નવમી સદી મા ભારત પર વિદેશી આક્રમણકારીઓ નો આતંક પોતાની પરાકાષ્ઠા પર હતો. એ સમય ભારત ની અલગ અલગ રાજસત્તાઓ નો વચ્ચે મતભેદો અને યુધ્ધો ના લીધે ભારત ની બહાર ના લુંટેરાઓ નુ સુવર્ણકાળ ચાલતો હતો. પ્રજા જાતિધર્મો અને છુઆછુત મા વેચાઇ ગઇ હતી. જેના લીધે સમાજ ના નિચલા ગણાતા વર્ગો સમાજ ની હાલત નર્ક સમાન ખદબદી રહી હતી. આવા અંધકાર અને અસમંજસ ભરેલા દોર મા બિહાર પટના ગંગા નદી ના કિનારે વસવાટ કરતા ઋષિ ગુણોમાં શીવ અવતાર શ્રી ધણી માતંગ દેવ નુ શ્રી માત્રરખ અને જશદે દેવી ના ઘરે અલોકિક રીતે અવતરણ થયું. તેમના જીવન નો મુખ્ય ઉદ્દેશ એ હતો કે સમાજ ના દબાયેલા વર્ગો મા સામાજિક, આર્થિક અને આધ્યાત્મિકતા ની ચેતના જગાડવી અને મુખ્યધારા મા લાવી તથા ભારતીય ક્ષત્રિયો ને એક જુથ કરી ને ભારત દેશ ને સુરક્ષા પ્રદાન કરીને એક શ્રેષ્ઠ વિશ્ર્વ ગુરુ રાષ્ટ્ર નું નિર્માણ કરવું…
શ્રી ધણી માતંગ દેવે અલ્પ આયુ માંજ મોટી સિદ્ધિ ઓ પ્રાપ્ત કરી લીધી હતી યુવાવસ્થામાં જ ગૃહત્યાગ કરી ને ભારત પરિભ્રમણ કરવાની શરૂઆત કરી. શ્રી ધણી માતંગ દેવ અથર્વવેદ ના મહાન જ્ઞાતા હતા. આ વેદ સિધ્ધાંત આધારિત રાજધર્મ. અને યુધ્ધકલામા નિપુણ હતા. આપશ્રી જે રાજ્ય મા પધાર્તા ત્યાં માનભેર રાજગુરુ નુ સ્થાન પ્રાપ્ત કરતા. ક્ષત્રિય મા સમાવંશ. સિંધ ના સુમરાઓ. જુનાગઢ ના ચુડાસમા. ધુમલી ના જેઠવા કચ્છ જાડેજા વંશજો મા માતંગ દેવ કે તેમના વંશજો ને ગુર તરીકે પુજતા આવતા હતા પણ કાળક્રમે ઘણા વંશો મા આ પરંપરાઓ લુપ્ત થઈ ગઈ . પણ કરછ અને જામનગર જાડેજાવંશ પર્યત કાળે આ માતંગ વંશ ને ભુલેઆ નથી જે આજે પણ માતંગ વંશજો થી પ્રવિત્ર રક્ત તિલક ધારણ કરી ને ટીલે બિરાજે છે શ્રી ધણી માતંગ ની કર્મભુમી ખાસ કરીને કરછ. ગુજરાત. તથા સિંધ રહી હતી.
પૂ. શ્રી ધણી માતંગ દેવ સિંધના ક્ષત્રિય સમા વંશ શ્રી લાખાઘુરારા જી તથા તેમના પુત્ર જામ ઉનડ જી ને સિંધ મા રાજતિલક કર્યુ પાધ બાધી અને નગરસમૈની ગાદી એ બેસાડેયા. શ્રી માતંગ દેવના પુત્ર શ્રી લુંણગ દેવે સિંધના સુમરાઓ ની ગાધી સ્થાપી અને ઠરઇ નગર વસાવેયો. ત્યા સુમરા રાજપુતો ને રાજ ટીલે બેસાડેયા તેમજ કચ્છ કેરા કોટ મા જામ લાખોફુલાણી ને પાધ સોપારી બાંધી ને તિલક કરી ટીલે બિરાજ્યા. કેરા મા આજે પણ જ્યાં શ્રી લુંણગ દેને ઓતારો આપવામાં આવ્યો હતો એ ધોધાવાડી આજે પણ મોજુદ છે. શ્રી લુંણગ દેવ ના પ્રતાપી પુત્ર શ્રી માતઇ દેવ કચ્છ મા જામ રતા રાયધણ જી ને તેરમી સદીમાં રાજતિલક કરીને લાખિયાર વિઅરા મા ટીલે બેસાડવી ને જાડેજા વંશ ની સ્થાપના કરી એમના પછી તેમના પુત્રો દેદોજી. ગજણજી. ઓઠોજી. હોથીજી ને રાજતિલક કરી ને રાજગાદી બેસાડેયા. તથા ભુજ પાસે ના ત્રૈઇજાર નામક સ્થાન પર તેમણે ચારે ભાઇ ઓ વચ્ચે તેમની કુળદેવી ઓ ના પુજન વિષે પણ સ્પષ્ટતા પુર્વક વહેંચણી કરેલ હતી.
આ વંશ મા આગળ ચાલતા શ્રી માતઇ દેવ ના પુત્ર ભવિષ્યવેત્તા શ્રી મામઇ દેવ થયા આપશ્રી એ જામરાયધણ જી ના પૌત્ર ને રાજતિલક કરી ને ટીલે બેસાડેયા. જામ ગાઓજી. વહેણજી તથા વહેણજી નો પ્રતાપી પુત્ર જામ મુરવા જી થયા જે શ્રી મામઇ દેવ નો પરમ ઉપાસક હતો વિ. સ. 1977 મા અબડાસા ના ગોયલા મોઢા ગામે જામ મુરવાજીને શ્રી મામઇ દેવે રાજતિલક કર્યુ જેના સ્મુતિ રુપે ખોડાયેલો શિલાલેખ નો પાડિયો આજે પણ એ ગામ મા મોજુદ છે તથા શ્રી મામઇ દેવ નો ચમત્કારિક ગંગા કુંડ હયાત છે. જામ મુરવાજી ના પુત્ર કાંયોજી તથા આમરજી ને રાજતિલક શ્રી મામઇ દેવ ના પુત્ર શ્રી લાલણ દેવે કર્યુ હતું જ્યારે આમરજી ના પુત્ર ભીમજી ને પાધ શ્રી લાલણ દેવ ના પુત્ર શ્રી માલદેવે બાધી હતી.
આમ ભીમજી ના પુત્ર જામ હમીરજી થયા તથા તેમના પુત્ર શ્રી ખૈગારજી થયા જેમણે ભુજ નગર ની સ્થાપના કરી હતી એમના પછી આજ સુધી માતંગ વંશ કાળક્રમે આ જાડેજા વંશ મા પુજનીય રહ્યા . અને એમના હાથે રાજતિલક કરાવવા ની પરંપરા જીવંત છે ………
જય શ્રી ધણી માતંગ દેવ. જય શ્રી આશાપુરા માં
માતંગ ધરમશી જગદે લાલણ
(કચ્છ રાજ તિલાટ ગોર)