અઘોરપંથ એ શૈવ સંપ્રદાયની એક રહસ્યમયી શાખા છે
આ અઘોરપંથના એક ઓળખાણ એ છે કે તેઓ કયારેય કશું પણ કોઈનીય પાસે માંગીને નથી ખાતાં.
આ લોકોની મુખ્ય વિશેષતા એ છે કે તેઓ માણસો વચ્ચે એટલે કે સંસારમાં ત્યારે જ દેખાય છે
જ્યારે તેઓ સ્મશાન જઈ રહ્યાં હોય અથવા તો સ્મશાનમાંથી નીકળી રહ્યાં હોય !!!!
કેટલાક અઘોરીઓને “ઓઘડ” પણ કહેવામાં આવે છે
અઘોરીઓને ડરાવણા અથવા જીગુપ્સાપ્રેરક અને અત્યંત ખતરનાક અને વિનાશ્કારીઓ માનવામાં આવે છે
અઘોરનો અર્થ છે —– અ -ઘોર એટલે કે જે ઘોર નથી તે. ડરાવણા નથી તે. જે સ્વભાવમાં સરક હોય, જેમનામાં કોઈ ભેદભાવ ના હોય
એમ કહેવાય છે કે સરળ બનવું આ લોકો માટે એટકું આસાન નથી જેટલું આપણે માનીએ છીએ તેટલું.
સરળ બનવાં માટે અઘોરીઓ કઠોર રસ્તાઓ પણ અખત્યાર કરતાં હોય છે. તેઓ આ માટે કઠીનમાં કઠીન સાધના – તપશ્ચર્યા કરતાં હોય છે. સાધના પૂર્ણ થયાં બાદ અઘોરીઓ હંમેશા હિમાલયમાં જ લીન થયેલા જોવાં મળતાં હોય છે અને એમાં જ રચ્યાં પચ્યાં રહેતાં હોય છે. ધ્યાન અને સાધનાથી પ્રભુ તેમણે દૈવી શક્તિપ્રદાન કરે છે એવું એ માને છે પણ એ બહાને તેઓ ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધે છે એ નક્કર વાસ્તવિકતા છે !!!!
અઘોર વિદ્યા સૌથી વધારે કઠીન હોય છે. એ સરળતાથી અને તત્કાલ કોઈનેય પ્રાપ્ત થતી નથી. સાધના પૂર્વે
એમણે બધીજ મોહમાયાનો ત્યાગ કરવો પડતો હોય છે
અને એ ખુબ જ જરૂરી પણ છે !!!!
મૂળત: અઘોરી એને કહેવાય છે
જેમનાં હ્રદયમાં સારાં-નરસા , સુગંધ -દુર્ગંધ, પ્રેમ – નફરત , ઈર્ષ્યા- મોહ આ બધાજ ભાવ રહેજ નહીં
કહોકે —- ખતમ થઇ જાય !!!!
સર્વાંગી અને સંપૂર્ણ વૈરાગ્ય પ્રાપ્ત કરવાં માટે આ લોકો થોડો સમય સ્મશાનમાં વિતાવ્યા પછી હિમાલય માં જઈને કુદરતી સાનિધ્યમાં લીન થઇ જાય છે. અઘોરીઓ ખાવા પીવામાં કોઈ પરેજી પાળતા નથી. રોટલી મળે તો રોટલી પણ ખાય છે અને ખીર મળે તો ખીર પણ ખાઈ લેતાં હોય છે બકરાનું માંસ પણ તેઓ આરોગી લેતાં હોય છે, અરે માનવ શરીર મળે તો એને પણ તેઓ ખાતાં અચકાતાં નથી. આ બધું તો ઠીક પણ તેઓ સડેલા પશુઓનું માંસ પણ હોંશે હોંશે આરોગી લેતાં હોય છે
આઘોરીઓ કયારેય ગાયનું માણસ નથી ખાતા. પણ ડુક્કરનું માંસ તેઓ આરોગતા હોય છે. માનવ મળ થી લઈને મડદાનું માંસ વિષે તેઓ એમ માને છે. જે માણસોને દુનિયાદારીનું કોઈ ભાન નથી અને ખરાબ કર્મો માટે તંત્ર- સાધના કરતાં હોય છે અંતે તેમનું અહિત જ થાય છે અને સ્મશાનમાં ભગવાન શિવજીનો વાસ હોય છે અને એમની ઉપાસના આમને મોક્ષ આપે છે !!!!
અઘોરીઓ સ્મશાનઘાટમાં ત્રણ રીતે સાધના – ઉપાસના કરતાં હોય છે
[૧] સ્મશાન સાધના
[૨] શબ સાધના
અને
[૩] શિવ સાધના
શબ સાધના ——
શબ સાધના વિષે માન્યતા એવી છે કે આ સાધના કર્યા પછી શબ બોલવા લાગે છે અને એ તમારી ઇચ્છાઓ પૂર્ણ કરે છે
અત્યારે આપણે એને મેલી વિદ્યા તરીકે ઓળખીએ છીએ
શિવ સાધના —-
શિવ સાધનામાં શબ ઉપર પગ રાખીને સાધના કરવામાં આવે છે બાકીના તરીકા પછી શબ સાધના જેવાં જ હોય છે. આ સાધનાનું મૂળ કથાવસ્તુ એ શિવજીની છાતી પર પાર્વતીજીનો એક પગ છે. આવી સાધનામાં મડદાને એટલેકે શબને પ્રસાદ ના રૂપમાં માંસ અને મદિરા ચડાવવામાં આવે છે
સ્મશાન સાધના ——–
આ સાધનામાં આમ પરિવારજનોને પણ સામેલ કરી શકાતાં હોય છે. આ સાધનામા શબની જગ્યાએ શબપીઠની પુજા કરવામાં આવે છે એના પર ગંગાજળ ચડાવાતું હોત છે.
આમાં પ્રસાદના સ્વરૂપમાં માંસ -મદિરાની જગ્યાએ માવાનો પ્રસાદ ચડાવ્વવામાં આવે છે.
અઘોરીઓ પાસે ભૂતપ્રેતથી બચવા માટે એક ખાસ પ્રકારનો અલગ જ મંત્ર હોય છે. સાધના પૂર્વે અઘોરીઓ અગરબત્તી , ધૂપ ને લગાવી દીપમાન કરતાં હોય છે અને પછી એ મંત્રનો જાપ કરતાં હોય છે. અને પછી ચારે દિશામાં લકીરો ખેંચવામાં આવે છે પછી ડાકલા -તુતઈ વગાડવાનું શરુ કરતાં હોય છે. ત્યારબાદ રીતસરની સાધના-આરાધના- તપશ્ચર્યા શરુ કરવામાં આવતી હોય છે
આવું કરીને અઘોરીઓ ….. અન્ય પ્રેતપિશાચોને ચિતામાં પોઢેલા શબની આત્મા અને પોતાની જાતને અને પોતાની સાધનામાં વિક્ષેપ પાડતાં અટકાવી શકે છે. કફનના કાળા વસ્ત્રોમાં લપેટીને આઘોરી બાબાના ગળામાં ધાતુની બનેલી નરમ્મુંડની માળા લટકતી હોય છે. નરમુંડ એટલેકે ખોપરીઓ ના મળે તો એની પ્રતીકાત્મક માળાઓ પહેરતાં હોય છે
હાથમાં ચીપીયો ,કમંડળ , કાનમાં કુંડળ ,કરમાં કમરબંધ આખે આખા શરીરે રાખ ચોપડતા હોય છે આ અઘોરીઓ !!!! આ એમનું વર્ણન છે અને આજ એમનું જીવન અને કવન છે આવાં જ હોય છે આ અઘોરીઓ !!!! અને આજ છે એમનું વ્યક્તિત્વ અને આજ છે એમનું કર્તુત્વ !!!
આ અઘોરીઓ ગળામાં કાળાં ઉનનો દોરો પણ લપેટતાં – વીંટાળતાં -પહેરતાં હોય છે અને આને સીલે કહેવામાં આવે છે. ગળામાં એકશીન્ગ્દાની નાની પ્રતિકૃતિ અને નાની દોરી પણ રાખતાં હોય છે એને નાડાછડી પણ કહેવામાં આવે છે અને નાડી પણ કહેવાય છે !!!! આને સોંગ સેલી કહેવાય છે
અઘોરપંથીઓ ચાર સ્થળે જ સમશાન સાધાના કરતાં હોય છે
આ ચાર સ્થાનો સિવાય તેઓ શક્તિપીઠો, બગલામુખી, કાલીમાં અને ભૈરવનાથનાં મુખ્ય સ્થાનોની આસપાસ કે સ્મશાનમાં સાધના કરતાં હોય છે
આ ચાર સ્થાનો છે
[૧] તારાપીઠનું સ્મશાન
[૨] કામાખ્ય પીઠનું સ્મશાન
[૩] રજરપ્પાનું સ્મશાન
[૪] ચક્ર્તીર્થનું સ્મશાન
[૧] તારાપીઠનું સ્મશાન ——-
કોલકતાથી ૧૮૦ કિલોમીટર દુર સ્થિત તારાપીઠ ધામની ખાસિયત અહીનું મહાસ્મશાન વીરભુમની તારાપીઠ (શક્તિપીઠ) અઘોરપંથી તાંત્રિકોનું તીર્થસ્થાન છે
અહિયાં તમને હજારોની સંખ્યામાં અઘોર તાંત્રિકો મળી જશે. તંત્રસાધનાની આ બહુજ પ્રખ્યાત જગ્યા છે !!!! તારાપીઠ કે જ્યાં આરાધના પીઠ પાસે આવેલાં સ્મશાનમાં હવન કર્યા વગર આ સાધના પૂરી થયેલી નથી મનાતી
કાલીઘાટને તાંત્રિકોનો ગઢ માનવામાં આવે છે કાલીઘાટમાં થાય છે અનેક પ્રકારની તાંત્રિક સિદ્ધિઓ !!!!
[૨] કામાખ્ય પીઠનું સ્મશાન ———
કામાખ્ય પીઠ ભારતનું એક સૌથી પ્રસિદ્ધ શક્તિપીઠ છે
એ આસામમાં આવેલું છે. કામાખ્ય દેવીનું મંદિર ગુવાહાટી રેલ્વે સ્ટેશનથી ૧૦ કિલોમીટર દુર નીલાંચલ પર સ્થિત છે
પ્રાચીનકાળ થી સતયુગી તીર્થ કામાખ્ય વર્તમાનમાં તંત્રસિદ્ધિનું સર્વોચ્ચ સ્થાન છે. કાલિકા પુરાણ તથા દેવીપુરાણમાં કામાખ્ય શક્તિપીઠને સર્વોત્તમ ગણવામાં આવ્યું છે અને આ પણ એક તાંત્રિકોનો ગઢ છે .!!!
[૩] રજરપ્પાનું સ્મશાન ——–
રાજરપ્પામાં છિત્રમસ્તા દેવુંનું સ્થાનક છે
રાજરપ્પાની છિત્રમસ્તાને ભારતની૫૨મિ શક્તિપીઠ ગણવામાં આવે છે. પરતું તજજ્ઞોની જાણકારી મુજાબ છિત્રમસ્તા ૧૦ મહાવિદ્યાઓમાની એક છે. એમાંથી ૫ તાંત્રિક અને ૫ વૈષ્ણવી છે. તાંત્રિક મહાવિદ્યઓમાં કામરૂપ કામાખ્યાની ષોડશી અને તારાપીઠની તારા પછી આનું સ્થાન મહત્વનું ગણાય છે
[૪] ચક્ર્તીર્થનું સ્મશાન ——-
મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં ચક્રતીર્થ નામનું સમશાન આવેલું છે
અને ગઢકાલિકાનું સ્થાન તાંત્રિકોનો ગઢ માનવામાં આવે છે
આ ચક્તીર્થની રાખથી સવારમાં ૪ વાગે મહાકાલેશ્વરની ભસ્મપુજા થાય છે. ભલભલાના રૂંવાડા ઊભાં કરી દે અને હાજાં ગગડાવી દે એવી આ પૂજા છે. જે મેં મારાં છોકરા માટે કરેલી જ છે. ઉજ્જૈનમાં કાલભૈરવ આને વિક્રાંત ભૈરવ એ તાંત્રિકોનો ગઢ માનવામાં આવે છે. આ કાલભૈરવના મંદિરમાં પ્રસાદી રૂપે મદિરા આપવામાં આવે છે !!!!
માં ગઢકાલિકાનો વિશેષ ઉલ્લેખ કાલીદાસે કરેલો જ છે. કારણકે ગઢકાલિકા એ મહાકવિ કાલીદાસની આરાધ્ય દેવી છે.
બધીજ 52 શક્તિપીઠો એ તાંત્રિકોની સિદ્ધભૂમિ તો છે જ ને છે જ પરંતુ એ સાથોસાથ કાલીકાના બધા જ સ્થાનો
બગલામુખિ દેવીનાં બધાં જ સ્થાનો અને ૧૦ મહાવીદ્યા માતાનાં બધાં જ સ્થાનોને તાંત્રિકોનો ગઢ માનવામાં આવે છે કેટલાંક તો એમ પણ કહે છે કે ત્રયામ્બકેશ્વર પણ તાંત્રિકોનું તીર્થ સ્થાન માને છે અને ત્યાં પણ કાલભૈરવની ગુફા છે !!!!
તંત્રની ૧૦ દેવીઓ છે કે જેમને મહાવિદ્યા કહેવામાં આવે છે
આ ૧૦ છે —-
[૧] કાલી
[૨] તારા
[૩] ષોડશી ( ત્રિપુરસુંદરી )
[૪] ભુવનેશ્વરી
[૫] છિત્રમસ્તા
[૬] ત્રિપુર ભૈરવી
[૭] ઘુમાવતી
[૮] બગલામુખી
[૯] માતંગી
[૧૦] કમલા
આ અને કાલીકાના પ્રમુખ ૩ તીર્થસ્થાનોનો સમાંવેશ પણ આમાં થાય છે !! જય માં કાલિકા !!
ભૈરવ ——
ભગવાન ભૈરવને શિવજીનો અંશ અને અવતાર માનવામાં આવે છે અને ભૈરવનાથ એ તાંત્રિકોનાં પ્રમુખ ભગવાન છે
અને પૂજનીય ભગવાન છે. ભૈરવને શિવજીના ૧૦ રુદ્રાવાતારોમાંના એક માનવામાં આવે છે
ભૈરવના ૮ રૂપ છે
[૧] અસિતાંગ ભૈરવ
[૨] ચંડ ભૈરવ
[૩] રુરુ ભૈરવ
[૪] ક્રોધ ભૈરવ
[૫] ઉન્મત્ત ભૈરવ
[૬] કપાલ ભૈરવ
[૭] ભીષણ ભૈરવ
[૮] સંહાર ભૈરવ
ભય ભગાવે કાલભૈરવ
૧૦ રુદ્રાવતાર આ પ્રમાણે છે
[૧] મહાકાલ
[૨] તાર
[૩] બાલ ભુવનેશ
[૪] ષોડશ શ્રીવિદ્યેશ
[૫] ભૈરવ
[૬] છિન્નમસ્તક
[૭] ધુમ્વાન
[૮[ બગલામુખ
[૯] માતંગ
[૧૦] કમલ
!! જય મહાકાલ !!
——- જનમેજય અધ્વર્યુ.