દુર્ગામાતાનો પૌરાણિક ઇતિહાસ અને મહત્વ

અન્ય નામ-  માં ભગવતી , શેરાવાળી માં

દુર્ગા પાર્વતીનું બીજું નામ છે. હિન્દુઓના શાક્ત સંપ્રદાયમાં ભગવતી દુર્ગાને જ દુનિયાની પરાશક્તિ અને સર્વોચ્ચ દેવી મનાય છે. શાક્ત સંપ્રદાય ઈશ્વરને દેવીરૂપે માને છે ‘ વેદોમાં તો દુર્ગા દેવીનો કયાંય પણ નામોલ્લેખ જ નથી. પણ ઉપનીષદમાં દેવી ઉમા હેમવતી. ઉમા હિમાલયની પુત્રીનું વર્ણન છે. પુરાણમાં દુર્ગાને આદિશક્તિ માનવામાં આવે છે. દુર્ગા અસલમાં શિવની પત્ની પાર્વતીનું એક રૂપ છે. જેમની ઉત્પત્તિ દેવતાઓની પ્રાર્થના પર રાક્ષસોનો નાશ કરવા માટે થઇ હતી.

આ રીતે દુર્ગા યુદ્ધની દેવી છે. દેવી દુર્ગાના સ્વયં ઘણાંરૂપો છે. એમનું મુખ્ય રૂપ ગૌરી છે અર્થાત શાંતમય સુંદર અને ગોરા રૂપ. એમનું સૌથી ભયાનક રૂપ કાલી છે અર્થાત કાળું રૂપ !!! વિભિન્ન રૂપોમાં દુર્ગા ભારત અને નેપાળમાં ઘણાંમંદિરો અને તીર્થસ્થાનોમાં પૂજાય છે. કેટલાંક દ્દુર્ગા મંદિરોમાં પશુબલી પણ ચઢાવવામાં આવે છે. ભગવતી દુર્ગાની સવારી સિંહ છે. દુર્ગાજીની પૂજામાં દુર્ગાજીની આરતી અને દુર્ગા ચાલીસાનો પાઠ કરવામાં આવે છે

નવરાત્રીમાં દેવી પૂજન ———–

હિંદુ ધર્મગ્રંથ પુરાણો અનુસાર માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્ર હોય છે. ભારતમાં નવરાત્રનું પર્વ એક એવું પર્વ છે જે આપણી સંસ્કૃતિમાં મહિલાઓના ગરિમામય સ્થાનને દ્રશાવે છે. વર્ષના ૪ નવરાત્રી માં
ચૈત્ર
અષાઢ
અશ્વિન
અને માઘ
ની શુક્લ પ્રતિપદાથી નવમી સુધી નવ દિવસ માટે હોય છે !!! પરંતુ પ્રસિદ્ધિમાં ચૈત્ર અને અશ્વિનનાં નવરાત્ર જ મુખ્ય માનવામાં આવે છે ‘. એમાં દેવી ભક્ત અશ્વિનનાં નવરાત્ર વધુ કરતાં હોય છે. એમને યથાક્રમ વાસંતી અને શારદીય નવરાત્રી પણ કહેવમાં આવે છે. એમનો આરંભ ચૈત્ર અને અશ્વિન શુક્લ પ્રતિપદાથી હોય છે. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) અત: આ પ્રતિપદા “સ્મ્મુખી” શુભ હોય છે !!!!

દુર્ગાજીના ૧૬ નામ ——-

બ્રહ્મ વૈવાર્ત પુરાણમાંથી ઉદ્ધૃત ——-

નારદજી બોલ્યાં — ” બ્રહ્માંડમા મેં અત્યંત અદભૂત સંપૂર્ણ ઉપાખ્યાનો ને સાંભળ્યા. હવે દુર્ગાજીના ઉત્તમ ઉપાખ્યાનને સંભાળવા માંગું છું. વેદની કૌથુમી શાખા માં જે દુર્ગા, નારાયણી, ઈશાના, વિષ્ણુમાયા, શિવા, સતી, નિત્ય, સત્ય, ભગવતી, , સર્વાંણી, સર્વ મંગલા , અંબિકા, વૈષ્ણવી , ગૌરી , પાર્વતી અને સનાતની આ સોળ નામ બતાવવામાં આવ્યાં છે
એ બધાં જ માટે કલ્યાણદાયક છે ……..

durgamaa

દેવતાઓમાં શ્રેષ્ઠ નારાયણ આ સોળ નામોનો જે ઉત્તમ અર્થ છે …… એ બધાંને અભીષ્ટ છે. માં સર્વસંમત વેદોક્ત અર્થને તમે બતાવો !!!! પહેલાં કોને દુર્ગાજીની પૂજા કરી હતી? પછી બીજી-ત્રીજી-ચોથી વાર કયા લોકોએ એમનું સર્વત્ર પૂજન કર્યું છે ? શ્રી નારાયાણે કહ્યું — દેવર્ષિ ભગવાન વિષ્ણુએ વેદમાં આ સોળ નામોનો અર્થ કર્યો છે. તમે એને જાણતાં હોવ તો મને કેમ પુન: પૂછો છો? હવે હું આગમોને અનુસાર એ નામોનો અર્થ બતાવું છું !!!!

[૧] દુર્ગા ———-

દુર્ગા શબદનો પદચ્છેદ આ છે —–
દુર્ગ + આ
દુર્ગા શબ્દ દૈત્ય , મહાવિઘ્ન, ભવ બંધન ,કર્મ, શોક, દુખ, નરક, યમદંડ, જન્મ, મહાન ભય તથા અત્યંત રોગનાં અર્થમાં આવે છે. તથા આ શબ્દ “હંન્તા’ નો વાચક છે. જે દેવી આ દૈત્ય અને મહાવિઘ્ન આદિનું કારે છે ,એમને દુર્ગા કહેવાય છે !!!!

[૨] નારાયણી ———

આ દુર્ગા યશ ,તેજ, રૂપ અને ગુણોમાં નારાયણની સમાન છે તથા નારાયણની શક્તિ છે ……… એટલાં માટે એમને નારાયણી કહેવામાં આવે છે !!!!

[૩] ઈશાના ———–

ઈશાનાનો પરિચ્છેદ આ પ્રકારે છે
ઇશાન + આ
ઇશાન શબ્દ સંપૂર્ણ સિધ્ધિઓના અર્થમાં પ્રમુખ હોય છે અને આ શબ્દ દાતાનો વાચક છે …… જે સંપૂર્ણ સિધ્ધિઓ આપવાંવાળી છે. એ દેવીને ઈશાના કહેવામાં આવે છે !!!!!

[૪] વિષ્ણુમાયા ———–

પૂર્વકાલમાં સૃષ્ટિના સમયે પરમાત્મા વિષ્ણુએ માયાની સૃષ્ટિ કરી હતી અને પોતાની એ માયા દ્વારા સંપૂર્ણ વિશ્વને મોહિત કર્યું હતું. આ માયાદેવી વિષ્ણુનીજ શક્તિ છે એટલાં માટે એમને વિષ્ણુ માયા કહેવાઈ છે !!!

[૫] શિવા ————-

શિવા શબ્દનો પરિચ્છેદ આ છે
શિવ + આ
શિવ શબ્દ શિવ એવંકલ્યાણ અર્થમાં પ્રયુક્ત થાય છે તથા આ શબ્દ પ્રિય અને દાતા અર્થમાં આ અર્થમાં આ દેવી કલ્યાણસ્વરૂપ છે. શિવદાયિની છે અને શિવપ્રિય છે …….. એટલા માટે એમને શિવા કહેવામાં આવી છે !!!

[૬] સતી ————

દેવી દુર્ગા સમૃદ્ધિની અધિષ્ઠાત્રી છે. પ્રત્યેક યુગમાં વિદ્યમાન છે તથા પતિવ્રતા એવમ સુશીલા છે. એટલા માટે એમને સતી કહેવામાં આવે છે

[૭] નિત્યા ————

જેવી રીતે ભગવાન નિત્ય છે. એવી જ રીતે ભગવતી પણ નિત્યા છે. પ્રાકૃત પ્રલયના સમયમાં એ પોતાની માયાથી પરમાત્મા શ્રીકૃષ્ણમાં તિરોહિત રહેતી હોય છે

[૮] સત્યા ————–

સત્યા બ્રહ્માથી લઈને તરુણ અથવા કીટવર્ધન સંપૂર્ણ જગત કૃત્રિમ થવાંના કારણે મિથ્યા જ છે. પરંતુ દુર્ગા સત્યસ્વરુપા છે. જેમ ભગવાન સત્ય છે ……..એવી જ રીતે પ્રકૃતિદેવી પણ સત્યા છે

[૯] ભગવતી ————

સિદ્ધ, ઐશ્વર્ય આદિના અર્થમાં “ભગ” શબ્દનો પ્રયોગ થાય છે એવું સમજવું જોઈએ !!!! એ સંપૂર્ણ સિદ્ધ, ઐશ્વર્યાદિરૂપ ભગ પ્રત્યેક યુગમાં જેમની અંદર વિદ્યમાન છે. એ દેવી દુર્ગા ભગવતી કહેવામાં આવે છે !!!!

[૧૦] સર્વાંણી ————

જે વિશ્વના સંપૂર્ણ ચરાચર પ્રાણીઓને જન્મ , મૃત્યુ, જશ, આદિની તથા મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. એ દેવી પોતાનાં ગુણને કારણે સર્વાંની કહી ગઈ છે !!!!

[૧૧] સર્વમંગલા ———–

મંગલ શબ્દ મોક્ષનો વાચક છે અને આ શબ્દ દાતાનો !!! જે સંપૂર્ણ મોક્ષ આપે છે એ દેવી સર્વમંગલા છે. મંગલ શબ્દ હર્ષ, સંપત્તિ અને કલ્યાણના અર્થમાં પ્રયુક્ત થાય છે. જે આ બધાંની દેવી છે. એજ દેવી સર્વમંગલાનામે વિખ્યાત છે

[૧૨] અંબિકા ———–

“અંબા” શબ્દ માતાનો વાચક છે. તથા વંદન અને પૂજનનાં અર્થમાં પણ અંબા શબ્દનો પ્રયોગ થાય છે. આ દેવી બધાં દ્વારા પૂજિત અને વંદિત છે તથા ત્રણે લોકોની માતા છે. એટલાં માટે એમને અંબિકા કહેવામાં આવે છે !!!

[૧૩] વૈષ્ણવી ————

દેવી શ્રી વિષ્ણુની માતા, વિષ્ણુરૂપ તથા વિષ્ણુની શક્તિ છે સાથે જ સૃષ્ટકાલમાં વિષ્ણુ દ્વારા જ એમની સૃષ્ટિ થઇ છે
એટલા માટે એમની વૈષ્ણવી સંજ્ઞા છે !!!!

[૧૪] ગૌરી ———–

” ગૌર” શબ્દ પીળા રંગ, નિર્લિપ્ત એવં નિર્મલ પરબ્રહ્મ પરમાત્માના અર્થમાં પ્રયુક્ત થાય છે. એ ગૌર શબ્દવાચય પરમાત્માની જ એ શક્તિ છે. એટલા માટે એમને ગૌરી કહેવામાં આવે છે !!!! ભગવાન શિવ બધાનાં ગુરુ છે અને દેવી એમની સતી સાધ્વી પ્રિયા શક્તિ છે. એટલા માટે એમને ગૌરી કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ જ સર્વેજનોના ગુરુ છે અને દેવી એમની માયા છે એટલા માટે એમને ગૌરી કહેવામાં આવ્યાં છે !!!

[૧૫] પાર્વતી ————–

“પર્વ” શબ્દ તિથિભેદ (પૂર્ણિમા), પર્વ્ભેદ, કલ્પભેદ તથા અન્યાન્ય ભેદ અર્થમાં પ્રયુક્ત થાય છે તથા “તી” શબ્દ ખ્યાતિના રથમાં આવે છે. આ પર્વ આદિમાં વિખ્યાત થવાંથી એ દેવીની “પાર્વતી” સંજ્ઞા છે. “પર્વમ” શબ્દ મોત્સવ વિશેષના અર્થમાં આવે છે. એમની અધિષ્ઠાત્રી દેવી હોવાને લીધે એમને પાર્વતી કહ્યાં છે. એ દેવી પર્વત (ગીરીરાજ હિમાલય)ની પુત્રી છે. પર્વત પર પ્રકટ થઇ છે તથા પર્વતની અધિષ્ઠાત્રી દેવી છે
એટલાં માટે પણ એમને પાર્વતી કહેવાય છે !!!!

[૧૬] સનાતની ———-

“સના” નો અર્થ છે સરવાળા અને “તની”નો અર્થ છે વિદ્યમાના
સર્વત્ર અને સર્વકાળમાં વિદ્યમાન હોવાને લીધે આ દેવીને સનાતની કહેવામાં આવે છે !!!!

સર્વ મંગલ માંગલ્યે શિવે સવાર્થે સાધીકે।
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે।

સર્વ મંગળ વસ્તુઓના પણ મંગળ તત્વરૂપ , સર્વ અર્થોને સિદ્ધ કરનારાં. હે શિવસ્વરૂપા – મંગળાસ્વરૂપા દેવી, તમે જ એક શરણ લેવા યોગ્ય છો. હે શિવના સ્વરૂપભૂત ત્રણ નેત્રોવાળાં ગૌરી, હે નારાયણના સ્વરૂપભૂત નારાયણી શક્તિ, તમને નમસ્કાર.

દુર્ગા એટલે શક્તિ
દુર્ગા એટલે સંહારક
દુર્ગા એટલે ખતરનાક
દુર્ગા એ એટલે ભયાનક
દુર્ગા એટલે વિકરાળ
દુર્ગા એટલે સદાકાળ

જે સ્ત્રીઓ રણચંડી બનીને શત્રુની સામે થાય છે. એમનો દ્રઢતાપૂર્વક સામનો કરે છે અને જરૂર પડે તો એમનો નાશ કરે છે એને જ દુર્ગા કહેવાય છે.

પ્રણામ હે દુર્ગા મૈયા પ્રણામ સદાય અને સદૈવ પ્રણામ !!!!

——– જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!