★ સરસ્વતી માં ★

અન્ય નામ – વાણી, વાગ્દેવી, ભારતી, શારદા , વાગેશ્વરી.
જન્મ વિવરણ સરસ્વતીનો જન્મ બ્રહ્માજીના મુખમાંથી થયો હતો.
વાહન – હંસ.

રંગ-રૂપ શ્વેત પુષ્પ અને મોતીએમનાં આભુષણ છે તથા શ્વેત કમલગુચ્છપર એ બિરાજમાન છે
વાદ્ય – વીણા.

વિશેષ-
સરસ્વતીનો પૌરાણિક ઈતિહાસ એમને ધાર્મિક કૃત્યો સાથે જોડે છે. જે એમનાં નામ વાગ્દેવીના રૂપમાં જાણીતી છે તથા એનો સંબંધ બોલવા-લખવાં, શબ્દની ઉત્પત્તિ , દિવ્યશ્લોક વિન્યાસ તથા સંગીત સાથે પણ છે !!!!
જાણકારી – સરસ્વતી વિદ્યાની દેવી છે …….આ દેવી મનુષ્ય સમાજને મહાનતમ સંપત્તિ જ્ઞાનસંપદા પ્રદાન કરે છે !!!!

સરસ્વતી હિંદુ ધર્મની પ્રમુખ દેવીઓમાંની એક છે. સરસ્વતીનો જન્મ બ્રમહાજીના મુખમાંથી થયો હતો. એ વાણીની અધિષ્ઠાત્રી દેવી છે. એમનું નામંતર શતરૂપા પણ છે. એમનો પર્યાય છે —–વાણી, વાગ્દેવી, ભરતી , શારદા , વાગેશ્વરી ઇત્યાદિ!!!! એ શુક્લ્વર્ણ શ્વેતવસ્ત્રધારિણી વીણાવાદનતત્પરરા તથા શ્વેતપદ્માસના કહેવાય છે. એમની ઉપાસના કરવાથી મુર્ખ પણ વિદ્વાન બને છે. માઘ શુક્લ પંચમીએ એમની પૂજાની પરિપાટી ચાલી આવી રહી છે !!!!

ધાર્મિક માન્યતાઓ ———–

એવું માનવામાં આવે છે કે બ્રહ્માજી પોતાની પુત્રી સરસ્વતી પર જ આસક્ત થઇ ગયાં હતાં. એ એમની પાસે ગમન માટે તત્પર થઇ ગયાં. બધાં પ્રજાપતિઓએ પોતાના પિતા બ્રહ્માને ન માત્ર સમજાવ્યાં અપિતુ એમના વિચારની હીનતા કરી અને એમને સંકેત કાર્ય બ્રહ્માએ લજ્જાવશ એ શરીર ત્યાગી દીધું. જે કોહરાઅંધકારના રૂપમાં દિશાઓમાં વ્યાપ્ત થઇ ગયું !!!
વેદજ્ઞ પૂરુરવાએ બ્રહ્માજીની નિકટ વાસ કરતી સરસ્વતીને જોઈ. ઉર્વશી દ્વારા એમને સરસ્વતીને પોતાની પાસે બોલાવ્યાં તદનંતર એ બંને પરસ્પર મળતાં રહ્યાં. સરસ્વતીએ “સારસ્વત ” નામના પુત્રને જન્મ આપ્યો. કાલાંતરમાં બ્રહ્માજીને ખબર પડી તો એમણે સરસ્વતીને મહાનદી થવાનો શ્રાપ આપ્યો. ભયભીત સરસ્વતી ગંગામાંની શરણમાં જય પહોંચી. ગંગાજીના કહેવાથી બ્રહ્માજીએ સરસ્વતીને શ્રાપ મુક્ત કરી દીધી !!!! શાપ વશ જ એ મૃત્યુલોકમાં કયાંક દ્રશ્ય અને ક્યાંક અદ્રશ્યરૂપમાં રહેવાં લાગી !!!!

સોમ તથા સરસ્વતીની કથા ——–

સોમની પ્રાપ્તિ પહેલાં ગંધર્વોને થઇ. દેવતાઓએ જાણ્યું કે તો એ લોકો પણ સોમ પ્રાપ્ત કરવાના ઉપાય વિચારવાં લાગ્યાં
સરસ્વતીએ કહ્યું —- “ગંધર્વ સ્ત્રી પ્રેમી છે , એનાથી મારાં વિનીમાયમાં સોમને લઈ લો. હું પછી ચતુરાઈપૂર્વક તમારી પાસે આવી જઈશ !!!” દેવગિરિ પર યજ્ઞ કરીને દેવતાઓએ એમજ કર્યું !!!! ગંધર્વો પાસે ન તો સોમ રહ્યો કે ન સરસ્વતી !!!

સરસ્વતી પૂજન ——-

શ્રીકૃષ્ણએ ભારતવર્ષમાં સર્વપ્રથમ સરસ્વતીની પૂજાનો પ્રસાર કર્યો. સરસ્વતીએ રાધાના જીહ્વાગ્ર ભાગમાંથી આવિર્ભૂત થઈને કામવશ શ્રીકૃષ્ણને પોતાના પતિ બનાવવાં ઇચ્છયાં

શ્રી કૃષ્ણે સરસ્વતીને કહ્યું ——- ” મારા અંશથી ઉત્પન્ન ચતુર્ભુજ નારાયણ મારાં જ સમાન છે. એ નારી હૃદયની વિલાક્શના વાસનાથી પરિચિત છે. હવે તમે એમની પાસે વૈકુંઠમાં જાઓ ……. હું સર્વશક્તિમાન હોવાં છતાં પણ રાધા વગર કશું જ નથી. રાધા સાથે તને રાખવી મારાં માટે સંભવ નથી. નારાયણ લક્ષ્મીની સાથે તમને રાખી શકશે !!!!” લક્ષ્મી અને તમે સમાન સુંદર તથા ઈર્ષ્યાના ભાવથી મુક્ત છો. માઘ માસની શુક્લ પંચમી પર તમારું પૂજન નિરંતરકાળસુધી થતું રહેશે તથા આ દિવસ વિદ્યારંભનો દિવસ માનવામાં આવશે !!!! વાલ્મીકિ, બૃહસ્પતિ, ભૃગુ ઇત્યાદિએ ક્રમશ: નારાયણ, મરીચિ તથા બ્રહ્મા આદિએ સરસ્વતી પૂજનનો બીજમંત્ર આપ્યો હતો

હિંદુ ધર્મમાં જ્ઞાની દેવી છે – —- માં સરસ્વતી ———

સરસ્વતી વિદ્યાની દેવી છે. મનુષ્ય સમાજને મહાનતમ સંપત્તિ -જ્ઞાનસંપદા પ્રદાન કરે છે. વેદોમાં સરસ્વતીનું વર્ણન શ્વેત વસ્ત્રા ના રૂપમાં કરવામાં આવેલું છે. શ્વેત પુષ્પ અને મોતી એમનાં આભૂષણો છે તથા શ્વેત કમળગુચ્છ પર બિરાજમાન છે. એમના હાથમાં વીણા શોભિત છે. વેદ એમને જલદેવીના રૂપમાં મહત્તા આપે છે. એક નદીનું નામ પણ સરસ્વતી છે. સરસ્વતીનો પૌરાણિક ઈતિહાસ એને ધાર્મિક કૃત્યો સાથે જોડે છે જે આ જ વાગ્દેવીના રૂપમાં કરાય છે તથા એમનો સંબંધ બોલવા ને લખવાં. શબ્દની ઉત્પત્તિ, દિવ્યશ્લીક વિન્યાસ તથા સંગીત સાથે પણ છે

સરસ્વતી દ્વારા અપાયેલો શાપ ——

લક્ષ્મી, સરસ્વતી અને ગંગા નારાયણની નિકટ નિવાસ કરતી હતી. એકવાર ગંગાએ નારાયણ પ્રતિ અનેક કટાક્ષ કર્યા. નારાયણ તો બહાર ચાલ્યા ગયાં પરંતુ સરસ્વતી રુષ્ટ થઇ ગઈ. સરસ્વતીને લાગતું હતું કે નારાયણ ગંગા અને લક્ષ્મીને અધિક પ્રેમ કરે છે !!!! લક્ષ્મીએ એ બંને વચ્ચે પડીને એમનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો !!!! સરસ્વતીએ લક્ષ્મીને નિર્વિકાર જડવત મૌન જોયાં તો જડવૃક્ષ અથવા સરિતા થવાનો શ્રાપ આપ્યો !!! સરસ્વતીને ગંગાની નિર્લજ્જતા તથા લક્ષ્મીના મૌન રહેવા પર ક્રોધ આવ્યો. એમણે ગંગાને પાપી જગતનું પાપ સમેટવાંવાળી બનવાનો શાપ આપ્યો. ગંગાએ પણ સરસ્વતીને મૃત્યુલોકમાં નદી બનીને જનસમુદાયનાં પાપ પ્રાક્ષાલન કરવાનો શ્રાપ આપ્યો. ત્યારે નારાયણ પણ ત્યાં પાછાં ફર્યા હતાં એમણે સરસ્વતીનું આલિંગન કરીને એને શાંત કરી અને કહ્યું —– ” એક પુરુષ અનેક નારીઓ સાથે નિર્વાહ નથી કરી શકતો. પરસ્પર શાપને કારણે ત્રણેયના અન્શ્રુપમાં વૃક્ષ અથવા સરિતા બનીને મૃત્યુલોકમાં પ્રગટ થવું પડશે !!!”

લક્ષ્મી ….. તમે એક અંશ વડે પૃથ્વી પર ધર્મધ્વજ રાજાના ઘરે અયોનિસંભવા કન્યાના રૂપમાં ધારણ કરશે. ભાગ્ય-દોષતી તમને વૃક્ષ્ત્વની પ્રાપ્તિ થશે. મારાં અંશથી જન્મેલાં અસુરેન્દ્ર શંખચૂડ સાથે તમારું પાણિગ્રહણ થશે !!! ભારતમાં તમે “તુલસી” નામના છોડ તથા પદ્માવતીનામની નદીના રૂપમાં અવતરિત થશો !!!! કિન્તુ પુન: અહીંયા આવ્યાં પછી મારી જ પત્ની બની રહેશો

ગંગા …… તમે સરસ્વતીના શાપથી ભારતવાસીઓનાં પાપ નાશ કરવાંવાળી નદીનું રૂપ ધારણ કરીને અંશ રૂપે અવતરિત થશો. તમારાં અવતરણના મૂળમાં ભગીરથની તપસ્યા હશે
અત: તમે ભાગીરથી કહેવાશો !!! મારા અંશથી ઉત્પન્ન રાજા શાન્તનુ તમારાં પતિ હશે. હવે તમે પૂર્ણરૂપથી શિવની સમીપ જાઓ. તમે એમની જ પત્ની બનીને રહો …..

સરસ્વતી ……. તમે પણ પાપનાશિની સરિતાના રૂપમાં પૃથ્વી પર અવતરશો. તમારું પૂર્ણરૂપ બ્રહ્માની પત્નીના રૂપમાં રહેશે ….. તમે એમની પાસે જાઓ ” આ ત્રણેએ પોતાનાં કૃત્ય પર ક્ષોભ પ્રકટ કરીને શાપની અવધિ જાણવાં માંગી
કૃષ્ણે કહ્યું ——
” કલિના દસ હજાર વર્ષ વીત્યા પછી એ ઉપરાંત જ તમે શાપમાથી મુક્ત થઇ શકશો …….” સરસ્વતી બ્રહ્માજીને પ્રિય હોવાંના કારણે બ્રાહ્મી નામથી વિખ્યાત થઇ !!!!!

મત્સ્યપુરાણ અનુસાર –

બ્રહ્માજીએ લોક રચના કરીને એ નિમિત્તે સાવિત્રીનું ધ્યાન ધરીને તપસ્યા આરંભ કરી. બ્રહ્માજીનું શરીર બે ભાગોમાં વિભાજીત થઇ ગયું

અર્ધ પુરુષરૂપ (મનુ)
તથા
અર્ધ સ્ત્રી રૂપ (શતરૂપા સરસ્વતી )

કાલાંતરમાં બ્રહ્માજી પોતાની દેહજા સરસ્વતી પર આસક્ત થઇ ગયાં. દેવતાઓના મનાઈ કરવા છતાં પણ એમની આસક્તિ સમાપ્ત ના થઇ. સરસ્વતી “પિતા”ને પ્રમાણ કરીને એમની પ્રદક્ષિણા કરી રહી હતી. બ્રહ્માના મુખની જમણી બાજુ અને બીજી લજ્જાથી પિતવર્ણવાળું મુખ પ્રાદુર્ભાવ થયું
પછી પાછળનું અને ત્રીજું અને ડાબી બાજુ થી ચોથું મુખ આવિર્ભૂત થયું. સરસ્વતી સ્વર્ગની તરફ જવાંમાટે ઉદ્યત થઇ તો બ્રહ્માજીના માથાં પર પાંચમું મુખ પણ ઉત્પન્ન થયું જે જાતોથી ઢંકાયેલું રહેતું હતું !!!! બ્રહ્માએ મનુને સૃષ્ટિ રચના માટે પૃથ્વી પર મોકલીને શતરૂપા (સરસ્વતી )જોડે પાણિગ્રહણ કર્યું. પછી સમુદ્રમાં વિહાર કરતાં રહ્યાં. બ્રહ્માજીને આ કૃત્યનો દોષ ના લાગ્યો !!!! કારણકે સરસ્વતી એમનું પોતાનું જ અંગ હતી. વેદોમાં બ્રહ્મા ને સરસ્વતી અમૂર્ત નિવાસ રહે છે. બંનેની સર્વત્ર અમૂર્ત ઉપસ્થિતિની અનિવાર્યતા પર ધ્યાન આપવા માટે તથા આ જોઇને કે એ બ્રહ્માનું અનિવાર્ય અંગ છે બ્રહ્માજીને દોશી ના ઠહેરવવામાં આવ્યાં !!!!

શ્વેત પદ્મપર આસના, શુભ્ર, હંસવાહિની , તુષાર ધવલ કાંતિ, શુભ્રવસના, સ્ફટિક માલા ધારિણી, વીણા મંડિત કરા
શ્રુતિ હસ્તાએ ભગવતી ભારતી પ્રસન્ન છે. જેમની કૃપા મનુષ્યમાં કળા ,વિદ્યા , જ્ઞાન તથા પ્રર્તીભાનો પરકાશ કરે છે
એજ સમસ્ત વિદ્યાઓની અધિષ્ઠાત્રી છે ……. યશ એમની જ ધવલ અંગ જ્યોત્સના છે !!!! એ સત્વરૂપ, શ્રુતિરૂપા, આનંદરૂપા છે !!! વિશ્વમાં સુખ સૌન્દર્યનું એ જ સૃજન કરે છે !!!!

એ અનાદિ શક્તિ ભગવાન બ્રહ્માના કાર્યની સહયોગીની છે. એમની જ કૃપા થી પ્રાણી કાર્ય માટે જ્ઞાન પ્રાપ્ત કરે છે. એમનો કલાત્મક સ્પર્શ કુરૂપને પરમ સુંદર બનાવી દે છે એ હંસવાહિની છે !!!! સદવિવેક જ એમનો વાસ્તવિક પ્રસાદ છે. ભારતમાં એમની ઉપાસના સદા થતી આવી છે. મહાકવિ કાલિદાસે એમને પ્રસન્ન કર્યા હતાં. પ્રત્યેક કવિ એમના પાવન પદોનું સ્મરણ કરીને જ પોતાનું કાવ્યકર્મ પ્રારંભ કરતાં હતાં. એ અહીની સનાતન પરંપરા હતી !!! પ્રતિભાની એ અધિષ્ઠાત્રીના ચરિતને સર્વત્ર પ્રત્યક્ષ છે. સમસ્ત વાંઙમય , સમ્પૂર્ણ કલા અને સમગ્ર વિજ્ઞાનનું એમને વરદાન છે. મનુષ્ય એ જગનમાતાની અહૈતુની દયાથી પ્રાપ્ત શક્તિનો દુરૂપયોગકરીને પોતાનો નાશ કરી લે છે અને એમને પણ દુખી કરે છે …….. જ્ઞાન પ્રતિમા ભગવતી સરસ્વતીના વરદાનનો સદુપ્યોગ છે. પોતાનાં જ્ઞાન ,પ્રતિભા અને વિચારને ભગવાન ભગવાનમય બનાવી દે છે
આ વરદાન સફળ સફળ થઇ જાય છે !!!! મનુષ્ય કૃતાર્થ થઇ જાય છે. ભગવતી પ્રસન્ન થઇ જાય છે

ભારતીય પ્રાચીન કલાપ્રાય: મંદિરોમાં વ્યક્ત થઇ છે. પશાચાત્ય વિદ્વાનોનો એ આક્ષેપ ઠીક જ છે …… ભારતે નશ્વર મનુષ્ય અને એમનાં નશ્વર અર્થહીન કૃત્યોને વ્યર્થ સ્થાયી કરવાનો પ્રયત્ન નથી કર્યો. ભારત પર ભગવતી ભારતીની સદા સમુજ્વ્લ કૃપા રહી છે. માનવ અમૃતપુત્ર માનવને એમણે નિત્ય અમરત્વનો માર્ગ બતાવ્યો. માનવ પોતાની ક્રિયાનો આધાર એ નિત્યતત્વને બનાવ્યો જ્યાં ક્રિયા નષ્ટ થઈને પણ શાશ્વત થઇ જાય છે. કલા એ ચિરંતન જયોતિર્મયથી એક થઈને ધન્ય થઇ ગઈ. એ સ્થૂળ જગતમાં ભલે ન હોય ,પોતાનાં ઉદ્યમને નિત્ય જગતમાં પહોંચડવા સફળ થઇ !!!!

ભગવતી સરસ્વતીના દિવ્યસ્વરૂપ ને ના સમજીને મંજુ પ્રકાશના ક્ષુદ્રાંશમાં ભ્રાંત મનુષ્ય એ પ્રકાશનો દુરૂપયોગ કરવાં લાગે છે. અંધકારની ગર્તમાં પડતાં તો કદાચિત ક્યાંક અટકતાં પણ આ તો પ્રકાશ છે. એ તો પ્રકાશમાં કુદી રહ્યો છે નીચે ઘોર એટલ અંધકારમાં !!!!

ભગવતી શારદાનું મંદિર છે, ઉપાસના- પદ્ધતિ છે. એમની ઉપાસનાથી સિદ્ધ મહાકવિ એવમ વિદ્વાનોના ઇતિહાસમાં ચારુ ચરિત છે. આ બધું સાથે થઈને પણ એમની કૃપા અને ઉપાસનાનું ફળ કેવળ યશ નથી. યશ તો એમની કૃપાનું ઉચ્છિષ્ટ છે. ફળ તો છે પરમતત્વને પ્રાપ્ત કરી લેવું
આ ફળ માટે જ શ્રુતિઓ એ વાગ્દેવીની સ્તુતિ કરે છે !!!!

સરસ્વતી વંદના –

યા કુન્દેન્દુ તુષાર- હાર ધવલા
યા શુભ્ર વસ્ત્રાવૃતા ! યા વીણા વર દંડ મંડિત કરા ,

યા શ્વેત પદ્માસના !! યા ભ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિર
દેવૈ સદા –વંદિતા ! સા મામ પાતુ સરશ્વતી ભગવતી નિશે:ષજાડ્યપહા

અર્થ : ——-

સૌંદર્યમંડિત છે જે શુભ્ર શશિ સમ માળા છે. જેની સુંદર જળબિન્દુ સમ ધવલ વસ્ત્રો છે. જેને અતિ શોભતા વીણાદંડ સોહે જેના કર કમળમાં વિરામ આસન છે. જેનું શ્વેત પદ્મનું સદા વંદન કરે, જેને સર્વ દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ સહ પૂજ્ય ભાવે એવી દેવી મા સરસ્વતી દૂર કરજો અમ બુદ્ધિ કુંઠિત કરતા તિમિરને

વાઙમયની દેવી અને શબ્દસામ્રાજ્ઞી દેવી સરસ્વતીને
શત શત વંદન !!!!

——– જનમેજય અધ્વર્યુ

??????????

error: Content is protected !!