એ તો સત્ય છે કે સૃષ્ટિમાં જ્યાં મનુષ્યનો જન્મ થયો ત્યાં મનુષ્યની સાથે રોગોએ પણ જન્મ લીધો. પ્રાચીન મનુષ્ય પોતાનાં રોગો, ઘાવોનો ઉપચાર પ્રાકૃતિક વનસ્પતિઓ , જડીબુટ્ટીઓથી કાર્ય કરતો હતો ……… ક્યારેક કયારેક તો અંધવિશ્વાસી હોવાનાં કારણે માણસ જાદુટોના દ્વારા પણ મુક્તિનો ઉપાય શોધતો રહેતો હતો. ભારતીય આયુર્વેદ શાસ્ત્રમાં બ્રહ્માજીને આયુર્વેદના જ્ઞાતા માનવામાં આવે છે. એમણે એ જ્ઞાન અશ્વિનીકુમારોને આપ્યું. દેવરાજ ઇન્દ્રે પણ જે કંઈ ગણના પ્રાપ્ત કર્યું, એ ઋષિ-મુનિઓને આપ્યું !!!
સૃષ્ટિનાં આરમ્ભથી જ માનવ પોતાની આયુ તથા પોતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહ્યો છે. સમય-સમય પર વિશિષ્ટ વ્યક્તિઓને જે જે વસ્તુઓનો અનુભવ થયો. એ સિદ્ધાંતોનાં સંકલન થી આવાં પ્રશ્નોનું નિર્માણ થયું. જે માનવના સ્વાસ્થ્ય માટે કલ્યાણકારી સિદ્ધ થયું. આયુર્વેદ પણ આવો જ એક પ્રાચીન ગ્રંથ છે જેમાં સ્વાસ્થ્ય સંબંધી સિદ્ધાંતોની જાણકારીઓ આપવમાં આવી છે
પ્રાચીનકાળમાં જયારે ચિકિત્સા વિજ્ઞાનની આટલી પ્રગતિ નહોતી થઇ. ગણ્યાંગાંઠયા જ ચિકિત્સકો તે જમાનામા થયાં હતાં. એ સમયે ચિકિત્સક સ્વયં જ દવા બનાવતાં, શલ્ય ક્રિયાઓ કરતાં અને રોગોનું પરિક્ષણ કરતાં હતાં. ત્યારે આજ જેવી પ્રયોગશાળાઓ, પરીક્ષણ યંત્ર કે ચિકિત્સા સુવિધાઓ નહોતી. છતાં પણ પ્રાચીન ચિકિત્સકોનું ચિકિત્સા જ્ઞાન એ ચિકિત્સા સવાસ્થ્ય માટે અતિ લાભકારી હતું !!!!
૨૦૦૦ વર્ષ પૂર્વે ભારતમાં એવાં જ સ્વનામધન્ય ચિકિત્સક ચરક થયાં. જેમણે આયુર્વેદ ચિકિત્સાના ક્ષેત્રમાં શરીર વિજ્ઞાન, નિદાન શાસ્ત્ર ને ભ્રુણ વિજ્ઞાન પર ” ચરક સંહિતા” નામનો ગ્રંથ રચ્યો. આ પુસ્તકને આજે પણ ચિકિત્સા જગતમાં બહુજ સન્માન આપવામાં આવે છે
ચરક વૈશમ્પાયનના શિષ્ય હતાં. એમનાં ચરક સંહિતા ગ્રંથમાં ભારતના પશ્ચિમોત્તર પ્રદેશનું જ આર્થિક વર્ણન હોવાંને લીધે એ પણ એજ પ્રદેશના હોય એ સમભાવ છે. સંભવત: નાગવંશમાં એમનો જન્મ થયો હતો.
ઋષિમુનિઓએ આયુર્વેદ ચિકિત્સાનું જ્ઞાન પોતાના શિષ્યોને આપ્યું. આ રીતે આયુર્વેદ જ્ઞાન પદ્ધતિ હસ્તાંતરિત થઈને અઢી હજાર વર્ષ પહેલાં કેટલાંય વેત્તાઓ પાસે પહોંચી !!! પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિનો જે વિકાસ થયો એનાં જનક આચાર્ય ચરક જ ગણાય છે —-મનાય છે !!! એમ તો ચરકને કનિષ્કનો સમકાલીન માનવામાં આવે છે. ઇસવીસનની પહેલી શતાબ્દીમાં જ એમણે ભારતીય આયુર્વેદ શાસ્ત્ર અર્થાત ચરક સંહિતાની રચના કરી હતી !!!
ચરક (સંસ્કૃત: चरक )
(ઈ.સ. પૂર્વે ~૬ઠ્ઠી – ૨જી સદી)
પ્રાચીન કલા અને આયુર્વેદ વિજ્ઞાનમાં અતિ મહત્ત્વનો ફાળો આપવા બદલ ચરકનું નામ વિશ્વભરમાં પ્રખ્યાત રહેશે. આયુર્વેદ એટલે ચિકિત્સા વિજ્ઞાન અને જીવનશૈલીની એવી પદ્ધતિ જે પ્રાચીન ભારતના સમયમાં વિકસાવવામાં આવી છે. મહર્ષિ ચરક ” ચરક સંહિતા ” લખવા બદલ જગપ્રસિદ્ધ છે. કાશ્મીરના વતની તરીકે જાણીતા ચરક આયુર્વેદ ચિકિત્સાના પિતામહ માનવામાં આવે છે.
મહર્ષિ ચરક એવી પહેલી વ્યક્તિ હતા અંગ્રેજી કહેવત “Prevention is better than cure ” એટલે કે “ઉપચાર કરતાં નિવારણ વધુ સારું છે” એ સિદ્ધાંત હિમાયતી હતા. આ વિધાન આચાર્ય ચરક ને સમર્પિત છે. એક ચિકિત્સક જે દર્દીના શરીરની અંદર પોતાના જ્ઞાનના દીવડા વડે ઊંડો ઉતરીને રોગનું મૂળ કારણ શું છે તે સમજી નથી શકતો. તે ક્યારેય પણ દર્દીના રોગને નાબૂદ નથી કરી શકતો. તેણે પ્રથમ દર્દીના રોગને લગતા તમામ પરિબળોનો અભ્યાસ કરવો જેમાં સૌ પ્રથમ પરિબળ છે પર્યાવરણ, તેના અભ્યાસ બાદ જ તેને સારવાર કરવી જોઈએ. રોગની સારવાર કરતાં તેના મૂળનું કારણને રોકવું વધારે મહત્ત્વનું છે. આ ઉપરાંત મહર્ષિ ચરકના શરીર વિજ્ઞાન, રોગનિદાન અને ગર્ભવિજ્ઞાનના યોગદાનને પણ બહોળા પાયે માનવામાં આવે છે.
ચરક સંહિતા એ હિંદુ ધર્મનો આયુર્વેદ વિષયનો અતિસુક્ષ્મ પરિચય આપતો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલ છે. આ ગ્રંથના ઉપદેશક અત્રિપુત્ર પુનર્વસુ, ગ્રંથકર્તા અગ્નિવેશ તેમ જ પ્રતિસંસ્કારક મહર્ષિ ચરક છે
આચાર્ય ચરકના જીવનનાં વિષયમાં ઇતિહાસમાં ઉલ્લેખ નથી. પરંતુ એમની લખેલી ચરક સંહિતા માં એમનાં જીવનની ઝલકો પ્રાપ્ત થાય છે. ચરક સંહિતા આયુર્વેદનો પ્રાચિનતમ ગ્રંથ છે. વસ્તુત: આ ગ્રંથ ઋષિ અત્રેય તથા પુનર્વસુનાં જ્ઞાનનો સંગ્રહ છે. જેમાં ચરકે કેટલાંક સંશોધનો કરીને પોતાની શૈલીમાં પર્સ્તુત કર્યા છે !!!! કેટલાંક લોકો અગ્નીવેશને જ ચરક કહે છે !!! દ્વાપરયુગમાં પેદા થયેલાં અગ્નિવેશ એ ચરક જ છે એમ એમનું માનવું છે !!! અલબરુનીનું માનવું છે કે ——
” ઔષધ વિજ્ઞાનનું હિન્દુઓનું સર્વશ્રેષ્ઠ પુસ્તક ચરક સંહિતા જ છે !!!” સંસ્કૃતભાષામાં લખાયેલાં આ પુસ્તકને ૮ સ્થાનો અને ૧૨૦ અધ્યાયોમાં વહેંચ્વામમાં આવ્યો છે જેમાં ૧૨૦૦૦ શ્લોક અને ૨૦૦૦ દવાઓ છે !!!!
ચરક સંહિતામાં, સિદ્ધાંતો ચોક્કસ નીતિશાસ્ત્ર અને નૈતિક ફરજની માન્યતા માટે આપવામાં આવી છે. શપથ લેનાર વ્યક્તિએ તેને લેવાની જરૂર છે. ચરક સંહિતામાં, માનવ શરીરના 360 હાડકાં અને આંખના 86 રોગો વર્ણવવામાં આવ્યા છે. વાત,પિત્ત ,કફ તથા ગર્ભમાં બાળકના વિકાસની પ્રક્રિયાનું અત્યંત પ્રભાવી વર્ણન છે. ચરક સંહિતામાં વૈદ્ય માટે કેટલીક આચાર સંહિતા તથા નૈતિક કર્તવ્યના પાલન હેતુ સિધ્ધાંત આપવામાં આવ્યા છે. જેની શપથ ઉપચાર કરવાં વાળાંઓએ લેવી જોઈએ !!!!
કીર્તિ લાભની સાથે સાથે જીવમાત્રની પ્રતિ સ્વાસ્થ્ય લાભની કામણ વિના કોઈ રાગદ્વેષ કરવાની સાથે સાથે રોગી તથા એના રોગના વિષયમાં ચર્ચા ગુપ્ત રાખવાની વાત કહી છે. નીમ હકીમ ખતરા-એ- જાનની આશંકાથી સચેત રહેવાનું કહ્યું છે. ચરક સંહિતામાં વૈદ્યકીય જ્ઞાનને ઉચ્ચ વર્ગ સુધી સિમિત રાખવામાં આવ્યું છે એવું જ્ઞાત થાય છે. ચરક સંહિતાના આધારે એ કહી શકાય એમ છે કે ભારતીય ચિકત્સા પદ્ધતિ યુનાનીઓ કરતાં લાખ દરજ્જે સારી હતી !!!!
ચરક કહેતા હતાં ——— ” જે ચિકિત્સા પોતાના જ્ઞાન અને સમજનો દીપક લઈને બીમાર ના શરીરને નથી સમજી શકતા , એ બીમારી કેવી રીતે ઠીક કરી શકે !!! એટલાં માટે સૌથી પહેલાં એ બધા કારણોનું અધ્યયન કરવું જોઈએ જે રોગીને પોરભાવિત કરે છે. પછીજ એનો ઈલાજ કરવો જોઈએ , વધારે મહત્વપૂર્ણ એ છે કે બીમારીથી બચવું ના કે એનો ઈલાજ કરવો !!!!”
ચરક એવા પહેલા ચિકિત્સક હતાં જેમને પાચન , ચયાપચય, અને શરીર પ્રતિરક્ષાની અવધારણા આપી હતી !!!! એમનાં અનુસાર શરીરમાં પિત્ત ,કફ અને વાયુને કારણે દોષ ઉત્પન્ન થાય છે. આ દોષ ત્યારેજ ઉત્પન્ન થાય છે જયારે રક્ત,માંસ અને મજ્જા ખાતાં ભોજન પર પ્રતિક્રિયા થાય છે !!!!
ચરકે અહીંયા એ પણ સ્પષ્ટ કર્યું છે કે સમાન માત્રામાં ખાવામાં આવેલું ભોજન અલગ-અલગ શરીરોમાં મીશ્ર્દોષ પેદા કરે છે અર્થાત એક શરીર બીજા શરીરથી ભિન્ન હોય છે. એમનું કહેવું હતું કે બીમારી ત્યારેજ ઉત્પન્ન થાય છે જયારે શરીરના ત્રણે દોષ અસંતુલિત થઇ જાય છે એનું સંતુલન માટે એમને ઘણી દવાઓ બનાવી !!!!
એવું કહેવાય છે કે ચરકના શરીરમાં જીવાણુઓની ઉપસ્થિતિનું ગણના હતું પરંતુ આ વિષય પર એમણે પોતાનો કોઈ મત વ્યક્ત કર્યો નહીં. ચરકને અનુવંશિકીના મૂળ સિદ્ધાંતોની પણ જાણકારી હતી. ચરકે પોતાનાં સમયમાં એ માન્યતા આપી હતી કે બાળકોમાં અનુવંશિકીના દોષો જેવાંકે
અંધાપો , લંગડાપણું જેવી વિકલાંગતા માતા કે પિતાની કોઈ ખામીને કારણે નહીં પણ ડીંબાણું કે શુક્રાણુની ત્રુટીને કારણે થતી હતી. આ માન્યતા આજે એક સ્વીકુત તથ્ય છે !!!!
એમણે શરીરમાં દાંતો સહીત ૩૬૦ હાડકાંનું હોવું બતાવ્યું હતું. ચરકને વિશ્વાસ હતો કે હૃદય શરીરનું નિયંત્રણ કેન્દ્ર છે. ચરકે શરીર રચના અને ભિન્ન અંગોનું અદ્યયન કર્યું હતું. એમનું કહેવું હતું કે હૃદય આખા શરીરની ૧૩ મુજ્હ્ય ધમનીઓ સાથે જોડાયેલું છે. આના અતિરિક્ત સેંકડો નાની-મોટી ધમનીઓ માં કોઈક રીતે વિકાર આવી જવાથી વ્યક્તિ બીમાર પડી જતો હોય છે !!!!
પ્રાચીન ચિકિત્સક અત્રેય્યના નિર્દેશનમાં અગ્નિવેશે એક બૃહત સંહિતા ઇસવીસન ૩૦૦ વર્ષ પૂર્વે લખી હતી. આ બૃહત સંહિતાનું ચરકે સંશોધન કર્યું હતું. જે ચરક સંહિતાના નામે પ્રસિદ્ધ થઇ. આ પુસ્તકનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે. આજે પણ ચરક સંહિતાની ઉપલબ્ધિએ વાતનું સ્પષ્ટ પ્રમાણ છે કે એ પોતાના વિષયનો સર્વોત્તમ ગ્રંથ છે !!!
એમ જ પ્રાચીન ચિકિત્સકોની ખોજ રૂપી પાયા પર આજનું ચિકિત્સા વિજ્ઞાન સુદ્રઢ રૂપે ઉભું છે. આ સંહિતાએ નવીન ચિકિત્સા વિજ્ઞાનને કેટલાંય ક્ષેત્રોમાં ઉલ્લેખનીય માર્ગદર્શન આપ્યું છે !!!
ચરક સંહિતામાં ——- સુત્ર દ્સ્થાનમાં આહાર વિહાર, પથ્ય-અપથ્ય, શારીરિક અને માનસિક રોગોનું વર્ણન છે. નિદાન સ્થાનમાં રોગોના કારણોને જાણીને ૮ પ્રમુખ રોગોની જાણકારી અપાઈ છે. વિમાન સ્થાનમાં સ્વાદિષ્ટ, રુચિકર, પૌષ્ટિક ભોજનનો ઉલ્લેખ છે. શરીર સ્થાનમાં માનવ શરીરની રચના, ગર્ભમાં બાળકના વિકાસની પ્રક્રિયા તથા એની અવસ્થાઓ નું મહત્વ બતાવવામાં આવ્યું છે. ઇન્દ્રિય સ્થાનમાં રોગોની ચિકિત્સા પદ્ધતિનું વર્ણન, ચિકિત્સા સ્થાનમાં કેટલાંક વિશેષ રોગોનો ઈલાજ, કલ્પ સ્થાનમાં સાધારણ ઈલાજ, સિદ્ધિ સ્થાનમાં કેટલાંક સામાન્ય રોગોની જાણકારી છે …… એમાં શલ્ય ચિકિત્સા પધ્ધતિનો ઉલ્લેખ નથી મળતો !!!!
ચરક સંહિતામાં મુખ્ય ૮ વિભાગો છે.
જે આ પ્રમાણે છે —-
[૧] સૂત્ર સ્થાન
[૨] નિદાન સ્થાન
[૩] વિમન સ્થાન
[૪] શરીર સ્થાન
[૫] ઇન્દ્રિય સ્થાન
[૬] ચિકિત્સા સ્થાન
[૭] કલ્પ સ્થાન
[૮] સિદ્ધિ સ્થાન
અહી એ નિસંદેહ કહી શકાય કે આચાર્ય ચરકે પ્રાચીન ભારતીય સમયમાં ચિકિત્સાન ક્ષેત્રમાં રોગ તથા રોગોની પહેચાનથી લઈને ઉપચાર પદ્ધતિનાં સંબંધમાં ઘણી બધી સ્વાસ્થ્યવર્ધક જાણકારીઓ આપી છે. એમની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનું મહત્વ દેશમાં જ નહીં પણ તત્કાલીન સમયમાં વિદેશમાં પણ હતું. કેટલીક સીમાઓ હોવાં છતાં પણ ચરકની ભારતીય ચિકિત્સામાંનાં ક્ષેત્રમાં અમુલ્ય દેન હતી !!!
એ આયુર્વેદના જનક જ હતાં !!!!
આયુર્વેદમાં ચરકનું પ્રદાન કે યોગદાનને સમગ્ર ભારત જ નહિ પણ પૂર્ણ વિશ્વ ક્યારેય નહિ ભૂલે !!!
વંદન છે આ જનકને !!!!
——– જન્મેજય અધ્વાર્યું