સમ્રાટ હર્ષવર્ધન એ ભારતના મધ્યયુગીન ઈતિહાસનો છેલ્લો રાજા. જે મહાસામ્રાજ્ય અને દેશ એક કરનાર સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે મગધ જેવા અતિવિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી અને ભારતને એક કર્યું. એ રાજગાદી પર અનેક વંશો બદલાયા અને અનેક ઉતાર ચઢાંવો આવ્યા પછી મધ્ય યુગમાં જે છેલો પ્રતાપી રાજા થયો તે —– સમ્રાટ હર્ષવર્ધન!!! આના પછી જ આધુનિક યુગનો ઈતિહાસ શરુ થાય છે……. મધ્યયુગ માટે અંગ્રેજીમાં શબ્દ છે રેનેસાં !!! આ અમારે ભણવામાં આવતું હતું ત્યારેજ એમનામાં મને રસ પડેલો બસ ખાલી લખું છું આજે !!!!
સમ્રાટ હર્ષવર્ધન પોતાનાં મોટાં ભાઇનાં મૃત્યુ પછી વિક્રમ સંવત ૬૬૩ (ઇસવીસન ૬૦૬)માં ૧૬ વર્ષની આયુમાં થાનેશ્વરની ગાદીપર બેઠાં. એ વૈસ વંશનાં ક્ષત્રિય હતાં ….. હર્ષની બહેન રાજ્શ્રીનો વિવાહ કનૌજ નાં શાસક ગૃહવર્મન (મૌખરી વંશ)ની સાથે થયો હતો. માળવાના દેવગુપ્ત અને ગૌડરાજ શશાંકે મળીને કનૌજ પર આક્રમણ કરીને ગૃહવર્મનની હત્યા કરી દીધી હતી તથા રાજશ્રીને કારાગારમાં નાંખી દીધી હતી …….
આ સાંભળીને રાજ્યવર્ધને રાજધાનીની રક્ષાનો ભાર પોતાનાં પુત્ર હર્ષને સોંપીને કનૌજની રક્ષા કરવાં તથા શત્રુ સાથે બદલો લેવાં માટે સેનાને લઈને કનૌજ રવાના થયાં. માલવરાજ દેવગુપ્તને પરાસ્ત કરીને એમણે કનૌજ પર અધિકાર કરી લીધો, પરંતું જ્યાં એ શશાંકની વિરુદ્ધ આગલા વધ્યાં એ શશાંકની જાળમાં ફસાઈ ગયાં. શાશાંકે રાજ્યવર્ધનને પોતાની કન્યાર્પણ કરીને એમની સાથે મૈત્રી- સંબંધ સ્થાપિત કરવાનું બહાનું બનાવીને પોતાની શિબિરમાં બોલાવી લીધાં. રાજ્યવર્ધન શાશાન્કની શિબિરમાં નિ:શસ્ત્ર એકલાં ચાલી ગયાં હતાં ……. ત્યાં એમને ધોખાથી મારી નંખાયા !!!
ભાઈનાં મૃત્યુ અને બહેન રાજશ્રીની કેદનાં સમાચાર સાંભળીને હર્ષ સસૈન્ય કનૌજ ગયાં. એમણે સમાચાર મળ્યાં કે રાજશી કેદમાંથી નીકળી જઈને વિંધ્ય વનની તરફ ચાલી ગઈ છે. ત્યાંથી હર્ષ પોતાની બહેનને શોધીને લઇ આવ્યાં !!! હર્ષે શશાંક પર આક્રમણ કર્યું, શશાંક ભાગીને કામરૂપ (આસામ)નાં રાજા કુમાર ભાસ્કર વર્મનને ત્યાં ચાલ્યો આવ્યો. ત્યાં એ બંને વચ્ચે યુદ્ધ થયું અને અંતમાં ભાસ્કર વર્મને હર્ષ સાથે સંધિ કરી લીધી …… રાજશ્રીને પુત્ર હતો નહીં ….. અત: કનૌજની વ્યવસ્થાનો ભાર પણ હર્ષ ઉપર આવી ગયો. હર્ષે કનૌજને પોતાની રાજધાની બનાવી અને ત્યાંથી જ એ રાજ્યનું સંચાલન કરવાં લાગ્યાં !!!
હર્ષ સંપૂર્ણ ઉત્તર ભારતનાં એક છત્ર રાજા બની ગયાં. એમણે અનેક રાજ્યોને જીત્યાં ….. હર્ષે વિક્રમ સંવત ૬૬૩થી ૬૭૦ (ઇસવીસન ૬૦૬થી ૬૧૩) સુધી ઉત્તર ભારતનાં રાજ્યોને જીત્યાં. આ વિજયોથી હર્ષનું રાજ્ય ઉત્તરી ભારતમાં ફેલાઈ ગયું. હર્ષે વલ્લભીનાં રાજા ધ્રુવસેન દ્વિતીય પર આક્રમણ કરીને એને પરાજિત કર્યો ….. એ સમૃદ્ધશાળી રાજ્ય હતું ….. એ કનૌજ તથા દક્ષિણનાં ચાલુક્ય રાજ્યની મધ્યમાં સ્થિત હોવાનાં કારણે આ પ્રદેશ સૈનિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હતું. અહીંના રાજાની સાથે હર્ષે મિત્રો સંબંધ બનાવીને રાજ્યનો અધિકાર એને જ આપી દીધો !!! હર્ષે આ સિવાય પણ ઘણાં રાજાઓને યુદ્ધમાં હરાવ્યા હતાં !!! જીત્યાં પછી એમની સાથે સંધિ કરીને રાજ્ય સંચાલનનો અધિકાર એ પૂર્વ રાજાઓને જ આપી દેતાં હતાં. બદલામાં એમની પાસેથી કર અને અન્ય સહાયતા પ્રાપ્ત કરતાં હતાં. આ સંધિઓનાં પરિણામ સ્વરૂપ હર્ષે સમસ્ત ઉત્તરી ભારતમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું હતું !!!
ઉત્તરભારતનાં વિજય પછી હર્ષવર્ધન દક્ષિણ ભારતમાં પણ પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવાં માંગતાં હતાં પણ એ સફળ ના થઇ શકયાં કારણકે દક્ષિણમાં પુલકેશિન દ્વિતીય શક્તિશાળી રાજા હતાં. એમણે હર્ષવર્ધનની વિજયયાત્રા રોકી દીધી. ઇસવીસન ૬૧૨માં વિશાલ સેના સાથે પુલકેશિન (ચાલુક્ય)પર આક્રમણ કરવાં માટે પ્રસ્થાન કર્યું. પુલકેશિન મહાન યોદ્ધા હતાં. એમણે આનાથી પૂર્વે જ અનેક રાજાઓને પરાસ્ત કરીને દક્ષિણ સમ્રાટની ઉપાધિ ધારણ કરી હતી. નર્મદા તટ પર બંને વચ્ચે યુદ્ધ થયું ….. જેમાં હર્ષ પરાજિત થયાં. આ યુદ્ધમાં હર્ષવર્ધનની સેનાનો બહુજ અધીક પ્રમાણમાં સંહાર થયો !!! આ યુદ્ધનાં પરિણામ સ્વરૂપ હર્ષ દક્ષિણની તરફ આગળ નાં વધી શક્યા. એમનું રાજ્ય ઉત્તર ભારતમાં જ સીમિત રહી ગયું !!!
હર્ષના સામ્રાજ્યનો વિસ્તાર ઉત્તરમાં કાશ્મીર અને નેપાળથી લઈને દક્ષિણમાં નર્મદા અને મહેન્દ્ર પર્વત (ઓરિસ્સા) સુધી અને પશ્ચિમમાં સૌરાષ્ટ્રથી લઈને આસામ સુધી હતો …. હર્ષ ભારતનો મધ્યયુગીન ભારતીય ઇતિહાસનો અંતિમ સામ્રાજ્ય નિર્માતા હતો અને એમનાં મૃત્યુની સાથે જ ઉત્તર ભારતમાં એક કેન્દ્રીય શક્તિ સમાપ્ત થઇ ગઈ. સમ્રાટ હર્ષનું શાસન ઇસવીસન ૬૫૦ સુધી રહ્યું !!!
હર્ષ એક કુશળ યોદ્ધા જ નહોતાં પણ એક ન્યાયપ્રિય, પરોપકારી રાજા હતાં. હર્ષે સમ્રાટ અશોકની જેમ પોતાનાં સંપૂર્ણ રાજ્યમાં પશુવધ બંધ કરાવી દીધો હતો. જનતાની ભલાઈ માટે સડકો, ધર્મશાળાઓ અને જળાશયો બંધાવ્યા !!! શિક્ષણનાં ક્ષેત્રમાં હર્ષનું મહાન યોગદાન હતું. એમનાં જ રાજ્યકાળમાં તક્ષશિલા, ઉજ્જૈન, કાશી, નાલંદા, ભદ્રવિહાર (કનૌજ) વિખ્યાત વિશ્વવિદ્યાલયો હતાં. જેમાં ભારતનાં જ નહીં પણ વિદેશી છાત્રો પણ વિદ્યાઅધ્યયન કરવાં માટે આવતાં હતાં. આ શિક્ષણકેન્દ્રોમાં હર્ષ બહુજ દાન આપતાં હતાં. નાલંદા વિશ્વવિદ્યાલયનાં સંરક્ષક સ્વયં હર્ષ જ હતાં !!!હર્ષ વિદ્વાનોનાં આશ્રયદાતા હતાં.
દર પાંચ વર્ષે પ્રયાગમાં હર્ષવર્ધન વિદ્વાનોનું સંમેલન ભરાવતાં હતાં. સંમેલનમાં શાસ્ત્રાર્થ થતો હતો …… જેમાં હર્ષ વિદ્વાનોને દાન આપતાં હતાં. આવું જ એક વિદ્વાનોનું સંમેલન કનૌજમાં ભરાવ્યું હતું. આ ઉત્સવમાં ૧૮ રાજાઓ, ત્રણ હજાર બૌદ્ધ વિદ્વાનો અને એક હજાર બ્રાહ્મણોએ ભાગ લીધો હતો જે ૧૮ દિવસ સુધી ચાલ્યું હતું !!! બીજું વિશાલ સંમેલન પ્રયાગમાં બોલાવવામાં આવ્યું …જે ૩૦ દિવસ સુધી ચાલ્યું હતું. જેમાં હર્ષે ખુબ જ દાન પુણ્ય કર્યું હતું !!! અનાથ, દીન-દુ:ખીજનોને પણ ખુબ દાન કર્યું અને એટલું બધું આપ્યું કે રાજકોષ ખાલી થઇ ગયો. અંતમાં સમ્રાટ પોતાનાં શરીરનાં આભુષણ, મુકુટમણિ અને વસ્ત્રો સુધી બધું જ આપી દીધું. બહેન રાજ્યશ્રીનું ઉતારેલું વસ્ત્ર પહેર્યું !!!
હર્ષ સ્વયં પણ વિદ્વાન હતાં ….એમણે ઘણાં ગ્રંથોની રચના કરી છે. સંસ્કૃતનાં પ્રસિદ્ધ વિદ્વાન બાણ એમનાં રાજકવિ હતાં જેમણે કદામ્બરીની રચના કરી. હર્ષનો રાજ્યકાળ કલા, સાહિત્ય, સુવ્યવસ્થાનો ચરમોત્કર્ષ કાલ હતો. લુંટફાટ કરવાંવાળાં ને દંડિત કરવામાં આવતાં હતાં. પ્રજા સંપન્ન અને સુખી હતી ….. પ્રસિદ્ધ ચીની બૌદ્ધ વિદ્વાન હ્યુ એન સંગ હર્ષના સમયમાં જ ભારત આવ્યાં હતાં. અહીં ઘણાં વર્ષો સુધી રહ્યાં ….. એમણે હર્ષના શાસનનું બહુજ સરસ વર્ણન કર્યું છે. જેનાથી આપણને એ ખબર પડે છે કે હર્ષના રાજ્યકાળમાં પ્રજા સુખી હતી. દેશ દરેક ક્ષેત્રમાં ઉન્નતિનાં શિખર પર હતો
હર્ષના નામે હર્ષ સંવત પણ ચાલ્યો હતો. સમ્રાટ હર્ષ પ્રાચીન ભારતના એક આદર્શ શાસક માનવામાં આવે છે. એમણે એક મહાન વિજેતા , કુશળ શાસન પ્રબંધક, સ્વયં વિદ્વાન, સાહિત્યકાર તથા વિદ્વાનોનાં સંરક્ષક એવં ભારતીય સભ્યતાનાં સાચાં સેવક હોવાનો શ્રેય પ્રાપ્ત છે. હર્ષ દેશના અંતિમ સમ્રાટ હતાં જેમણે સંપૂર્ણ ઉત્તરી ભારતને એકતાનાં સૂત્રમાં બાંધ્યું !!! સમ્રાટ હર્ષવર્ધનનું મૃત્યુ અનુમાનત: વિક્રમ સંવત ૭૦૭ (ઈસ્વીસન ૬૫૦)ની આસપાસ થયું !!!
સમ્રાટ હર્ષવર્ધનનાં રાજ્યમાં આવાં પદો અપાયાં હતાં
મહાબલાધિકૃત – સવોચ્ચ સેનાપતિ /સેનાધ્યક્ષ
બલાધિકૃત – સેનાપતિ
મહાસંધિ વિગ્રહાધિકૃત – સંધિરૂ / યુદ્ધ કરવાં સંબંધી અધિકારી
કટુક – હસ્તિ સેનાધ્યક્ષ
બૃહદેશ્વર – અશ્વ સેનાધ્યક્ષ
અધ્યક્ષ – વિભિન્ન વિભાગોનાં સર્વોચ્ચ અધિકારી
આયુક્તક – સાધારણ અધિકારી
મીમાંસક – ન્યાયધીશ
મહાપ્રતિહાર – રાજાપ્રાસાદનો રક્ષક
ચાટ-ભાટ – વૈતનિક/અવૈતનિક સૈનિક
ઉપરિક મહારાજ – પ્રાંતીય શાસક
અક્ષપટલિક – લેખા- જોખા લિપિક
પૂર્ણિક – સાધારણ લિપિક
નાટકકાર એવં કવિ ————
હર્ષ એક પ્રતિષ્ઠિત નાટકકાર એવં કવિ હતાં. એમણે નાગાનંદ , રત્નાવલી એવં પ્રિયદર્શિકા નામનાં નાટકોની રચના કરી હતી. એમનાં દરબારમાં બાણભટ્ટ, હરિદત્ત એવં જ્યસેન જેવાં પ્રસિદ્ધ કવિ એવં લેખક શોભા વધારતાં હતાં. હર્ષ બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનાં સમર્થક હોવાની સાથે સાથે વિષ્ણુ એવં શિવની પણ સ્તુતિ કરતાં હતાં. એવું માનવામાં આવે છે કે હર્ષ પ્રતિદિન ૫૦૦ બ્રાહ્મણો એવં ૧૦૦૦ બૌદ્ધ ભિક્ષુઓને ભોજન કરાવતાં હતાં. હર્ષે લગભગ ઇસવીસન ૬૪૩માં કનૌજ તથા પ્રયાગમાં બે વિશાળસભાઓ આયોજીત કરી હતી. હર્ષ દ્વારા પ્રયાગમાં આયોજિત સભાને મોક્ષપરિષદ કહેવામાં આવી છે !!!
હર્ષનું મૃત્યુ ——–
સમ્રાટ હર્ષવર્ધનનો દિવસ ત્રણ ભાગોમાં વહેંચાયેલો હતો.પ્રથમ ભાગ સરકારી કાર્યો માટે તથા શેષ બે ભાગોમાં ધાર્મિક કાર્ય સંપન્ન કરતાં હતાં. મહારાજ હર્ષે ઇસવીસન ૬૪૧માં એક બ્રાહ્મણને પોતાનો દૂત બનાવીને ચીન મોકલ્યો. ઇસવીસન ૬૪૩માં ચીની સમ્રાટે ત્યાંગ હો આઈ કિંગ નામનાં એક દૂતને હર્ષનાં દરબારમાં મોકલ્યો. લગભગ ઇસવીસન ૬૪૬માં એક વધારે ચીની દૂતમંડલ લીન્ય પ્યાઓ એવં વાંગ-હ્રન-ત્સેનાં નેતૃત્વમાં હર્ષનાં દરબારમાં આવ્યો. ત્રીજું દૂત મંડલનાં ભારત પહોંચતા પહેલાં જ હર્ષનું મૃત્યુ થઇ ગયું !!!
હર્ષ સ્વયં પ્રશાસનિક વ્યવસ્થામાં વ્યક્તિગતરૂપે રુચિ લેતો હતો. સમ્રાટની સહાયતા માટે એક મંત્રીપરિષદનું ગઠન કરવામાં આવ્યું હતું. બાણભટ્ટ અનુસાર અવંતિ યુદ્ધ અને શાંતિનો સર્વોચ્ચ મંત્રી હતો. સિંહનાદ હર્ષના મહાસેનાપતિ હતાં. બાણભટ્ટે હર્ષચરિતમાં આ પદોની વ્યાખ્યા આ પ્રકારે કરી છે ———-
સમાંન્ત્વાદમાં વૃદ્ધિ ———
હર્ષના સમયમાં અધિકારીઓના વેતન, નકદ અને જાગીરનાં રૂપમાં આપવામાં આવતાં હતાં, પણ હ્યુ એન સંગનું માનવું છે કે —– મંત્રીઓ એવં અધિકારીઓનું વેતન ભૂમિ અનુદાનનાં રૂપમાં આપવામાં આવતું હતું. અધિકારીઓ એવં કર્મચારીઓને નકદ વેતનનાં બદલામાં બહુજ મોટાં પાયે ભૂખંડ આપવાની પ્રક્રિયાથી હર્ષકાળમાં સામંતવાદ પોતાનાં ચરમોત્કર્ષ પર પહોંચી ગયો. હર્ષનું પ્રશાસન ગુપ્ત પ્રશાસનની અપેક્ષાકૃત અધિક સામંતિક એવં વિકેન્દ્રીકૃત થઇ ગયાં. આ કારણે જ સામંતોની ઘણી શ્રેણીઓ થઇ ગઈ હતી
રાષ્ટ્રીય આય એવં કર ————
હર્ષનાં સમયમાં રાષ્ટ્રીય આયનો એક -ચતુર્થ ભાગ ઉચ્ચ કોટિનાં રાજ્ય કર્મચારીઓ નાં વેતન અથવા ઉપહારનાં રૂપમાં. એક -ચતુર્થ ભાગ ધાર્મિક કાર્યોનાં ખર્ચ હેતુ, એક ચ-ચતુર્થ ભાગ શિક્ષાનાં ખર્ચ માટે એવં એક-ચતુર્થ ભાગ રાજા સ્વયં પોતાનાં ખર્ચ માટે પ્રયોગ કરતાં હતાં. રાજસ્વનાં સ્રોતનાં રૂપમાં ત્રણ પ્રકારનાં કરોનું વિવરણ મળે છે —–
ભાગ, હિરણ્ય એવં બલિ …….
ભાગ અથવા ભુમિકર પદાર્થનાં રૂપમાં લેવામાં આવતો હતો
હિરણ્ય નગદનાં રૂપમાં લેવામાં આવતો કર હતો.
આ સમયે ભુમિકર કૃષિ ઉત્પાદનનો ૧/૬ કર વસૂલ કરવામાં આવતો હતો
સૈન્ય રચના —————
હ્યુ એન સંગ અનુસાર હર્ષનીસેનામાં લગભગ ૫૦૦૦ હાથી , ૨૦૦૦ ઘોડેસવારો એવં ૫૦૦૦ પાયદળ હતાં. કાલાંતરમાં હાથીઓની સંખ્યા વધીને લગભગ ૬૦,૦૦૦ એવં ઘોડે સવારોની સંખ્યા ૧ લાખ પહોંચી ગઈ. હર્ષની સેનામાં સાધારણ સૈનિકોને ચાટ એવં ભાટ, અશ્વસેનાનાં અધિકારીઓને હદેશ્વર, પાયદળ સેનાના અધિકારીઓને બલાધિકૃત એવં મહાબલાધિકૃત કહેવામાં આવતાં હતાં …..
આ બંને સ્થળો જયાં સમ્રાટ હર્ષવર્ધને રાજ કર્યું હતું થાનેશ્વર અને કનૌજ એ નામ પરથી કૈંક યાદ આવ્યું. આ એજ બંને સ્થળો છે જ્યાં સમ્રાટ હર્ષ પછી ૫૦૦ વર્ષે મહાન પૃથ્વીરાજ ચૌહાણે રાજ કર્યું હતું. ખૂબીની વાત તો એ છે કે તે વખતે પણ પૃથ્વીરાજ ભારતનો અંતિમ હિંદુ સમ્રાટ હતો. ખેર ……. વાત તો અત્યારે સમ્રાટ હર્ષવર્ધનની થાય છે એટલે ખાલી એટલું જ કહું છું કે યુગ પૂરો થયો છે હિન્દુત્વ નહીં !!!
મુસ્લિમો તો ૫૦૦ વર્ષ પછી આવેલાં પણ આઠમી સદીમાં રાજપુતાનામાં એટલેકે મેવાડમાં બપ્પા રાવલે સિસોદિયા વંશનો પાયો નાંખી દીધો હતો
તે પણ હર્ષ પછી ૧૦૦ વર્ષની અંદર જ.. રાજપૂતો – ક્ષત્રિયો પોતાની ધાક જમાવતાં રહ્યા અને દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારત રાહ જોતું રહ્યું પૃથ્વીરાજ જેવાં મહાન યોધ્ધાની !! આવાં સક્ષમ રાજા અને ઉત્તમ સાહિત્યકાર સમ્રાટ હર્ષવર્ધનને શત શત નમન !!!
————— જનમેજય અધ્વર્યુ..