર્માણ પરંપરાગત શિલ્પને અનુરૂપ ખૂણાની તરફથી ચપટા એવં મધ્યમાં પદ્મકેસરનાં અંકન સાથે નિર્મિત છે. મંદિરમાં બને તરફ હવા અને પ્રકાશ માટે પથ્થરથી બનેલી અલંકૃત જાળીઓ ઓસિયાં દેવાલયની સ્દ્રશ્ય છે !!!

પ્રવેશ મંડપ અને મુખ્ય મંદિરની મધ્યમાં ખુલ્લું આંગણ છે. પ્રવેશ મંડપથી મુખ્ય મંદિર લગભગ ૫૦ ફૂટની દૂરી પર પર્યાપ્ત સુરક્ષિત અવસ્થામાં છે. મંદિરનો સભા મંડપનો બાહરી ભાગ દિગપાલ, સુર-સુંદરી, વિભિન્ન ભાવોમાં રમણીઓ, વિણાધારિણી, સરસ્વતી, વિવિધ દેવી પ્રતિમાઓની સેંકડો મૂર્તિઓથી સજ્જિત છે. જમણી તરફ જાળીની પાસે સફેદ પાષણમાં નિર્મિત નૃત્યભાવમાં ગણપતિની દુર્લભ પ્રતિમા છે !!!

મંદિરનાં પાર્શ્વ ભાગમાં બનેલી એક તાકમાં મહિષાસુર મર્દિનીની પ્રતિમા વિશેષ રૂપે ઉલ્લેખનીય છે. ઉત્તર એવં દક્ષિણ તાકમાં પણ વિવિધરૂપમાં દેવી અવતારની પ્રતિમાઓ નજરે પડે છે !!! મંદિરની બાહરી દિવાલોની મૂર્તિઓ ની ઉપર નીચે કીચક મુખ, ગજ શ્રુંખલા એવં કંગૂરોની કારીગરી જોવાં મળે છે જે જોતાં જ રહી જઈએ એવી છે !!! પ્રતિમાઓ સ્થાનીય પારેવા નીલા-હરા રંગનાં પાષાણોમાં તરાશી ગઈ છે !!!

ગર્ભગૃહની પરિક્રમા હેતુ સભા મંડપની બંને તરફ નાનાં -નાનાં પ્રવેશદ્વાર બનવવામાં આવેલાં છે. ગર્ભગૃહની વિગ્રહ પટ્ટિકા મૂર્તિકલાનો અદભૂત ખજાનો છે !!! અહીં દ્વારપાલની સાથે ગંગા, યમુના, સુર-સુંદરી, વિદ્યાધર એવં નૃત્યાંગનાઓ સાથે સાથે દેવપ્રતિમાઓનાં અંક્નમાં શિલ્પીઓનો શ્રમ જોતાં જ બને છે !!! ગર્ભગૃહની દેહરી પણ અત્યંત કલાત્મક છે. ગર્ભગૃહમાં પ્રધાન પીઠિકા પર અમ્બિકા માતાની પ્રતિમા સ્થાપિત છે.

Carved MUSICIANS decorate the JAGDISH TEMPLE which was built in 1651by Maharaja Jagat Singh in honor of Vishnu as Jagannath – UDAIPUR, RAJASTHAN, INDIA

થોડુંક વધારે  ———-

જગતનું અમ્બિકા માતાનું મંદિર  ——–

રાજસ્થાનના પ્રાચીન મંદિરોમાં જગતનું અમ્બિકા માતા મંદિર વિશિષ્ટ સ્થાન છે. જગતમાં કેટલાંક મંદિર હતાં જે શિવ અને શાક્તસંપ્રદાય સંબધિત હતાં જે પાંચમી શતાબ્દીથી દશમી શતાબ્દી મધ્યેનાં હતાં. સંભવત: ગુપ્તકાલીન મંદિરોને હુણોનાં આગમન પછી હૂણો દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યાં હતાં. જગતમાં મુખ્યત્વે બે મંદિરોનો ઉલ્લેખ થાય છે !!! જેમાંથી એક પાંચમી શતાબ્દીમાં બનેલું ગુપત્કાલીન મંદિર વિષે એમ કહેવાય છે કે એ તો લગભગ સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયું છે
અને માત્ર એની વેદીનાં જ અવશેષો બચ્યાં છે !!! અને કહેવાય છે કે એ મંદિર ઇંટોનું બનેલું હતું જેમાંથી પ્રાપ્ત થયેલી શિશુ ક્રીડાની મૂર્તિ વર્તમાનમાં ઉદયપુરનાં સંગ્રહાલયમાં સુરક્ષિત છે !!!

બીજું મંદિર જગતનું સૌથી પ્રસિદ્ધ અમ્બિકામાતાનું મંદિર છે. જેનું નિર્માણ દસમી શતાબ્દીમાં થયું હતું. મંદિરના ઇતિહાસને સમજવામાં મંદિરનાં સભામંડપનાં અષ્ટકોણીય સ્તંભો પર ઉત્કીર્ણ ત્રણ શીલાલેખોથી બહુજ સહાયતા મળી છે. ડૉ. ગોપીનાથ શર્માનાં પુસ્તક રાજસ્થાનના ઈતિહાસનાં સ્રોતમાં જગતનાં મંદિરનાં સભામંડપમાં સ્થિત ઉત્કીર્ણ શિલાલેખોનું વર્ણન કરવામાં આવેલું છે. પુસ્તક અનુસાર મંદિરનાં એક સ્તંભ પર વિક્રમ સંવત ૧૦૧૭ વૈશાખ શુક્લ ૧નો લઘુ લેખ છે !!! જેનાંથી સ્પષ્ટ થાય છે કે આ મંદિર ૧૦મી શતાબ્દીનાં ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતું !!!

બીજાં સ્તંભમાં ૧૨૨૮ ફાલ્ગુન શુક્લ ૭ તદનુસાર ૩ ફેબ્રુઆરી ૧૧૭૨નો છે. જેનાં અનુસાર ઇસવીસન ૧૧૭૨માં છપ્પનનાં ક્ષેત્ર સામંત સિંહને અધીન હતું જેમણે દેવીનાં મંદિર માટે સુવર્ણ કળશનું દાન કર્યું હતું !!! ત્રીજો લેખ સામંતસિંહનાં વંશધર સિહડદેવનો વિક્રમ સંવત ૧૨૭૭નો છે. જેનાથી પ્રમાણિત થાય છે કે તેરમી શતાબ્દીમાં જગત વાગડ રાજ્યને અંતર્ગત હતું. આ શિલાલેખ અનુસાર સિહડદેવ નાં સંધિવિગ્રાહક વેલ્હને આ મંદિરને રજણીજા ગામને સમર્પિત કર્યું હતું !!! ડૉ. મોહનલાલ ગુપ્તાનાં જણાવ્યા અનુસાર મેવાડ શાસક અલ્લટે આ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો !!! આ આશયનો પણ શિલાલેખ પ્રાપ્ત થયો છે !!!

જગત ઉદયપુરથી લગભગ ૫૦ કિલોમીટરની દૂરી પર સ્થિત છે. ઉદયપુરથી કલ્લડવાસ, ઉમરડા, ઝામરકોટડા થઈને જગત જવાનો રસ્તો છે. જગતનું મુખ્ય મંદિર અમ્બિકા માતાનું મંદિર ભૂમિતલથી નીચે ધસેલું છે !!! મંદિરમાં જવાં માટે મુખ્ય સડકથી મંદિરની ચાર દીવાલોમાં સીડીઓથી નીચે ઉતરીને મંદિરનો પ્રવેશદ્વાર બનેલો છે. જેનાં પર બહુજ સુંદર મૂર્તિઓ આકારવામાં આવી છે.આ મંદિર નગર શૈલીમાં નિર્મિત છે !!!
પ્રવેશ મંડપ કલાત્મક સ્તંભો પર ટકેલો છે જેનાંપર કીર્તીમુખ બનેલો છે. મંદિરનાં ગર્ભગૃહમાં બનેલી પીઠિકા પર અમ્બિકા માતાની મૂર્તિ વિરાજિત છે. ગર્ભની વિગ્રહ પટ્ટિકા પર વિભિન્ન મૂર્તિઓ કંડારવામાં આવેલી છે જેની સુંદરતા જોવાંલાયક છે.

સભા મંડપની જમણી બાજુએ વિશાળકાય ગણેશજી બિરાજમાન છે પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ એમણે લોખંડની જાળીની અંદર રખાયેલાં છે. ગણેશજીની સન્મુખ દેવી માતાની મૂર્તિ છે !!! સભામંડપમાં ગર્ભગૃહની બન્ને બાજુએ હવા અને ઉજાસ માટે બે દરવાજાઓ રાખવામાં આવેલાં છે જે મંદિરને અન્ય મંદિરોથી સ્થાપત્યની દ્રષ્ટિથી ભિન્ન કરે છે. ગર્ભગૃહની બહાર બંને તરફ બનેલી તાકોમાં દેઈની મૂર્તિઓ વીરાજીત છે. સભામંડપમાં છતમાં ઉત્કીર્ણ કમળ જોવાંલાયક છે !!!

મંદિરની બહાર પાર્શ્વમાં તથા પાછળની તરફ આકારવામાં આવેલી નાયિકાઓની વિભિન્ન મૂર્તિઓ તથા ભાવ અદભૂત છે. નાયિકાઓના ચહેરાનાં ભાવ અને શરીરની ભાવ ભંગિમાઓ એટલી સરસ રીતે આકારવામાં આવી છે કે જાણે એ હમણાં જ જીવતી થઈને બોલી ઉઠશે. નાયીકોના અંગ સૌષ્ઠવને એટલું ઉપયુક્ત પરિમાણથી આકારવામાં આવ્યું છે કે પ્રસ્તરની મૂર્તિ પણ માંસલ માદક દેહયુક્ત નાયિકાઓ લાગે છે. નાયિકાઓની મૂર્તિઓમાં એક નાયિકા જે પીઠનાં બળે ઉભી છે અને પાછળ ફરીને એક પગ પર વળીને પગમાંથી કાંટો કાઢી રહી છે એની મુદ્રા અત્યંત કમનીય છે !!! એક નાયિકા જે પોતાનાં ભીનાં કેશને સુકવી રહી છે કે કેશમાંથી ટપકતાં જળની બુંદોનું પાન એક હસી રહ્યું છે એ પણ અદભૂત છે. મંદિરનાં ગર્ભગૃહની બહારની બંને તરફ પાર્શ્વમાં અને પાછળની તરફ ભૂમિતલથી જોડાયેલી ત્રણ તાકો બનેલી છે જેમાં દેવી માંની મૂર્તિ વિરાજિત છે !!! તથા ત્રણે તરફ મધ્યમાં મહિષાસુરમર્દિનીની રૌદ્રરૂપી મૂર્તિઓ લાગેલી છે જેમની ભંગિમા આપને નતમસ્તક થવાં અંતે મજબૂર કરી દે છે. મંદિરનો સૌથી ખુબસુરત ભાગ મંદિરનો શીર્ષ ભાગ છે !!!
સભા મંડપ અને ગર્ભગૃહ ઉપર બનેલો શીર્ષનો વિન્યાસ પોતાનામાં અદભૂત છે. જે એને બીજાં મંદિરોથી પૃથક કરે છે !!!

પરંતુ આ મંદિરમાં એક નારી જેના હાથમાં એક માટલું છે અને એ માટલાંનું મુખ જ જલ નિકાસી મુખથી બનેલું છે આવું તો મેં પણ ક્યાંય નથી જોયું હોં !!! મુખ્ય મંદિરની જમણી બાજુ અનેક નાનાં નાનાં મંદિરો બનેલાં છે એ બધાં દેવી માતાઓને સમર્પિત છે !!! સંપૂર્ણ મંદિર માતૃશક્તિને સમર્પિત છે !!! વર્તમાનમાં આ મંદિર પુરાતત્વ વિભાગને આધીન છે. જેમાં પર્યટન વિભાગનાં સહયોગથી જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે !!!

આ મંદિર માતૃદેવી દુર્ગાનાં શાન્ત, અભય એવં વરદરૂપની એકાંતિક ઉપાસનાનું ઉદાહરણ છે. અહીંયા દેવી દુર્ગાની મહિષામર્દિની રૂપ પ્રમુખતા સાથે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ મંદિરમાં દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, તપસ્યારત પાર્વતી તથા ક્ષેમકરીની ઉપાસના કરવામાં આવી છે. ગર્ભગૃહની પ્રમુખ પ્રતિમા પણ ક્ષેમકરી વિગ્રહની રહી હશે એવું પ્રતિમાનાં અવશિષ્ટ પરિકરથી પ્રતિત થાય છે. જે આજે પણ ગર્ભગૃહમાં વિદ્યમાન છે જયારે પ્રતિમા નષ્ટ થઇ ચુકી છે. જગતનું અમ્બિકા મંદિર શ્તાબ્દીઓથી મેવાડ ક્ષેત્રની લોક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. જેમાં દેવી પ્રતિમાઓનો ખજાનો કહેવામાં આવે તો કઈજ અતિશયોક્તિ નથી !!!

ઈતિહાસને જો બાજુ પર રખવામાં આવે અને જેને શિલ્પ-સ્થાપત્યમાં રસ હોય, બારીકાઇ અને ઝીણવટમાં રસ હોય અને જોઇને જો અભિભૂત થઇ જવું હોય, તો એમણે તો આમન્દીર અવશ્ય જ જોવું રહ્યું !!! ભૂલ ના કરતાં જયારે પણ ઉદયપુર-શ્રીનાથજી જાઓ ત્યારે આ મંદિર જોવાં અવશ્ય જજો જ જજો !!!

શત શત નમન માં અમ્બિકાને !!!

!! જય માં અમ્બિકા !!

———- જનમેજય અધ્વર્યુ

👏👏👏👏👏👏👏👏👏

error: Content is protected !!