ઓરછા બુન્દેલખંડની અયોધ્યા છે. આ દુનિયાનું એક માત્ર એવું એવું મંદિર છે કે જ્યાં રામની પૂજા રાજાનાં રૂપમાં થાય છે. ભારતના ઇતિહાસમાં ઝાંસીની પાસે સ્થિત ઓરછાનું એક પોતાનું મહત્વ છે. એનાથી જોડાયેલી તમામ કહાનીઓ અને કિસ્સાઓ ઘણાં દસકાથી લોકોની જુબાન પર છે.
કેટલાંક લોકો કહે છે કે સૌથી પહેલાં લોકોએ બુંદેલખંડ માં રહેવાનું શરુ કર્યું હતું. આ જ કારણ છે કે આ ઈલાકાના દરેક ગામ અને શહેરની પાસે સંભળાવવાં -કહેવાં માટે ઘણી વાર્તાઓ છે. બુંદેલ ખંડ ની એ ખુબસુરત જગ્યાઓ છે —– ઓરછા અને કુંઢારા. ભલે બંને જગ્યાઓ માં માત્ર થોડાંક જ કિલોમીટરનું અંતર હોય, પણ ઇતિહાસના દોરે એ બંને જગ્યાઓ બેહદ મજબુતાઈથી બંધાયેલી છે. ઓરછા ઝાંસીથી લગભગ અડધા કલાકના જ અંતરે છે !!!
ઈતિહાસ ——-
આનો ઈતિહાસ ૮મી શતાબ્દી થી શરુ થાય છે. જયારે ગુર્જર પ્રતિહાર સમ્રાટ મિહિર ભોજે એની સ્થાપના કરી હતી. આ જગ્યાની પહેલી અને સૌથી રોચક કહાની એક મંદિરની છે. વાસ્તવમાં આ મંદિર ભગવાન રામની મૂર્તિ માટે બનાવ્યું હતું પરંતુ મૂર્તિ સ્થાપના સમયે એ પોતાની જગ્યાએથી હલી પણ નહીં
રાજા રામ મંદિર ઓરછામાં પ્રભુ શ્રીરામના આ મંદિરમાં મકર સંક્રાંતિ, વસંતપંચમી , શિવરાત્રી અને રામનવમી જેવા તહેવારો ખુબજ ધામધુમથી ઉજવાય છે.
આ ભારતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં પ્રભુ શ્રી રામની મહેલમાં રાજાની જેમ પૂજા કરાય છે. પોલીસો અને સિપાહીઓ-સૈનિકો આ મંદિરના રક્ષકોના રૂપમાં રાખવામાં આવ્યાં છે. અહિયાં દિવસમાં પાંચ વાર ભગવાન શ્રી રામને સૈનિક સલામી આપવામાં આવે છે !!!!! અહીંયા રાજા રામને સૂર્યોદયની પૂર્વે અને સુર્યાસ્તની પશ્ચાત સલામી આપવામાં આવે છે. આ સલામી માટે મધ્ય પ્રદેશ પોલીસના જવાનો તૈનાત રહે છે !!!
આ મંદિરમાં રાજા રામની સાથે માતા સીતા , લક્ષ્મણજી, સુગ્રીવ મહારાજ , નરસિંહજી , હનુમાનજી, જાંબવંતજી અને માં દુર્ગા પણ આ રામ દરબારમાં ઉપસ્થિત છે.
આ મંદીરની કથા એવી છે કે ઓરછાનાં મહારાજ મધુકર શાહ જુ દેવજી ભગવાન શ્રીકૃષ્ણનાં બહુજ મોટાં ભક્ત હતાં અને એમની કમલા દેવીજી પ્રભુ રામનાં ભક્ત હતાં. એક દિવસ એ બંને કૃષ્ણનાં મંદિરની પાસે અન્ય ભક્તજનો સાથે ભજન કરી રહ્યા હતાં. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા એ બંને સ્વયં એમની સાથે નાચવા આવી ગયાં. એનાં પછી મહારાજે રાણીને વ્રજ ચાલવાનું કહ્યું પરંતુ રાણી અયોધ્યા જવા માંગતી હતી. ગુસ્સામાં આવી જઈને રાજાજીએ કહ્યું કે યદિ મહારાણી અયોધ્યા જવાં માંગતી હોય તો એ જાય પરંતુ પાછાં ફરતી સમયે એ પ્રભુ રામજીના બાલસ્વરૂપને પોતાની સાથે લાવે તોજ રાજાજી રાણીની શ્રધ્ધાને માની લેશે !!!
ત્યારેજ મહારાણીએ પ્રણ લીધું કે — જો મહારાણી ભગવાન શ્રી રામને નહિ લાવી શકી તો એ અયોધ્યાની સરયુ નદીમાં પોતાની જાન આપી દેશે. જતાં પહેલાં મહારાણીએ એક ચતુર્ભુજ મંદિરનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો જેમાં તે આવ્યા પછી ભગવાન શ્રી રામચંદ્રજીની સ્થાપન કરશે. રાણીએ અયોધ્યા પહોંચીને સર્યું નદીને કિનારે લક્ષ્મણ કિલ્લા પાસે પોતાની કુટીર બનાવીને સાધના શરુ કરી. આદિવસોમાં સંત શિરોમણી તુલસીદાસ પણ અયોધ્યામાં સાધનામાં રત હતાં. સંત તુલસીદાસજીના આશીર્વાદ લઈને રાણીની આરાધના વધારે દ્રઢ થતી ગઈ, પરંતુ રાણીને ઘણા મહિના સુધી રાજા રામનાં દર્શન થયાં નહીં.
એ નિરાશ થઈને પોતાના પ્રાણ ત્યાગવા સરયુ નદી માં કુદી પડી. રાણીને સરયુના જળની ગહેરાઈઓમાં એમને રાજા રામના દર્શન થયાં. રાણીએ એમને ઓરછા ચાલવાનો આગ્રહ કર્યો !!! એ સમયે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે શર્તમૂકી હતી કે એ ઓરછા ત્યારેજ આવશે જ્યારે એ વિસ્તારમાં એમની જ સત્તા રહે અને રાજાશાહી પૂરી તરહ ખતમ થઇ જાય !!!! ત્યારે મહારજ શાહે ઓર્છામાં “રામરાજ્ય “ની સ્થાપના કરી જે આજે પણ કાયમ છે !!!
૮ મહિના પછી એ ઓરછા પહોંચી મહારાજને કૃષ્ણએ સ્વપ્નમાં આવીને કહ્યું કે “રામ અને કૃષ્ણમાં ભેદ નાં રાખો એ બંને ભગવાન વિષ્ણુનાં જ અવતારો છે.
મહારાણી પોતાની આ યાત્રાથી થાકી ચુકેલી હતી એટલાં માટે એણે વિચાર્યું કે એક રાત વિશ્રામ કરીને પછી બીજે દિવસે ચતુર્ભુજ મંદિરમાં પ્રભુની સ્થાપના કરી દેશે !!! પરંતુ પ્રભુ રામજીની શર્ત અનુસાર જે સ્થાન પર એમણે સૌથી પહેલાં ધરતી પર બેસાડી દેશે ત્યાં જ ભગવાન શ્રી રામ સ્થાપિત થઇ જશે. એટલાં માટે ભગવાન શ્રી રામ રાણી મહેલમાં જ સ્થાપિત થઇ ગયાં !!! આજે પણ ભગવાન શ્રી રામની પ્રતિમા રાણી મહેલમાં જ છે. આજે પણ ભગવાન શ્રી રામ ઓરછાના રાજાનાં રૂપમાં પૂજાય છે !!!!
આ મંદિર વિષે એમ કહેવાય છે કે રાજા રામ અયોધ્યાથી અહીં અદ્રશ્ય રૂપમાં આવે છે. ઓરછા શહેરનો મુખ્ય ચૌરાહાની એક તરફ રાજા રામનું મંદિર છે તો બીજી તરફ છે ઓરછાનો પ્રસિદ્ધ કિલ્લો. મંદિરમાં રાજા રામ, લક્ષ્મણ અને માતા જાનકીની મૂર્તિઓ સ્થાપિત છે. એમનો શણગાર અદ્ભુત હોય છે. મંદિરનું પ્રાંગણ બહુજ વિશાળ છે કારણકે આ રાજા રામનું મંદિર છે એટલાં માટે એનાં ખુલવાનો અને બંધ થવાનો સમય નિશ્ચિત છે. સવારમાં મંદિર આઠ વાગે ખુલે છે અને સાડા દસ વાગ્યા સુધી આમ જનતામાટે દર્શન માટે ખુલ્લું રહે છે !!! એના પછી સાંજે મંદિર આઠ વાગે ફરીથી ખુલે છે. રાતના દસ વાગ્યે રાજા રામ શયન માટે ચાલ્યા જાય છે. મંદીરમાં પ્રાત:કાલીન અને સાયંકાલીન આરતી થાય છે. જેને બધાંજ જોઈ શકે છે !!! દેશમાં અયોધ્યાના કનક મંદિર પછી આ ભગવાન શ્રીરામનું બીજું ભવ્ય મંદિર છે !!!
મંદિર પરિસરમાં ફોટોગ્રાફી નિષેધ છે. મંદિરનું પ્રબંધન મધ્ય પ્રદેશ શાસન હવાલે છે. પણ લોકતાંત્રિક સરકાર પણ ઓરછામાં રાજા રામની હુકુમતને સલામ કરે છે !!!! ઓરછા શહેરને ઘણી બધી રીતે ક્રોમા છુટ્ટી મળી છે. અહીંયા લોકો ભગવાન રામના ડરથી રિશ્વત નથી લેતાં અને ભ્રષ્ટાચાર કરવાથી ડરે છે !!!!
આ મૂર્તિને મધુકર શાહના રાજ્યકાળ (૧૫૫૪ -૧૫૯૨) દરમિયાન એમની રાણી ગનેશ કુંવર અયોધ્યાથી લાવી હતી. ચતુર્ભુજ મંદિર બનાવતાં પહેલાં એને કેટલાંક સમય માટે મહેલમાં સ્થાપીત કરવામાં આવી હતી, પરંતુ મંદિર બન્યા પછી કોઈપણ વ્યક્તિ એને પોતાની જગ્યાએથી હલાવી પણ ના શક્યું એને ઈશ્વરનો ચમત્કાર માનીને મહેલને જ મંદિરનું રૂપ આપી દેવામાં આવ્યું અને એનું નામ રાખવામાં આવ્યું ——- રાજા રામ મંદિર !!!
આજે આ મહેલની ચારે તરફ શહેર વસ્યું છે અને રામનવમી પર અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે. એમ તો ભગવાન રામને અહીં ભગવાન માનવાની સાથે અહીના રાજા પણ માનવામાં આવે છે !!! કારણકે …… એ મૂર્તિનો ચહેરો મંદિર તરફ નહીં પણ મહેલની તરફ છે !!!
મંદિરની પાસે એક બાગ છે. જેમાં સ્થિત ઘણાં ઊંચા બે મિનારા (વાયુ યંત્ર) લોકોનાં આકર્ષણનું કેન્દ્ર છે. જેમાં શ્રાવણ મહિનામાં એમ કહેવાય છે કે ——- એની નીચે બનેલી સુરંગો ને શાહી પરિવાર પટના આવવા-જવાનાં રસ્તા તરીકે ઉપયોગ કરતાં હતાં. આ સ્તંભો માટે એક કિવદંતી પ્રચલિત છે કે ——- વર્ષાઋતુમાં હિંદુ કેલેન્ડર અનુસાર શ્રાવણ મહિનો ખત્મ થાય અને ભાદરવા મહિનાનાં શુભારંભ સમયે આ બંને સ્તંભો અંદરો અંદર જોડાઈ જતાં હતાં. જોકે આ વાતની કોઈ જ સાબિતી નથી. આ મિનારાની નીચે જવાનાં રસ્તા બંધ કરી દીધાં છે એવં અનુસંધાનના કોઈજ રસ્તા નથી !!!!
મંદિરના પ્રસાદમાં પાનના બીડા ————
રાજા રામ મંદિરમાં પ્રશાસન તરફથી પ્રસાદનું કાઉન્ટર છે. અહીંયા ૨૨ રૂપિયામાં પ્રસાદ મળે છે. આજે કેટલામાં મળે છે તે વિષે કોઈજ અંદાજો નથી. પ્રસાદમાં લાડુ અને પાનના બીડા આપવામાં આવે છે. જો કે મંદિરની બહાર પણ પ્રસાદની તમામ દુકાનો છે જ્યાંથી ભક્ત જનો ફૂલ,,પ્રસાદ આદિ લઈને મંદિરમાં જઇ શકે છે !!!! રાજા રામ મંદિરમાં રામનવમી ખુબજ ધામધૂમથી મનાવાય છે. એ અહીનો બહુજ મોટો તહેવાર છે !!
બેલ્ટ પહેરીને નથી જવાતું મંદિરમાં ———–
કોઈપણ વ્યક્તિ રાજા રામ મંદિરમાં બેલ્ટ પહેરીને નથી જઈ શકતો આની પાછળ સૌથી રોચક તર્ક એ આપવામાં આવ્યો છે કે દરબારમાં કમર કસીને ના જઇ શકાય !!!! અહીં માત્ર રાજા રામની સેવામાં તૈનાત સિપાહીઓ જ કમરબંધ લગાવીને જઇ શકે છે.
રાજા રામના મંદિરમાં મૂર્તિઓ વિષે એમ કહેવાય છે કે એ બધી જ અયોધ્યાથી લાવવામાં આવી હતી. મહારાણીની કહાની અનુસાર એમની તપસ્યાને કારણે રાજા રામ અયોધ્યાથી ઓરછા ચાલ્યા આવ્યા હતાં, પણ સ્થાનીય બુદ્ધિજીવીઓ એવું માને છે કે ——- બાબરના આદેશ પર અયોધ્યામાં મંદિર તોડયા પછી અયોધ્યામાં બાકી બચેલા મંદિરોમાં સુરક્ષાનો સવાલ ઉભો થયો હતો. આવી સ્થિતિમાં ઘણાં મંંદિરો માંની બહુજ કિંમતી મૂર્તિઓને ઓરછા લાવીને સુરક્ષિત કરવામાં આવી
હવે થોડુંક ઓરછાનાં અન્ય સ્મારકો વિષે ———-
આ મંદિરો ને દશકો પુરાણા પુલ પર પસાર કરીને શહેરના બાહરી વિસ્તારમાં “રોયલ એન્કલેવ”૯ રાજ નિવાસ છે. જ્યાં ચાર મહેલ , જહાંગીર મહેલ ,રાજા મહેલ , શીશ મહેલ અને એનાથી થોડેક્જ દૂર રાય પરવીન મહેલ છે. એમાં જહાંગીર મહેલનો કિસ્સો સૌથી વધારે મશહૂર છે. જે મુગલ -બુન્દેલા દોસ્તીનું પ્રતિક છે.
કહેવાય છે કે —— બાદશાહ અકબરે અબુલ ફઝલને શાહજાદે સલીમ (જહાંગીર) પર કાબુ મેળવવા માટે મોકલ્યો હતો. પરંતુ સલીમે વીરસિંહની મદદથી એની કતલ કરાવી દીધી. આનાથી ખુશ થઈને સલીમે ઓરછાની કમાન વીરસિંહને સોંપી દીધી. આમ જોવા જઇ એ તો આ મહેલ બુંદેલાઓની વાસ્તુશિલ્પનાં પ્રમાણ છે. ખુલ્લી ગલીઓ, પથ્થરોવાળી જાળી નું કામ, જાનવરોની મૂર્તિઓ, બેલ બુટે જેવી તમામ બુંદેલા વાસ્તુશિલ્પની વિશેષતાઓ અહીંયા સાફ જોવાં મળે છે.
આ અતિશય શાંત દેખાતાંઆ મહેલ પોતાના જમાનામાં આવાં નહોતાં. અહીં રોજ જ થતી હલચલ માંથી ઉપજેલી કહાનીઓ આજે પણ લોકેને મોઢે છે. એમાં એક છે હરદૌલની કહાની …….. જે જુજારસિંહ (૧૬૨૭-૧૬૩૪)ના રાજ્યકાલની છે. વાસ્તવમાં મુગલ જાસૂસોની સાજીશભરી વાર્તાઓ ને કારણે આ રાજાને શક થઇ ગયો હતો કે એમની રાણીને એમનાં ભાઈ હરદૌલ સાથે કોઈ સંબંધ છે. એટલા માટે એમણે રાણીને હરદૌલને ઝેર આપવાનું કહ્યું. રાણી એવું ના કરી શકી એટલે પોતાને નિર્દોષ સાબિત કરવાં માટે હરદૌળે પોતે જાતે જ ઝેર પી લીધું અને ત્યાગની નવી મિસાલ કાયમ કરી !!!
બુંદેલાણો રાજ્યકાળ ૧૭૮૩માં ખત્મ થઇ ગયો અને સાથે જ ઓરછા પણ ગુમનામીના ઘના જંગલોમાં ખોવાઈ ગયું અને પછી પાછું એ સ્વતંત્રતા સંગ્રામના સમયમાં એ સુર્ખીઓમાં આવ્યું. વાત જાણે એમ છે કે —— સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદ અહીં એક ગામમાં આવીને છુપાયા હતાં. આજે એમનાં એ રહેવાની અને છુપાવવાની જગ્યાએ એક સ્મૃતિ ચિહ્ન બન્યું છે.
જહાંગીર મહેલ ——–
જહાંગીર મહેલ બુંદેલો અને મુગલ બાદશાહ જહાંગીરની દોસ્તીની આ નિશાની ઓરછાનું મુખ્ય આકર્ષણ છે. મહેલના પ્રવેશ દ્વાર પર બે ઝૂકેલાં હાથીઓ છે. ત્રણ માળનો આ મહેલ જહાંગીરના સ્વાગતમાં રાજા વીરસિંહ દેવે બનાવ્યો હતો. વાસ્તુ કારીગરીની દ્રષ્ટિએ આ પોતાનાં જમાનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
રાજ મહલ ———–
રાજ મહલ એ ઓરછાનાં સૌથી પ્રાચીન સ્માંરકોમાંનું એક છે. એનું નિર્માણ મધુકર શાહે ૧૭ મી શતાબ્દીમાં કરાવ્યું હતું. રાજા વીરસિંહ દેવ એમનાં જ ઉત્તરાધિકારી હતાં. આ મહેલ છત્રીઓ અને બહેતરીન આંતરિક ભીંતચિત્રો માટે પ્રસિદ્ધ છે. મહેલમાં ધર્મ ગર્ન્થો સાથે જોડાયેલી તસ્વીરો પણ જોવા મળે છે.
રામ રાજા મંદિર ———
આ મંદિર ઓરછાનું સૌથી લોકપ્રિય અને મહત્વપૂર્ણ મંદિર છે. આ ભારતનું એકને માત્ર એક એવું મંદિર છે જ્યાં ભગવાન શ્રી રામને રાજાના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાજા મધુકરને ભગવાન શ્રી રામે સ્વપ્નમાં દર્શન આપ્યાં અને પોતાનું એક મંદિર બનવવાનું કહ્યું !!!!
રાય પરવીન મહેલ ———–
આ મહેલ રાજા ઇન્દ્ર્મણીની ખુબસુરત ગણિકા પ્રવીણરાયની યાદમાં બનવ્યો હતો. એ એક કવયિત્રી અને સંગીતકાર હતી મુગલ સમ્રાટ અકબરને જયારે એની સુંદરતા વિષે ખબર પડી તો એને દિલ્હી લાવવાનો આદેશ આપ્યો. ઇન્દ્ર્મણી પ્રતિ પ્રવીણના સાચા પ્રેમને જોઇને અકબરે એને પાછી ઓરછા મોકલી દીધી. આ બે માળનો મહેલ પ્રાકૃતિક બગીચા અને છોડ-ઝાડથી ઘેરાયેલો છે. રાય પ્રવીન મહેલમાં એક લઘુ હોલ અને ચેમ્બર છે !!!!
લક્ષ્મીનારાયણ મંદિર ———–
આ મંદિર ઇસવીસન ૧૬૨૨માં વીરસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિર ઓરછા ગામનીની પશ્ચિમમાં એક પહાડી પર બનેલું છે. મંદિરમાં સત્તરમી અને ઓગણીસમી શતાબ્દીનાં ચિત્રો દોરેલાં છે !!!! ચિત્રોના રંગ બહુજ જીવંત લાગે છે કે જાણે હમણાં જ ના દોરેલાં હોય. મંદિરમાં ઝાંસીની લડાઈનાં દ્રશ્યો અને ભગવાન કૃષ્ણની આકૃતિઓ બનેલી છે.
ચતુર્ભુજ મંદિર ———–
રાજ મહેલ ની સમીપ સ્થિત ચતુર્ભુજ મંદિર ઓરછાનું મુખ્ય આકર્ષણ છે. આ મંદિર ચાર ભૂજાધારી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આમંદિરનું નિર્માણ ઇસવીસન ૧૫૫૮થી ૧૫૭૩ની વચ્ચે રાજા મધુકરે કરાવ્યું હતું. પોતાના સમયની આ એક ઉત્કૃષ્ટ રચના યુર્પીય કેથેડ્રલ સમાન છે. મંદિરમાં પ્રાર્થના માટે વિસ્તૃત હોલ છે
ફૂલબાગ ————
બુંદેલ રાજાઓ દ્વારા બનવવામાં આવ્યો હતો આ ફૂલોનો બગીચો ચારે બાજુ દીવાલોથી ઘેરાયેલો છે. પાલખી મહલ ની બાજુમાં સ્થિત આ બાગ બુંદેલ રાજાઓનું આરામગાહ હતું. વર્તમાનમાં આ પીકનીક સ્થળનાં રૂપમાં જાણીતું છે. ફૂલ્બાગમાં એક ભૂમીગત મહેલ અને આઠ સ્તંભો વાળો મંડપ છે અહીં ચાંદન કતોરા માંથી પડતું પાણી ઝરણા સમાન પ્રતિત થાય છે.
સુંદર મહલ ——
આ મહેલને રાજા જુઝારસિંહનાં પુત્ર ધુરભજને બંધાવ્યું હતું. રાજકુમાર ધૂરભજન એક મુસ્લિમ છોકરીનાં પ્રેમમાં હતો. એમણે એની સાથે વિવાહ કરીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લીધો. ધીરે ધીરે એમણે શાહી જીવન ત્યાગી દીધું અને સ્વયંને ધ્યાન અને ભક્તિમાં લીન કરી લીધાં. વિવાહ પછી એમણે સુંદર મહેલનો ત્યાગ કર્યો. ધૂરભજનનાં મૃત્યુ પછી એમણે એમણે સંતના રૂપમાં લોકો જોવાં લાગ્યાં. વર્તમાનમાં આ મહેલ ઘણોજ ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે !!!!
ભારતની સાંસ્કુતિ જેટલી વિશાળ છે એટલીજ એની પરંપરા પણ અનોખી અને સમૃદ્ધ છે. આવીજ એક અનોખી પરંપરા , ઈતિહાસ અને પ્રાકૃતિક સૌન્દર્યનો સુભગ ત્રિવેણી સંગમ એટલે આ ઓરછા. આની એક વિશેષતા એ છેકે એને બીજી તરફથી જોઈએ તો આખું ઓરછા જાણે ભગવાન શ્રી રામનાં ધનુષ જેવું લાગે છે. બીજું કઈ નહીં તોય રાજા રામને અપાતી સલામી જોવાં અને પાનના બીડાનો પ્રસાદ ખાવા તો અવશ્ય જવું જોઈએ અને ખાસ વાત આ બુંદેલખંડી સ્મારકો એમાય ખાસ કરીને મહેલો તો જાણે બંધ છત્રીઓ કે કુલ્ફી આકારના છે. આ એની આગવી વિશેષતા છે
ટૂંકમાં રાજા રામ અને ચતુર્ભુજ વિષ્ણુને શત શત નમન !!!
———— જનમેજય અધ્વર્યુ.