અમરકંટક- નર્મદા મૈયાનું ઉદગમસ્થાન

ભારતની પવિત્ર નદીઓમાં જેની ગણના થાય છે. જેના દર્શન માત્રથી જ પાવન અને પવિત્ર થઇ જવાય છે. આમ તો ભારતની બધી નદીઓનું મૂળ એ દર્શનીય સ્થાન છે જ. પ્રાકૃતિક વાતાવરણ સાથે પવિત્રતા ભળે એતો સોનામાં સુગંધ ભળ્યા જેવું જ ગણાય. ભારતમાં માં કેટલીક નદીઓના મૂળ-મુખની જાત્રા થાય છે. એમાં નર્મદાનું પણ સ્થાન છે ……. ભલે એ હિમાલયમાં ના આવેલું હોય પણ માં નર્મદાનું જન્મસ્થાન અનેક કથાઓ અને માહત્મ્યથી ભરેલું છે અને પ્રાકૃતિક સૌન્દર્યથી પણ સમૃદ્ધ જ છે અને સાથે સાથે પૌરાણિક પણ છે !!! મધ્યપ્રદેશમાં આવેલાં સ્થળ વિષે જાણવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે જ !!!

પુરાણોમાં સાત નદીઓને પ્રમુખ માનવામાં આવી છે જેમાં નર્મદા પણ એક છે. જે પ્રકારે ગંગોત્રી, યમુનોત્રી ગંગા -યમુનાનું ઉદગમ સ્થળ છે. એજ પ્રકારે અમરકંટક નર્મદાનું ઉદગમ સ્થળ છે. જે સ્થળેથી નર્મદા નીકળે છે એને કોટિ તીર્થ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં આનું વિશેષ મહત્વ છે !!! પુરાણો અનુસાર સરસ્વતીનું જલ પાંચ દિવસોમાં, યમુનાનાનું જળ સાત દિવસોમાં અને ગંગાનું જળતત્કાલ પવિત્ર કરે છે ……. પરંતુ નર્મદાનાં જળનાં દર્શન માત્રથી જ મનુષ્ય પવિત્ર થઇ જાય છે !!! એવી માન્યતા છે કે આ કોટિતીર્થ પર ભગવાન શિવ, વ્યાસ, ભૃગુ, કપિલ આદિએ તપસ્યા કરી હતી !!!

અમરકંટકમાં પ્રકૃતિ આપણને રોમાંચિત કે છે. અદ્યાત્મ અને ધર્મ આ નગરીમાં એક ખાસ આયામ જોડે છે !!! દરઅસલ આ એવી જગ્યા છે,જે બે મોટી નદીઓ નર્મદા અને સોનનું ઉદગમ સ્થળ પણ છે. એના ઉદગમો જોતાં લાગશે નહીં કે આ નાનાં નાનાં કુંડોમાંથી નીકળીને. ઘણી દુર સુધી બહુજ પાતળી ધારામાં વહેતી નદીઓ દેશની સંસ્કૃતિ અને ધાર્મિકતા અને વિકાસમાં ખાસ જગ્યા રાખે છે !!!

અમરકંટક ઊંચા પહાડો અને ગાઢજંગલોની વચ્ચે વસેલી એક સુંદર જગ્યા છે. એ ખુદ ઘણી ઉંચાઈ પર છે. પ્રકૃતિની તમામ સંપાદાઓથી યુક્ત !!! અહીંયા ખદાનોપણ છે અને જળપ્રપાત પણ, જળનાં અદ્રશ્ય સ્રોત પણ અને સુંદર આશ્રમ અને મંદિર પણ, અત્યારે ત્યાં નવાં – નવાં મંદિરો પણ બની ગયાં છે !!! આ નગરીનાં મંદિરોની આસપાસ ફરો કે નર્મદા અને સોનની નજદીક જાઓ અલગ મહેસૂસ થાય છે. પહાડોનાં અદ્રશ્ય સ્રોતોમાં નર્મદા અને સોનનું નીકળવું કોઈ અચરજથી કમ નથી લાગતું !!!

અમરકંટક મધ્ય પ્રદેશનાં અનૂપપુર જિલ્લામાં સ્થિત છે. અમરકંટક રીવાથી ૧૬૦ માઈલ અને પેંડ્રારેલ્વે સ્ટેશનથી ૧૫ માઈલ દૂર નર્મદા તથા સોન નદીનાં ઉદગમસ્થાનનાં રૂપમાં પ્રખ્યાત છે. અમરકંટક પહાડ સમુદ્રતટથી ૨૫૦૦ ફૂટ થી ૩૫૦૦ ફૂટસુધીનું ઊંચું છે. નર્મદાનું ઉદગમ સ્થાન એક પર્વતકુંડમાં બતાવવામાં આવે છે !!! અમરકંટકને આમ્ર્કૂટ પણ કહે છે. આ તીર્થ,શ્રાદ્ધ -સ્થાન અને સિદ્ધક્ષેત્રનાં રૂપમાં પ્રસિદ્ધ છે. અમરકંટકમાં નર્મદાનાં ઉદગમનાં પર્વતને સોમ પણ કહેવામાં આવ્યો છે. અમરકંટક રુક્ષ પર્વતનો એક ભાગ છે , જે પુરાણોમાં વર્ણિત સપ્તકુલ પર્વતોમાંનો એક છે !!!

અમરકંટકમાં અનેક મંદિર અને પ્રાચીન મૂર્તિઓ છે ,જેનો સંબંધ મહાભારતનાં પાંડવો સાથે બતાવવામાં આવ્યો છે, પરંતુ મૂર્તિઓમાંથી અધિકાંશ પુરાણી નથી !!! વાસ્તવમાં પ્રાચીન મંદિર થોડેક જ દૂર છે. એમાંથી એક ત્રિપુરીનાં ક્લચુરિ નરેશ કર્ણદેવ (૧૦૪૧ -૧૦૭૩)નું બનાવેલું છે એને કર્ણદહરિયાનું મંદિર પણ કહે છે….. એ ત્રણ વિશાળ શિખરયુક્ત મંદિરોનાં સમૂહથી મળીને બનેલો છે !!! આ ત્રણે પહેલાં એક મહામંડપથી સંયુક્ત હતાં, પરંતુ હવે એ નષ્ટ થઇ ગયાં છે. આ મંદિરનાં પછીથી બનેલું એક અન્ય મંદિર મચ્છીન્દ્રનું પણ છે. એનું શિખર ભુવનેશ્વરનાં મંદિરનાં શિખરની આકૃતિનું છે. આ મંદીરની ઘણી વિશેષતાઓમાં કર્ણદહરિયાનાં મંદીરનું અનુકરણ જ લાગે છે !!!

નર્મદાનો ઉદગમ ——-
નર્મદા મૈયાનું વાસ્તવિક ઉદગમ સ્થાન ઉપર્યુક્ત કુંડથી થોડેક જ દૂર છે. બાણે આને ચન્દ્રપર્વત કહ્યો છે …… અહીંથી જ આગળ જતાં નર્મદા એક નાનકડા નાળાનાં રૂપમાં વહેતી દેખાઈ પડે છે. આ સ્થાનથી પ્રાય; અઢી માઈલ પર અરંડી  સંગમ તથા ૧ માઈલ પર આગળ નર્મદાની કપિલધારા સ્થિત છે !!! કપિલધારા નર્મદાનો પ્રથમ પ્રપાત છે , જ્યાં પર નદી ૧૦૦ ફૂટની ઊંચાઈથી નીચે ગહેરાઈમાં પડે છે !!!

એનાથી થોડે આગળ દૂધધારા છે, જ્યાં નર્મદાનું શુભ્રજળ દૂધનાંશ્વેત ફીણની સમાન દેખાઈ પડે છે. શોણ અથવા સોન નદીનું ઉદગમ નર્મદાનાં ઉદગમથી ૧ માઈલ દૂર સોન-મૂઢા નામક સ્થાન પરથી થયું છે. આ પણ નર્મદાનાં સ્તોત્રની સમાન જ પવિત્ર મનાય છે. મહાભારત વનપર્વમાં નર્મદા-શોણનાં ઉદ્ગમની પાસે જ વંશગુલ્ભ નામક તીર્થનો ઉલ્લેખ છે !!! આ સ્થાન પ્રાચીનકાળમાં વિદર્ભ દેશની અંતર્ગત હતો. વંશગુલ્ભનું અભિજ્ઞાન વાસિમથી કરવામાં આવ્યું છે !!!

નર્મદા નદી અહીંથી જ પશ્ચિમની તરફ અને સોન નદી પૂર્વ દિશામાં વહે છે !!! અહીના ખુબસુરત ઝરણા, પવિત્ર તળાવ, ઉંચી પહાડીઓ અને શાંત વાતાવરણ સહેલાણીઓને મંત્રમુગ્ધ કરી દે છે !!! પ્રકૃતિ પ્રેમી અને ધાર્મિક પ્રવૃત્તિનાંલોકોને આ સ્થળ ઘણું જ પસંદ આવે છે !!! અમરકંટકનો ઘણી બધી પરંપરાઓ અને કિવદંતિઓ સાથે સંબંધ રહ્યો છે !!! એમ કહેવાય છે કે ભગવાન શિવની પુત્રી નર્મદા જીવનદાયિની નદી રૂપમાં અહીંથી વહે છે !!! માતા નર્મદાને સમર્પિત અહીં અનેક મંદિરો બનેલાં છે, જેને દુર્ગાની પ્રતિમૂર્તિ માનવામાં આવે છે!!! અમરકંટક બહુજ બધાં આયુર્વેદિક છોડો માટે પણ પ્રસિદ્ધ છે. જેને કિવદંતિયો અનુસાર જીવનદાયી ગુણોથી ભરપુર માનવામાં આવે છે !!!

કહેવાય છે કે ત્રિપુર નામક રાક્ષસનો વધ અને એનાં નગરોનો નાશ કર્યાં પછી ભગવાન શિવે એની રાખમાંથી આ નગરીને વસાવી હતી. પોતાની પુત્રી નર્મદાની સાથે અહીંયા ભગવાન શિવનું પણ મંદિર છે !!! શ્રદ્ધાળુ આ મંદિરમાં આવીને ભગવાન શિવ અને શક્તિ સ્વરૂપા દેવી નર્મદાનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે !!! પરંતુ આ મંદિરમાં દર્શનનું ફળ પામવા માટે એક કઠિન કાર્ય પણ કરવું પડતું હોય છે !!!

કપિલધારા  ——–

નર્મદા કુંડ થી લગભગ ૭ કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશામાં શ્રી નર્મદાનાં ઉત્તર કિનરા પર કપિલધારા નામનો જલપ્રપાત છે. જેની જલધારા પહાડથી લગભગ ૧૫૦ ફૂટ નીચે પડે છે. શાસ્ત્રો અનુસાર શ્રી કપિલ મુનિએ નર્મદાનાં જલની ધારાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ સ્થળથી નર્મદાજીની પહોળાઈ વધીને લગભગ ૨૦ ફૂટ થઈ ગઈ !!!

કપિલધારા

દૂધધારા  ———–

કપિલધારાથી લગભગ ૧ કિલોમીટર દૂર પશ્ચિમ દિશા તરફ દૂધધારા નામનો શ્રી નર્મદાજીનો અદ્વિતીય જલ પ્રપાત છે !!!આ ઘના વનની મધ્યમાં અત્યંત મનોરમ છતાં ઉત્પન્ન કરે છે. આ જલપ્રપાતની ઊંચાઈ ૧૦ ફૂટ છે. પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ સ્થાન પર દુર્વાસાઋષિએ તપસ્યા કરી હતી
એટલાં માટે એનું નામ “દુર્વાસા ધારા” પડયું પરંતુ કાલાંતરમાં એનું અપભ્રંશ રૂપ દૂધ ધારણા રૂપમાં પ્રચલિત થયું. એવી જનશ્રુતિછે કે શ્રી નર્મદાજી રીવા રાજ્યનાં કોઈ રાજકુમાર પર પ્રસન્ન થઈને એને દુધની ધારના રૂપમાં દર્શન આપ્યાં હતાં એટલે એનું નામ દુધ ધારા પડયું. બીજી વ્યુંતોઅત્તિમાં એવું કહેવામાં આવ્યું છે કે નર્મદાજીનો તેજ પ્રવાહ પથ્થરોની ચટ્ટાનો પર પડીને ૨ ધારાઓમાં વહે છે. એટલાં માટે એનું નામ સ્થાનીય નામ દૂ-ધારા પડયું !!! અને કાલાંતરમાં અપભ્રંશનાં રૂપમાં દૂધ ધારાનાં નામથી પ્રચલિત થઇ ગયું !!!

દૂધધારા

વિંધ્ય વૈભવ કથાનુસાર આ સ્થાન પર કપિલમુનિજીને આત્મ સાક્ષાત્કારનાં દર્શન થયાં હતાં. પ્રાચીન જનશ્રુતિઓ અનુસાર આ સ્થાન પર કપિલ મુનીએ નવાં સંખ્યાશાસ્ત્રની રચના કરી હતી. આ સ્થાન પરમ રમણીય છે અને પ્રાકૃતિક છે અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર છે !!! અમરકંટક આવનારાં સહેલાણીઓ આ સ્થાન પર પહોંચ્યા વિના પોતાની યાત્રા અપૂર્ણ સમજે છે !!!

ભૃગુ કમંડળ  ———-

નર્મદા મંદિરથી ૪ કિલોમીટર દુર ભૃગુ કમંડળ સ્થિત છે. એવી જનશ્રુતિ છે કે આ સ્થાન પર ભૃગુ ઋષિએ કઠોર તપ કર્યું હતું જેને કારણે એમનાં કમંડળમાંથી એક નદી નીકળી જેને કરા કમંડળ પણ કહેવામાં આવે છે !!! ભૃગુ કમંડળમાં કમંડળની આકૃતિની ચટ્ટાનમાંથી નદીની ધાર દેખાઈ દે છે અને બાદમાં આ નદી નર્મદાને જઈને મળે છે !!!

માઈકી બગિયા ———–

માઈકી બગિયા માતા નર્મદાને સમર્પિત છે. આ બગિયા નર્મદાકુંડની પૂર્વ દિશા તરફ એક કિલોમીટરની દૂરી પર છે એને ચરણોદક કુંડનાં નામે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ હરી-ભરી બગિયાનું સ્થાનમાંથી શિવ પુત્રી નર્મદા પુષ્પોને ચુંટતી હતી !!! અહીંયા પ્રાકૃતિક રૂપે કેરી,કેળાંઅને બહુજ બધાં ફળોના ઝાડ ઊગેલાં છે !!! સાથે જ ગુલબાકાવલી અને ગુલાબનાં સુંદર છોડ આહીની સુંદરતામાં વધારો કરે છે !!! પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે માં નર્મદા પોતાની સખી ગુલબકાવલીની સાથે રમ્યા કરતી હતી એવું પણ કહેવાય છે કે ગુલબકાવલી પૂર્વકાળમાં એક સુંદર કન્યાનાં રૂપમાં હતી. ગુલબકાવલી પુષ્પના અર્કથી નેત્ર રોગમાટેની ઔષધિ બનાવવામાં આવે છે જે નેત્ર રોગીયો માટે લાભકારી હોય છે !!!

જલેશ્વર મહાદેવ ———–

નર્મદા મંદિરથી લગભગ આઠ કિલોમીટર દૂર જલેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંથી જ અમરકંટકની ત્રીજી નદી જોહિલા નદીની ઉત્પત્તિ થાય છે. વિંધ્ય-વૈભવ અનુસાર આ શિવલિંગ ભગવાન શંકરે સ્વયં સ્થાપિત કર્યું હતું !!! જેનાથી આને મહારુદ્ર મેરુ પણ કહેવામાં આવે છે. પૌરાણિક કથાનુસાર આ જ વિશેષ આધ્યાત્મિક ગુણોને કારણે ભગવાન શિવ દેવી પાર્વતી સાથે અહીંયા વાસ કરતાં હતાં. મંદિરની નિકટ જ સનસેટ પોઈન્ટ છે !!!

કબીર ચબુતરા  ———–

શ્રી નર્મદા મંદિરથી પશ્ચિમ-દક્ષિણ દિશા તરફ ૫ કિલોમીટરની દૂરી પર કબીર ચબુતરા નામનું સ્થાન છે. આ સ્થાન પર સર્વપ્રથમ શ્રી નર્મદા મંદિરથી પૂર્વ દિશા તરફ અને માઈકી બગિયાથી કાચા માર્ગમાં થઈને લગભગ ૭ કિલોમીટર દૂર માઈનો મંડપ નામનું સ્થાન સ્થિત છે. કહેવાય છે કે અહીં આ સ્થાન પણ છે જ્યાં ચિરકુંવારી માં નર્મદાનો વિવાહ મંડપ બનાવવામાં આવ્યો હતો !!! અહીના મૌજુદ પુજારી અને ક્ષેત્રીય લોકો બતાવે છે કે માં નર્મદાનો વિવાહ સોનભદ્ર નામનાં નદ સાથે નક્કી થયો હતો !!! બન્નેનાં વિવાહની બધી જ તૈયારીઓ થઇ ગઈ હતી. પરંતુ જોહિલા નમણી નદીને કારણે વિવાહ વિઘ્ન ઉત્પન્ન થય ગયું અને પછી માં નર્મદા સદાને માટે કુંવારી રહી ગઈ !!!

આ સ્થાનેથી સોનભદ્ર અને જોહિલા નદી પણ નીકળે છે
કહેવાય છે કે આ વિઘ્નથી ક્રોધિત થઈને માં નર્મદા પૂર્વથી પશ્ચિમ તરફ ઉલ્ટી દિશામાં વહી ગઈ !!! કબીરજીએ અહીંયા પડાવ નાંખ્યો હતો એમણે આ સ્થાન પર કઠોર તપ કર્યું અને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી !!! આ જ કારણ છે કે કબીર પંથીઓ માટે આ સ્થાન બહુજ પવિત્ર છે. એને કબીર ચબુતરાનાં નામથી પણ ઓળખવામાં આવે છે !!! મહાત્મા કબીરની સાધના સ્થળીથી અમરકંટક માટે સીધી પાકી સડક જાય છે !!! એવું કહેવામાં આવે છે કે આજે પણ આ સ્થાન પર પ્રાત:કાલ દુધની ઘણી પાતળી ધારાઓ પ્રવાહિત થાય છે જેને જોવાં માટે દર્શનાર્થી કબીર ચબુતરા આવતાં-જતાં રહેતાં હોય છે !!!

ધૂની પાની ————-

અમરકંટકનું આ ગરમ પાણીનું ઝરણું છે. કેવાય છે કે આ ઝરણું ઔષધીય ગુણોથી સંપન્ન છે અને એમાં સ્નાન કરવાથી શરીરનાં અસાધ્ય રોગ સારાં થઇ જાય છે. દૂર દૂરથી લોકો આ ઝરણાનાં પવિત્ર પાણીમાં સ્નાન કરવાનાં ઉદ્દેશથી આવે છે …….. જેથી એમનાં તમામ દુઃખોનું નિવારણ થઇ શકે !!!

અમરકંટકમાં કાળા પથ્થરનો એક હાથી બનેલો છે. કહેવાય છે કે આ હાથીની નીચેથી આગળ વધી શકે એજ પુણ્યાત્મા ગણાય છે. અહીં લોકો પોતાને આળોટીને આગળ-પાછળ રગડીને પાર કરીને પોતાને પુણ્યાત્મા સિદ્ધ કરવાનો પ્રયાસ કરતાં હોય છે !!!

ભારતનાં સૌથી ખુબસુરત અને પવિત્ર સ્થળની યાત્રા તો એકવાર તો કરવી જ રહી !!! !! નમામી દેવી નર્મદે !!!

——– જનમેજય અધ્વર્યુ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!