અંબરીષ ઈશ્વાકુવંશીય પરમવીર રાજા હતાં. એ રાજા ભગીરથના પ્રપૌત્ર, વૈવસ્વત મનુનાં પૌત્ર અને નાભાગનાં પુત્ર હતાં. રાજા અંબરીષની કથા રામાયણ, મહાભારત અને પુરાણોમાં વિસ્તારથી વર્ણિત છે. એમણે ૧૦,૦૦૦ રજાઓને પરાજિત કરીને ખ્યાતિ અર્જિત કરી હતી. એ ભગવાન વિષ્ણુનાં પરમ ભક્ત અને પોતાનો અધિક સમય ધાર્મિક અનુષ્ઠાનોમાં લગાવવાંવાળાં ધાર્મિક વ્યક્તિ હતાં.
દુસ્કર: કો નુ સાધુનાં દુસ્ત્યજો વા મહાત્મનામ ।
યૈ: સંગ્રહીતો ભગવાન સાત્વતામુષમો હરિ ।।
અર્થાત —
” જે લોકોએ સત્વગુણીઓનાં પરમાધ્ય શ્રીહરિને હૃદયમાં ધારણ કરે છે, એ મહાત્મા સાધુઓને માટે બળ કયો ત્યાગ છે ,જેને એ નથી કરી શકતાં, એ બધું જ કરવામાં સમર્થ છે અને બધુંજ ત્યાગવામાં પણ સમર્થ છે !!!
સંપૂર્ણ પૃથ્વીના સ્વામી ——-
અંબરીષ સપ્તદ્વીપવતી સંપૂર્ણ પૃથ્વીનાં સ્વામી હતાં અને એમની સંપત્તિ ક્યારેય સમાપ્ત ના થાય એવી હતી. એમનાં ઐશ્વર્યની સંસારમાં કોઈ તુલના ન હતી. કોઈ દરિદ્ર મનુષ્ય ભોગોનાં અભાવમાં વૈરાગ્યવાન બની ગયાં હતાં, આ તો સરળ છે !!! પરંતુ ધન-દૌલત હોવાંથી વિલાસ ભોગની પુરતી સામગ્રી હોવાં છતાં વૈરાગ્યવાન હોવું, વિષયોથી દુર રહેવું , મહાપુરુષોનાં વશમાં જ હોય છે અને એતો ભગવાનની કૃપા હોય છે. થોડીક સંપત્તિ અને સાધારણ અધિકાર પણ મનુષ્યને મદાંધ બનાવી દે છે, પરંતુ જે આશ્રય લે છે. જે એ માયાપતિ શ્રીહરિની રૂપ માધુરીનો સુધાસ્વાદ કરાવી દે છે !!!
મોહનની મોહિની જેમનાંપ્રાણ મૂહિત કરીદે છે , માયાનું ઓછાપણું એમણે લોભવવામાં અસમર્થ હોય છે. એ તો જળમાં કમળની જેમ સંપત્તિ એવં ઐશ્વર્યની મધ્યમાં નિર્લેપ જ રહે છે. વૈવસ્વત મનુ ના પ્રપૌત્ર તથા રાજર્ષિ નાભાગનાં પુત્ર અંબરીષને પોતાનાં ઐશ્વર્ય સ્વપ્નની સમાન અસત જણાતું હતું. એ જાણતાં હતાં કે સંપતિ મળવાથી મોહ થાય થાય છે અને બુદ્ધિ મરી જાય છે. ભગવાન વાસુદેવનાં ભક્તને આખું વિશ્વ જ માટીનાં ઢગલા જેવું લાગે છે. વિશ્વમાં તથા એમનાં ભોગોમાં નિતાંત અનાસક્ત અંબરીષજીએ પોતાનું આખું જીવન પરમાત્માનાં પાવન પદ્મોમાં જ લગાવી દીધું હતું
ભગવાન શ્રીહરિનું ચિંતન -મનન ———-
રાજા અંબરીષેપોતાનાં મનને ભગવાન શ્રીહરિનાં ચરણ ચિંતનમાં, વાણીનાં એમનાં ગુણગાનમાં, હાથોમાં શ્રી હરિનાં મંદિરને સજવા -સવારવામાં, કાનોને અચ્યુતનાં પવિત્ર ચરિત સાંભળવામાં, નેત્રોને ભગવન મૂર્તિનાં દર્શનમાં, અંગોને ભગવતસેવકોનાં સ્પર્શમાં, નાસિકાને ભગવાનનાં ચરણોમાં ચઢાવેલી તુલસીની સુગંધ લેવામાં ,જિહ્વાને ભગવતપ્રસાદનો રસ લેવામાં, પગોને શ્રી નારાયણનાં પવિત્ર સ્થાનોમાં જવામાં અને મસ્તકને હૃષીકેશનાં ચરણોની વંદના માં લગાવી દીધું હતું. બીજાં સંસારી લોકોની જેમ એ વિષય-ભોગોમાં લિપ્ત નહોતાં. શ્રીહરિનાં પ્રસદ્દ રૂપમાં જ એ ભાગોનો સ્વીકાર કરતાં હતાં. ભગવાનનાં ભક્તોને અર્પણ કરીને એમની પ્રસન્નતામાટે જ ભોગોને ગ્રહણ કરતાં હતાં. પોતાનાં સમસ્ત કર્મ યજ્ઞપુરુષ પરમાત્માને અર્પણ કરીને , બધાંમાં એ એક પ્રભુ આત્મરૂપથી બિરાજમાન છે – એવો દ્રઢ નિશ્ચય રાખીને ભગવદ ભક્ત બ્રાહ્મણોની બતાવેલી રીતિથી એ ન્યાયપૂર્વક પ્રજાપાલન કરતાં હતાં
નિષ્કામ ભાવપૂર્વક યજ્ઞોના રાજા અંબરીષે અનુષ્ઠાનો કર્યા હતાં. વિવિધ વસ્તુઓનું પ્રચુર દાન કર્યું અને અનંત પુણ્ય ધર્મ કર્યા. આ બધાથી એ ભગવાનને જ પ્રસન્ન કરવાં માંગતા હતાં. સ્વર્ગસુખ તો એમની દ્રષ્ટિએ તુચ્છ હતું. પોતાનાં હૃદય સિંહાસન પર એ આનંદકંદ ગોવિંદને નિત્ય બિરાજમાન જોતાં હતાં. એમનાં ભગવતપ્રેમની દિવ્ય માધુરી પ્રાપ્ત હતી. ગૃહ, સ્ત્રી, પુત્ર, સ્વજન, ગજ, ઘોડા, રથ, રત્ન,વસ્ત્ર,આભરણ આદિ કદીના ઓછાં થાય તેવાં અક્ષય ભંડાર અને સ્વર્ગનાં ભોગ એમણે નીરસ, સ્વપ્ન સમાન અસ્ત લાગતો હતો. એમનું ચિત્ત સદા ભગવાનમાં જ લાગેલું રહેતું હતું !!!
સુદર્શન ચક્ર દ્વારા રાજ્યની રક્ષા ———
જેવો રાજા એવી પ્રજા ……. મહારાજ અંબરીષનાં પ્રજાજનો, રાજ કર્મચારી એ બધાં જ લોકો ભગવાનનું પવિત્ર ચરિત સાંભળવામાં ભગવાનનાં પૂજન ધ્યાનમાં જ પોતાનો સમય પસાર કરતાં હતાં. ભક્તવત્સલ ભગવાને જોયું કે મારો આ ભક્ત મારાં જ ચિંતનમાં જ સતત લાગેલો રહે છે તો ભક્તોનાં યોગક્ષેમની રક્ષા કરવાંવાળાં પ્રભુએ પોતાનાં સુદર્શન ચક્રને અંબરીષ તથા એનાં રાજ્યની રક્ષા કરવાં માટે નિયુક્ત કરી દીધું. જ્યારે મનુષ્ય પોતાનો બધો જ ભાર એ સર્વેશ્ચર પર છોડી દે છે અને તેમનાં મય બની જાય છે. ત્યારે દયામય એમનાં એમનાં યોગક્ષેમનું દાયિત્વ પોતાનાં ઉપર લઈને સર્વથા નિશ્ચિંત કરી દે છે. ચક્ર અંબરીષનાં દ્વાર પર રહીને રાજ્યની રક્ષા કરવાં લાગ્યું !!!
પૌરાણિક કથા ———-
રાજા અંબરીષ એકવાર પોતાની પત્ની સાથે ભગવાન શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરવાં માટે એક વર્ષમાં આવતી બધીજ એકાદશીઓનાં વ્રત કરવાનો નિયમ કર્યો !!! વર્ષ પૂરું થયાં પછી પારણાંનાં દિવસે એમણે ધૂમધામથી ભગવાનની પૂજા કરી, બ્રાહ્મણોને ગૌદાન કર્યું. આ બધું કરીને એ જ્યારે પારણાં માટે જઇ રહ્યાં હતાં ત્યરે જ મહર્ષિ દુર્વાસા શિષ્યો સાથે પધાર્યા. રાજાએ એમનો સત્કાર કર્યો અને એમને ભોજન કરવાની પ્રાર્થના કરી. દુર્વાસા જીએ એમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને સ્નાન કરવાં માટે યમુના તટ પર ગયાં!!!! દ્વાદાશીમાં માત્ર એક જ ઘડી શેષ હતી. દ્વાદશીમાં જો પારણું ના કરાય તો વ્રત ભંગ થાય છે. અહી દુર્વાસાજી ક્યારે આવશે એ પણ ખબર નથી કોઈને પણ !!! અતિથિથી પહેલું ભોજન કરવું અનુચિત ગણાય. બ્રાહ્મણોથી વ્યવસ્થા લઈને રાજાએ ભગવાનનાં ચરણોદક લઈને પારણું કરી લીધું અને ભોજન માટે ઋષિની પ્રતિક્ષા કરવાં લાગ્યાં !!!
મહર્ષિ દુર્વાસા સ્નાન કરીને પાછાં ફરતાં જ તપોબળથી રાજાનાં પારણાંવાળી વાત જાણી લીધી. એ અત્યંત ક્રોધિત થયાં કે મારાં ભોજન પહેલાં એમણે પારણું કેમ કર્યું ? એમણે મસ્તકમાંથી એક જટા ઉખાડી લીધી અને એને જોરથી જમીન પર નાનાખી દીધી. આનાથી કાલાગ્ની સમાન “કૃત્યા” નામની એક ભયાનક રાક્ષસી નીકળીહએ રાક્ષસી તલવાર લઈને રાજાને મારવાં દોડી. રાજા જ્યાં હતાં ત્યાં જ શિર થઇ ગયાં અને ઉભાં જ રહ્યાં.એમણે જરાય ભય ના લાગ્યો. સર્વત્ર બધાં રૂપોમાં ભગવાન જ હોય છે
આ જોવાંવાળો ભગવાનનો ભક્ત ભલાં ક્યારેય પોતાનાં જ દયામય સ્વામીથી ડરતો હોય ખરો !!! અંબરીષ તો કૃત્યામાં પણ ભગવાન જ દેખાતાં હતાં …… પરંતુ ભગવાનનું સુદર્શન ચક્ર તો ભગવાનની આજ્ઞાથી પહેલાં જ રાજાની રક્ષામાં નિયુક્ત હતું !!! એણે તો પલક ઝપકતાં જ કૃત્યાને ભસ્મ કરી દીધી અને દુર્વાસા ની પણ ખબર લેવાં એની તરફ દોડયું. પોતાની કૃત્યાને આ પ્રકારે નષ્ટ થતાં જોઇને અને જ્વાલામય વિકરાળ ચક્રને પોતાની તરફ આવતું જોઇને દુર્વાસાનાં પ્રાણ લેવાં ભાગ્યું !!!
એ દસે દિશાઓમાં, પર્વતોની ગુફાઓમાં, સમુદ્રમાં, જ્યાં-ત્યાં છુપાવાં ગયાં, ચક્ર ત્યાં એમનો પીછો કરતું જ ગયું, આકાશ -પાતાળમાં જ્યાં તે ગયાં ….. ઇન્દ્રાદિ લોકપાલ તો એમને કયાંથી શરણ આપે ? સ્વયં બ્રહ્માજી અને શંકર ભગવાને પણ આશ્રય નાં આપ્યો. દયા કરીને ભગવાન શિવજીએ એમણે ભગવાન વિષ્ણુ પાસે જવાનું કહ્યું. અંતમાં તેઓ વૈકુંઠ ગયાં અને ભગવાન વિષ્ણુનાં ચરણોમાં નીચે પડયા ……
દુર્વાસાએ કહ્યું —– ” પ્રભો ….તમારું નામ લેવાથી આ નારકી જીવ નરકથી પણ છૂટી જતો હોય છે …. અત: તમે મારી રક્ષા કરો ….. હું આપના પ્રભાવને ન જાણીને આપણા ભક્તનો અપરાધ કર્યો છે એટલે આપ મને ક્ષમા કરો !!!!
ભગવાન પોતાની છાતી પર ભ્રુગુની લાત તો સહી શકે છે પોતાનો અપરાધ ક્યારેય મનમાં જ નથી લેતાં…. પણ ભક્તનો અપરાધ એ ક્ષમા નથી કરી શકતાં….. પ્રભુએ કહ્યું ” મહર્ષિ ……. હું સ્વતંત્ર નથી …… હું તો ભક્તોને પરાધીન છું. સાધુ ભક્તોએ મારું હૃદય જીતી લીધું છે ……સાધુજન મારાં હૃદયમાં છે અને હું એમનું હૃદય છું. મને છોડીને એ બીજું કશું જ નથી જાણતાં !!! સાધુ ભક્તોને છોડીને હું આપના આ શરીર ને પણ નથી જાણતો અને આ લક્ષ્મીની જેમની એકમાત્ર ગતિ હું જ છું એમણે પણ નથી ચાહતો !!!
જે ભક્ત સ્ત્રી-પુત્ર , ઘર પરિવાર, ધન-પ્રાણ, ઇહલોક-પરલોક બધાંને ત્યાગીને મારી શરણમાં આવ્યાં છે , ભલાં હું એમણે કેવી રીતે છોડી શકું!!!! જેમ પતિવ્રતા સ્ત્રી પતિને પોતાની સેવાથી વશમાં કરી લે છે એવી જ રીતે સમદર્શી ભક્તજન મારામાં ચિત્ત લગાવીને મને પણ વશમાં કરી લે છે……. નશ્વર સ્વર્ગાદિ તો ચર્ચા જ કેમ …… મારાં ભક્તો એમ તો મારી સેવા આગળ મુક્તિનો પણ સ્વીકાર નથી કરતાં. એવાં ભક્તોનો હું સર્વથા અધીન છું…… અત:એવં ઋષિવર ……. આપ એ મહાભાગ ના ભાગતનયની જ પાસેજ જાઓ ત્યાં જ તમને શાંતિ મળશે !!!
આ બાજુ રાજા અંબરીષ બહુજ ચિંતિત હતાં. એમણે લાગતું હતું કે મારે કારણે દુર્વાસાજીને મૃત્યુ ભયથી ગ્રસ્ત થઈને ભૂખ્યાંજ ભાગવું પડયું. આવી અવસ્થામાં મારાં માટે ભોજન કરવું કદાપિ ઉચિત નથી જ !!! અત: એ કેવળ જળ પીને ઋષિનાં પાછાં ફરવાની આખું એક વર્ષ પ્રતિક્ષા કરતાં રહ્યાં. વર્ષભર પછી દુર્વાસાજી જેવી રીતે ભાગ્યાં હતાં એમ જ ભયભીત થઈને દોડતાં દોડતાં પાછાં આવ્યાં અને એમણે રાજા અંબરીષનાં પગ પકડી લીધાં. બ્રાહ્મણ દ્વારા પગ પકડવાથી રાજને બહુજ સંકોચ થયો. એમણે સ્તુતિ કરીને સુદર્શનને શાંત કર્યું. મહર્ષિ દુર્વાસા મૃત્યુના ભયથી છૂટ્યાં !!!
સુદર્શનનો અત્યુગ્ર તાપ, જે એમણે જલાવી રહ્યો હતો એ શાંત થયો !!!
હવે એ પ્રસન્ન થઈને કહેવાં લાગ્યાં ……. “આજે મેં ભગવાનના દાસોનું મહત્વ જોયું. રાજન મેં તમારો એટલો મોટો અપરાધ કર્યો છે પણ તમે મારું કલ્યાણ જ ઈચ્છો છો. જે પ્રભુનું નામ લેવાથી જ જીવ સમસ્ત પાપોથી છૂટી જાય છે. એ તીર્થપાદ શ્રીહરિનાં ભક્તો માટે કોઈ પણ કાર્ય શેષ નથી રહેતું. રાજન તમે બહુજ દયાળુ છો, મારો અપરાધ નાં જોઇને તમે મારાં પ્રાણની રક્ષા કરી ” અંબરીષનાં મનમાં ઋષિનાં વાક્યોથી કોઈ જ અભિમાન નાં આવ્યું !!! એમણે આને ભગવાનની કૃપા જ સમજી ….. મહર્ષિનાં ચરણોમાં પ્રણામ કરીને બહુજ આદરથી રાજાએ એમણે ભોજન કરાવ્યું. એમનાં ભોજન કરીને ચાલ્યાં ગયાને એક વર્ષ પશ્ચાત એ પવિત્ર અન્ન પ્રસાદનાં રૂપમાં લીધું !!! બહુજ કાળ સુધી પરમાત્મામાં મન લગાવીને પ્રજાપાલન કરીને તેની પશ્ચાત રાજા અંબરીષે પોતાનાં પુત્રને રાજ્ય સોંપી દીધું અને ભગવાન વાસુદેવમાં મન લગાવીને વનમાં ચાલ્યાં ગયાં !! ત્યાં ભજન તથા તપ કરીને એમણે ભગવાનને પ્રાપ્ત કર્યા.
અન્ય કથાઓ ———-
રાજા અંબરીષની સુંદરી નામની એક સર્વગુણ સંપન્ન કન્યા હતી. એકવાર નારદજી અને પર્વત એ બંને એનાં પર મોહિત થઈ ગયાં. એ સહાયતા માટે વિષ્ણુ ભગવાન પાસે ગયાં અને બંને એ એમને વાનરમુખ બનાવી દેવાની પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ એમની વાત માની ને એ બંનેનાં મુખ વાનરનું બનાવી દીધું !!! સુંદરી એ બંનેનાં મુખ જોઇને ભયભીત થઇ ગઈ, કિંતુ એને જોયું કે એ બંનેની વચમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. અત: એને વરમાળા એમનાં ગળામાં નાંખી દીધી
એક અન્ય કથા અનુસાર —–
એકવાર રાજા અંબરીષનાં યજ્ઞ પશુને ઇન્દ્રે ચોરી લીધાં. આનાં પર બ્રાહ્મણોએ રાય આપી કે આ દોષનું નિવારણ માનવ બલિથી જ થઇ શકે છે. ત્યારે રાજાએ ઋષિ રૂચિકને બહુ જ બધું ધન આપીને એમનાં પુત્ર શુન:શેપને યજ્ઞ-પશુનાં રૂપમાં કહ્રીડી લીધો. અંતમાં વિશ્વમિત્રજીની સહાયતાથી શુન:શેપનાં પ્રાણોની રક્ષા થઇ…….
આમેય ઈશ્વાકુ વંશમાં ભક્તોની ખોટ નથી. એમાં આ ભક્ત વિશેનાં ગુણગાન મહાકવિ તુલસીદાસજીએ બહુજ ગાયાં છે અને એજ વાત તુલસીદાસજીએ મીરાંબાઈને પત્રનાં જવાબમાં લખી હતી.
આવા પરમ વિષ્ણુ ભક્તને તો શત શત નમન જ હોયને !!!
——— જન્મેજય અધ્વર્યુ..