જ્યાં વર્ષોથી ૨૪ કલાક અખંડ “શ્રી રામ ધૂન” ચાલુ છે એવું જામનગરનું શ્રી બાલા હનુમાન સકીર્તન મંદિર

ગીનીસ બૂક્ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ જામનગરનું સુરક્ષા કવચ એટલે શ્રી બાલા હનુમાન સકીર્તન મંદિર જ્યાં સતત ૨૪ કલાક “શ્રી રામ નામ ધૂન” અવિરત ચાલુ છે.

શ્રી બાલાહનુમાન સંકીર્તન મંદિર ૧૯૬૩-૬૪ માં શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા સ્થાપિત થયેલું સૌથી જુનું મંદિર છે. આ મંદિર ખુબજ લોકપ્રિય છે. આ મંદિર એ ગીનીસ બૂક વલ્ડ રેકોર્ડ્સ માં નામ નોંધાવેલ છે અને છેલ્લા ૫૬ વર્ષ થી દિવસ અને રાત “શ્રી રામ નામ ધૂન” વિજય મંત્ર “શ્રી રામ જય રામ જય જય રામ” નિરંતર કરવામાં આવે છે.

આ ૨૪ કલાક રામ નામ નું જાપ નિરંતર જામનગર માં જ નહિ, પણ જામનગર સહીત વિભિન્ન ૭ શહેર માં જપવામાં આવે છે. જામનગર, દ્વારકા, જુનાગઢ, પોરબંદર, મહુવા, રાજકોટ અને મુઝ્ઝાફ્ફરપુર જે બિહાર માં છે, રામ નામ આ દરેક કેન્દ્ર માં શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ ના નામ થી શરૂઆત કરવામાં આવી છે.

આ મંદિર માં ” શ્રી રામ નામ ” ની ધૂન ૧ ઓગસ્ટ ૧૯૬૪ ની સાલ માં , ૨૪ કલાક “ અખંડ રામ નામ “ ના રૂપ માં સંદર્ભિત જામનગર માં શરુ કરવામાં આવેલ છે , ત્યાર બાદ દ્વારકા ૧૨ મે ૧૯૬૭ ની સાલમાં, ત્યાર પછી પોરબંદર ૨૦ મે ૧૯૬૭ ની સાલમાં, તેજ સાલમાં શરુ કરી હતી, રાજકોટ ૨૨ અપ્રિલ ૧૯૯૭ ની સાલમાં અને ૧૫ ઓગસ્ટ ૧૯૯૬ ની સાલમાં જુનાગઢમાં અખંડ રામ નામ ની શરૂઆત થઇ છે.

આ સિવાય ખંભાળિયા, ભાટિયા અને રાજ્ય ના ૪૦ થી વધુ કેન્દ્રમાં અમુક કલાકે નિરંતર રામ નામ લેવામાં આવે છે.

આ મંદિર રણમલ તળાવ જેને લાખોટા તળાવ તરીકે ભી ઓળખાઈ છે તેના દક્ષિણ પૂર્વે સ્થાપિત થયેલું છે અને મંદિર ને સુશોભિત કરે છે. મંદિર માં આવેલા દરેક ભક્તો શ્રી રામ અને શ્રી બાલાહનુમાન ના ભજન માં મગન થઇ જાય છે.આ મંદિર રણમલ તળાવ જેને લાખોટા તળાવ તરીકે ભી ઓળખાઈ છે તેના દક્ષિણ પૂર્વે સ્થાપિત થયેલું છે અને મંદિર ને સુશોભિત કરે છે. મંદિર માં આવેલા દરેક ભક્તો શ્રી રામ અને શ્રી બાલાહનુમાન ના ભજન માં મગન થઇ જાય છે.

શ્રી પ્રેમભિક્ષુજી મહારાજઃ
શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ નો જન્મ ૧૯૧૨ છતૌની, બિહારના એક નાનકડા ગામમાં ખેડૂત ના ઘરમાં થયો હતો. તે ધાર્મિક મન વાળા હતા જેથી તેમણે યુવા અવસ્થામાં જ ભક્તિ નું રૂપ ધારણ કરી લીધું. સન્યાસી બન્યા બાદ તેઓએ રાજ્યના ૭ શહેર, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મહુવા અને મુઝ્ઝાફરપુર જે બિહાર માં આવેલું છે ત્યાં રામ નામ ની શરૂઆત કરી હતી.

તેઓ શ્રી રામ ના ભક્ત હતા. તેમની અવસ્થામાં તેમણે પ્રોફેસરની પદવી હાંસલ કરેલ હતી. તેમના ગુરુજી, શ્રી કાશીરામબાબા જે એક મહંત હતા તેમના માર્ગદર્શન નું પાલન કર્યું હતું. તેમને બિહાર થી રામ નામ ની શરૂવાત કરી અને પહેલા દ્વારકા ગયા અને શ્રી હનુમાન દાંડી ( બેટ દ્વારકા ) માં ૧૩ માસનું શ્રી રામ વિજય મંત્ર લેખનનું અનુષ્ઠાન કરેલ હતું અને તેર કરોડ કરતા વધુ શ્રી રામ વિજય મંત્રો લખ્યા હતા. તેમના જીવન ભક્તિ ની શરૂવાત અને પૂર્ણતા દ્વારકા માં થઇ. તા.૨૬ એપ્રિલ ૧૯૭૦ નો દિવસ. વિક્રમ સંવત ૨૦૨૬ ના ચૈત્ર વદી પાચંમ ને દિવસે જામનગરમાં દ્રારકાપુરી રોડ પર આવેલ ‘પ્રેમકુટીર’ માં શ્રી ગીરધરભાઇ જોષીના ધરે પ્રેમભિક્ષુજી મહારાજે શાંત મુદ્રામાં દેહ છોડ્યો અને તેમને દ્રારીકાના ક્ષીરસાગર ગોમતીજીમાં જળ સમાધિ આપવામાં આવી.

પ્રેષિત-સંકલનઃ
મયુર સિધ્ધપુરા-જામનગર
મો.9725630698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!