સરદાર વલ્લભભાઈ પટેલના ઉચ્ચ વિચારો અને સુવાક્યો

[૧] સત્તાધીશોની સત્તા એમનાં મૃત્યુની સાથેજ સમાપ્ત થઇ જાય છે પણ મહાન દેશભક્તોની સત્તા મર્યા પછી પણ કામ આવતી હોય છે અત: દેશભક્તિ અર્થાત દેશ સેવામાં જે મીઠાશ છે  ……. એ બીજાં કશામાં નથી !!!!

[૨]  સૈનિક લડવા માટે તો તૈયાર જ હોય છે, પરંતુ સેનાપતિ દ્વારા દર્શાવવામાં આવેલાં શસ્ત્રો ના રાખે તો એ યુદ્ધ ના જીતી શકે  …… કારણકે એમનામાં અનુશાસન નથી !!!!

[૩]  જેણે ભગવાનને ઓળખી લીધાં છે એને માટે તો સંસારમાં કોઈ પણ અસ્પૃશ્ય નથી, એનાં મનમાં ઊંચ-નીચનો ભેદભાવ તો હોય જ કયાંથી !!! અસ્પૃશ્યતા એ પ્રાણી છે જેનો પ્રાણ નીકળી ગયો હોય ,અર્થાત એ શબ બની ગયો હોય અસ્પૃશ્યતા તો એક વહેમ છે , જયારે કુતરાને સ્પર્શીને કે બિલાડીને સ્પર્શીને નહાવું ના પડતું હોય !!! તો પોતાની સમકક્ષ એવાં મનુષ્યને સ્પર્શીને આપને અપવિત્ર કયાંથી થયાં !!!!

[૪] જેને તલવાર ચલાવતાં આવડે છે એ પણ તલવારને મ્યાનમાં જ રાખે છે, એની જ અહિંસાને સાચી અહિંસા કહેવાય  …… કાયરોની અહિંસાનું મુલ્ય જ શું છે? અને જ્યાં સુધી અહિંસાનો સ્વીકાર કરવામાં ના આવે ત્યાં સુધી શાંતિ ક્યાંથી ?

[૫] આત્માને ગોળી કે લાઠી નથી મારી શકાતી…..દિલની અંદરની અસલી ચીજ આ આત્માને કોઈ પણ હથિયાર છુઈ પણ નથી શકતાં!!!

[૬] કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ સદૈવ આશાવાન રહે છે !!!!

[૭] પડોશીનો મહેલ જોઇને પોતાની ઝૂંપડી તોડી નાંખનારાઓ મહેલ તો બનાવી શકતાં નથી પણ પોતાની ઝુંપડીઓ પણ ખોઇ નાંખે છે

[૮]  ઈશ્વરનું નામ જ (રામબાણ) દવા છે, બીજી બધી દવાઓ બેકાર છે , એ જ્યાં સુધી આપણને આ સંસારમાં રાખે છે ત્યાં સુધી આપણે આપણું કર્તવ્ય કરતાં જ હોઈએ છીએ, જવાં વાળાંનો શોક ના કરો ……. કારણકે જીવનની દોર તો એનાંહાથમાં જ છે તો પછી ચિતા કરે શું ફાયદો? યાદ રહે કે સૌથી દુખી મનુષ્યમાં ભગવાનનો વાસ રહેલો હોય છે એ મહેલમાં નથી રહેતા !!!!

[૯] જયારે જનતા એક થઇ જાય છે ત્યારે એની સામે ક્રુર કે અતિક્રુર શાસકો પણ નથી ટકતાં ……. અત: જાત-પાત કે ઊંચ – નીચના ભેદભાવને ભૂલી જઈને બધાં એક થઇ જાઓ !!!!

[૧૦] કઠિનાઈ દુર કરવાં માટેનો પ્રયત્ન જ કરવામાં આવે તો પછી કઠણાઈ કેવી રીતે દૂર થાય  ……એને જોતાંની સાથે જ હાથ-પગ બાંધીને બેસી જવું જોઈએ અને એને દૂર કરવાનો કોઈ પણ પ્રયાસ ના કરવો એ નરી કાયરતા છે !!!

[૧૧] કર્તવ્યનિષ્ઠ પુરુષ કયારેય નિરાશ નથી થતો …. અત: જ્યાં સુધી એ જીવિત છે ત્યાં સુધી એ પોતાનું કર્તવ્ય કરતો રહે તો એને એમાં પુરતો આનંદ મળશે !!!!

[૧૨] કાલે કરવામાં આવતાં કર્મોનો વિચાર કરતાં કરતાં આજનું કર્મ પણ બગડી જાય અને આજના કર્મો સિવાય કાળના કર્મો કયારેય પણ નાં થાય …… જો આજનું કર્મ પૂર્ણ કરી લેવામાં આવે તો કાળનું કર્મ સ્વત:જ થઇ જાય !!!!

[૧૩] જેવી રીતે પ્રસવ વેદના પછી રાહત મળે છે એવી જ રીતે જબરજસ્તી પછી વિજય મળે છે ……. સમાજની બુરાઈઓને દૂર કરવા માટે આનાથી વધારે શક્તિશાળી કોઈજ હથિયાર નથી  !!!!

[૧૪] કાયરતાનો બોજ બીજા પડોશીઓ પર રહેતો હોય છે ……… અત: આપને મજબુત બનવું જોઈએ જેથી પડોશીઓનું કામ સરળ બની જાય.

[૧૫] મનુષ્યએ ઠંડુ રહેવું જોઈએ, ક્રોધ ના કરવો જોઈએ, લોખંડ ભલે ગરમ થાય પણ હથોળાએ તો ઠંડુ જ રહેવું જોઈએ  ……અન્યથા એ સ્વયં પોતાનો જ હાથ જલાવી નાંખશે …….કોઈ પણ રાજ્ય પ્રજા પર કેટલું પણ ગરમ કેમ ન થાય અન્તમાં તો એને શાંત જ રહેવું જોઈએ !!!!!

[૧૬] ચરિત્રના વિશ્વાસથી બુદ્ધિનો વિકાસ તો થઇ જ જશે …. લોકો  પર છાપ તો આપણા ચરિત્રની જ પડે છે !!!!

[૧૭] જેટલું દુખ ભાગ્યમાં લખ્યું છે, એને ભોગવવું જ પડે છે, તો પછી ચિંતા કેમ ?

[૧૮[ ત્યાગનાં મૂલ્યની ત્યારે જ ખબર પડે છે ……..જયારે આપણી કોઈ મુલ્યવાન વસ્તુ છોડવી પડતી હોય છે, જેને ક્યારેય ત્યાગ નથી કર્યો એ એનું મુલ્ય શું જાણે?

[૧૯] ભગવાન કયારેય બીજાના દોષોને દુખ નથી આપતો, દરેક વ્યક્તિ પોતાનાંજ દોષોથી દુખી હોય છે

[૨૦] દુખ ઉઠાવવાને કારણે પ્રાય: આપણામાં કટુતા આવી જાય છે , દ્રષ્ટિ સંકુચિત થઇ જાય છે , અને આપણે સ્વાર્થી તથા બીજાંઓની કમીઓ પ્રતિ અસહિષ્ણુ બની જાય છે , શારીરિક દુખથી માનસિક દુખ વધારે ખરાબ હોય છે !!!!

[૨૧]  અધિકાર મનુષ્યને આંધળો બનાવી દેતો હોય છે ,એને હજમ કરવા માટે જ્યાં સુધી પૂરેપૂરું વળતર ના ચુકવવામાં આવે ,ત્યાં સુધી મળેલાં અધિકારોને પણ આપણે ગુમાવી બેસીશું !!!!

[૨૨] જે વ્યક્તિ પોતાનો દોષ જાણે છે ,એનો સ્વીકાર કરે છે, એજ ઉંચો ઉઠે છે, આપણે માત્ર પ્રયત્ન કરતાં રહેવું જોઈએ કે આપણે આપણા દોષોને ત્યાગી શકીએ !!!

[૨૩] પોતાનાં ધર્મનું પાલન કરતાં કરતા આપણે ગમે તેવી સ્થિતિમાં કેમ ના આવી ગયાં હોઈએ, એમાં જ આપણે આપણું સુખ માનવું જોઈએ અને ઈશ્વરમાં વિશ્વાસ રાખીને બધા જ કર્તવ્યોનું પાલન કરતાં કરતાં આનંદપૂર્વક દિવસ વિતાવવો જોઈએ

[૨૪] હથોડાની એક ખાસિયત એ છે કે એ ઠંડો રહીને પણ પોતાનું કામ કરી જ શકે છે !!!

[૨૫] જીત્યાં પછી નમ્રતા અને નિરાભિમાનતા આવવી જોઈએ . અને એ જો ના આવે તો એને ઘમંડ કહેવાય !!!!

[૨૬] સેવા કરનાર મનુષ્યે વિનમ્રતા શીખવી જોઈએ , વર્દી પહેરાપછી અભિમાન નહિ પણ વિનમ્રતા આવવી જોઈએ.

[૨૭] સારી ઉન્નતિની કુંજી જ સ્ત્રીની ઉન્નતિમાં છે, સ્ત્રી જો આ સમજી લે તો સ્વયંને અબળા ના કહે એ જ તો શક્તિરૂપ છે, માતા વિના કયો પુરુષ પૃથ્વી પર પેદા થયો છે !!!

[૨૮]  કોઈ તંત્ર અથવા સંસ્થાનની પુન પુન: નિંદા કરવામાં આવે તો એ ઠીક થઇ જાય છે અને પછી સુધરવાની જગ્યાએ એ નિંદકની જ નિંદા કરવા લાગે છે !!!!

[૨૯] પરામ લેવાનો અધિકાર તો ઈશ્વર પાસે છે ……સરકારની તોપો અથવા બંદુકો આપણું કશું બગડી નથી શકતી ……….. આપની નિર્ભયતા જ આપણું કવચ છે !!!!

[૩૦] નેતાપન તો સેવામાં છે, પણ જે સીધો બની જાય છે એ ક્યારેકને કયારેક કોઈ દિવસ વાંકો પણ થઇ જ જાય છે !!!

[૩૧] દરેક જાતિ કે રાષ્ટ્ર ખાલી તલવારથી વીર નથી બનતો, તલવાર તો રક્ષા હેતુ આવશ્યક જ છે, પણ રાષ્ટ્રની પ્રગતિને એની નૈતિકતાથી જ માપી શકાય છે !!!!

[૩૨] આપણા ઘરનો પ્રબંધ બીજાને જો સોંપી દેવામાં આવે તો એ કેવું લાગે? – એ તમારે વિચારવાનું છે જ્યાં સુધી પ્રબંધ બીજાનાં હાથમાં છે ત્યાં સુધી પ્રસન્નતા છે, ત્યાં સુધી સુખ નથી !!!!

[૩૩] પાપનો ભાર વધી ગયો છે ……..અત: સંસાર વિનાશના માર્ગ પર અગ્રેસર છે  !!!!

[૩૪] કઠોરતમ હૃદયને પણ પ્રેમથી વશમાં કરી જ શકાય છે …….પ્રેમ તો પ્રેમ છે , માતાને પણ પોતનો અપંગ અને અપાહિજ બાળક સુંદર જ લાગે છે અને એ એને અસીમ પ્રેમ કરતી હોય છે !!!!

[૩૫] માનવ ઈશ્વરપ્રદત્ત બુદ્ધિનો ઉપયોગ નથી કરતો , આંખો હોવાં છતાં પણ નથી જોઈ શકતો એટલે જ એ દુખી રહે છે !!!!

[૩૬] હિંસાના બળ પર જ જે પૂરી તૈયારી કરે છે એના દિલમાં ભીતિ સિવાય કશું જ નથી હોતું………. ભય તો ઈશ્વરથી લાગવો જોઈએ….. કોઈ મનુષ્ય કે સત્તાથી નહીં અને ભયને મિટાવીને આપણે બીજાંઓને ભયભીત કરીએ તો એના જેવું બીજું પાપ એકેય નથી !!!!

[૩૭] ભારતની એક મોટી વિશેષતા છે અને એ છે કે ભલે કેટલાંય ઉતાર-ચઢાવ આવે, કિન્તુ પુણ્યશાળી આત્માઓ અહીં જ જન્મ લેતી હોય છે

[૩૮] પ્રાણીઓનાં આ શરીરની રક્ષાનું દાયિત્વ ઘણું બધું આપણા મન પર નિર્ભર કરતુ હોય છે !!!

[૩૯] પ્રત્યેક મનુષ્યમાં પ્રકૃતિની ચેતનાનો અંશ રખાયેલો છે જેનો વિકાસ કરીને મનુષ્ય ઉન્નતિકરી શકે છે !!!!

[૪૦] મૃત્યુ ઈશ્વર નિર્મિત છે, કોઈ કોઈને પ્રાણ નથી આપી શકતા કે નથી લઇ શકતાં ………. સરકારની તોપો અને બંદુકો આપણું કશું જ ઉખાડી નથી શકતી !!!

[૪૧] વિશ્વાસનું ના હોવું એ પણ એક કારણ છે, પ્રજાનો વિશ્વાસ રાજ્યની નિર્ભયતાની નિશાની છે !!!!

[૪૨] શક્તિના બોલ્યા વગર કોઈ જ લાભ નથી ,ગોલા-બારૂદ વગર બત્તી લગાડવાથી ધડાકો નથી થતો !!!

[૪૩] સંસ્કૃતિ સમજી-વિચારીને શાંતિ પર રચાયેલી છે, મારવાનું હશે તો પોતાનાં પાપોથી જ મારશે, જે કામ પ્રેમ-શાંતિથી થાય છે એ વેરભાવથી નથી થતું !!!

[૪૪] શારીરિક અને માનસિક શિક્ષા સાથે સાથે આપવામાં આવે તો, એવી વ્યવસ્થા હોવી જોઈએ કે શિક્ષા એવી જ હોય કે છાત્રના મનનો, શરીરનો અને આત્માનો વિકાસ કરે !!!!

[૪૫] શક્તિ વગર શ્રદ્ધા વ્યર્થ છે , કોઈ પણ મહાન કાર્ય પૂર્ણ કરવા માટે શ્રદ્ધા ને શક્તિ બંનેની આવશ્યકતા છે

[૪૬] એ માણસ ક્યારેય સુખ પ્રાપ્ત નથી કરી શકતો જેણે ક્યારેક પણ સંતને દુખ પહોંચાડ્યું હોય !!!!

[૪૭] સત્યના માર્ગ પર ચાલવાનો હેતુ  ——-બુરાઈનો ત્યાગ આવશ્યક છે , ચરિત્રનો સુધાર આવશ્યક છે.

[૪૮] દેશમાં અનેક ધર્મ, અનેક ભાષાઓ છે, તો પણ એની સંસ્કૃતિ એક જ છે !!!!

[૪૯] ઉતાવળ કરવાથી કેરી નથી પાકતી, કાચી કેરી તોડશો તો દાંત જ ખાટાં થશે ………. ફળને પાકવા દો …….. પાકશે તો જ એ પડશે અને એ રસીલું હશે  ………..(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) આવી જ રીતે સમજૌતાનો સમય આવે ત્યારેજ સાચો લાભ મળશે !!!

[૫૦] જે મનુષ્ય સન્માન પ્રાપ્ત કરવાને યોગ્ય હોય છે , એ દરેક જગ્યાએ સન્માન પ્રાપ્ત કરી જ લે છે, પણ પોતાનાં જન્મસ્થાન પર એના સિવાય સન્માન પ્રાપ્ત કરવું કઠીન પણ છે !!!

[૫૧] સુખ અને દુઃખ મનના કારણે જ પેદા થતાં હોય છે અને એમાત્ર કાગળના ગોળાઓ જ છે !!!!

[૫૨] સેવા ધર્મ બહુજ કઠણ છે, એ તો કાંટાની પથારી પર સુવા બરાબર છે !!!!!

[૫૩] કોઈ રાષ્ટ્રના અંતરમાં સ્વતંત્રતાની અગ્નિ જલી ગયાં પછી દમનથી નથી બુઝાવી શકાતી …….. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી પણ જો પરતંત્રતાની દુર્ગંધ આવતી હોય તો સ્વતંત્રતાની સુગંધ નાં ફેલાઈ શકે !!!!

[૫૪] સાચાં ત્યાગ અને આત્મશુદ્ધિ વગર સ્વરાજ ના આવી શકે, આળસુ અને એશ-આરામમાં લપેટાયેલાઓ માટે સ્વરાજ ક્યાં !!!!! અત્મબલના આધાર પર ઉભાં રહેવાને જ સ્વરાજ કહેવાય છે  !!!!

[૫૫] સ્વાર્થના હેતુસર રાજદ્રોહ કરવાંવાળાંઓથી જ નરકકુંડ ભરેલો છે !!!!

[૫૬] આપણે ક્યારેય હિંસા નાં કરીએ, કોઈને કષ્ટ ના પહોંચાડીએ અને આ જ ઉદ્દેશ્યથી હિંસા વિરુદ્ધ ગાંધીજીએ અહિંસાનું હથિયાર અજમાવીને સંસારને ચકિત કરી દીધો હતો !!!!

[૫૭] ચર્ચિલને કહો કે ભારત બચાવતાં પહેલાં ઇંગ્લેન્ડને બચાવે  ………

[૫૮] તમારી સારપ જ તમારાં માર્ગમાં અવરોધક છે, એટલાં જ માટે પોતાની આંખોને ક્રોધથી લાલ થવાં દો અને અન્યાયનો સામનો મજબુત હાથોથી કરો !!!

[૫૯] એવાં બાળકો જે મને પોતાનો સાથ આપે છે, એમનો સાથ અક્સર હંસી-મજાકમાં જ લઉં છું  ……. જ્યાં સુધી માણસની પોતાની અંદરનાં બાળકને એ બચાવી રાખે છે ત્યાં સુધી જીવન એ અંધકારમયી છાયાથી દૂર રહી શકે છે, જે માણસના માથા પર ચિંતાની રેખાઓ છોડી જાય છે   !!!

[૬૦] જીવનની દોર તો ઉપરવાળાનાં હાથમાં છે, એટલાં માટે ચિંતાની કોઈ વાત જ હોઈ શક્તિ નથી !!!

[૬૧] શક્તિના અભાવમાં વિશ્વાસ વ્યર્થ છે  ……… વિશ્વાસ અને શક્તિ એ બંને કોઈ મહાન કામ કરવાં માટે આવશ્યક છે  !!!

[૬૨] આ માટીમાં કૈંક અનુઠા છે ,જે કેટલીય બાધાઓની બાવજૂદ હંમેશાં મહાન આત્માઓનો નિવાસ રહ્યો છે !!!!

[૬૩] એટલે સુધી કે આપને હજારોની દૌલત ગુમાવી દઈએ , અને આપનું જીવન બલિદાન થઇ જાય,, આપણે હસતા જ રહેવું જોઈએ અને ઈશ્વર એવં સત્યમાં વિશ્વાસ રાખીને સદાય પ્રસન્ન રહેવું જોઈએ  !!!!

[૬૪] સ્વતંત્ર ભારતમાં કોઈ ભૂખથી નહિ મરે …….અનાજ નિર્યાત નહીં કરવામાં આવે ………કપડાની આયાત નહીં કરવામાં આવે ……..અને નેતાઓ ના વિદેશી ભાષાનો પ્રયોગ કરશે ના કોઈ દૂરસ્થ સ્થાનનો, સમુદ્ર સ્તરથી ૭૦૦૦ ઉપર થી શાસન કરશે. અને સૈન્યનો ભારે ખર્ચો નહીં થાય …….(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) એની  સેના આપણા જ લોકોની કે કોઈ બીજાંની ભૂમિને આધીન નહીં રહે આનું સૌથી સારું વેતન મેળવનાર અધિકારીઓ સૌથી ઓછું વેતન મેળવનાર સ્વકોને બહુ કમાવા નહીં દે ……. અને અહીં ન્યાય પામવું ના ખર્ચિત હશે ના કઠીન હશે !!!’

[૬૫] બોલવાની મર્યાદા ના છોડશો ,ગાળો આપવી એ તો કાયરતાની નિશાની છે !!!!

[૬૬] એ દરેક નાગરિકની જવાબદારી છે કે એ એનો અનુભવ કરે કે એમનો દેશ સ્વતંત્ર છે અને એમની સ્વતંત્રતાની રક્ષા કરવી એજ એમનું કર્તવ્ય છે દરેક ભારતીય એ ભૂલી જવું જોઈએ કે એ એક રાજપૂત છે ,એક શિખક્ષ કે જાટ છે એને એ યાદ રાખવું જોઈએ કે એ એક ભારતીય છે અને દેશ પ્રત્યે એની પણ કોઈ જવાબદારી છે અને આ દેશમાં એનો પણ કોઈ અધિકાર છે.

[૬૭] બેશક કર્મ પૂજા છે પરંતુ હાસ્ય જીવન છે ……. જો કોઈ પણ પોતાનું જીવન બહુજ ગંભીરતાથી લેતો હોય એણે એક તુચ્છ જીવન માટે તૈયાર રહેવું જોઈએ …..જે કોઈ પણ સુખ અને દુખના સમાન રૂપથી સ્વાગત કરે છે વાસ્તવમાં એ જ સૌથી સારી રીતે જીવતો હોય છે !!!!

[૬૮] કપરાં સમયમાં કાયર બહાનાઓ કાઢે છે ………. બહાદુર વ્યક્તિઓ રસ્તાઓ શોધે છે.

[૬૯] જીવનમાં બધુજ એક જ દિવસમાં નથી થઈ જતું હોતું !!!!!

[૬૯] ઉતાવળ અને ઉત્સાહથી કોઈ મોટું અને સારું પરણામ રાખવાની આશા ના રાખવી જોઈએ.

[૭૦] આપણે સહન કરતા પણ શીખી લેવું જોઈએ.

[૭૧] દરેક માણસ સન્માનને યોગ્ય જ હોય છે, જેટલુ વધારે સન્માન એને જોઈએ છે એટલો જ એને નીચે પડવાનો ડર પણ હોવો જ જોઈએ !!!!

[૭૨] અવિશ્વાસ ભયનું કારણ છે !!!!

[૭૩] મારી એક ઈચ્છા છે કે ભારત એક સારો ઉત્પાદક દેશ બને અને આ દેશમાં કોઈ અન્ન માટે આંસુ વહેવડાવતો ભૂખ્યો ના રહે  !!!

[૭૪] એકતા વગર જનશક્તિ એ શક્તિ જ નથી ……… જ્યાં સુધી એને ઠીક ઢંગથી સમજમાં ના લાવવામાં આવે અને એકજુટ ના કરવામાં આવે ત્યાં સુધીમાં તો એ આધ્યાત્મિક સક્તિ બની જાય છે !!!!

——– જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!