#દશેરા મહાપર્વ પર કાઠી ક્ષત્રિય સમાજ(બરવાળા-બોટાદ) દ્વારા આયોજીત ‘આયુધ અને અશ્વ પૂજન સમારોહ’ અતર્ગત ‘કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન’ દ્વારા લેખ પ્રસ્તુતી…..
દશેરા મહાપર્વ વિરતા, શૌર્ય અને શક્તિ ની ઉપાસના સાથે આર્યત્વ ના સંસ્કાર ના રુપ મા ઉજવાતો રાષ્ટ્રીય તહેવાર છે, જે પુરાતન સમય થી શમીવૃક્ષ પૂજન અને શક્તિ ના પ્રતિક અશ્વ અને આયુધ(શસ્ત્ર) પૂજા સાથે સંકળાયેલુ છે.
કાઠી ક્ષત્રિયો ના જીવન મા એકાકાર બની રહેલા તથા યુધ્ધ અને યાત્રા ના સાથી, લોકભરત કલા, પાળીયા, લગ્નગીત, દુહા-પ્રશસ્તી, દાન ના પ્રસિધ્ધ વર્ણનો મા અશ્વો નુ વિશેષ સ્થાન છે, આ અશ્વો ના વિકાસક્રમ અને કેળવણી માં કાઠી ક્ષત્રિયો નુ બહુલ્ય યોગદાન છે આથી ‘કાઠીયાવાડી અશ્વ’ આ નસલ નુ મુળ નામ જ ‘કાઠી અશ્વ’ છે.
પ્રાચિન સમય મા આ દિને ક્ષત્રિય રાજાઓ વિજય અભીયાન માટે પ્રસ્થાન કરતા અથવા સીમાલંઘન કરતા, શસ્ત્રપૂજન અર્થે બધા પ્રકાર ના અશ્ત્ર-શસ્ત્ર એકત્ર કરી પુષ્પાક્ષત લઇ સ્વસ્તિવાચન,ગણેશપૂજન તથા શક્તિમંત્ર, ખડગમંત્ર અને અગ્નિ યંત્ર-મંત્ર થી પુષ્પાક્ષત અને તિલક લગાવી ને સત્કાર પુજન થાય છે,
શક્તિ મંત્રઃ ?
शक्तिस्त्वं सर्वदेवानां गुहस्य च विशेषत:।
शक्ति रूपेण देवि त्वं रक्षां कुरु नमोऽस्तुते॥
અગ્નિ યંત્ર મંત્રઃ ?
अग्निशस्त्र नमोऽस्तुदूरत: शत्रुनाशन।
शत्रून्दहहि शीघ्रं त्वं शिवं मे कुरु सर्वदा॥
ખડગ મંત્ર: ⚔
इयं येन धृताक्षोणी हतश्च महिषासुर:।
ममदेहं सदा रक्ष खड्गाय नमोऽस्तुते॥
દશેરા(વિજ્યા દશમી) અવસર પર ક્ષત્રિયો માટે શસ્ત્રપૂજન એ શાસ્ત્ર આજ્ઞા છે અને અશ્વપૂજન ક્ષાત્ર રીવાજ અને વૈદિક સંસ્કારીતા. અશ્વો અને શસ્ત્રો ને શાસ્ત્રોક્ત પ્રણાલી થી અભીમંત્રીત કરી ને એમનુ પુજન કરી શુભ આશીષ અને વિજય ની મંગલ કામના નો આશય આ પર્વ નો હાર્દ છે.
સિકંદર (Alexander) ના વિશ્વવિજય અભીયાન ને ભીષણ પ્રતિરોધ થી રોકી દેનાર, એક હાથ મા શસ્ત્ર અને એક હાથ મા શાસ્ત્ર ધારણ કરનાર, સૌરપૂજક, સૌરાષ્ટ્ર નુ નામ ‘કાઠીયાવાડ’ પલટાવનાર, વેદપાઠી કઠગણ(કાઠી ક્ષત્રિયો) ના ઇષ્ટદેવ શ્રી સૂર્યનારાયણ ના પુત્ર ભગવાન રેવંત ‘અશ્વો ના દેવ’ ના રુપ મા પુજાય છે. એમના જ નામ થી ઘોડા નુ એક નામ ‘રેવંત’ છે.
દશેરા ની તીથી વિદ્યા આરંભ તથા અશ્વારુઢ થવા ને અશ્વપુજા કરવા ઉત્તમ છે. સૂર્યપુત્ર “રેવન્ત” નુ પ્રાતઃકાળે સ્મરણ-પૂજન કરી અશ્વને પૂર્વદિશા મા રાખી ધુપ આરતી આદિ થી પૂજન કરાય છે, ઘોડા પર સવાર, બેઉ હાથો મા ખડગ અને ઢાલ ધારણ કરનાર ભગવાન ‘રેવન્ત’ નુ સ્મરણ પૂજન નીમ્ન મંત્રો થી થાય છે.
नमस्ते सूर्य-पुत्राय, तुरंगानां हिताय च,
शान्तिं कुरु तुरंगानां, रेवन्ताय नमो नमः।
ॐ गन्धर्व-कुल-जातः त्वं, भू-पालाय च केशव,
ब्रह्मणस्तत्त्व-बाह्येन, सोमस्य वरुणस्य च। ॐ तेजसा चैव सूर्यस्य, स्व-लीला ते पदा तथा, रुद्रस्य ब्रह्मचर्यस्य, पवनस्य बलेन च।
???
‘घोङा घर ढांला पटल, भालां थंम बणाय ।
जे ठाकुर भोगे जमी,और किसो अपणाय ॥’
(~सूर्यमल मिसण)
(વીર પુરુષ જ ભુમી નો ભોગ કરે છે, કેમકે તે ઘોડા ની પીઠ ને ઘર, ઢાલ ને છત, અને ભાલા ને સ્તંભ ના રુપ મા ધારણ કરે છે, આવા ભુસ્વામી સિવાય સ્વામીત્વ કોણ સ્થાપીત કરી શકે?!)
આ પ્રકારે અશ્વો માટે લોકસાહિત્ય થી લઇ ને વેદ પુરાણ મા સ્તુતી અને પ્રંશષા છે.
यदक्रन्दःप्रथमं जायमान,उधन्त्से मुद्रादुत या पुरिषात।
श्हेनश्ये पक्षा हरिणस्य,बाहु उपस्तुत्यं महि जातं अर्वन॥
(જેમ સમુદ્ર કે આકાશ થી ઉત્ત્પન થયા હોવ એવી આપની હણહણાટી છે, હે અશ્વ આપ ને બાજ ની પાંખો કે હરણ ના પગ છે, આપ નો જન્મ મહાન ઉત્સવ જેવો છે.)
હે અશ્વ!આપ રથ મા જુતો, મરુત દેવતા આપને મન જેવી ગતી આપશે, વાયુ દ્વારા પ્રદત બલ થી આપ યુધ્ધ મા જીત અપાવો, ગામ અને નગર મા પહોંચવા સરલ ગતી થી ચાલો (અથર્વ.)
અમે દિવ્ય અશ્વો ના પરાક્રમ નુ વર્ણન કરીએ છીએ આથી હે દેવ અમારી નીંદા ના કરશો, આ અશ્વ ને રુત્વીજ અગ્નીથી ત્રણ પરીક્રમા કરાવીએ છીએ. હે અશ્વ,તમારો જન્મ એ યોગ્ય છે કે બધા તમારી સ્તુતી કરે.
તમે સર્વપ્રથમ જળ થી ઉત્તપન થયા, તમારા પંખ બાજ સમાન અને પગ હરણ સમાન છે, અગ્નીએ ધરતી, આકાશ, અંતરીક્ષ મા વર્તમાન અશ્વ ને વાયુ ના રથ થી જોડ્યા એ રથ મા ઇન્દ્ર સવાર થયા, ગંધર્વોએ એની લગામ પકડી.
હે અશ્વ! વાયુ પણ તમે છો, સોમ પણ તમે જ છો, તમે વરુણ છો, મનુષ્ય નુ સૌભાગ્ય તમારી પાછળ છે. તમારુ મસ્તક સોનાનુ અને પગ પોલાદ ના છે, રુત્વીજ તમારા શૌર્ય કર્મો ની પ્રંશષા કરી અમે તમારી સ્તુતી કરીએ છીએ.(રુગ્વેદ)
???
અશ્વપૂજન વિજ્યાદશમી, યુધ્ધારંભ, પ્રથમ વાર અશ્વારોહણ ના સમયે અને આરતીધુપ દ્વારા ક્યારે પણ થઇ શકે છે. અશ્વ એની સ્વામીભક્તિ, બુધ્ધી, બળ અને કૌશલતા થી હમેશા યોગીદાની રહ્યો છે,તે પોતાના સ્વામી ની રક્ષા માટે પોતાના પ્રાણ પણ દાવ મા મુકિ દ્યે છે.
शस्रास्रैर्भिन्न देहोऽपि श्रान्तोऽपि गुरुभारतः |
न मुञ्चति रणे नाथमत. कोऽन्यो हयात्सुहृत्॥
(અસ્ત્ર શસ્ત્ર થી ઘાયલ દેહ અને ઘણા ભાર ના થાક થી પણ અશ્વ એના સ્વામી ને છોડતો નથી,આ કારણે અશ્વ થી વધી ને એક યૌધ્ધા માટે બીજો કોણ સાથીદાર હોય?)
શ્રેષ્ઠ અશ્વપાલકે અશ્વ ના શરીર ના ગુણ-દોષ ની સદા પરીક્ષા કરવી જોઇએ, અશ્વ ને આવેશ મા આવી દંડ ના આપવો.શુધ્ધ જાતવંત અશ્વ વંશ હેતુ સદા જાગ્રત રહેવુ.
કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન
(#કાઠીયાવાડ)
॥ક્ષાત્રતેજઃદિપ્તઃરાષ્ટ્રઃ॥⚔
? જય સૂર્યનારાયણ ?
⚜⚜⚜?⚜⚜⚜