અત્યારે અયોધ્યામાં રામમંદિર બાંધવાની વાત ચાલી રહી છે તો આ પણ એક સચ્ચાઈ જાણી લો. જે જાણવું તમારાં સૌ માટે આવશ્યક છે. આ ખરેખર સાચું છે. એના વિષે કોઈનું ધ્યાન ગયું લાગતું નથી. ચાલો હું જ તમને એ વાત કરું અને એની સચ્ચાઈ બતાવું છું !!!!
કુતુબમિનાર થી પણ ઊંચું છે આ મંદિર માં ૨૦૦ ફૂટ ઊંચાઈ પર બિરાજમાન છે ૫૧ ફૂટના હનુમાનજી >>>>>>>
મધ્ય પ્રદેશમાં એક શહેર છે —– ઇન્દોર
હોલકરોની રાજધાની !!!! અહલ્યાબાઈ હોલકરનું નામ તો સાંભળ્યું છે ને !!! તેમનું છે આ નગર !!!!
આ ઇન્દોરમાં રામજીનું એક નિરાલાધામ ભારતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં ૧૦૮ વાર “જય શ્રીરામ” લખ્યાં પછી જ એમાં તમને પ્રવેશ મળે છે. મંદિરમાં ન તો કોઈ સંચાલક છે કે ના કોઈ પુજારી !!! અને નથી કોઈ એનું ટ્રસ્ટ !!!! એટલું જ નહિ અહી કોઈ દાનપેટી જ નથી. આ મંદિરમાં કયારેય કોઈવાર તાળું વાગ્યું જ નથી !!! ભક્તોને કઈ કેટલાંય કિલોમીટર દૂરથી જ દર્શન થાય એ હેતુસર ૨૦૦ફૂટની ઊંચાઈ પર ૫૧ ફૂટની હનુમાનજીની મૂર્તિ નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
આ વાત સન ૨૦૧૫ની છે. કદાચ આજે તો એ તૈયાર થઇ પણ ગયું હશે. પણ ક્યાંય એનો ઉલ્લેખ જ નથી થયો એટલે મનમાં એક આશંકા રહ્યાં કરે છે કે આ મંદિર બન્યું હશે કે નહીં !!! આ ૨૦૦ ફૂટની ઊંચાઈ અને ૫૧ ફૂટ ઉંચી મૂર્તિ
કુલ ઊંચાઈ થઇ ૨૫૧ ફૂટ !!!!
જ્યારે કુતુબમીનારની ઊંચાઈ છે —–૨૩૭ ફૂટ !!! ૧૧ હજાર સ્કેર ફૂટના વિશાળ વિસ્તારમાં બધે જ રામ નામ લખેલું છે !!!! રામજીના દરબાર સિવાય અહિયાં રાવણ , વિભીષણ, કુમ્ભકર્ણ, કૈકેયી , શબરી સહિત બધાજ રામાયણના પાત્રોના ઇન્સેટ ચિત્રો સુંદર રીતે ચિતરાયેલા છે !!!
નિર્માણ કેવી રીતે થાય છે?
સંચાલન કેવી રીતે થાય છે?
તો ત્યાના એક રામ સેવક અને તેની પત્નીના જણાવ્યા અનુસાર બધુંજ કરવાંવાળા તો રામજી અને હનુમાનજી છે !!! ભક્તો જે ભેટ ચડાવે છે એમાંથી ધીરે ધીરે નિર્માણ કાર્ય થતું રહે છે. આ મંદિરની સ્થાપના સન ૧૯૯૦ માં થઈ હતી. ત્યારથી તે અત્યાર સુધી અવિરતપણે આ મંદિરનું નિર્માણકાર્ય ચાલુ જ છે !!!
૩ કિલોમીટર દૂરથી પણ થઇ શકાશે હનુમાનજીના દર્શન મંદિર બન્યાં પછી અહી પહોંચવાનો રસ્તો પણ લોકોએ જાતે જ બનાવ્યો છે. ભક્તો બહુ સહેલાઈથી પહોચી શકે અને ૨૦૦ ફૂટની ઉંચાઈએ હનુમાનજીની મૂર્તિ સ્થાપના કરવાનો વિચાર સ્ફૂર્યો હતો. મૂર્તિ પૂર્ણ થશે ત્યારબાદ જ ૩ કિલોમીટર દૂરથી હનુમાનજીના દર્શન થઇ શકશે !!!! ઇન્સેટ ચિત્ર મંદિરમાં દરેક જગ્યાએ એં -રામ જ લખેલું છે જેનાથી આ મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયાં છે
> પરિવારજનો સહિત ભગવાન શિવજીની પૂજા કરતો રાવણ
> બ્રહ્માજી, વિષ્ણુજી સહિત અન્ય દેવી દેવતાઓ લખી રહ્યા છે રામનામ
> મંદિરના મુખ્યદ્વારની ઉપર હનુમાનજી બિરાજમાન છે અને એ રામચરિત માનસ સાંભળી રહ્યાં છે
> મંદિરમાં ૭૦ ફૂટ ઊંચા વિષ્ણુજીના વિરાટ સવરૂપની મૂર્તિનું નિર્માણ કરવાની પણ વાત ચાલી રહી છે ……… એકાદ વર્ષમાં કદાચ એ પૂર્ણ થઇ જશે !!!
> મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજીનું મંદિર છે …….જેની ઉપર ભગવાન રામેશ્વરમ સહિત ૧૨ જયોતિર્લિંગ બીરાજમાન છે …….. રાવણ એની પૂજા કરી રહ્યો છે જ્યારે હનુમાનજીની પાછળ પરિક્રમા સ્થળ પર પાતાળ ભૈરવી માં બિરાજમાન છે.
> રાવણનું એક અલગ જ મંદિર છે જેમાં માં વિભીષણ અને રાવણનો પરિવાર છે જે શિવજીની પૂજા કરી રહ્યો છે એક્ભાગમાં કુંભકર્ણ પણ છે જે સૂતેલો છે !!!!
> આ એક વિશિષ્ટ મંદિર છે કે જયાં માત્ર ચારેબાજુએ રામનામ જ લખેલું છે !!!!
***** આવું અનોખું મંદિર એકવાર તો જોવાય જ !!!! *****
——- જનમેજય અધવર્યું