ક્રાંતિ કોઈ ઉંમરને જોઇને નથી બસ એ તો લોહીમાં જ વહેતી હોય છે. એ માટે જવાબદાર છે દેશનો માહોલ ……. ભલા એમાંથી કોઈ બચી શક્યું છે !!! યુવાન લોહી હંમેશ ઉકળતું જ હોય, જે ખુદીરામ બોઝમાં બન્યું !!! પણ મહત્વ ઉકળાટનું નહિ પણ દેશપ્રેમનું છે !!!’ વોટ આપવાની ઉંમરે એમને મોત મળ્યું, પણ દેશને તો એક નવી દિશા તો મળી જ ને !!!
ખુદીરામ બોઝ પોતાનાં જીવનને જોખમમાં નાંખીને મરતાં દમ સુધી એક અભિયાન માટે લડતાં રહ્યા. એક ક્રાંતિકારી હોવાની સાથે એમનામાં ઘણાં સારાં રાજનૈતિક ગુણો પણ હતાં. ખુદીરામ બોઝ જીવનભર સમાજસેવા કરતાં રહ્યાં અને અંતત: એક મહાન ક્રાંતિકારી આઝાદીની લડાઈમાં કુમળી વયમાં જ માર્યા ગયાં. એ સમયે ભારત દુનિયામાં આઝાદી માટે સંઘર્ષ કરવાંવાળો સૌથી મોટો દેશ બની ગયો હતો !!!
ખુદીરામ બોઝ ઇતિહાસમાં હંમેશા એક “અગ્નિપુરુષ“નાં નામથી જાણીતાં બન્યાં હતાં !!!
- આખુનામ – ખુદીરામ ત્રિલોકનાથ બોઝ
- જન્મ – ૩ ડિસેમ્બર ૧૮૮૯
- જન્મસ્થાન – હબીબપુર , જિ. મિદ્રાપોરે
- પિતા – શ્રી ત્રિલોકનાથ બોસ
- માતા – લક્ષ્મીપ્રિયા દેવી
ખુદીરામ બોઝનું જીવન
ખુદીરામ બોઝણો જન્મ બંગાળનાં મિદ્રપોરે જિલ્લાના તામલુક શહેરનાં હબીબપુર જેવાં નાનકડા ગામમાં ૩ ડિસેમ્બર ૧૮૮૯એ ત્રિલોકનાથ બોઝ અને લક્ષ્મીપ્રિયા દેવીનાં પરિવારમાં થયો હતો.
ખુદીરામ બોઝ બંગાળના એક યુવા રાજનેતા હતાં. કેવળ એક રાજનેતા જ નહીં પણ એ બ્રિટીશ કાનુનની વિરુદ્ધ લડવાંવાળાં મુખ્ય ક્રાંતિકારી હતાં. ખુદીરામ બોઝ આઝાદીના સમયમાં સૌથી શક્તિશાળી અને યુવા ક્રાંતિકારી રહી ચુક્યા હતાં. ખુદીરામ બોઝ ભારતને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાના પોતાનાં આ અભિયાનમાંથી ક્યારેય પાછી પાની કરી નહોતી !!!
એમણે એ સમયનાં બહુજ બધાં યુવકોને પણ આઝાદીનાં અભિયાનમાં શામિલ કર્યા હતાં. ખુદીરામ બોઝ એ સમયે યુવકોના પ્રેરણાસ્રોત હતાં !!! ઇતિહાસમાં કહેવાય છે કે બ્રિટીશ અધિકારી આ મહાન ક્રાંતિકારી (ખુદીરામ બોઝ)ની પાસે જતાં પણ ડરતાં હતાં.
૨૦ મી સદીની શરૂઆતમાં જ શહીદ થવાંવાળાં ક્રાંતિકારીઓમાં ખુદીરામ બોઝ પહેલાં હતાં !!!
ક્રાંતિના પથમાં પ્રેરણા ———-
જન્મથી જ ખુદીરામ બોઝમાં ક્રાંતિકારીનાં ગુણો જોવાં મળતાં હતાં. જન્મથી જ ખુદીરામ બોઝને જોખમો ભરેલાં કામો વધુ પસંદ હતાં. જન્મથી જ એમનાં ચહેરા પર સાહસ છલકાતું હતું. સ્વાભાવિક રૂપે જ એ રાજનૈતિક સંઘના એક મહાન નેતા હતાં !!!
૧૯૦૨-૦૩ માં જ ખુદીરામ બોઝે આઝાદીના સંઘર્ષમાં હિસ્સો લેવાની ઠાની. એ સમયે લોકોને બ્રિટીશ કાનુનની વિરુદ્ધ પ્રેરિત કરવાં માટે શ્રી ઓરોબિન્દો અને ભગિની નિવેદિતા ત્યાં હાજર હતાં. ખુદીરામ એ વખતે સૌથી નાનાં ક્રાંતિકારી હતાં જેમાં કુટીકુટીને ઉર્જા ભરેલી હતી. એમણે તામલુકનાં એક વિદ્યાર્થી ક્રાંતિમાં પણ હિસ્સો લીધો હતો. શ્રી ઓરોબિન્દોથી પ્રેરિત થઈને એ શ્રી ઓરોબિન્દો અને ભગીની નિવેદિતાનાં ગુપ્ત અધિવેશનમાં શામિલ થયાં.
થોડાં સમય પછી જ સન ૧૯૦૪માં તામલુકથી ખુદીરામ મેદિનીપુર પહોંચ્યાં. જ્યાં માત્ર તેમણે મેદિનીપુર સ્કૂલમાં જ દાખલો ના લીધો પણ શહીદોનાં કાર્યમાં પણ એ શામિલ થયાં અને ક્રાંતિકારીઓ ને પણ સહાયતા કરવાં લાગ્યાં !!!
એ સમયે એ શહીદ ક્લબનાં એક મુખ્ય સદસ્ય બની ચુક્યા હતાં…… જે આખાં ભારતમાં પ્રચલિત હતું. એમની રાજનૈતિક સલાહ, કુશળ નેતૃત્વની પણ બધા બહુજ વખાણ કરતાં હતાં. પોતાનાં આ ગુણોને જ કારણે એ કેવળ મેદિનીપુરમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં પ્રચલિત હતાં. ખુદીરામ બોઝ પોતાનાં જીવનને સમાજસેવામાં ન્યોછાવર કરવાં માંગતા હતાં. ખુદીરામ બોઝને શ્રીમદ ભગવદગીતા અને પોતાનાં શિક્ષક સત્યેન્દ્રનાથ બોઝ પાસેથી પણ પ્રેરણા મળતી હતી !!!
સન ૧૯૦૫માં બ્રિટીશ સરકારને પોતાની તાકાત બતાવવાં માટે એક રાજનૈતિક પાર્ટીમાં શામિલ થયાં અને એજ વર્ષે એ બંગાળ વિભાજનમાં પણ શામિલ થયાં. થોડાંક જ મહિના પછી જ મેદિનીપુર પોલીસ સ્ટેશન પાસે જ ખુદીરામ બોઝે બોમ્બ બ્લાસ્ટ કર્યાં!!!
પરંતુ સન ૧૯૦૫માં એમણે ના પકડી શકી ….. પોલીસ એમણે આ ઘટનાનાં ૩ વર્ષ પછી પકડવામાં સફળ રહી અને પકડયા પછી બોમ્બ બ્લાસ્ટમાં દોશી ઠહેરાવીને એમણે મૃત્યુની સજા ફરમાવવામાં આવી !!!
મુજફ્ફરપુરનો હાદસા ——–
કલકત્તાનાં મેજીસ્ટ્રેટ કિંગ્સફોર્ડને મારવાં માટે ખુદીરામ તથા પ્રફુલ્લ ચાકીની પસંદગી કરવામાં આવી. ખુદીરામ બોઝને એક બોમ્બ અને એક પિસ્તોલ આપવામાં આવી. પ્રફુલ્લને પણ એક પિસ્તોલ આપવામાં આવી !!! ત્યાર પછી એ બંને ક્રાંતિકારી મુજફ્ફરપુર ચાલ્યાં ગયાં. ત્યાં એલોકો નામ બદલીને રહેવાં લાગ્યાં. પ્રાપ્ત જાણકારી અનુસાર એમનાં નામ હરેન સરકાર અને દિનેશ રોય રાખવામાં આવ્યું હતું !!!
મુજફ્ફરપૂરમાં જ એ કિશોરીમોહનની ધર્મશાળામાં રહેવાં લાગ્યાં. એમને તો માત્ર કિંગ્સફોર્ડને જ મારવાનો હતો એટલાં માટે ખુદીરામાં ને પ્રફુલ્લ દિવસનાં સમયે કોર્ટની આસ-પાસનાં માસૂમ લોકોને નહોતાં મારવાં માંગતા !!! એટલાં માટે એમણે નિશ્ચય કર્યો કે એ કિંગ્સફોર્ડને ત્યારે જ મારશે જ્યારે એ લોકોથી દુર અને એકલો જ હોય !!!
૩૦ એપ્રિલ ૧૯૦૮નાં રોજ ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ યુરોપિયન ક્લબની બહાર કિંગ્સફોર્ડનાં આવવાંનો ઇન્તેજાર કરી રહ્યાં હતાં. એ સમયે લગભગ રાતનાં ૮ વાગી ચુક્યા હતાં !!!
ત્યારે ખુદીરામે અંધારામાં અગ્લ્વાલ બોગી પર બોમ્બ ફેંક્યો અને ગોળીઓ ચલાવી. ખુદીરામ બોઝ અને પ્રફૂલ્લે એમ વિચાર્યું કે એમનું કામ પતી ગયું છે. એમ માનીને તેઓ ત્યાંથી ભાગી નીકળ્યા. પરંતુ એમણે પછીથી ખબર પડી કે એ રાતે એ બગ્ગીમાં કિંગ્સફોર્ડની બેટી અને એક મહિલા હતી !!! જેમનું એ હાદાસમાં મૃત્યુ થઇ ગયું હતું !!! પોતાની આ ભૂલ પર પ્રફુલ્લ અને ખુદીરામ બંનેને પાછળથી પસ્તાવો થયો !!!પછી તેઓ લગાતાર પોલીસની નજરોથી બચતાં રહ્યાં અને એ હાદસાનાં થોડાં સમય પછી જ પોલીસે એમને ગિરફ્તાર પણ કરી લીધાં !!!
ખુદીરામના સાથી પ્રફુલ્લ ચાકીનું મૃત્યુ ———–
કિંગ્સફોર્ડને મારવામાં અસફળ થયાં પછી પોલીસની નજરોથી બચવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ બંનેએ અલગ -અલગ રસ્તા પર જવાનું નક્કી કર્યું !!! આ બાજુ જુદાં રસ્તા પર ગયાં પછી પ્રફુલ્લ ચાકી પણ ભાગીભાગીને ભૂખ પ્યાસથી તડપી રહ્યાં હતાં !!!
૧લી મેએ જ્યારે એમનો સાથીદાર ખુદીરામ પકડાઈ ગયો, પ્રફુલ્લને મુજફ્ફરપુરમાં જ બચવાંમાં તે સ્થાનિકનું એક ઘર મળી ગયું. એ માણસે એમણે મદદ કરી અને રાતનાં જ ટ્રેનમાં બેસાડયા, પણ રેલ યાત્રા દરમિયાન બ્રિટીશ પોલીસમાં કાર્યરત એક સબ ઇન્સ્પેકટરને શક થઇ ગયો અને એણે મુજફ્ફરપુર પોલીસને આ વાતની જાણકારી આપી દીધી !!
જ્યારે પ્રફુલ્લ ચાકી હાવડા માટે ટ્રેન બદલવા માટે સ્ટેશન પર ઉતર્યા ત્યારે પોલીસ પહેલેથી જ ત્યાં મૌજુદ હતી. અંગ્રેજોને હાથે મરવાં કરતાં એમણે પોતેજ પોતાને ગોળી મારી દીધી અને એ શહીદ થઇ ગયાં !!!
ખુદીરામ બોઝની ગિરફ્તારી ———–
બ્રિટીશ અધિકારી ખુદીરામ બોઝને પકડવાં માટે જગ્યા જગ્યાએ તૈનાત કરવામાં આવ્યાં હતાં અને સાથેજ બ્રિટીશ સરકારે એમનાં પર ૧૦૦૦ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું !!! એ જાણતાં હોવાં છતાં કે પોલીસ એમની પાછળ પડી છે. ખુદીરામ બોઝે મેદિનીપુર જવાનો નિર્ણય કર્યો !!!
અહીં ઓયેનીમાં એમનો ઈન્તેજાર એક બીમારી કરી રહી હતી
ઓયેનીમાં ખુદીરામ બીમાર હોવાનાં કારણેએક ગ્લાસ પાણી પીવાં માટે રોકાયા. જેવાં એ એક ચાની લારી પર પાણી પીવાં રોકાયા કે પોલીસે એમણે ગિરફ્તાર કરી લીધાં. એ યાદ રાખવાં જેવી બાબત છે કે મુજફ્ફરપુરની ઘટનાના સમયે ખુદીરામની આયુ માત્ર ૧૮ વર્ષની જ હતી. માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં જ આટલો મોટો હાદસા કરવો એ નિશ્ચિત જ એક ચમત્કારનાં સમાન છે !!!
૧ મે૧૯૦૮ના રોજ પોલીસે એમને પોતાની હિરાસતમાં લીધાં
જે સમયે મુજફ્ફરપુરનાં લોકો સ્ટેશન પર ઉભાં થઈને ભાવુક નજરોથી એ ૧૮ વર્ષનાં બાળકને જોઈ રહ્યાં હતાં. એ જ સમયે એ સાહસી બાળક (ખુદીરામ) “વંદે માતરમ“નાં નારા લગાવી રહ્યો હતો !!!
ખુદીરામ બોઝને ૨ મે ૧૯૦૮ નાં રોજ જેલની સલાખો પાછળ નાંખવામાં આવ્યાં અને ૨૧મી મે એ સુનવાઈ શરુ કરવામાં આવી. વિનોદબિહારી મજુમદાર અને મન્નુક બ્રિટીશ સરકારનાં ગવાહ હતાં. જયારે ઉપેન્દ્રનાથ સેન, કાલિદાસ બસુ અને ક્ષેત્રનાથ બંદોપાધ્યાયએ ખુદીરામ બોઝનાં બચાવમાં લડી રહ્યાં હતાં !!! નરેન્દ્રનાથ લહિરી, સતીશચંદ્ર ચક્રવર્તી અને કુલકમલ પણ ખુદીરામનાં બચાવમાં આગળ આવ્યાં !!!
૨૩ મે ૧૯૦૮ના રોજ ખુદીરામે કોર્ટમાં પોતાનું પહેલું સ્ટેટમેન્ટ આપ્યું. પોતાનાં વકીલની સલાહ માનતાં ખુદીરામે હાદસામાં શામિલ હોવાનો ઇન્કાર કરી દીધો !!! એમની સુનવાઈ આ રીતે ધીમે -ધીમે ચાલતી ગઈ અને ૧૩મી જુને અંતિમ સુનવાઈ કરવામાં આવી. એમ કહેવાય છે કે એમની સુનવાઈનાં દિવસે બચાવ કરવાંવાળાંને એક પત્ર મળ્યો હતો !!! જેમા ભવિષ્યમાં થનારાં બિહારીઓ અને બંગાળીઓ પર બોમ્બ બ્લાસ્ટ વિષે ચેતવણી આપવામાં આવી હતી !!! આ પત્ર મળતાં જ બચાવ પક્ષ વધારે નબળો પડી ગયો અને ખુદીરામને મુજફ્ફરપુરમાં બોમ્બ બ્લાસ્ટમાં દોષી ઠેરવતાં મૃત્યુની સજા સુનાવવામાં આવી !!!
ખુદીરામે ન્યાયાધીશનાં આ નિર્ણયને વિના કોઈ વિરોધ કર્યે માની લીધો અને પોતાનાં બચાવ માટે ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરવાં માટે પણ નન્નો ભણી દીધો !!! એમનાં વકીલોએ ખુદીરામને અપીલ કરવાં માટે મજબુર કર્યા હતાં જેથી તેઓ પોતાની માતૃભૂમિની સેવા કરી શકે !!!
૮ જુલાઈ ૧૯૦૮નાં રોજ નરેન્દ્રકુમાર બસુ જે ખુદીરામનાં બચાવમાં લડી રહ્યાં હતાં એમણે ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી અને આ અપીલની સાથે જ ખુદીરામ આખાં ભારતમાં એક મહાન ક્રાંતિકારી બની ગયાં હતાં. જેમનાં બચાવમાં આખો દેશ આવી ચુક્યો હતો !!!
૧૩ જુલાઈ એ મુજફ્ફરપુરમાં થયેલી ઘટના પર પુન: સુનવાઈ કરવામાં આવી અને ઉચ્ચ ન્યાયાલયે આ સમયે નરેન્દ્રકુમાર બસુની વાતોને ધ્યાનમાં લઈને એને સાંભળીને ખુદીરામને જીવનદાન આપ્યું !!! પરંતુ બ્રિટીશ સરકાર તો પહેલેથી જ એ વાત પર અડી રહી કે કોઈપણ સંજોગોમાં કોઈપણ હાલતમાં એ ખુદીરામને મૃત્યુની સજા જ આપશે !!!
આટલા મોટાં હાદસાનો આ મુકદ્દમો માત્ર પાંચ દિવસ જ ચાલ્યો. જુન ૧૯૦૮માં એમને અદાલતમાં પેશ કરવામાં આવ્યાં અને ૧૩મી જુને એમણે મૃત્યુની સજા સંભળાવવામાં આવી. આટલો સંગીન મુકદ્દમો અને માત્ર પાંચ જ દિવસમાં સમાપ્ત. આ વાત ન્યાયના ઇતિહાસમાં એક મજાક બની રહેશે !!! એમ જોવાં જઈએ તો આજે પણ આપણું ન્યાયતંત્ર મજાક બનીને જ રહી ગયું છે ને !!!
૧૧ ઓગષ્ટ ૧૯૦૮ નાં રોજ આ વીર ક્રાંતિકારીને ફાંસી પર ચડાવી દેવામાં આવ્યાં !!! એમણે પોતાનું જીવન દેશની આઝાદી માટે ન્યોછાવર કરી દીધું. જયારે ખુદીરામ શહીદ થયાં ત્યારે એમની આયુ ૧૯ વર્ષની જ હતી !!! શહાદત પછી ખુદીરામ આખાંય ભારતવર્ષ મા પ્રસિદ્ધ થઇ ગયાં હતાં !!! એમની આ શહાદત થી સમગ્ર દેશમાં દેશભક્તિની લહેર ઉમટી પડી હતી !!! એમનાં સાહસિક યોગદાનને અમર કરવાં માટે ઘણાંય દેશભક્તિના ગીત રચવામાં આવ્યાં અને એમનું આ બલિદાન લોક્ગીતોનાં રૂપમાં મુખરિત થયું !!!
જે દિવસે ખુદીરામ બોઝને ફાંસી આપવની હતી તેનો એક પ્રસંગ ———-
ફાંસીના દિવસ પહેલાના દિવસોમાં જેલના ડેપ્યુટી જેલર સાથે ખુદીરામના ખુબ જ મીઠા સબંધો થઈ ગયા હતા. ખુદીરામ જેલરને `બાબા` કહીને બોલાવતા. ૧૧મી ઓગષ્ટે સવારે-૪ વાગે ખુદીરામને ફાંસી આપવાની હતી. ૧૦મી ઓગષ્ટે રાત્રે જેલર સાહેબ ખુદીરામ માટે ચૂસવાની કેરીઓ લઈને આવ્યા અને કહ્યું “બેટા, આ થોડીક કેરીઓ તારા માટે લાવ્યો છું, ખાઈ લે જે. કાલે સવારે તો તને ફાંસી થવાની છે” ખુદીરામે હસીને કેરીઓ લઈ લીધી.
૧૧મી ઓગષ્ટે કેરીઓને ત્યાંની ત્યાં પડેલી જોઈને જેલરે વિચાર્યું કે જેને થોડા સમય પછી ફાંસીએ લટકવાનું છે તેને આ કેરીઓ ખાવાની ઈચ્છા ક્યાંથી થાય ? જેલરે જ્યારે તે કેરીઓ ઊઠાવી તો તે ખાલી છોતરાં હતાં. ખુદીરામ ખડખડાટ હસી પડ્યો અને કહ્યું, “કેરીઓ તો મેં ખાઈ લીધી છે”
હકીકતમાં કેરીઓ ચૂસી જઈને ખુદીરામે તેનાં છોતરાંમાં મોંથી હવા ભરી દીધી હતી અને એવી રીતે મુકેલી કે અદ્દલ કેરીઓ પડી હોય તેવું લાગે. જેલર ખુદીરામની જિન્દાદીલીથી આશ્ચર્યચક્તિ થઈ ગયો હતો. ૧૧મી ઓગષ્ટ ૧૯૦૮ના દિવસે ભારત માતાનો આ નાનકડો લાલ દેશની આઝાદી માટે હાથમાં ગીતા રાખી ફાંસીને માંચડે લટકી ગયો. ધન્ય છે આવા ભારત માતાના સપૂતોને.
ખુદીરામ મરીને પણ અમર થઇ ગયાં અને એમણે બીજાંને પણ અમર થવાની પ્રેરણા આપી. થોડાક જ સમયમાં હજારો -લાખો સ્ત્રી- પુરુષોએ ખુદીરામનાં માર્ગ પર ચાલતાં ભારતમાંથી અંગ્રેજી સત્તાને નષ્ટ કરી દીધી !!! એના પછી જ અંગ્રેજોએ ભારત છોડવું જ પડયું આખરે !!!
એક નજરમાં ખુદીરામ બોઝનો ઈતિહાસ
- ૧૮૮૯ – ખુદીરામનો જન્મ ૩ ડિસેમ્બરે થયો હતો
- ૧૯૦૪ – એ તામલુકથી મેદિનીપુર ચાલ્યાં ગયાં અને ક્રાંતિકારી અભિયાનમાં ભાગ લીધો !!!
- ૧૯૦૫ – એ રાજનૈતિક પાર્ટી જુગાંતમાં શામિલ થયાં
- ૧૯૦૫ – બ્રિટીશ સરકારી અફસરોને મારવાં માટે પોલીસ સ્ટેશનની બહાર બોમ્બ બ્લાસ્ટ
- ૧૯૦૮ – ૩૦ એપ્રિલે મુજફ્ફરપુર હાદસામાં શામિલ થયાં
- ૧૯૦૮ – હાદસામાં લોકોને મારવાંને કારણે ૧ લી મેએ એમણે ગિરફ્તાર કરવામાં આવ્યાં
- ૧૯૦૮ – હદાસમાં એમનાં સાથી પ્રફુલ્લ ચાકીએ પોતે જ પોતાને ગોળી મારી અને શહીદ થયાં
- ૧૯૦૮ – ખુદીરામના મુકદ્દમાની શરૂઆત ૨૧મી મે એ કરવામાં આવી
- ૧૯૦૮ – ૨૩મી મેએ ખુદીરામે કોર્ટમાં પોતાનું પહેલું સ્ટેટમેન્ટ આપ્યું
- ૧૯૦૮ – ૧૩મી જુલાઈએ ફેંસલાની તારીખ નક્કી કરવામાં આવી
- ૧૯૦૮ – ૮ જુલાઈએ મુકદ્દમો શરુ કરવામાં આવ્યો
- ૧૯૦૮ – ૧૩મી જુલાઈએ અંતિમ સુનાવણી થઇ
- ૧૯૦૮ – ખુદીરામના બચાવમાં ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરવામાં આવી
- ૧૯૦૮ – ખુદીરામ બોઝને ૧૧મી ઓગષ્ટે ફાંસી આપવામાં આવી !!!
ખુદીરામ બોઝને આજે પણ માત્ર બંગાળમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં યાદ કરવામાં આવે છે. એમની યુવાશક્તિની આજે પણ મિસાલો આપવામાં આવે છે. ભારતીય સ્વતંત્રતાનાં ઇતિહાસમાં અનેક કમ આયુવાળાં વીરોએ પણ પોતાનાં પ્રાણોની આહુતિ આપી છે. એમાં ખુદીરામ બોઝનું નામ સુવર્ણ અક્ષરે લખવામાં આવે છે !!! એમને ” સ્વાધીનતા સંઘર્ષનાં મહાનાયક “પણ કહેવામાં આવે છે. નિશ્ચિત જ જયારે જ્યારે ભારતીય આઝાદીનાં સંઘર્ષની વાત કરવાની હશે ત્યારે ત્યારે ખુદીરામ બોઝનું નામ ગર્વથી લેવામાં આવશે !!!
ધન્ય છે એ ધરતી જેણે આ મહાપુરુષને જન્મ આપ્યો !!!
કુમળી વયના આ યુવાન ક્રાંતિકારીને શત શત વંદન !!!
———– જનમેજય અધ્વર્યુ.
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..