શ્રી તુંવર વંશમાં શ્રી રામદેવ પીરનો જન્મ રાજસ્થાનમાં પોકરણ ગઢની બાજુમાં ઉંડુ-કાશ્મીર માં તુંવર અજમલજી રાજાના ધરે સંવત ૧૪૬૧ અને ભાદરવા સુદ-૧૧ અગીયારસના દિવસે થયો. વિરમદેવજીનો જન્મ થયો એમની સાથે મહેલમાં શ્રી રામદેવજી કુમકુમ પગલા પાડી વિરમદેવજી સાથે પારણામાં પોઢી ગયા હતા. અને પછી મોટા થતા રાજ-કાજ સંભાળી ને પછી આખા દેશમાં તીર્થયાત્રા કરી સનાતન ધર્મના પ્રચાર અર્થે નિકળ્યા. તેઓએ દ્વારકા થઈને નારાયણસરોવર ની યાત્રા કરી. પાછા ફરતા ફરાદી ગામે પડાવ નાખ્યો હતો સોની કરછી પરજીયા પટણી ભાઈઓ એ ત્યાં રાત્રે થી રામદેવજીના સનાતન ધર્મની ભકિતના પ્રભાવ થી હંમેશા ફરાદી ગામે રોકાઈ જવાનું શ્રી રામદેવજીને આગ્રહ કર્યો ત્યારે શ્રી રામદેવજીએ પોતાના પગલાની નિશાની દીધી હતી તથા તેમના પૌત્ર લાખાજીપીરને રોકાવાનું કીધુ હતુ. તથા પાંચ રખીયા તેઓની સાથે રાખ્યા હતા. શ્રી રામદેવજીના પૌત્ર શ્રી લાખાજી પીર રોકાવા તૈયાર ન થતા ત્યાં વહેલી પરોઢ થઇ ગઈ હતી.
રામદેવજીના હાથમાં ખારી ઝાડનું દાતણ હતું તે દાતણ કરીને બે ફાડ સાફ કરી વાવી દીધી ને કહયું કે કાલે આમાં કુંપણ (પાંદડા) ફુટે તો તમારે અહિં જ રોકાવુ અને ન ફુટે તો પોકરણ સાથે આવવુ. સવાર થતાજ કુંપણ ફુટી નિકળ્યા હતા. લાખાજી પીર તથા પાંચ રખીયા અહીંયાં જ રોકાઈ ગયા ત્યાર થી કરીને આજ દીન સુધી પાંચ રખીયા અને શ્રી રામદેવજી ના પૌત્ર પીર લાખાજી તુંવરા વંશજ ફરાદી ગામ માં વસે છે.
શ્રી રામદેવજી ના વાવેલ ઝાડનું જાહેર પરચો હતો જ્યારે પણ તુંવર પરિવારમાં કોઈને પણ મૃત્યુ થવાનું હોય ત્યાં ૨૪ કલાક પહેલા ઝાડ સુકાઈ જતું અને સમાધિની વિધી પુર્ણ થતા પાછુ લીલુ થઇ જતુ. આ ઝાડનો ૧૯૮૦ સુધી જાહેર પરચો હતો ત્યાર પછી આ ઝાડ સાવ સુકાઇ ગયુ આ ખારી ઝાડની જગ્યા એ ઓટલો અને શીલાલેખ લખેલ છે.
માહિતી-સંદર્ભઃ
ફરાદી રામદેવજી મંદીર શીલાલેખ
પ્રેષિત-સંકલનઃ
મયુર.સિધ્ધપુરા – જામનગર