પાંચાળના શીલવંત જતિ પુરૂષઃ ઓઢા ખાચર

ભીલી નજરે ભાળતા, ભૂલ્યો તો ભોળાનાથ,
ચૂક્યો નહિ સમરાથ, અબળા ભાળી તું ઓઢિયા.

‘એની નાડી ધોયે આડા ભાંગે’ એવી લોક-કહેણી આજે ક્યાંય સંભળાતી નથી. ઉલટ પક્ષે એવુ કહેવા જાઓ તો લોકો હાંસી પણ ઉડાવે. જમાનો જે ઝડપે બદલાતો જાય છે તે જોતા એક સમય એવો પણ આવે કે ‘શીલ’ શ્બ્દ જ બોલચાલમાંથી રદબાતલ થઇ ગયો હશે. તે દિવસે માનવીને અને પશુને પણ ‘શીલ’ સાથે સબંધ હતો એવી વાતો લોકો ને પરીકથા જેવી લાગશે. જ્યા દાતારી અને દગાખોરી સાથે ખેલાતાં હોય, જ્યાં પારકાંને પોતાનાં કરવાની ધાડલુંટની શૂરવિરતા હોય, જ્યાં નબળાને દબાવાનું જ ખૂંટ-બળ હોય, જ્યાં ભોળા ને શ્રધ્ધાળુને ભ્રમીત કરનારી બુધ્ધીમાની હોય ત્યા એ શીલના સ્વપ્નાં સંભવતાં નથી.
શીલ એટલે જેનુ જીવન સમસ્ત સાત્વિક હોય,જેના વાણી-વર્તન એકરંગા ને ઉજળા હોય, નેકટેકના શ્વાસે જ જે હરદમ જીવતા હોય એમાથી જ એવા શીલ નીપજે છે. પછી એવા શીલવંત માનવીનાં જીવન ઇશ્વર-પરાયણ બની જાય છે, સમષ્ટિ એની મિલકત બની જાય છે.

બહુ જૂના સમયની વાત નથી. ઝાલાવાડના પાંચાળ પ્રદેશમાં ચોટીલાથી થોડે દુર નાજા ખાચર ના ભીમોરા તરીકે પ્રખ્યાત સ્થાન તેમના વંશજ ઓઢાબાપુ ખાચર કોઇ વૈદ્ય કે સુયાણી જ્યારે હાથ ખંખેરતા ત્યારે પાંચાળ ધરા ના વસવાતીઓ ભીમોરા ના માર્ગે ચડતા, ઓઢા ખાચર પોતાની નાડીનો પણછીયો પાણી માં બોળી આપતા..અને એ પાણી પાવાથી બાળક નો પ્રસવ થઇ જતો…!

એક દિ સવાર ના પહોર માં મહિદડ નો એક કોળી માણસ કંકુવરણી પાંચાળ માં ભીમોરાગઢ માં ઓઢા ખાચર ને ત્યા આવી દડદડતા આંસુ, ગળી પડતા સાદ સાથે બોલ્યોઃ “કોઇ ઉપાય નથી, આપ દયા કરો તો મે’ર, તમારી નાડી નો પણછિયો ધોવા દ્યો બાપુ! નીકર બાઇ અને બચ્ચુ બેઇ ના જીવ જમદુવારે ઊભા છે!”
“ઓઢા ખાચરે જવાબ આપ્યોઃ હુ ઓઢા ખાચર પણ આખરે શેર બાજરો ખાનારુ જીવડું જ ને ભાઇ..!” પૂર્વ દિશા માં હાથ જોડી મનોમન ભગવાન સવિતા નારાયણ ને આરઝુ કરીઃ

“હે સૂર્યદેવ! તમારી સાક્ષીએ સપના મા પણ જો મે પરનારી ચિતવી ના હોઇ મારુ ચારિત્ર્ય શુધ્ધ હોઇ તો મારી લાજ રાખજો” કહિ પાણી ના કળશામાં પોતાની નાડી નો પણછીયો બોળી ને આવતલ આદમી ને અંબાવ્યોઃ ‘પીડા હોઇ એને પાઇ દેજે અને પ્રસવ થાય એટલે મને ખબર દેજે! ભગવાન આપડી પત રાખશે..!’
આદમી એના ગામ જવા રવાના થયો અને અહિ ભીમોરા ઓઢા ખાચર પોતાના ઓરડા માં એક પગે તલવાર નો ટેકો લઇ હાથ મા ઇષ્ટદેવ ના સ્મરણ કરતા માળા ફેરવતા થંભી ગયા, ઘરે પાણી આપ્યા પછી સુખરુપ પ્રસવ થયો અને ઘરે દિકરો અવતર્યો એણે સાકર-પતાસા અને ખારેકો વહેંચી. ઘરે બધા ઓઢા ખાચર ને વંદિ રહ્યા પણ એ આદમી થી શરત ભુલાઇ ગઇ કે ઓઢા ખાચરને સમાચાર ના મળે ત્યા સુધી પાણીયે ના ખપે અને રખે ને જો સ્ત્રી નુ મરણ થાય તો આપા તલવાર ખાઇ ને પ્રાણ પણ ત્યાગ કરવા તત્પર..

કલાક થઇ, બપોર થયા, રોંઢો ઢળ્યો, વાળુ ટાણુ વિત્યુ. ઓઢા ખાચર એક પગે ઇશ સ્મરણ કરે છે બીજો દિ પણ ઉગ્યો અને આથમવા આવ્યો, ભીમોરા મા કકળાટ ઉઠ્યોઃ “અરરર. આપા ને માથે ગજબ ઉતારી ગયુ, કોઇ પાણી લઇ ગયુ પણ ખબર નથી દિધી, જ્યા સુધી સમાચાર ના મળે ત્યા સુધી આપા ને અન્નજળ ખપતા નથી, વળી એક પગે ઉભા રહિ તપ આદર્યુ છે”

આમ કરતાક ત્રણ દિવસ થયા, જેણે તેણે જોયુ સાંભળ્યુ એના અંતર કકળ્યા, ઓઢા ખાચર નો પગ સોજી ને થાંભલા જેવો થઇ ગયો,આ તરફ આદમી ને સપનુ આવ્યુ અને એણે ઓઢા ખાચર ને એક પગે ઉભા છે એવુ દ્રશ્ય દેખાયુ, અને તાબડતોબ આવિ પુત્ર જન્મ ની વધામણી અને શરતચુક થઇ એની માફિ માંગી. કોઇ પણ રોષ દર્શાવ્યા વગર ઓઢા ખાચરે આખરે પગ હેઠો મુક્યો અને એ સ્થળે પત્થર મા કોતરાયેલુ પગલુ આજે પણ મોજુદ છે.

ખરેખર માણસ નુ શીલ અને ચારિત્ર્ય જ ખરી શક્તિ છે કિર્તી જ માણસ ની સાચી મુડી છે.

શામળા, એભલ પટગીર અને એવા વિવિધ દુહાઓ રચવાવાળા ચારણ પાલરવભા પાલીયા અવારનવાર દ.શ્રી ઓઢા ખાચર ને ત્યા જતા. ઓઢા ખાચર ની પવિત્રતા એમના હ્રદય મા વસી ગયેલી. પાલરવભા ની કવિતા શક્તિ અને દરબાર ઓઢા ખાચર ની પવિત્રતા દુહાઓ દ્વારા જાણવા મળે છે. ૧૨ ગામ ના ધણી દ.શ્રી ઓઢાબાપુ હમીરબાપુ ખાચર નો પાળીયો ચોબારી ગામે અને ડેરી ભીમોરા માં છે.
#કાઠી_સંસ્કૃતિદીપ_સંસ્થાન

પાલરવભા કહે છે કેઃ

હે નાડી હમીરરા! વૈદક હોડ વદાં,
પીધે પાવરરા! આડાં ભાગે ઓઢીઆ

(હે હમીર ના પુત્ર! તારી તો નાડી એવી છે કે હુ એની વૈદો ની સામે હોડ બકી શકું. વૈદકથી દવાથી ઔષધીઓ થી જે આડા ગર્ભ સવળા નથી થતાં તે તારી નાડીને પલાળી ને પીવા થી થાય છે.)

સુંદરને બાળક સમે કસટ દયે કરતાર;
એનો લે ઉગાર, આવત નાડી ઓઢીઆ.

(સ્ત્રીને પ્રસુતિ વેળા ભગવાન તો કષ્ટ આપે છે, પણ હે ઓઢા ખાચર તારી નાડી એ દુઃખ નો ઉગાર બને છે)

તરિયા અન્ન નીંદર તજણ, જગમાલ બે ખટ જુગ;
ભમરો વિંધણ ભૂપ! તો ઓળખીયો ઓઢીઆ.

(હે ઓઢા ખાચર! તને મેં ઓળખ્યો. તુ સ્ત્રી, અન્ન અને ઊંધ તજનારો જતિ છો. રાવણ ભમરો થઇ ને ઇન્દ્ર ના વિમાન માં સંતાયો તેને પોતાના અણીશુધ્ધ શીલ ને કારણે ઓળખી ને વીંધી શકનાર તું લખમણ જતિ તુલ્ય છો.)

ખેળા ને બેસારે ખલક, મેપત ખોળામાંય;
ખંડપત ખુશી થાય, અણસારેથી ઓઢીઆ.

(ખેળો-ભવાયો સ્ત્રીના વેશમાં ખેલતો ખેલતો આવીને ઇનામની લાલચે દરબારો ના ખોળામાં બેસી જાય છે અને તોય આજ ના ખંડપતિઓ ખુશી ખુશી થઇ જાય છે.) પણ……

પદમણીએ પાવરના ધણી (તું)
રીઝ્યો નહિ કળરુપ;
ભોળવાઇ ગ્યા’તા ભૂપ એકલશીંગી ઓઢીઆ.

(આવા હડાબોળ કળજગમાં તું તો પદમણીઓ ના રુપે પણ ન મોહાયો, નહિતો એકલશીંગ રુષિ જેવા પણ ભોળવાઇ ગયા હતા.)
——————-
ઓઢા ખાચર ના મરશીયાઃ

દીસે ઝાંખુ દેવકું ટૂંક ઠાંગાનાં તે !
ભૂપત ભીમોરા, ધરા થંભ ઓઢો ઢળ્યો !

ખાચરમાં ખપતુ નથી અમલ હવે ઉદાર
સાંકળ લે સરદાર, ઓઢો વૈકુંઠ સયો…!

અન્ય દુહાઓઃ————

ભીમોરા કાશી ભણાં , ગંગાજી રા નીર;
પંચાળે ઓઢો પીર, હુવો પરગટ હામાઉત.

આ કળજગ નો ઉત્તપાત, સારાની ન રહે સનહ;
કાઠી કરાફત,(તારી)અડગ વરતી ઓઢીયા.

ભીલી નજરે ભાળતાં,ભૂલેલ ભોળોનાથ;
ચળ્યો નહિ સમરાથ,અવિચળ રહ્યો ઓઢીયા

મેરી કારણ મુનીએ, મરકટ કિયા મોં;
રાજેન્દ્ર બિરદ રિયાં,અવિચળ તારાં ઓઢીયા.

ભૂર ન રતીભાર, ગળઢેરો કોઇ ગરાગ નંઇ;
(આ)સાટવતલ સરદાર,ભલપત ભીમોરા ધણી.

——-પાળીયા નુ વાંચનઃ

ભિમોરા દરબાર શ્રી ખાચર ઓઢાબાપુ હમીરબાપુ
સંવત 1972 વૈશાખ વદ 11 વાર શનિવારે પરલોક પામ્યા
સંવત 1972 ભાદરવા સુદ ×× ગુરૂવારે ખાંભી બેસાડી છે

– સાભારઃ જયમલભાઇ પરમાર, નાનાભાઇ જેબલીયા પ્રદ્યુમનભાઇ ખાચર, સ્વર્ગ ભુલાવુ શામળા

કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન 🔆
क्षात्रतेजः दिप्तः राष्ट्र 🔰
જય કાઠીયાવાડ 🚩

error: Content is protected !!