(ઇસવીસન ૪૫૫ થી ઇસવીસન ૪૬૭ )
સ્કંદગુપ્ત એટલે ગુપ્તવંશનો છેલ્લો શાસક. કુમારગુપ્તની પટરાણીનું નામ મહાદેવી અનંતદેવી હતું. એમનો પુત્ર પુરુગુપ્ત હતો. સ્કંદગુપ્તની માતા સંભવત: પટરાણીકે મહાદેવી નહોતી
એવું પ્રતીત થાય છે કે કુમારગુપ્તના મૃત્યુ પછી રાજગાદી સંબંધે કેટલાક ઝગડાઓ થયા હતા અને પોતાની વીરતા તથા અન્ય ગુણોને કારણે સ્કંદગુપ્ત સમ્રાજ્યનોસ્વામી બન્યો !!!
પોતાનાં પિતાના શાસનકાળમાં જ પુષ્યમિત્રોને પરાસ્ત કરીને પોતાની અપૂર્વ પ્રતિભા અને વીરતાનો પરિચય આપ્યો હતો !!!
પુષ્યમિત્રોનો વિદ્રોહ એટલો એટલો ભયંકર રૂપ ધારણ કરી ચુક્યો હતો કે ગુપ્તકાળની લક્ષ્મી વિચલિત થઇ ગઈ અને એને પુન: સ્થાપિત કરવાં માટે સ્કંદગુપ્તે પોતાના બાહુબળથી શત્રુઓનો નાશ કરતાં કેટલીયે રાતો જમીન પર સુઈ જઈને વિતાવી હતી. જેવી રીતે શત્રુઓને પરાસ્ત કરીને ભગવાન શ્રીકૃષ્ણ પોતાની માતા દેવકી પાસે ગયાં હતાં !!! એવી જ રીતે સ્કંદગુપ્ત પણ શત્રુવર્ગને નષ્ટ કરીને પોતાની માતા પાસે આવ્યાં હતાં. આ અવસર પર એમની માતાની આંખોમાં આંસુ છલકાઈ ગયાં. રાજય્શ્રી સ્વયં જ સ્કંદગુપ્તને સ્થાયી રૂપમાં વરણ કરી લીધું હતું. સંભવત: મોટાં દીકરા હોવાના કારણે રાજગાદી પર અધિકાર તો પૂરુગુપ્તનો હતો !!!!
પણ શક્તિ અને વીરતાને કારને રાજ્યશ્રી સ્વયં જ સ્કંદગુપ્ત પાસે આવી ગઈ હતી !!!!
હુણોનો પરાજય ——-
સ્કંદગુપ્ત ના શાસનકાળમાં સૌથી મહત્વપૂર્ણ ઘટના હુણોનો પરાજય છે. હુણો બહુજ ખતરનાક ને ભયંકર યોધ્ધાઓ હતાં!!! એમનાં આક્રમણોને કારણે “યુઈશિ” લોકો પોતાનાં પ્રાચીન નિવાસ સ્થાનને છોડીને શક્સ્થાનો તરફ વધવા માટે મજબુર બની ગયાં અને યુઈશિઓને ખદેડીને શક લોકો ઈરાન અને ભારત તરફ આવી ગયાં હતાં. હુણોના હુમલાનું જ આ પરિણામ હતું કે શક અને યુઈશિ લોકો ભારતમાં પ્રવિષ્ટ થયાં હતાં
અહીંયા સુધી પશ્ચિમમાં આ હુણોનાં આક્રમણને કારણે વિશાળ રોમન સામ્રાજ્ય છિન્નભિન્ન થઇ ગયું હતું. હુંણ રાજા “એટ્ટીલા ના અત્યાચારો ને બર્બરતાને કારણે પાશ્ચાત્ય સંસારમાં ત્રાહિ -ત્રાહિમમ પોકારી ઉઠયાં હતાં. હવે આ હુણોની એક શાખાએ ગુપ્ત સમ્રાજ્ય પર હુમલો કર્યો
અને કમ્બોજ જનપદને જીતીને ગાંધારમાં પ્રવિષ્ટ થવાનો પ્રારંભ કર્યો !!! હુણોનો મુકાબલો કરીને ગુપ્ત સામ્રાજ્યની રક્ષા કરવી એ સ્કંદગુપ્તના રાજ્યકાળની સૌથી મોટી ઘટના હતી. એક સ્તમ્ભાલેખ અનુસાર સ્કંદગુપ્તની હુણો સાથે એટલી જબરજસ્ત મુઠભેડ થઇ કે આખી પૃથ્વી કંપી ઉઠી
અંતમાં સ્કંદગુપ્તનો વિજય થયો અને એનાજ કારણે એમની અમર શુભકીર્તિ કુમારી અંતરીપ સુધી આખા ભારતમાં ગવાવા લાગી !!! અને એટલાં જ માટે એ સંપૂર્ણ ગુપ્તવંશમાં એક્વીર મનાવા લાગ્યો !!!
બૌદ્ધગ્રંથ ચન્દ્રગર્ભાપરિપૃચ્છા અનુસાર—-
હુણો સાથે થયેલાં આ યુધ્ધમાં ગુપ્ત સેનાની સંખ્યા ૨ લાખ હતી. હુણોની સંખ્યા ૩ લાખ હતી. છતાં પણ વિકટ અને બર્બર હુંણ યોધ્ધાઓના મુકાબલે ગુપ્ત સેના વિજયી થઇ !!!
સ્કંદગુપ્તના સમયમાં હુણ લોકો ગાંધારની આગળ ના વધી શક્યાં. ગુપ્ત સામ્રાજ્યનો વૈભવ એમના શાસનકાળમાં પ્રાય: અક્ષુપણ રહ્યો !!! સ્કંદગુપ્ત ના સમયમાં સોનાનાં સિક્કા ઓછાં મળે છે. એમની જે સુવર્ણમુદ્રાઓ પ્રાપ્ત થઇ છે એમાં સોનાની માત્રા પહેલાંના ગુપ્તકાલીન સિક્કાઓને મુકાબલે ઓછી છે. આનાં પરથી એ અનુમાન લગાવી શકાય છે કે હુણો સાથે થયેલાં યુધ્ધોને કારણે ગુપ્ત સામ્રાજ્યનો રાજ્યકોષ ઘણો બધો ક્ષીણ થઇ ગયો હતો !!! અને એટલાં જ માટે સિક્કાઓમાં સોનાની માત્રા ઓછી કરી દેવામાં આવી હતી !!!
સુદર્શન ઝીલ ——–
સ્કંદગુપ્તના સમયમાં સૌરાષ્ટ્ર (કાઠીયાવાડ)માં પ્રાંતીય શાસક પર્ણદત્ત હતો !!! એણે ગિરિનારની પ્રાચીન સુદર્શન ઝીલની ફરીથી મરમ્મત કરાવી હતી. આ ઝીલ ( તળાવ) નું નિર્માણ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. ત્યારે સૌરાષ્ટ્રનો શાસક વૈશ્ય પુષ્યગુપ્ત હતો !!! પુષ્યગુપ્ત જ આ ઝીલનો નિર્માતા હતો. ત્યાર પછી સમ્રાટ અશોકના સમયમાં પ્રાંતીય શાસક યવન “તુશાસ્પ” એ અને પછીથી મહાક્ષત્રપ રુદ્રદામાએ આ ઝીલનો પુનૃધ્ધર કર્યો. ગુપ્તકાળમાં આ ઝીલ ખરાબ થઇ ગઈ હતી !!! હવે સ્કંદગુપ્તના આદેશથી પર્ણદત્તે આ ઝીલનો ફરીથી જીર્ણોધ્ધાર કર્યો. એમનાં શાસનનાં પહેલાથી જ વર્ષભરમાં જ આ ઝીલનો બંધ તૂટી ગયો
જેનાથી પ્રજાને બહુજ કષ્ટ પડતું હતું !!! સ્કંદગુપ્તે ઉદારતાપૂર્વક આ બંધ ઉપર ખર્ચો કર્યો. પ્રાણદત્તનો પુત્ર ચક્રપાલિત પણ આ પ્રદેશમાં રાજ્ય સેવામાં નિયુક્ત હતાં. એમને ઝીલના કિનારે વિષ્ણુ ભગવાનનું મંદિર નિર્માણ કરાવ્યું
સ્કંદગુપ્તે કોઈ નવાં પ્રદેશને જીતીને ગુપ્ત સામ્રાજ્યનો વિસ્તાર નહોતો કર્યો. સંભવત : એની આવશ્યકતા પણ નહોતી
કારણકે ગુપ્ત સમ્રાટ આસમુદ્ર ક્ષિતીશ હતાં
સ્કંદગુપ્તે જે કામ કાર્ય હતું તે આજે મ્યાનમારથી ભાગી આવેલા લોકોને આશરો નહિ આપવાનું અત્યારના સત્તાધિશોએ કરવાની જરૂર હતી !!! શૂરવીરતા એ આનું નામ !!! વિસ્તાર વધારવા કરતાં પ્રજાનું રક્ષણ કરવું એ જ ઉત્તમ રાજાનુ કર્તુત્વ છે. જે સ્કંદગુપ્તે કર્યું !!! અને આમેય ગુજરાત એમાં પણ સૌરાષ્ટ્રએ તો એમનો આ ઉપકાર ક્યારેયના ભૂલવો જોઈએ !!!!
આવાં પ્રજાહિતેચ્છુ અને શુરવીર રાજાને શત શત નમન !!!!
——— જનમેજય અધ્વર્યુ
?????????