ભારતના ઇતિહાસમાં રાજપૂતોનો એક અલગ ઇતિહાસ છે, જેમની શૌર્યગાથાઓની વાતો પૂરાં ભારતવર્ષમાં મશહુર હતી !!! રાજપૂત તેમની માતૃભૂમિ માટે જીવન આપવા માટે તૈયાર રહેતાં હતાં. આમાં એક રાજપૂત રાણી એવી પણ હતી, જેના આગમનથી મુગલો પણ કાંપતા હતાં. એમ તો રાજપૂતોમાં સ્ત્રીઓને મહેલમાંથી બહાર આવવાની મંજૂરી મળતી નહોતી. પરંતુ રાણી દુર્ગાવતીએ રાજપૂતોની આ પરંપરાને તોડી નાંખીને રણભૂમિમાં યુદ્ધ કર્યું હતું. અન્ય રાજપૂતોની જેમ, રાણી દુર્ગાવતીએ પણ ક્યારેય દુશ્મન સામે નમતું જોખ્યું નહોતું ……. રાણી દુર્ગાવતી માત્ર એક બહાદુર યોદ્ધા ન હતા પણ કુશળ સંચાલક પણ હતા. જેમણે પોતાનાં શાસનકાળ દરમિયાન ખજુરાહો અને કાલિંજર કિલ્લાની વિશ્વ વિખ્યાત ઇમારતો બનાવી. જો આપણે ભારતની આવી મહાન અને વીર સ્ત્રીઓની વાત કરીએ તો રાણી લક્ષ્મીબાઈની જેમ રાણી દુર્ગાવતિનું નામ પણ સુવર્ણ અક્ષરોમાં રાજપૂતાનામા લખવામાં આવે છે
રાણી દુર્ગાવતીનું પ્રારંભિક જીવન —
રાણી દુર્ગાવતી નો જન્મ ૫ ઓક્ટોબર, ૧૫૨૪ના રોજ એક ઐતિહાસિક રાજપૂતાના પરિવારમાં થયો હતો. રાણી દુર્ગાવાતીના પિતા ચંદેલ રાજપૂત શાસક રાજા સાલબાન અને માતાનું નામ મહાબો હતું. ૧૫૪૨ માં, દુર્ગાવતીના લગ્ન ગૌડ સામ્રાજ્યના સંગ્રામ શાહના મોટા પુત્ર દલપત શાહ સાથે થયાં હતા. આ લગ્નને લીધે, આ બે વંશજો એક સાથે થઇ ગયાં હતા. ચંદેલ અને ગૌડના સામૂહિક આક્રમણને કારણે શેરશાહ સુરી સામે જંગ છેડી હતી. જેમાં શેર શાહ સુરીનું મૃત્યુ થઈ ગયું હતું………
૧૫૪૫માં દુર્ગાવતીએ બાળક વીર નારાયણને જન્મ આપ્યો. બાળકના જન્મ પછી પાંચ વર્ષ પછી દલપત શાહ મૃત્યુ પામ્યા હતા. જેનાથી સિંહાસન ખાલી થઇ ગયું હતું અને બાળક શિવ નારાયણ સિંહાસનને સંભાળવાને લાયક થયાં નહોતાં. દલપત શાહના વિરોધીઓ એક યોગ્ય ઉમેદવારની તલાશ કરી રહ્યાં હતાં !!!! ત્યારે રાણી દુર્ગાવતીએ રાજપાટ ખુદ પોતાનાં જ હાથમાં લઇ લીધો અને પોતાની જાતને ગૌડ સામ્રાજ્યની મહારાણી ઘોષિત કરી દીધી. જ્યારે ગૌડ સામ્રાજયનો કાર્યભાર એમનાં હાથમાં આવ્યો. ત્યારથી જ તેમણે સૌ પ્રથમ પોતાની રાજધાની સિંગુરગઢથી ચૌરાગઢ કરી દીધી કારણકે આ રાજધાની સાતપુડા પર્વતો પર હતી એટલે એ પહેલાં કરતાં વધુ સુરક્ષિત હતી !!!!
રાણી દુર્ગાવતી એક વીરાંગનાના રૂપમાં ——–
રાણી દુર્ગાવતીએ પોતાનાં પ્રથમ યુદ્ધથી જ સમગ્ર ભારતવર્ષમાં પોતાનું નામ રોશન કરવાં લાગી. શેરશાહના મૃત્યુ બાદ સુરત ખાને એનો કાર્યભાર સંભાળ્યો હતો. જે એ સમયે માળવા ગણરાજ્ય પર રાજ કરતો હતો. સુરત ખાન પછી, તેમના પુત્ર, બાઝબહાદુરે સત્ત્તાની કમાન સંભાળી હતી. જે રાણી રૂપમતીના પ્રેમ માટે તેનાં માટેનાં પ્રેમ માટે પ્રસિદ્ધ થયો હતો. સિંહાસન પર બેસ્તાં જ બાઝબહાદુરને મહિલા શાસકને હરાવવું ખૂબ સરળ લાગતું હતું. તેથી તેમણે રાણી દુર્ગાવતિના ગોંડ સામ્રાજ્ય પર ચડાઈ કરી.
બાઝબહાદુરની રાણી દુર્ગવાતીને કમજોર સમજવાની ભૂલ કરવાને કારણે તેને બહુ મોટી હારનો સામનો કરવો પડ્યો. અને તેના ઘણા સૈનિકો ઘાયલ થઇ ગયાં. બાઝબહાદુર સામેના આ જંગમાં વિજય હાંસલ કરવાને કારણે અડોશ પાડોશના રાજયોમાં પણ રાણી દુર્ગાવાતીનો ડંકો વાગી ગયો. હવે દરેક રાજાઓ રાણી દુર્ગાવતીના સાથ અને રાજ્યને પામવાની કામનાઓ કરવાં લાગ્યાં. જેમાં એક મોગલ સુબેદાર અબ્દુલ માજીદ ખાન પણ હતો. ખ્વાજા અબ્દુલ માજિદ આસિફ ખાન કારા મણિકપુરનો શાસક હતો. જેનું સામ્રાજ્ય રાણી દુર્ગાવતી ના રાજ્યની નજીક જ હતું !!!! હવે એણે રાણી દુર્ગાવતીના ખજાના વિષે સાંભળ્યું તો એણે આક્રમણ કરવાનો વિચાર કર્યો !!!!
અકબર પાસેથી આદેશ મેળવ્યા પછી, આસફ ખાન વિશાળ સૈન્ય સાથે રાણી દુર્ગાવતીના ગઢ તરફ ગયો. જ્યારે મોગલ સૈન્ય દમોહ નજીક પહોંચ્યું. તેથી મુગલ સુબેદારે રાણી દુર્ગાવતીને અકબરની આધીનતા સ્વીકારી લેવાનું કહ્યું !!! ત્યારે રાણી દુર્ગાવતીએ કહ્યું “કલંક સાથે જીવવાં કરતાં ગર્વ સાથે મરી જવું એ વધારે સારું છે. મેં લાંબા સમય સુધી પોતાની માતૃભૂમિની સેવા કરી છે અને હવે કોઈપણ રીતે હું મારી માતૃભૂમિ પર દાગ લાગવા નહીં દઉં. હવે યુદ્ધ સિવાય કોઈ જ ઉપાય કે વિકલ્પ બચ્યો નથી !!!!” રાણીએ યુદ્ધ માટે પોતાનાં ૨૦૦૦ ચુનંદા સૈનિકોને તૈયાર કર્યાં !!!!
રાણી દુર્ગાવતીના સલાહકારોએ રાણીને કોઈ સુરક્ષિત સ્થાન જોઇને એમાં છુપાઈ જવાનું કહ્યું. એ ત્યાં સુધી કે એમની સેના એકત્રિત નાં થાય ત્યાં સુધી !!!! સલાહકારોની સલાહને ધ્યાનમાં રાખીને, રાણી દુર્ગાવતી નરાઈના જંગલો તરફ રવાના થઇ ગઈ. આ દરમિયાન આસફ ખાન તો એ ગઢમાં જ પહોંચી ગયો હતો અને એને એ ગણરાજ્યોને હડપવાનું શરુ પણ કરી દીધું હતું. જ્યારે તેને રાણીની ખબર પડી ત્યારે તેમણે ગઢમાં પોતાની સેના છોડી દીધી અને તેની પાછળ તે રવાના થયો. આસફ ખાનની હલચલ સાંભળીને રાણીએ તેમના સલાહકારો અને સૈનિકોને સમજાવતાં કહ્યું કે “આપણે આ જંગલમાં આશ્રય કેટલા સમય સુધી લેતાં રહીશું ? અને આ રીતે રાણી દુર્ગાવાતીએ એ એલાન કર્યું કે —— “આપણે કાં તો જીતીશું અથવા વીરની જેમ લડતાં લડતાં શહીદ થઇ જઈશું !!!!”
હવે રાણી દુર્ગાવતીએ, યુદ્ધના વસ્ત્રો પહેર્યા અને સરમન હાથી પર સવાર થઇ ગઈ. હવે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું. જેમાં બન્ને પક્ષોના સૈનિકોએ ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. આ યુદ્ધમાં રાણીએ જીત મેળવી હતી અને તેણીએ એ ભગોડાઓનો પીછો કર્યો. દિવસના અંત સુધીમાં, તેમણે તેમના સલાહકારો સાથે વાત કરી. તેમણે રાત્રે દુશ્મન પર હુમલો કરવાની યોજના બનાવી હતી કારણ કે આસફ ખાન ફરીથી સવારે આક્રમણ તો કરશે જ !!!! પરંતુ કોઇએ તે ના સાંભળ્યું. પરંતુ સવારે તેજ થયું જે રાણીએ વિચાર્યું હતું. આસફ ખાને હુમલો કરી દીધો !!!! રાણી હાથી સારમાન સાથે રણભૂમિમાં ઉતરી ગઈ અને યુદ્ધ માટે તૈયાર થઇ ગઈ !!!!
ત્રણ વખત અકબરના સૈન્યને હરાવીને તેને પરાજયનો સ્વાદ ચખાડયો હતો. પરંતુ આ યુદ્ધમાં તેમના પુત્ર રાજા વીર બહુજ વધારે પડતાં ઘાયલ થયા હતા. જે બહાદુરી સાથે મુઘલો સાથે લડતાં હતા. જ્યારે રાણીએ આ સમાચાર સાંભળ્યા. તે તરત જ રાણીએ પોતાનાં વિશ્વાસુ માણસો સાથે પોતાનાં પુત્રને એક સુરક્ષિત સ્થાન પર લઈ જવા માટે કહ્યું …. પરંતુ આ પ્રક્રિયામાં ઘણા સૈનિકો રાજા વીર સાથે ચાલ્યાં ગયાં હતા.!!!!
છેલ્લી ઘડી (૨૪ જુન ૧૫૬૪)
હજુ પણ રાણી બહાદુરી સાથે લડતા હતા પછી અચાનક એક તીર રાણી દુર્ગાવતીની ગરદનના એક બાજુએ ઘુસી ગયું. રાણી દુર્ગાવતીએ તે તીરો બહુદરી સાથે બહાર તો નીકાળ્યા, પરતું એ ઘાવમાંથી પુષ્કળ માત્રમાં લોહી વહેતું હતું….. આ રીતે એક બાજુના તીર તેમના ગરદનની અંદર ગયા. એ બધાં તીરો રાણી દુર્ગવાતીએ બહાર તો કાઢ્યાં પણ તે દરમિયાન તે બેહોશ થઇ ગઈ !!! જયારે રાણીને હોશ આવ્યાં ત્યારે તેમણે ખબર પડી કે એમની સેના યુદ્ધ હારી ચુકી હતી !!!! તેમણે પોતાના અતિવિશ્વાસુ મહાવતને કહ્યું “મેં હંમેશા તમારાં પર વિશ્વાસ કર્યો છે અને દરેક વખતની જેમ આજે પણ આ હારના અવસરે પણ તમે મને દુશ્મનોના હાથે ના ચડવા દીધી અને એક વિશ્વાસુ સેવકની જેમ, મને છરો મારીને મારું જીવન સમાપ્ત કરી દો ” !!!!
મહાવતે આ વાત નકારી કાઢી “હું કેવી રીતે પોતાનાં હાથનો ઉપયોગ કરી શકું !!!! જે હાથોમાં મેં હંમેશા તમારી પાસેથી ઉપહાર લેવાં જ આગળ કર્યાં છે. હું તો બસ એટલું જ કરી શકું કે આપને આ રણભૂમિમાંથી બહાર લઇ જઈ શકું મને મારાં મજબૂત અને તેજ હાથીમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ” આ શબ્દો સાંભળીને રાણી નારાજ થઈ ગયાં “શું તમે મારા માટે આવા અપમાન પસંદ કરો છો” તે સમયે રાણી દુર્ગાવતીએ છરી બહાર કાઢીને પોતાની જાતે જ પોતાનાં પેટમાં ભોંકી દીધી અને વીરાગંના જેવી વીરગતિ મેળવી. આ પછી, આસફ ખાને ચૌરાગઢ પર હુમલો કર્યો ત્યાર બાદ રાણી દુર્ગાવતીના પુત્ર તેમનો સામનો કરવા આવ્યા પરંતુ તેઓ માર્યા ગયા. રાણી દુર્ગાવતીની બધી સંપત્તિ આસફ ખાનના હાથમાં આવી ગઈ. રાણી દુર્ગાવતીએ આ રીતે ૧૬ વર્ષ સુધી વીરોની જેમ શાસન કરીને રાજપૂત રાણીના રૂપમાં એક અનોખી મિસાલ કાયમ કરી ……. જેને સમગ્ર ભારતવર્ષ કયારેય વિસરી નહીં શકે !!!!!
મહાવત મનમાં એ વિચાર કરતો હતો કે ——–” જો સૈનિકો અને મંત્રીઓએ રાણીસાહેબાની રાત્રે હુમલો કરવાની વાત માની હોત તો કદાચ આજે ઈતિહાસ જુદો હોત !!!! એણે ભગવાનને પ્રાર્થના કરી કે —— ” આજે નહીં તો કયારેક અને ક્યાંક તો આ ભારતવર્ષમાં એવો વીરલો પાકશે કે જે રાણી દુર્ગાવતીના વિચારને અમલમાં મુકશે ” તમારું બલિદાન એળે તો નહીં જ જાય રાણી દુર્ગાવતી જી !!!!!” મારી આ પ્રાર્થના ભગવાન જરૂર સાંભળશે અને એ એવો વીરલો પાકશે જેને સમગ્ર ભારતવર્ષ શત શત નમન કરતાં થાકશે પણ નહીં !!!!
“કાશ” શબ્દને ઈતિહાસમાં સ્થાન નથી હોતું પણ આજ “કાશ” શબ્દને થોડાં દસકાઓ અને થોડાં સૈકાઓ ભૂલી જઈએ તો ઈતિહાસ નવેસરથી એક અલગ જ અંદાજમાં રચી તો શકાય છે જ !!!!
મહાવતની આ પ્રાર્થના ભગવાને સાંભળી બરાબર ૧૧૧ વર્ષ પછી આ મોગલોના દાંત ખાટા કરી નાખે એવો વીરલો પાક્યો જે ભારત વર્ષમાં એ રાજા બન્યો અને એ કયારેય હાર્યો નથી આજે સમગ્ર ભારત જેનું ઋણી છે નામ છે તેનું ” છત્રપતિ શિવાજી મહારાજ ” !!!!! તેમણે જ રાણી દુર્ગાવતીના રાત્રે હુમલા કરવાના વિચારનું અમલીકરણ કર્યું અને એક નવો ઈતિહાસ રચાયો !!!! શિવાજી મહારાજ વિષેનો લેખ આજ વેબસાઈટ પર મુકેલો છે જેને તમે વાંચી શકો છો !!!!
બાકી અત્યારેતો શત શત નમન આ વિરાંગનાને !!!!!!
———- જનમેજય અધ્વર્યુ.