ધજા દેખી ધણી સાંભરે
દેવળ દેખી દુઃખ જાય,
દર્શન કરતા રામાપીરના
પંડના પાપ મટી જાય..
કચ્છમાં હબો ડુંગર ( એટલે હબાય ટેકરી ) ડુંગરની હાર માળા આવેલી છે. આ ટેકરી ઉપર નવખંડના રાજા નકળંક નેજાધારી પીર શ્રી રામદેવજી મહારાજનું ભવ્ય સ્થાન આવેલું છે. આ સ્થાન સંત શ્રી મેકરણ દાદાના હયાત હતા ત્યારથી છે અને સંત શ્રી મેકરણ દાદા પણ દર બીજના દર્શન કરવા અહિં આવતા હતા.આ સ્થાનની સ્થાપના ઢોરી ગામના પરબત ( પબો ) રખીયા એ કરેલી છે. સુમરાસર, જુરા, અંધૌવ, હોડકો,પાલનપર અને ઢોરી આ બધા ગામના રખીઆઓનું સંધ કચ્છ થી રામદેવરા રણુજા રાજસ્થાન પગપાળા જાત્રા એ જવા માટે નીકળયા હતા.
તેમા ઢોરી ગામના પબા રખીયા પણ જાવાની તૈયારી કરી પણ પબા રખીયા ને આંખે તકલીફ અને પગે કપાસીયા તથા શરીરે તાવ હોય છતા હઠ પક્ડી મારે રણુજા ધામ જાવુ છે. આખો સંઘ પબા રખીયાન વિનંતી કરે છે કે બાપા તમે રેકાઈ જાવ ન ચાલો તમારી તબીયત બરોબર નથી.આમ કહીને આખુ સંઘ જય બાબેરી કહી જાજા જોહાર કરીને પગપાળા યાત્રાએ હાલતા થયા .પણ બન્યુ એવુ કે મધરાત્રે પબા રખીયા ઊંઘ માથી જાગી જતા ઢોરી ગામથી એકલા પગપાળા ચાલતા થયા.અંધારામાં કશુજ દેખાય નહી બસ એક જ રામાપીર રામાપીરનું રટણ કરતા કરતા રણની વાટના બદલે ડુંગરોની વાટમાં જાઈ પોહચયા.
તે દિવસે વળી ચૈત્રી બીજની દિવેલ ની રાત્રી હતી અને ઉગતી થાવર બીજના દિવસે પબા રખીયો હબાય ટેકરી ઉપરથી પડી જાય છે. તયારે જ રણુજા રાજા રામદેવ પીર પબા રખીયાને ડુંગર પરથી પડતો જીલી લીધો અને દર્શન આપ્યા.પબા રખીયાની અંગ પીડા દુર થઈ ગઈ અને અલખ ધણી શ્રી રામદેવ પીર પબા રખીયાને વરદાન આપ્યુ પબા ભગત તમારી યાત્રા સંપુર્ણ થઈ છે હવે આ જગ્યા તમે પુજા કરજો તમારા હાથે દુખીયાનું દુઃખ દુર થશે અને વાંજીઆ ઘરે પુત્ર થાશે.મનની માનેલી બધી મુરાદ પુરી થશે.આમ વરદાન આપીને રામદેવ પીર અંતરધ્યાન થયા અને તે જગ્યાએ રામદેવ પીરના પગલા, કંકુ -ચોખા, સોપારી, શ્રીફળ સાથે ધજા પણ ફરકવા લાગી.
ત્યારથી હબાય ટેકરી ધર્મ સ્થળ બન્યુ અને કચ્છથી ગયેલા અન્ય રખીયાઓના સંઘ ને પબા રખીયો રણુજા રામદેવરામાં મળયો.રામદેવપીરે ભક્તિની શક્તિ નું પ્રમાણ આપ્યુ.
રામદેવપીર મંદિરથી ઊતર દિશામાં મેકરણ દાદાનો અખાડો દક્ષીણમાં વાઘેશ્વરીમાતાજીનું સુંદર મંદિર તથા ઉગમણે શ્રવણ કાવડીયો ધરમપુર ગામ અને આથમણે હલામણ જેઠવાની ખાંભીઓની વચમા રામદેવ ધામ છે.હબાય ધામ ભુજ તાલુકાનું ગામ છે. ટેકરીનું નૈસર્ગીક સ્થામ મનને ચીર શાંતી આપે છે. હબાય ગામથી રામદેવ ધામની ટેકરી ૪ કિલો મીટરના અંતરે છે.
જય અલખ ધણી
✍ લેખકઃ
ચિત્રકાર નાનજી રાઠોડ (વણકર) અંજાર.
હું ચિત્રકાર નાનજી રાઠોડ. રામદેવ પીર મદિરનાં પુજારી કાનજી કાપડી બાપા પાસેથી માહિતી મેળવી આ ઐતીહાસીક જગ્યાનું ચિત્ર બનાવ્યુ છે.