આરબોની નેકી અને ચારણની ચતુરાઇ

ખડકાણાના ચારણ કવિ રાજણભાઇ જસદણ દરબાર ના વાજસુર ખાચરના નવા બંધાવેલા ગઢને જોવા આવ્યા હતા.

પોર હસે ત્રણે પર જ તમસે નરેન્દ્ર ઘણા
આ ગઢે ગરઢેરા (કી) વીહમસે વાજસુરિયા

પધારો કવિરાજ!, આજ તો આ બાજુ ભુલા પડ્યા!’

કવિ ને બાથ ભરી રાજ રીત પ્રમાણે દરબારે આવકાર આપ્યો.

‘બાપ ખાચર કુળમણી! મને થયુ કે લાવ કસુંબો લેતો જાઉં,’

‘કવિરાજ માટે બાપુ ચાકરો ને આદેશ દેવા લાગ્યા, કવિરાજ માટે કાવો મુકાયો, કસુંબો તૈયાર થયો,સાણંદ ની તમાકુ ભરેલો માથે ખેર ની રગરગતી છાલ ચડાવેલો હુક્કો તાજો કરી લવાયો’

જસદણથી આઠેક ગાઉને અંતરે નાની નાની ટેકરીઓ અને ગોરડની ઝાડી વચ્ચે સૌથી ઉચા ભાગ ઉપર વાજસુર ખાચરે એક સુદ્રઢ કિલ્લો અને થોડા ઘણા રહેવાના મકાનો બંધાવ્યા.

કસુંબો ડાયરા મા આવ્યો અંજલીઓ ભરાઇ દરબારે શંખના આકારે બે તોલા અફીણ નો કસુંબો ભરાઇ એટલી અંજલી ભરી રાજણ કવિ ના મુખ આગળ ધરી,કવિએ કસુંબો ગટગટાવી ગયા,અને દુહાઓ લલકારવા લાગ્યા, એવા મા એમની નજર હાલારી વેશભુષા વાળા એક વ્યક્તિ પર પડી,
ખમ્મા વાજસુર દાતાર ને, ખમ્મા ખાચરકુળ ની શોભાને, બાપ! આ મેમાન ક્યાના છે?

‘કવિરાજ!’આપને કેવાનુ રહિ ગયુ એ જામ લાખાજી ના માનીતા ખવાસ છે જામ ત્રણસો ઘોડેસવારો સાથે આપણને કસુંબો પાવા આવ્યા છે, તેમના પડાવ મા મળવા જવાનુ નિમંત્રણ મેમાન આપવા આવ્યા છે.

‘એ…મ! કવિરાજે મુખ ફેરવી હુંકાર કર્યો.

હા..બાપ, ધન્ય ભાગ અમારા ખાચર ડાયરાને જામ તો પચ્છમ ના બાદશાહ કહેવાય ગઢે કસુંબો પાવા યાદવરાય ખુદ જામ પધારે છે.

જાવ તમાચીજી ના વંશજ ને કહો કે અમે આવીએ છીએ, તેઓ અહિ સુધી આવ્યા આટકોટ કિધુ હોત તો ત્યા મળી જાત ઇય અમારુ ઘર છે, ઠીક છે પણ જસદણ તો જામનુ જ છે ને. કવિનો એક એક શબ્દ આંગતુક ને અંગારા સમો લાગ્યો પણ વિવેક શીખેલો તે ખવાસ બોલ્યોઃ ‘કવિરાજ, એતો જામબાપુ ને આટકોટ મુક્યા પછી રસ્તા મા વિચાર આવ્યો નહિ તો આટકોટ જ તેડાવત’

‘કઇ હરકત નહિ, ભાઇ, કઇ હરકત નહિ, જાવ તૈયારી કરો ખાચર ડાયરો આવવાની તૈયારી કરે છે આપ ત્યાની તૈયારી કરો.

ખવાસના ગયા પછી, કવિરાજ બોલ્યાઃ ‘ખાચર, નક્કિ જામ ના પેટ મા પાપ છે નહિ તો ત્રણસો ના આરબ ના લશ્કર સાથે ના આવે, આ યાદવો ગૌત્રહત્યા કરી ને પણ રાજ ટકાવે છે માટે હુ આપને સાવધ કરુ છુ કે આમા ભુલ કરી તો ઘડી ના છઠ્ઠા ભાગ મા ગઢ ખોઇ બેસશો દરબાર!’

પણ આપણે તો કેવરાવી દિધુ કે અમે આવિએ છિએ,

હા દરબાર! અને ના પા્ડી હોત તો તડફડ કરી દેવાથી ગઢ ઘેરી લે અને પુરતા અનાજ પાણી હજી ગઢ મા નથી આપણી તોપો હજી ગઢ ની રાંગે નથી ચઢાવી, અને પચાસ ઘોડે ટક્કર લેવાથી પહોંચાય એમ નથી માટે જેવા દેવ એવા પુજારી એનેય રમત રમાડી દઇએ, હુ જામ પાસે જાવ છુ અને તમે ઘોડે સામાન બાંધી તૈયાર રહેજો.એટલે જરુર પડ્યે પાછળ ના રસ્તે થી જામ નાળ્યું નોંધે એ પહેલા સલામત દસ ગાઉ દુર જઇ પહોંચીએ. જીવતો નર ભદ્રા પામે. મા જોગમાયા ની કૃપા થી બધૂય કામ પાર પડશે.જય માતાજી.

એમ કહેતા કવિરાજ ઉભા થઇ જામ ના પડાવ કોર રવાના થયા.

જામનગર ને ગોંડલ,જુનાગઢ,ભાવનગર તરફ નજર નોંધાય એમ હતુ નહિ કેમ કે ભા કુંભાજી, અમરજી, વખતસિંહ જાગતા બેઠા હતા મરાઠા ની શેહ હતી, પોરબંદર મા પ્રેમજી દામાણી હતા એક વખત જામે તેને પોરની હદ થી બોખીરાની ખાડી સુધી પહોંચાડ્યો હતો. આજે એજ પોરબંદર ભેટાલી નો કિલ્લો ચણાવતુ હતુ, આમ આવી પરિસ્થીતી હોવાથી જામની નજર કાઠીઓ ના તાલુકાઓ પર પડી.

જસદણ ને કસુંબો પાવા આવવાનુ કારણ પણ દગલબાજી હતી પણ સદનસીબે રાજણ ચારણ આવી ચડ્યા ને બાજી બદલાઇ ગઇ.
જામ ના મેલીકાર(સૈન્ય) છાવણી મા આવતા રાજણભાઇ બોલ્યાઃ

જડિયો જંગલ મા વસે, ઘોડા નો દાતાર
ત્રુઠ્યો રાવળ જામ ને હાંકી દિધો હાલાર

‘આવો આવો કવિરાજ, કહિ જામે આસન પર થી ઉભા થઇ આવકાર આપ્યો’

‘બાપ, જદુરાણા લખણવંતા લાખા ને ખમ્મા, ગરવા ધણી ને ખમ્મા, પચ્છમ ના પાદશાહ ને જાજેરી ખમ્માયુ!

તમારા દાદાઓ ને અમારા ચારણો બિરદાવી ગયા છે કે –

અધર ગયણ વળુભિયા કવ ચડિયાતો ખાર,
તે ઉતાર્યો લખધીર રા’ ભોરંગ શરથી ભાર

‘કેમ કવિરાજ! દરબાર ના આવ્યા આપ એકલા જ પધાર્યા, જામે હવે પોતાના સ્વાર્થ ની વાત કરી’

‘ના કેમ આવે! ખાચર ના વિવેક મા ખામી થોડી હોઇ’

‘ત્યારે કવિ! તે પાછળ આવે છે?’ જામે ઉત્સુકતા થી પ્રશ્ન કર્યો.

જામ ના બદલતા ભાવો ને કવિ ની ચકોર આંખો ઓળખી ગઇ.

તેને પોતાનો વહેમ સાચો લાગ્યો, પણ ગંભીર ભાવે જરાય તોછડુ દેખાય નહિ એમ જવાબ દિધોઃ

“ગરીબપરવર, ગઢ ઉપર તેડવા આવનાર ખવાસ હતા, હકિકત મા રાજની રીત મુજબ તમારા મેલીકાર(સૈન્ય)ના આરબ સરદારો જાય તો વ્યવસ્થીત ગણાય”

જામ ને કવિની દલીલ મા ઘડીક બાજી રમાતી હોઇ એની ગંધ આવી પણ આંખ ની નીખાલસતા અને દલીલ કરવાની રીત જોતા શંકા ઉડી ગઇ તેમને તો ગમે તેમ કરી દરબાર ને મળવુ હતુ.

‘જમાદારો જાવ દરબાર ને સન્માન સાથે બોલાવી લાવો આપણે તો ફકત મળવુ જ છે’

જમાદારો આદેશ મુજબ ઉભા થયા અને સાથે કવિરાજ પણ ઉભા થયા, પણ જામે રોકતા કહ્યુ, કે કવિરાજ આપ શીદ ઉભા થાવ છો ફોગટ ફેરો ના લ્યો ને ઘડીક આરામ ફરમાવો’

‘પૃથ્વીનાથ! અમારે ઘરધણી ને ફેરા ની કિમંત કેવી! હુ જ આ સંદેશ લાવ્યો છુ અને મારુ કામ ત્યા પહોંચુ ત્યારે પુરુ થાશે’

રાજણભાઇ ની સાખ આખા રાજસ્થાન મા ઊંચી લેખાતી, સોરઠ ના રાજવીઓ તેમનુ સન્માન કરતા. વ્રજ, જાંગડી અને અપ્રભંશ ભાષા ના તે સારા કવિ હતા જામ થી તેમને રોકાય એમ હતા નહિ માટે ત્રણ આરબ સરદારો સાથે જવા દિધા.

ગઢ મા પહોંચી આસને ગોઠવાયા અને પછી કવિએ આરબ સરદારો ને પુછ્યુ, ભાઇઓ તમે લોકો પરદેશી છો અમારા દેશ મા માથા મા હાથ રાખી નિમક હલાલ કરો છો તમારી સાક્ષી અમારે મન ઘણી કિંમતી છે માટે નિમંત્રણ માટે સાથે લિધા છે. આ નિમંત્રણ મા કઇ દગોફટકો તો નથી ને’

જમાદારો નો આગેવાન બોલ્યોઃ ‘અમારો રજકદાતા જામ છે એ વાત સાચી પણ ઇમાન તો અમારા કબજા મા છે અમારા ઇમાન સાથે કહિએ છિએ કે સલામત લઇ જશુ અને સલામત મુકિ જશુ. આરબ બચ્ચો બોલી બદલતો નથી આપ બેફિકર રહો’

આમ આરબો ના આગેવાનો બોલ થી બંધાઇ ગયા.

દરબારો ગઢ ઉપર થી હેઠે ઉતર્યા અને પડાવ મા આવ્યા

‘આવો આવો, દરબાર! બહુ દિવસો થયા આપને મળવાની ઇચ્છા રહ્યા કરતી હતી, આજે આઇ આશાપુરા ની ઇચ્છા થી મળ્યા.’

આજે અમારે આગંણે જામ પધારે એ અમારે મન સોના નો સૂરજ ઉગ્યો છે એમ વાજસુર ખાચરે પણ સામો વિવેક કર્યો.

કાવા કસુંબાઓ ઘોળાયા, ખેંચતાણ કરતા સામસામી અંજલીઓ અપાઇ. નાસ્તાપાણી થયા,જામે આરબો ને ઇશારત કરી. જામ ના હુકમ નો પાલન થયો નહિ. જામ વિમાસણ મા પડી ગયા.

‘જુવાનો હવે કાઠી ડાયરાને નગર બતાવ્યા વગર થોડા પાછા જવા દેવાય આપણે એમના મેમાન થયા હવે તેમને આપાણા મેમાન કરવા જોઇએ’

‘બાપ, ઢીકા સામે ઢાંગો લેવોદેવો એ તો જગત નો વહેવાર છે. આપની આટલી કૃપા ઘણી છે નગર જોવા ના ટાણા સૂરજદાદા આપશે તેદિ ખાચર જ નહિ ત્રણે પરજ સહિત ના કાઠી બંકાઓ ના સ્વાગત આપને કરવા પડશે, અત્યારે ક્ષમા કરશો’

વાજસુર ખાચર ના મર્મ ને જામ પામી ગયા, તેમને ખ્યાલ મા વાત આવી ગઇ કે કાઠીઓ મારી મેલી રમત પામી ગયા છે જે વાત ઘડી પછી ખુલ્લી થવાની હતી તે ભલે અત્યારે થાય. આવો નિશ્ચય કરી જામ બોલ્યાઃ ‘મારા ફૌજી જુવાનો! ઘેરી લ્યો આમને, જોજો કોઇ ગઢ પર પાછો જવા ના પામે’

વાજસુર ખાચરે આરબો સામે નજર કરી પણ કોઇ આંગળી અડાડવા પણ આગળ ના આવ્યુ.

જામે ફરી હુકમ કર્યો. અને ત્રાડ નાખી.

ત્રણે આગેવાનો આગળ આવી હથીયાર હેઠા મુકિ દિધાઃ નગર ના ધણી નુ રજક અમારા દાંત મા છે પણ આ હુકમ અત્યારે પાળી શકાય એમ નથી, કારણકે કાઠીઓ ને સલામત પહોંચાડવાનુ અમારે વચન છે.

‘મારા દુશ્મનને બચાવવા નુ વચન તમારા થી કેમ અપાય?’

‘કાઠીઓને પકડવા તેમના ગઢ ને લેવા આવ્યા છિએ એની વાત આપે પ્રથમ કરી નથી નહિ તો ઇમાન સાથે વચન આપી આમને તેડી ના લાવત પણ જીવ ના જોખમે ગઢ ના એક એક પત્થર ને ભાદર મા ફેકિ દેત.. પણ ખેર હવે લાચર છિએ હવે વચન ઉથાપાશે નહિ’

‘જમાદારો તામારુ ધણી નોતુ ને ત્યારે તમને જામનગર મા જગા મળી છે અને તમે ઇમામ હુસેન થવા નીકળ્યા છો મે તમને નોકરીએ રાખ્યા છે’

જામ નોકરી નોકરી શુ કરો છો, પેટ માટે ઇમાન વેચે એ બિજા, જાવ વાજસુર ખાચર આપ ગઢ મા જાઓ, જામ એક કદમ આગળ વધશે તો એ છે અને અમે છિએ. આરબો ના રતુમડા ચહેરા વધારે લાલ બન્યા

જામે હાથ પછાડ્યા, અંગરક્ષકો સમય માપી આઘા પાછા થવા લાગ્યા, જામે આરબો ને બદલાયેલા જોઇ કાઠીઓ ને જવા દિધા.

જતા જતા રાજણભાઇ કવિ થી રહેવાયુ નહિ. તે જામ તરફ જોઇ બોલ્યાઃ

જામ હાથ હેઠા પડ્યા ને, વાહ રે યાદવરાજ! દગો રમવો હતો ને! તેના પણ ભગવાન છે, કે સમયસર મને મોકલ્યો. સીમાડા વધારવા છે પણ તમારી સમસેર ની ધાર બુઠી બની જશે.

તમામ કાઠીઓ કવિ સાથે ગઢ પર પહોંચી તૈયાર રાખેલા ઘોડાઓ પર ચઢી વનરાઇના રસ્તાઓ થી સલામત સ્થળે જતા રહ્યા

જે આરબો એ કાઠીઓ ને પકડવાની ના પાડી હતી તેમનુ વચન કાઠીઓને ગઢ પર પહોંચી જતા પુરુ થયુ તેથી તે જ જમાદારો આગળ થયા તોપો મંડાઇ અને ગઢ નો થોડો ભાગ તોડી જામ સૈન્ય સાથે અંદર ગયા પણ ગઢ ખાલી હતો, ખાલી હાથે જામ નવાનગર પાછા ફર્યા આરબો ને રજા આપી દિધી. ત્યાથી એ આરબો જુનાગઢ ની નોકરી રહ્યા.

✒ કથા સાભારઃ કાલિદાસ મહારાજ
કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન 🌞
જય કાઠીયાવાડ 🎠

error: Content is protected !!