લિંગરાજ મંદિર ભગવાન હરિહરને સમર્પિત એક હિંદુ મંદિર છે. જે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનું જ એક રૂપ છે. આ મંદિર પૂર્વી ભારતીય રાજ્ય ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં સ્થિત છે અને સાથે એ ભારતના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક છે. ભુવનેશ્વર શહેરની આ સૌથી આકર્ષક શાંત અને નયનરમ્ય જગ્યા છે. ઓરિસ્સાનું આ એક મુખ્ય આકર્ષણ પણ છે
ભુવનેશ્વરનું સૌથી મોટું મંદિર -લિંગરાજ મંદિર
લિંગરાજ મંદિર ભુવનેશ્વરનું સૌથી મોટું મંદિર છે. મંદિરનો એક ટાવર ૧૮૦ ફૂટ ઉંચો છે !!!! આ મંદિર કલિંગની વાસ્તુકલા અને મધ્યકાલીન ઐતિહાસિક પરંપરાનું પ્રતિનિધિત્વ પણ કરે છે.
એવું મનાય છે કે આ મંદિરનું નિર્માણ સોમવંશી સામ્રાજ્યના રાજાએ કરાવ્યું હતું. અને ત્યાર બાદ ગણ શાસકોએ એની મરમ્મત કરાવી હતી. આ મંદિરનું નિર્માણ દેઉલા અંદાજમાં કર્યો છે. જેના ચાર અવયવ છે —–
[૧] ભાગ મંડપ (પ્રસાદનો કક્ષ)
[૨] નાટમંદિર (ઉત્સવ હોલ)
[૩] જગમોહન (પ્રાર્થના કક્ષ )
[૪] વિમાન (પવિત્ર સ્થાનનું નિર્માણ)
એમાંના દરેક અવયવ પોતાના પછીના અવયવ કરતાં મોટાં છે. મંદિરના ક્ષેત્રમાં આસપાસ ૫૦ બીજાં મંદિરો પણ છે. જે મંદિર પરિસરની મોટી દીવાલથી સંલગ્ન છે !!!
વિશ્વમાં ભગવાન શિવના અનેક રૂપોની પૂજા થાય છે. પરંતુ પૂર્વીય ભારતના રાજ્ય ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં ભગવાન શિવને લિંગરાજ આચાર્ય. બધાં લિંગોનાં રાજાના રૂપમાં પૂજા કરાય છે. આ મંદિરની એક ખાસિયત એપણ છે કે મંદિરમાં અડધો ભાગ ભગવાન શિવનો છે એવં અડધો ભાગ ભગવાન વિષ્ણુનો છે !!!!આજ કારણે એને હરિહર મંદિર પણ કહેવાય છે !!!!
મંદિરનો નીચેનો હિસ્સો ભગવાન શિવનો છે અને ઉપરનો હિસ્સો ભગવાન વિષ્ણુના રૂપમાં શાલિગ્રામ છે. સામાન્ય રીતે ભગવાન શિવનાં મંદિરનાં શિખર પર ત્રિશુલ હોય છે અને ભગવાન વિષ્ણુના મંદિરમાં ચક્ર હોય છે. પરંતુ આ હરિહર મંદિર હોવાનાં કારણે ગુંબજ પર પીનાકની ધનુષ છે જે શિવ ધનુષ છે.
આ મંદિરમાં બિલ્વપત્રની સાથે તુલસીપત્રની પણ પૂજા થાય છે. ઇતીહાસકારોનું કહેવું એમ છે કે આં મંદિર લગભગ ૧૧૦૦ વર્ષ પહેલા બન્યું છે. આ મંદિરનું નિર્માણ રાજા યયાતિ કેશરી, અનંત કેશરી અને લાલ્લેંદુ કેશરી આ ત્રણનાં શાસનકાળમાં થયું છે. આ મંદિર માં કલિંગ શૈલીની શિલ્પકલાનો બખૂબી ઇસ્તેમાલ થયો છે
માનવામાં આવે છે કે – —–
શિવલિંગ જે સ્વયંભુ છે એક આંબાનીચે સ્થિત હતું. એટલા માટે એને એકામ્ર ક્ષેત્ર પણ કહેવાય છે. કેટલાંક લોકો એને સ્વર્ણ અંચલ ધામ પણ કહે છે. મંદિરની ઉંચાઈ ૧૮૦ ફૂટ છે !!! લિંગરાજ સ્વયંભુ હોવાના કારણે આ શહેરનું નામ પડયું ભુવનેશ્વર. આ ક્ષેત્રને ગુપ્તકાશી પણ કહેવાય છે
મંદિર પરિસરની અંદર ચોસઠ અન્ય દેવી-દેવતાઓનાં મંદિર છે. એવું મનાય છે કે પહેલા આ મંદિરોની સંખ્યા ૧૦૧૮ હતી !!! (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) મંદિર પરિસરમાં દાખલ થતાંની સાથે જ આપણને એ ખબર પડે છે કે મુગલકાળમાં હિંદુ મંદિરોને કેટલી ક્ષતિ પહોંચી છે. મંદિરમાં બરોબર વચ્ચે એની સામે જ એક ધ્વજ સ્તંભ છે એના ઉપર નંદી બિરાજમાન છે. મંદિરની ડાબી બાજુએ ગણેશજીનું મંદિર છે. આ મંદિરની ડાબી બાજુએ દક્ષિણ કાલીજીનું મંદિર છે !!! આ મંદિર પરિસરમાં હરિહર મંદિર સિવાય નરસિંહ, સાવિત્રી, વૈદ્યનાથ, વિશ્વકર્મા , શિવ કાલી, એકામ્રેશ્વર , પાર્વતી, ભુવનેશ્વરી, મંગલા, લક્ષ્મી નારાયણ , સૂર્યનારાયણ , ભુવનેશ્વર, જગન્નાથ , સોમનાથ, કાશી વિશ્વનાથ , એકપાદ ભૈરવ, દુર્ગા, પાર્વતી મંદિર ઇત્યાદિ સ્થિત છે !!!
આ મંદિરમાં દરેક ચતુર્દશીએ ધ્વજ બદલવામાં આવે છે. અહીંયા દરેક દિવસે બપોરના ૧૨ વાગે માટીનાં વાસણોમાં તૈયાર કરવામાં આવેલાં પ્રસાદને સૂર્યની રશ્મિઓથી બચાવીને ભગવાન સુધી લઇ જવામાં આવે છે એવંએનો ભોગ લગાવવામાં આવે છે. અહીંયા પ્રતિદિન લિંગરાજજી ને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે !!!
લિંગરાજના મંદિરની સમીપ બિંદુસાગરમાં અલાવા દેવી, પાદરા કુંડ, મારીચિ કુંડ, પાપાનાશિની કુંડ ઇત્યાદિ સ્થિત છે. બિંદુ સાગરમાં એ માનવામાં આવે છે કે ભારતની વિભિન્ન નદીઓમાંથી જલ લાવીને આ કુંડમાં ભેલવી દેવાયું હતું. આજ કારણે આ કુંડને બિંદુ સાગર કહેવામાં આવે છે. મંદિરથી બિંદુ સાગર જવાના રસ્તામાં જમણી બાજુએ અનંત વાસુદેવજી નું મંદિર છે. એમાં અનંત એટલેકે બલરામજી, વાસુદેવજી અને સુભદ્રાજીની મૂર્તિઓ છે
આ મંદિરની ધાર્મિક કથા વિષે એવું કહેવાય છે કે એક વાર લિટ્ટી તથા વસા નામનાં બે રાક્ષસોનો વધ માં પાર્વતીએ અહી જ કર્યો હતો !!!! વધ પાછી માં પાર્વતીને તરસ લાગી તો શિવજી ભગવાને કૂપ બનાવીને બધી જ પવિત્ર નદીઓને પોતાનું યોગદાન આપવાનું કહ્યું અને તેમણે બોલાવી !!!! (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) અહીં જ બિંદુસાગર પણ સ્થિત છે, અને પાસે જ લિંગરાજજીનું વિશાળ મંદિર છે. મગધયુગની જો વાત કરીએ તો અહીં સાત હાજર કરતાં પણ વધારે મંદિરો અને પૂજાસ્થળ હતાં. પરતું અત્યારે તો માત્ર લગભગ ૫૦૦ જ બચ્યાં છે !!!!
લિંગરાજ મંદિર ભુવનેશ્વરની શોભા વધારે છે કારણકે જેટલી એની માન્યતા છે એટલુજ એ ખુબસુરત પણ છે. મંદિરની શિલાઓ પર કારીગરી અને મૂર્તિકલાને જોતા એવું કહી શકાય કે આને બેહદ ખુબસુરતીથી દર્શાવવામાં આવ્યાં છે. મંદિરમાં અત્યધિક સુંદર નકશીકામ કરવામાં આવી છે. સાથે જ પશુ-પક્ષીઓની મૂર્તિકારી પણ આમંદિરમાં નજરે પડે છે !!! જો મંદિરના શિખરની ઊંચાઈની વાત કરીએ તો એની ઉંચાઈ ૧૮૦ ફૂટ છે. આ સિવાય ભગવાન ગણેશ, કાર્તિકેય અને ગૌરીનાં ત્રણ નાના મંદિરો પણ અહીંયા જોવા મળે છે. ગૌરી મંદિરમાં કાળા પથ્થરની પ્રતિમા છે જે જતા જ મન મોહિ લે તેવી જ છે !!!!
લિંગરાજ મંદિર ભારતના બહેતરીન મંદિરોમાંનું એક છે. આ મંદિરમાં કેટલીક કઠોર પરંપરાઓ ને અપનાવવામાં આવી છે
એ એ છેકે —-
આ મંદિરમાં બીનહિંદુઓ પર પ્રવેશબંધી છે. એમણે આ મંદિરમાં પ્રવેશવાની અનુમતી નથી મળતી !!!! પણ મંદિરથી થોડેક જ દૂર એક ચબુતરો બન્યો છે. જ્યાંથી બિનહિંદુઓ આ મંદિરને જોઈ શકે છે. આખાંવર્ષ દરમિયાન લાખો પર્યટકો અને દર્શનાર્થીઓની આવન -જાવન થતી જ રહેતી હોય છે !!!
આ મંદિરની ખાસ વાત એ છે કે મંદિર પરિસરમાં આશરે ૧૫૦ નાનાં નાનાંમંદિરો પણ છે. સાથે જ લિંગરાજ મંદિરના મુખ્ય પ્રવેશ માટે દરવાજા નું મુખ પૂર્વ દિશામાં રખાયેલું છે. જયારે ઉત્તર અને દક્ષિણમાં નાનાં પ્રવેશદ્વાર છે !!! અહિયાં મુખ્ય પ્રવેશદ્વાર ચંદનના લાકડાનું બનેલું છે. જે આ મંદિરને બીજાં મંદિરોથી અલગ કરે છે …….
પુરાણા સમયની જો વાત કરી તો. અહીંયા શિવજીને કીર્તિવાસમાં પૂજવામાં આવતા હતાં. પણ પછીથી હરીહરના નામે પૂજાવા માંડયા !!! સામાન્ય રીતે એને ત્રિભુવનેશ્વર (જેને ભુવનેશ્વર નામથી પણ ઓળખવામાં આવે છે ) જે ત્રણ શબ્દ —— ધરતી, સ્વર્ગ અને નરકના સ્વામી છે !!! લિંગરાજ મંદિરની સારસંભાળ મંદિર ટ્રસ્ટબોર્ડ અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ કરે છે. અને એની કમાન પણ એમનાં જ હાથમાં છે !!! મહાશિવરાત્રીએ દેશભરમાંથી લાખો લોકો અહીં આવે છે !!!
ભુવનેશ્વરને એકમરા ક્ષેત્રનાં નામથી પણ ઓળખવામાં આવે છે કારણકે એવું કહેવાય છે કે એકમરા પુરાણ અનુસાર અહિયા આંબાના ઝાડ (એકમરા)ની નીચે ભગવાન લિંગરાજનાં દર્શન થયાં હતાં.
એકમરા પુરણ ૧૩મી શતાબ્દીનો એક સંસ્કૃત નિબંધ છે. પૂજા-અર્ચના કરવામાં આ મંદિર હંમેેશા સક્રિય રહે છે. આમ તો — ભુવનેશ્વરમાં એવા ઘણાં મંદિરો છે જ્યાં હરીહરના રૂપમાં એમની પૂજા થાય છે. ભગવાન હરિહરને વિષ્ણુ અને શિવનો મિલાપ કહેવામાં આવે છે. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) આ મંદિરમાં ભગવાન વિષ્ણુની પણ પ્રતિમા છે. કહેવાય છે કે આ પ્રતીમાને ગંગા શાસકોકે અહિયાં સ્થાપિત કરી હતી !!! જેમેણે ૧૨મી શતાબ્દીમાં જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું !!!
લિંગરાજ મંદિરનો ઈતિહાસ ———–
લિંગરાજનો અર્થ અસલમાં લિંગમના રાજા સાથે સંબધિત છે. જે અહીં ભગવાન શિવને કહેવાયા છે !!! વાસ્તવમાં અહીંયા ભગવાન શિવની પૂજા પહેલાં કીર્તિવાસનાં રૂપમાં કરવામાં આવતી હતી. ત્રિભુવનેશ્વરણો અર્થ ત્રણે લોકોનાં સ્વામી એવો થાય છે. આ ત્રણે લોકોમાં ધરતી, સ્વર્ગ અને પાતાળલોક શામિલ છે. ભગવાન શીવની પત્નીને અહિયાં ભુવનેશ્વરી કહેવામાં આવે છે !!!!
કહેવાય છે કે વર્તમાન મંદિરના આકારનું નિર્માણ પ્રાચીન સમયમાં કરવામાં આવતું હતું. મંદિરનાં કેટલાંક ભાગોનું નિર્માણ છઠ્ઠી શતાબ્દીમાં કરવામાં આવ્યું હતું. કારણકે એનું વર્ણન આપણને સાતમી સદીનાં સંસ્કૃત લેખોમાં દેખાઈ પડે છે
ફર્ગ્યુસનનું એવું માનવું છે કે આ મંદિરની શરૂઆત લલાટ હિંદુ કેશરીએ ઇસવીસન ૬૧૫ થી ઇસવીસન ૬૫૭ની વચ્ચે કરી હતી. આના પછી જગમોહન (પ્રાર્થના કાશ), મુખ્ય મંદિર અને આ મંદિરનું શિખરનું લગભગ ૧૧મી સદીમાં કરવામાં આવ્યું હતું. જયારે ભોગ મંડપ નું નિર્માણ ૧૧મિ સદીમાં કરવામાં આવ્યું. આના પછી ૧૦૯૯ ૧ને ૧૧૦૪ની વચ્ચે શાલીનીની પત્નીએ નાટમંદિરનું નિર્માણ કારવ્યું હતું !!!!
સમયની સાથે સાથે લિંગરાજ મંદિરનું પૂરું નિર્માણ થઇ ચુક્યું હતું. અને પછી અહીંયા જગન્નાથ (વિષ્ણુના રૂપ)ની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી. કહેવાય છે કે વિષ્ણુ અને શિવ બંને રૂપમાં આ મંદિરમાં વસે છે !!!!
હિંદુ માન્યતાઓ અનુસાર લિંગરાજ મંદિરમાંથી થઈને એક નદીપણ પસાર થાય છે. આ નદીના પાણીથી મંદિરનું બિંદુસાર તળાવ ભરાઈ જાય છે. અને કહેવાય છેકે આ પાણી સારીરિક અને માનસિક બીમારીઓને દૂર કરે છે. લોકો વારંવાર અને ઘણી વખત આનું પાણી અમૃત તરીકે પીવે છે અને લીન્ગ્રાજ ઉત્સવના સમયે એમા સ્નાન પણ કરે છે. મંદિરની મુખ્ય મૂર્તિ લિંગરાજની પૂજા ,ભગવાન શિવ અને વિષ્ણુ બંને સ્વરૂપમાં કરવામાં આવે છે. મંદિરમાં હિન્દુત્વ, શિવત્વ અને વૈશ્નવતત્વની વચ્ચે સમાનતા આપણને દ્રષ્ટિગોચર થાય છે !!!
મંદિરમાં મનાવવામાં આવતો મુખ્ય ઉત્સવ શિવરાત્રી છે. દર વર્ષે ફાલ્ગુન મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ એકસાથે મનાવે છે. આખો દિવસ ઉપાસના કરવાં સિવાય શિવરાત્રીનાં દિવસે લિંગરાજને બિલ્વપત્ર ધરાવવામાં આવે છે. શિવરાત્રીનું મુખ્ય પર્વ રાત્રે જ મનાવવામાં આવે છે !!!! જયારે બધાં જ શ્રદ્ધાળુઓ રાતભર ભગવાનનો પાઠ કરે છે. મંદિરના શિખર પર જયારે મહાદીપ જ્યોતિમગ્ન થાય છે, ત્યારે ભક્ત ઉપવાસ છોડે છે !!!
સ્થાપત્ય ———–
મંદિરની ઉલ્લેખનીય સંરચના વાસ્તુકલાની કલિંગ શૈલીને રંગ આપે છે. સંદર્યની મૂર્તિઓ આ સ્થાપત્યકલા પ્રદર્શનીમાં પોતાનાં શીર્ષ પર દેખાય છે. લાલ ઘેરા પથ્થરમાંથી બનેલાં લિંગરાજ મંદિરમાં છે અંધારા છાયાનો પથ્થર છે. વિશાળ મંદિર પરિસરમાં એક ખિંચાવમાં ભુવનેશ્વરની વિશાળભૂમિને શામિલ કરવામાં આવી છે. મંદિરનું લાંબુ શિખર ૫૫ મીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે અને શાબ્દિક રૂપે ભુવનેશ્વરની ક્ષ્તીજ પર હાવી છે. વિશાળ આંગણમાં ૫૦ નાનાં મંદિર છે જે હિંદુ દેવતાઓ નાં કેટલાય દેવતાઓને સમર્પિત છે
મૂર્તિઓની સાથે સાથે બહુજ બારીકાઇ અને ખુબસુરતીથી બનેલી વિશાળ દીવાલો દ્વારા બનવવામાં આવેલાં બધાં દુર્ગોનાં બધાં જ તીર્થ સ્થળો સુરક્ષિત છે. કોઈ સિંહદ્વારનાં માધ્યમથી મદિર પરિસરમાં પ્રવેશ કરી શકે છે. જ્યાં સિંહો બંને પક્ષોને પોતાના હાથો અને પગોથી એમને નીચે કચડી નાખે છે. એક ઓપ્ટીકલ પ્રભાવ ઊંડા પ્રભાવ સાથે વિકૃત રેખાઓ સાથે પેદા થાય છે અને શિખર પર લંબાતો જાય છે. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) આને કારણે આ મંદિર વાસ્તવમાં બહુજ મોટું દેખાય છે !!! આ સીવાય પણ મંદિરના નીચલા હિસ્સામાં માં મંદિરના આખા ઢાંચામાં સંપૂર્ણ રીતે નિહિત સ્ટીલ્સમાં ઓછામાં ઓછી પ્રતિકૃતિઓ મોજુદ છે !!!
મુખ્ય તીર્થ ———–
સાચાં અર્થમાં તો આ મંદિરને ક્રમશ: ચાર ભાગોમાં વહેંચી નાંખ્યા છે.
ગર્ભગૃહ
યજ્ઞશાળા
ભોગ મંડપ
નાટ્ય શાળા
ગર્ભગૃહમાં (શિવ સંક્રાંતિ: …….. ભગવાન શિવનાં લિંગને :સ્વયંભુ” માનવામાં આવે છે અને અહીં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એ બંને સ્વરૂપે પૂજા કરવામાં આવે છે !!! અહીંના ૨ સંપ્રદાયોની સંગતિ જોવાં મળે છે. જ્યાં હરિ-હારાનાં રૂપમાં દેવતાની પૂજા કરાય છે.
શબ્દ “હરિ” ભગવાન વિષ્ણુને સંદર્ભિત કરે છે
અને “હારા” ભગવાન શિવને સંદર્ભિત કરે છે !!!
“લિંગ”ની આ વિશાળ પ્રતિમા ગ્રેનૈટ પથ્થરની બનેલી લાગે છે. “લિંગ” પાણી અને દૂધ અને ભંગથી દરરોજ સ્નાન કરે છે !!! ગર્ભ સંપત્તિ સિવાય “નાતા મંદિર” દેવદાસી પરંપરાની સાથે પોતાના કરીબી ગઠબંધન માટે એક સંકેત પ્રદાન કરે છે !!! લિંગમ સિવાય પારસ્વ દેવતા આ જગ્યાએ પૂજા કરી શકે છે. જ્યાં ભગવાન ગણેશ, ભગવાન કાર્તિક અને દેવી પાર્વતીને અલગ અલગ દિશામાં રખાયેલાં છે !!! બધીજ પ્રતિમાઓ વિશાલ છે અને કલાકારોની એક ઉત્કૃષ્ટ કારીગરી પેશ કરે છે !!! પ્રતિમાઓને સમૃદ્ધ રંગરૂપ અને ઘરેણાંથી ઉત્સવ કરાવામાં આવે છે.
લિંગરાજ મંદિર ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની સમૃદ્ધ વિરાસત દર્શાવે છે. વિશાલ મંદિર દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો અને તીર્થયાત્રીઓને પોતાને દરવાજે લાવીને ઉભા રાખે છે, આકર્ષિત કરે છે – અભિભૂત કરેછે -પાવન કરે છે !!! મંદિર દ્વારા આપવામાં આવતી આધ્યાત્મિક પરમાનંદ એક વાર તો નત મસ્તક કરાવે જ છે !!!!
ઓરિસ્સાનાં મંદિરો એના ઊંચા શિખરો, એની અદ્ભુત કારીગરી, સુંદર મૂર્તિઓ, નયનરમ્ય જગ્યા અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. આસ્થા અને શ્રધ્ધા તો અપાર છે જ છે જ !!! ઈતિહાસ પ્રસિદ્ધ અને જગપ્રસિદ્ધ મંદિરોમાં લિંગરાજ મંદિરનું એક અનોખું સ્થાન છે. જે ભારતનું ગૌરવ વધારનારું સાબિત થયું છે !!! આમેય આ લીન્ગ્રાજ મંદિર એની આગવી વિશીશ્તાઓને કારણે શ્રધ્ધાળુઓ અને પર્યટકોને ખેંચી લાવનારું જ સાબિત થયું છે !!!!
આ મંદિર નથી જોયું એણે ઓરિસ્સા નથી જોયું એણે ભારતજ નથી જોયું !!!!
ૐ નમઃ શિવાય
ૐ હરિહરાય નમઃ
——— જનમેજય અધ્વર્યુ
?????????