ગુજરાતનું પેરિસ અને ઐતીહાશિક શહેર જામનગર

કોઈપણ શહેરની સુંદરતા, રમણીયતા, આહલાદક્તા વિષે ત્યાંના રહેવાસીઓને જ વધારે ખબર હોય. કારણકે તેઓએ આ શહેર માણ્યું છે, અનુભવ્યું છે અને જીવ્યાં છે. આ શહેર તેમની નસેનસમાં વહેતું હોય છે. એમની આંખોમાં સમાયેલું હોય છે. એમના હૃદયમાં વસતું હોય છે. બાકી આપણે સૌવ તો મુલાકાતીઓ છીએ અને રહેવાનાં. જામનગર એ એક સુંદરની સાથે ઐતિહાસિક શહેર પણ છે.

શું છે જામનગરનો ઈતિહાસ ?

જામનગર, પહેલા નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્ર નું એક રજવાડું હતું. જામનગરની સ્થાપના જામ રાવલજીના હસ્તે ઇ.સ. ૧૫૪૦ માં થયાનું ઇતિહાસકારો માને છે. શ્રી જામ રાવળે ઈ.સ ૧૫૩૫ માં કચ્છ માંથી આગેકુચ કરી સૌરાષ્ટ્ર માં આગમન કર્યું. તેઓએ સૌપ્રથમ વવાણીયા બંદર પાસે નું મોરાણા ગામ જીત્યું.

આ પ્રદેશ નું શાસન દેદા તમાચી પાસે હતું તેમનું વધ કર્યું અને ત્યાર બાદ આમરણ અને જોડિયા પંથક જીત્યા. ત્યાંથી જામ રાવલે આગેકુચ કરી ખીલોશ પર વિજય મેળવી. ઈ.સ. ૧૫૪૦ માં બેડ ગામે પોતાની વ્યવસ્થીત ગાદી સ્થાપી. ત્યારબાદ ખંભાળિયા નું પરગણું જીતી લઈ બેડ થી ખંભાળિયા ગાદી બદલાવી.

ખંભાળિયા અને બેડ વચે કુળદેવી માતા શ્રી આશાપુરા ની સ્થાપના કરી જે હાલ જોગવડ તરીકે ઓળખાય છે. ત્યાર બાદ થોડા સમય માં તેઓ એ કચ્છના અખાત નો ઘણો ભાગ જીતો લીધો. જામ રાવળે નાગનેશ પરગણા ના રાજા નાગ જેઠવા ને ભોજન માટે નિમંત્રી દગા થી તેમનો વધ કરી તેમનું નાગના એટલે કે નાગનેશ બંદર જીતી લીધું.

જામ રાવળે સૌરાષ્ટ્ર માં શાસન ચલાવતા વાઢેર, જેઠવા, ચાવડા અને કાઠી ને પરાજિત કરી સૌરાષ્ટ્ પર સતા સ્થાપી. આ પંથક તેમના વડવા હાલાજી ના નામ પર થી હાલાર તરીકે જાણીતો થયો.

હાલાર પર વિજય અપાવવામાં જામ રાવળ ના ભાઈઓ હરઘોળજી, રવોજી અને મોડજી એ મદદ કરી હતી. અંતિમ પ્રયત્નો રૂપે જેઠવા, વાળા, કાઠી અને વાઢેર રાજપૂતો એ જામરાવળ પર આક્રમણ કર્યું આ યુદ્ધ ખંભાળિયા ના મીઠોઈ ગામે થયું જેમાં જામ રાવળ નો વિજય થયો.

જામ રાવળ ને મધ્યસ્થ રાજધાની ની જરૂર જણાતા તેઓએ જુના નાગના એટલે જુના નાગનેશ ની બાજુ માં રંગમતી અને નાગમતી નદી ના સંગમ સ્થાને ઈ.સ ૧૫૪૩ માં શ્રાવણ માસ ને સુદ સાતમ ને બુધવારે નવું નગર વસાવ્યું જે પાછળ થી નવાનગર તરીકે જાણીતું થયું. નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે.

જામનગરના રાજાઓ વિષે વિશેષ માહિતી  ———

જામ રાવળ ઈ.સ. ૧૫૪૦-૧૫૬૨
જામનગર ની રાજગાદી પર જામ રાવળે ૧૫૪૦-૧૫૬૨ એટલે કે ૨૨ વર્ષ સુધી શાસન ની ધુરા સંભાળી. યદુપ્રકાશ વંશ ના ગ્રંથ ની માહિતી મુજબ ૧૨૪ વર્ષ નું દીર્ઘાયુ ભોગવ્યું.. જામ રાવળ ના ત્રણ પુત્ર જેમાંથી પહેલા જીવોજી નું રોઝી માતા ના મંદિર પાસે ઘોડા પરથી પડી જતા અવસાન થયું
તેમના બીજા પુત્ર વિભાજી ને જામનગર ની ગાદી અને ત્રીજા પુત્ર ભોરાજી ને જાંબુડા ની જાગીર સોપી.

જામ વિભોજી -૧ ઈ.સ. ૧૫૬૨-૧૫૬૯
જામનગર ની રાજગાદી પર જામ વિભોજીએ ૧૫૬૨-૧૫૬૯ એટલે કે ૭ વર્ષ સુધી શાસન ની ધુરા સંભાળી. જામ વિભોજી ને સતાજી (છત્રસાલ )ભાણજી, રણમલજી અને વેરોજી એમ ચાર પુત્રો હતા. તેમાં પ્રથમ પુત્ર સતાજી ને જામનગર ની ગાદી આપી ભાણજી ને કાલાવડ ની જાગીર રણમલજી ને શીશાંગ ની જાગીર અને વેરોજી ને હડીયાણા ની જાગીર મળી.

જામ છત્રસાલ ( જામ સતાજી -૧ ) ઈ.સ. ૧૫૬૯-૧૬૦૮
જામનગર ની રાજગાદી પર જામ છત્રસાલ ૧૫૬૯ -૧૬૦૮ એટલે કે ૩૯ વર્ષ સુધી શાસન ની ધુરા સંભાળી. અમદાવાદ ના સુલતાન મુજફ્ફરશાહ બીજા સાથે મિત્રતા હોવા થી તેમણે જામ સતાજીને કોરી છાપવાની મંજૂરી આપી. શરત મુજબ કોરી પર મહેમુદી નામ છાપવું પરંતુ સતાજી એ શરત પાલન કર્યા વગર કોરી છાપી ચલણ માં મૂકી. અમદાવાદ ના સુબા એ જુનાગઢ પર આક્રમણ કરતા સતાજી એ જુનાગઢ ને મદદ કરી અમદાવાદ ના સુબા ને હાકી કાઢ્યો બદલા માં જુનાગઢ પાસે થી ચુડ જોધપુર અને ભોડ પરગણા મળ્યા.

આ અરસામાં અમદાવાદ નો સુલતાન મુજફ્ફરશાહ ત્રીજો દિલ્હી ના મોગલ બાદશાહ ના ડર થી જામનગર તરફ આવ્યો અને સતાજીએ તેમેન બરડા ડુંગર પર આશરો આપ્યો. તેથી દિલ્હી ના બાદશાહ અકબર ના દુધભાઈ મિર્જા અજીજ કોકાએ સુબા ને સોપવા સતાજી ને જણાવ્યું સતાજી એ આ આજ્ઞાનો અનાદર કરતા તેમણે ઈ.સ. ૧૫૯૧ માં જામનગર પર ચડાઈ કરી ધ્રોલ અને જોડિયા વચ્ચે ના ભુચરમોરી ના મેદાન પર આ યુદ્ધ થયું જેમાં કુંવર અજોજી વીરગતી પામ્યા.

જામનગર ના પરાજય પછી સાહી સેના જામનગર માં પ્રવેશી એ પહેલા જામ સતાજી બરડા ની ડુંગરમાળા માં જતા રહેલા. ઈ.સ ૧૫૯૩ માં સુલતાન સાથે થયેલા કરાર મુજબ ગાદી પાછી મેળવી. ઈ.સ. ૧૬૦૮ માં જામ સતાજી નું અવસાન થતા તેમના બીજા પુત્ર જસાજી ગાદી પર આવ્યા અને સૌથી નાના પુત્ર વિભાજી ને કાલાવડ પરગણું જાગીર માં મળ્યું. વિભાજીએ પાછળ થી સરધાર જીતી લઇ ને રાજકોટ વસાવી પોતાની અલગ ગાદી સ્થાપી.

૧૬૦૮-૧૬૨૪ જામ જસાજી -૧

જામનગર ની રાજગાદી પર જામ જશાજી -૧ ૧૬૦૮-૧૬૨૪ એટલે કે ૧૬ વર્ષ સુધી શાસન ની ધુરા સંભાળી. તેઓ કુશળ અને હિમતવાન રાજનીતિજ્ઞ હતા. તેઓ ના સમય દરમિયાન એક પણ યુધ્ય થયું ન હતું. તેઓ ના શાસનકાળ દરમિયાન શાંતિમય રાજયવ્યવસ્થા હતી. જામ જસાજી અપુત્ર હોવાથી તેના મોટા ભાઈ જામ અજોજી ના પુત્ર જામ લાખાજી-૧ જામનગરની ગાદી પર આવ્યા.

૧૬૨૪-૧૬૪૫ જામ લાખાજી -૧

જામનગર ની રાજગાદી પર જામ લાખાજી -૧ ૧૬૨૪-૧૬૪૫ એટલે કે ૨૧ વર્ષ સુધી શાસન ની ધુરા સંભાળી. જામનગર ની ગાદી પર આવતા જ તેમણે સૌપ્રથમ સેના ને મજબુત બનાવી. દિલ્હી ના સાશક ને તેમણે ખંડણી ની ચુકવણી બંદ કરી. તેના કારણે આઝમખાને શાહી સેના સાથે જામનગર પર આક્રમણ કર્યું પરંતુ તેમની સાથે જામ લાખાજી એ સંધી કરી અને કોરી છાપવાનું બંધ કર્યું અને જામનગર પર નું આક્રમણ ટાળ્યું.

૧૬૪૫-૧૬૬૧ જામ રણમલજી -૧

જામ લાખાજી નું અવસાન થતા જામ રણમલજી -૧ એ ગાદી સંભાળી. જામનગર ની રાજગાદી પર જામ રણમલજી -૧ ૧૬૪૫-૧૬૬૧ એટલે કે ૧૭ વર્ષ સુધી શાસન કર્યું. તેઓ વિલાસી જીવન ગાળતાં અને રંગરાગ માં રાત રેવાથી સતા નો દોર રાઠોડ રાણી અને રાણી નો ભાઈ ગોવર્ધનસિંહ ના હાથ માં ચાલ્યો ગયો. તેઓ નિ:શાંતન હોવા થી તેના પછી જામનગર ની ગાદી તેના ભાઈ રાયસિંહ ને ગાદી મળે તેમ ઠરાવેલું. પરંતુ રણમલજી ની રાણી એ તાજું જન્મેલું બાળક મેળવી તેમણે સતા મેળવવાના પ્રયત્નો કર્યા. પરંતુ ધ્રોલ ના ઠાકોર અને જમાદાર ગોપાલસિંહ ના પ્રયત્નો થી જામ રણમલસિહ ના ભાઈ જામ રાયસિંહજી ગાદી પર આવ્યા.

૧૬૬૧-૧૬૬૪ જામ રાયસિંહ -૧

રાયસિંહજી -૧ ૧૬૬૧-૧૬૬૪ એટલે કે ૪ વર્ષ સુધી શાસન ની ધુરા સંભાળી. જામ રાયસિંહજી ના શાસન દરમિયાન તેમના ભાઈ રણમલજી ની રાણી એ અમદાવાદ ના સુબા કુતુંબુદીન ને ફરિયાદ કરી. તેથી કુતુંબુદીન ને જામનગર પર ચડાય કરવાનું બહાનું મળી ગયું. તેમણે ઈ.સ. ૧૬૬૪ માં જામનગર પર ચડાઈ કરી, ધ્રોલ અને જામનગર ની વચ્ચે આવેલા શેખપાટ ગામ પાસે મોટું યુદ્ધ લડાયું જેમાં ઘણા રાજપૂત યોદ્ધાઓ વીરગતી પામ્યા પરંતુ અંતે શાહી સેના ની જીત થતા તેમણે જામનગર માં લૂટ-ફાટ કરી મંદિરો નો નાશ કર્યો અને જામનગર નું રાજ ખાલસા કર્યું. શાહી વહીવટ માટે તેમણે મુસ્લિમ અમલદાર અને કાજી નીમ્યા.જામનગર નું નામ બદલી ઇસ્લામનગર કરમાવા માં આવ્યું.

૧૬૬૪-૧૬૭૩ મુસ્લિમ સાસન

જામનગર ની રાજ ગાદી પર ૧૬૬૪-૧૬૭૩ સુધી મુસ્લિમ શાસન ના કબજા હેઠળ રહી. આ દરમીયાન જામનગર ની વહીવટ અમદાવાદ ના મુસ્લિમ સુબા હેઠળ રહેલા સોરઠ ના ફોજદાર નું શાસન રહ્યું. આ અરાજકતા દરમિયાન જામ રાયસિંહજી -૧ ના બે પુત્રો તમાચી અને ફૂલોજી કચ્છ માં નાંશી છુટ્યા. ત્યાર બાદ ગેરીલા હુમલા દ્વારા જામનગર ના ગામો ભાંગ્યા અને ઈ.સ. ૧૬૭૩ માં જામનગર ની ગાદી કબજે કરી ને જામ તમાચી -૧ એ જામનગર નો કાર્યભાર સંભાળ્યો.

૧૬૭૩-૧૬૯૦ જામ તમાચી -૧

જામનગર ની રાજગાદી પર જામ તમાચી -૧ ૧૬૭૩-૧૬૯૦ એટલે કે ૧૭ વર્ષ સુધી શાસન ની ધુરા સંભાળી. આ સમય દરમિયાન તેમણે નકલી સતાજી ને તગડીયા અને મુસ્લિમ અમલદારો ને તંગ કર્યા તેથી જામ તમાચી તગડ તરીકે લોકો માં જાણીતા થયા.

૧૬૯૦-૧૭૦૯ જામ લાખાજી -૨

જામ તમાચી -૧ ઈ.સ. ૧૬૯૦ માં અવસાન પામતા જામ લાખાજી -૨ જામનગર ની રાજ ગાદી પર આવ્યા. તેમણે ઈ.સ. ૧૬૯૦-૧૭૦૯ સુધી ૨૦ વર્ષ રાજ કર્યું. જામ લાખાજી ને સમય મહદઅંશે શાંતી નો સમય હતો. તેમના સમયમાં કોઈ લડાઈ સંઘર્ષ થયા નથી તેમજ પ્રજાયે પણ પરમ સુખ શાતી ભોગવ્યા.

૧૭૦૯-૧૭૧૮ જામ રાયસિંહજી -૨

ઈ.સ. ૧૭૦૯ માં જામ લાખાજી નું અવસાન થતા જામ રાયસિંહજી -૨ જામનગર ની રાજગાદી પર આવ્યા. તેઓ ભોગ વિલાસ માં રત રહેતા હોવાથી રાજ્ય નો ખજાનો ખાલી થઈ ગયો. આવા સંજોગો માં જામ રાયસિંહજી ના ભાઈ અને હડીયાણા ના જાગીરદાર જામ હરઘોળજી એ તેમની હત્યા કરી ને જામનગર નું શાસન પોતાના હસ્તગત લઇ લીધું.
આ ગાદી નો ખરો વારસદાર હત્યા નો ભોગ બનનાર જામરાયસિંહ નો સગીરપુત્ર તમાચી હતો.

૧૭૧૮-૧૭૨૭ જામ હરઘોળજી

જામ હરઘોળજી એ જામનગર ની ગાદી પચાવી ૧૭૧૮-૧૭૨૭ સુધી કુલ ૯ વર્ષ શાસન કર્યું હતું . આ દરમીયાન રાયસિંહજી ના પુત્ર તમાચી કચ્છ માં તેમની માસી રતનબાઈ પાસે ઉછરી મુસ્લિમ સુબા ની મદદ થી ૧૭૨૭ માં પાછી ગાદી મેળવી.

૧૭૪૮-૧૭૬૮ જામ લાખાજી -૩

જામ લાખાજી -૩ એ ૧૭૪૮-૧૭૬૮ સુધી એમ ૨૦ વર્ષ સુધી શાસન કર્યું. તેમના લગ્ન હળવદ ના કુંવરી દીપાજીબા સાથે થયા હતા. દીપાજીબા તેમની સાથે તેમના ત્રણ ખવાશ ભાઈઓ મેરામણ, નાનાજી અને ભવાન સાથે લાવ્યા હતા. લાખાજી -૩ ની:સંતાન હોવા થી તેમણે જશાજી -૨ અને સતાજી -૨ નામના પુત્રો દતક લીધા. તેમાંથી જસાજી – ૨ જામનગર ની ગાદી પર આવ્યા.

૧૭૬૮-૧૮૧૪ જામ જસાજી -૨
જામ જસાજી -૨ જામનગર ની ગાદી પર આવ્યા ત્યારે સગીર વય ના હતા તેથી મેરામણ ની સતા ખુબજ વધી ગઈ તેઓ માત્ર નામના રાજવી બની ગયા ખરી સતા તો મેરામણ પાસે હતી. આ દરમિયાન મેરામણ દ્વારા યુદ્ધો કરી ને જામનગર ની સતા માં વધારો કર્યો. મેરામણ દ્વારા જામ જસાજી -૨ ની માતા દીપાજી ની પણ હત્યા કરવામાં આવી. પોતાના માર્ગ નો આખરી કાટો દુર થઇ જતા મેરામણ જામનગર નો સર્વોપરી સરમુખત્યાર બની ગયો. ઈ.સ. ૧૮૯૫ માં મેરામણ ખાવસે દુષ્કાળ થી પીડાતા ઓખા પ્રદેશ પર ચડાઈ કરી ને જીતી લીધો. ઈ.સ. ૧૮૦૦ માં અવસાન થયું ત્યાં સુધી મેરામણ ખવાશ નું રાજ્ય પ્રવેર્તેલું. અંગ્રેજ કર્નલ વોકેર નો પ્રવેશ ૧૮૦૭ માં ગાયકવાડ ની સેના સાથે જામનગર માં થયો હતો આમ જામ જસાજી -૨ ૧૭૬૮ થી ૧૮૧૪ ૪૬ વર્ષ રાજ કર્યું હતું. જામ જસાજી નું અવસાન થતા તેના ભાઈ જામ સતાજી -૨ જામનગર ની ગાદી પર આવ્યા.

૧૮૧૪-૧૮૨૦ જામ સતાજી -૨

જામ સતાજી -૨ એ ૧૮૧૪-૧૮૨૦ સુધી ૬ વર્ષ સુધી રાજ્ય કર્યું. જામ સતાજી ની:સંતાન હોવા થી તેમના ભાઈ જામ જસાજી ની રાણી અછોબા એ સડોદર ના જાડેજા જસાજી ના પુત્ર રણમલ ને દતક લીધા. ઈ.સ. ૧૮૨૦ માં જામ સતાજી નું અવસાન થતા જસાજી ના દતક પુત્ર રણમલજી -૨ ગાદી પર આવ્યા.

૧૮૨૦-૧૮૫૨ જામ રણમલજી -૨

જામ રણમલજી -૨ ૧૮૨૦-૧૮૫૨ એમ ૩૨ વર્ષ સુધી જામનગર ની ધુરા સંભાળી. ઈ.સ ૧૮૨૯ માં ભાવનગર ના રાજા વજેસંગ ની કુંવરી બાઈ રાજ બા સાથે લગ્ન કર્યા. ઈ.સ. ૧૮૩૪,૩૯,૪૬ માં એકધારા દુષ્કાળ માં પ્રજા ને રાહત આપવા માટે તેમણે લાખોટા તળાવ, ભુજ્યો કોઠો,
રણમલ તળાવ, ચન્દ્રમહેલ જેવા મોટા બાંધકામો કરી લોકો ને રોજી આપી હતી. ઈ.સ. ૧૮૫૨ માં જામ રણમલ -૨ નું અવસાન થયું હતું. તેમના ૬ પુત્રો તેમની હયાતી માંજ અવસાન પામેલા તેથી તેમના સાતમાં પુત્ર વિભાજી ગાદી પર બેસ્યા.

૧૮૫૨-૧૮૯૫ જામ વિભોજી -૨

જામ વિભાજી -૨ ઈ.સ. ૧૮૫૨-૧૮૯૫ એમ ૪૩ વર્ષ સુધી જામનગર ની રાજગાદી સંભાળી તેઓ રંગીન તબિયત ના હતા. તેમણે ૧૪ રાજપૂત રાણી, ૬ મુસ્લિમ અને ૫ તવાયફો એમ કુલ ૨૪ રાણીઓ હતી. તેઓ વધુ ભણેલ ન હતા પરંતુ કળા પારખું હતા, જામનગર નો વિવિધ ક્ષેત્રે વિકાસ તેમના સમય દરમિયાન થયો હતો. તેમના સમય ને સુવર્ણ યુગ ગણવામાં આવે છે.

૧૮૯૫-૧૯૦૩ અંગ્રેજ સાસન

ઈ.સ ૧૮૯૫ માં જામ વિભાજી નું અવસાન થતા રાજ્ય ની લગામ એડ્મીનીસ્ટ્રેટર તરીકે ડબલ્યુ.પી.કેનેડી એ ૩૧ મી જુલાઈ થી ૧૯૦૩ સુધી સંભાળી. આમ આ સમય દરમિયાન જામનગર અંગ્રેજ શાસન હેઠળ રહ્યું.

૧૯૦૩-૧૯૦૬ જામ જશવંતસિંહજી

ઈ.સ્. ૧૯૦૩ માં જામ વિભાજી ના જાનબાઈ નામની મુસ્લિમ રાણી થી થયેલ પુત્ર જશવંતસિંહજી એ ૧૯૦૩-૧૯૦૬ એમ ૪ વર્ષ જામનગર ની રાજગાદી સંભાળી.

૧૯૦૯-૧૯૩૩ જામ રણજીતસિંહજી

ઈ.સ. ૧૯૦૬ માં જશવંતસિંહજી નું અવસાન થતા તેના દતક પુત્ર રણજીતસિંહને ગાદી સોપી. તેમની ગણના વિશ્વ ના મહાન ક્રિકેટર માં થાય છે. તેમના યાદગીરી રૂપે આજે ભારત માં રણજી ટ્રોફી રમાય છે. જામ રણજીતસિંહ નો જન્મ ૧૦ મી નવેમ્બર ૧૮૭૨ માં થયો હતો. ૧૧ મી માર્ચ ૧૯૦૭ માં તેઓ જામનગર ની રાજગાદી પર આવ્યા. તેઓ નો પ્રાથમિક અભ્યાસ રાજકોટ ની રાજકુમાર કોલેજ થી શરુ થઈ વધુ અભ્યાસ માટે કેમ્બ્રિજ ની ટ્રીનીટી કોલેજ માં જોડાયા હતા. તેમણે ૧૯૧૬ માં દીવાન ને બદલે સેક્રેટરીએટ પદ્ધતિ દાખલ કરી. જામનગર થી દ્વારિકા સુધી ની રેલવે લાઈન નખાવી. ૧૯૨૦ માં મહારાજા રણજીતસિંહ લીગ ઓફ નેસન્સ માં ભારત ના પ્રતિનિધિ તરીકે નીમાયા હતા. જામ રણજી એ ૭૫ લાખ ના ખર્ચે બેડી બંદર નો વિકાસ કર્યો, ઈરવીન હોસ્પિટલ બંધાવી જે હાલ માં ગુરુ ગોવિંદસિંઘ તરીકે જાણીતી છે. જામ રણજી એ ૧૯૩૦ માં ગોળમેજી પરિષદમાં રાજાઓ ના પ્રતિનિધિ તરીકે ભાગ લીધેલો. ૨-૪-૧૯૩૩ માં જામ રણજી નું અવસાન થયું હતું તેમણે કુલ ૨૬ વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું હતું. તેઓ જામનગર ના ઈતિહાસ ના એકમાત્ર અપરણિત રાજવી હતા.

૧૯૩૩-૧૯૪૭ જામ દિગ્વીજયસિંહજી

જામ રણજીતસિંહ અપરણિત હોવાથી તેમના ભાઈ જુવાનસિંહ ના પુત્ર દિગ્વિજયસિંહ ને દતક લીધેલા. તેઓ જામ રણજી ના અવસાન પછી ગાદી પર બેઠા. તેમણે બ્રિટન માં અભ્યાસ કર્યો હતો. અને ઇન્ડિયન આર્મી માં લેફટનન્ટ નો હોદો ભોગવ્યો હતો.. તેઓ ભારત ની આઝાદી સુધી જામનગર ના રાજવી રહ્યા હતા. દેશી રાજ્યો ના વિલીનીકરણ માં સરદાર પટેલ ને સાથ આપ્યો હતો. દિગ્વિજયસિંહજી ના સમય માં રણજીતસાગર, સિક્કા સિમેન્ટ નું કારખાનુ, વુલન મિલ, દિગ્વિજય પોટરી અને ટીન ફેક્ટરી તથા દિગ્વિજય પ્લોટ તેમના સમય માં વિકસ્યા હતા. તેમણે ૧૯૩૩-૧૯૪૭ સુધી રાજ્ય કર્યું. ૧૯૪૭ માં રાજાશાહી નો અંત આવતા તેઓ નુતન સૌરાષ્ટ રાજ્ય ના રાજપ્રમુખ બન્યા હતા.

રાજવંશી પરિવાર ના અંતિમ રાજવી દિગ્વિજયસિંહજી ના રાણી રાજમાતા ગુલાબકુંવરબા મુંબઈ માં રહેતા અને નિવૃત જીવન ગાળતાં. તેમની યાદ માં શૈક્ષણિક સંસ્થાઓ તથા પ્રજાલક્ષી ટ્રસ્ટો હાલ માં કાર્યરત છે.

હાલ જામ શત્રુશલ્યસિંહજી

દિગ્વિજયસિંહ ના પુત્ર કુમાર શત્રુશલ્યજી હાલ જામનગર માં વસે છે. દેશી રાજ્યો ના વિલીનીકરણ બાદ રાજાશાહી નો અંત આવ્યો હોવા છતાં પણ જામ શત્રુશલ્યસિંહજી એ જામનગર ના વિકાસ માં ખુબજ સારું પ્રદાન કર્યું છે. હાલ માં પણ તેઓ લોકો ના પ્રશ્નો ને વાચા આપી ઘટતા કરવા પ્રયાસ કરી રહ્યા છે. કુદરતી કે કુત્રિમ આકસ્મિક ઘટનાઓ સમયે તેઓ પ્રજા ની સાથે રહી તન, મન અને ધનથી સેવા કરે છે. તેઓ પશુ-પક્ષી પાળે છે અને પોતાના શિકારપ્રિય પૂર્વજો કરતા જુદાજ સ્વભાવ ના અને જીવદયા પ્રેમી છે.

લાખોટા તળાવ તથા લાખોટા કિલ્લો——

જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલું રણમલ તળાવ (લાખોટા તળાવ) પાંચ લાખ ચોરસ મીટરમાં અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. તળાવ નગરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને સહેલાણીઓ તેમજ યાયાવર પક્ષીઓ માટે પણ આદર્શ આશ્રય-સ્થાન પૂરું પાડે છે. નગરનું જૂનામાં જૂનું વર્ણન ઈ.સ. ૧૫૮૨-૮૩માં સ્થાપેલા જામવિજય સંસ્કૃત કાવ્યમાં જોવા મળે છે. કાવ્યના સર્જક વેણીનાથ યા વાણીનાથે એક શ્ર્લોકમાં જામનગરનું વર્ણન કાંઈક આવું કર્યું છે. નગર વેલ, વૃક્ષ અને પુષ્પોથી લચી પડેલી વાટિકાઓ અને કમળથી શોભતાં તળાવ અને તરેહ તરેહનાં ભવનોથી શોભતી આ નગરી અમરાવતી જેવી લાગે છે. કવિએ જામનગરને અમૃતથી ભરપૂર તળાવની નગરી કહ્યું છે.

હાલનું રણમલ અથવા લાખોટા તળાવ ઈ.સ. ૧૮૨૦થી ૧૮૫૨ વચ્ચે જામ રણમલજી બીજાએ બંધાવ્યાનું કહેવામાં આવે છે. જામનગરની ધરતી ઉપર ઈ.સ. ૧૮૪૦માં ભીષણ દુષ્કાળની આંધી ઊતરતાં, જનતા ભૂખમરાનો ભોગ બની. પશુઓ ટપોટપ મરવા લાગ્યાં. આ ભયંકર આફત વેળાએ રાજવી રણમલજીએ નગરને દ્વારે લાખોટા તળાવ અને લાખોટા કોઠાનું બાંધકામ શરૂ કરાવી, હજારો માનવીઓને રોજી-રોટી આપવાનો ધર્મ બજાવ્યો હતો. જામનગરના ઐતિહાસિક લાખોટા સંગ્રહાલયની સ્થાપના ૧૯૪૬માં નવાનગર રાજ્યે કરી હતી. સૌરાષ્ટ્રના ચાર પૈકીનું આ મ્યુઝિયમ સંગ્રહાયેલી વસ્તુઓ તો ઠીક, પરંતુ તેના ભવનનિર્માણની વાસ્તુકલા માટે પણ અજોડ છે.

આ કિલ્લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો. આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે તે ૯થી ૧૮મી સદી દરમિયાનના સ્થાપત્યનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે જામનગરના વિસ્તારમાં ફેલાયેલો છે.
આ કિલ્લો અર્ધવર્તુળાકારમાં બનાવવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓનો શસ્ત્રાગાર અને અન્ય યુદ્ધસામગ્રીનો સંગ્રહ થયેલો છે. લાખોટા મહેલને એક બ્રિજ શહેર સાથે જોડે છે. લાખોટાનો કિલ્લો કૉથ બાસનની નીચે આવેલ છે. જે શસ્ત્રો માટે જાણીતું છે આ કિલ્લો જામનગરના શાહી પરિવારે બનાવેલ હતો. અહીંનું મુખ્ય આકર્ષણ કૂવા છે, જેની નીચે આવેલા છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે. આ લાખોટા મિનાર તરીકે પણ ઓળખાય છે, જે દુર્લભ સંગ્રહ અને કલાકૃતિઓના એક અજાયબ ઘરમાં ફેરવાઈ ગયું છે. જામ રણમલજીના આદેશ પર દુષ્કાળમાં રાહત મેળવવા માટે મિનારનું નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં વર્ષ ૧૮૩૪, ૧૮૩૯ અને ૧૮૪૬માં આ ક્ષેત્રમાં વરસાદ નહોતો થયો. આ સંગ્રહાલય લોકોને જોવા માટે સવારે ૧૦-૩૦થી સાંજે ૫-૩૦ સુધી ખુલ્લું રહે છે.

મોક્ષધામ

જામગરનું સ્મશાન દેશનાં બિહામણાં સ્મશાનો કરતાં કાંઈક અલગ છે, જ્યાંનું વાતાવરણ દુ:ખમાં પણ અધ્યાત્મ અને સાંત્વના પૂરી પાડે છે. આજથી પચાસેક વર્ષ પહેલાં રેલવેનો પ્રારંભ થતાં, વિક્ટોરિયા પુલ (હાલનો નેતાજી સુભાષ પુલ)થી નાગનાના નાકા સુધી આવેલી સ્મશાનભૂમિને ખસેડી, નાગમતીના કિનારા ઉપર લઈ જવામાં આવી. આ માટે રાજ્ય તરફથી જમીન આપવામાં આવી હતી. નગરના ભાટિયા વેપારી વેરશીભાઈ કરમશીભાઈનાં પત્ની શ્રીમતી માણેકબાઈએ ૭૧૦૧ કોરીની સખાવતથી હાલની મોક્ષપુરીને નંદનવનમાં પલટાવવાના પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ સેવાભાવી સ્વ. ગોકળદાસ હીરજી ઠક્કર સ્મશાનભૂમિને મુલાકાતીઓ માટેનું સ્થળ બનાવવા અને યાત્રાસ્થળ બનાવવામાં સફળ થયા હતા. અહીં આવનાર લોકોને દેવી-દેવતાઓનાં મંદિરો અને વિશ્ર્વવિભૂતિઓના પુનિત સંદેશાઓ સાંભળવા મળે છે. સ્વ. મેઘજી પેથરાજ ટ્રસ્ટે ત્યારબાદ સ્મશાનમાં પાણી માટે કૂવો વગેરે જેવી અનેક સુવિધાઓ ઊભી કરી. સ્મશાનનું સંચાલન મહાવીર દળ નામની સમિતિ આજે વર્ષોથી કરે છે.

ઈતિહાસ અને સંસ્કૃતિ એ મનુષ્યજીવનનાં અવિનાભાવી અંગો જ છે એ બંને માનસમાં એવી રીતે વણાયેલી હોય છ કે તેમને જુદાં કરવાંમુશ્કેલ છે. માણસ એટલે જ જીવતો જાગતો ઈતિહાસ અને માણસ એટલે જ સદાકાળ સંસ્કૃતિ કાયમ  જામનગરમાં વસતાં લોકો ઈતિહાસ નિહાળતાં નથી પણ ઈતિહાસ જીવે છે. એમાં પણ જો જુના પૌરાણિક મંદિરો હોય તો આસ્થા આપોઆપ હૃદયમાં ઉત્પન્ન થાય છે. જામનગરનું બાલા હનુમાન મંદિર નામ સાંભળીને તમને અમદાવાદમાં ગાંધી રોડ પર આવેલું જુનું બાલા હનુમાનનું મંદિર નામ અવશ્ય યાદ આવી જાય , પણ આ અમદાવાદ નહીં પણ જામનગરની વાત છે !!!!!

બાલા હનુમાન મંદિર ——

લાખોટા તળાવ ના દક્ષિણપૂર્વ ખૂણે પર તે પણ વિશ્વ રેકોર્ડ ગિનિસ બુક માં યાદી થયેલ છે, જે માટે ઓગસ્ટ 1 લી, 1964, કારણ કે “શ્રી રામ, જય રામ, જય જય રામ” તેના સતત રટણ માટે પ્રખ્યાત આ બાલા હનુમાન મંદિર છે, . તમે ધાર્મિક નિષ્ઠા તેમના લાંબા અધિનિયમ સાક્ષી હોઈ મંદિર ની મુલાકાત લો અને તમે વધુ મુશ્કેલ સત્ર દરમિયાન, ખાસ કરીને રાત્રે, આ પ્રયાસ ફાળો ઈચ્છો તો પણ જોડાઇ શકે છે.
અનેક લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે અને એટલે જ એનું નામ “ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ”માંસમાવાયેલું છે .

પ્રતાપ વિલાસ પેલેસ ——-

ગુજરાતનાં બધાં જ પેલેસો અદભૂત છે પણ તેમાં પણ શિરમોર છે જામનગરનો આ વિખ્યાત પેલેસ ગુજરાતનો અતિ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત મહેલ એટલે જામનગરનો પ્રતાપ વિલાસ પેલેસ. ઈ.સ. ૧૯૧૪માં જામ રણજીતસિંહે પ્રતાપ વિલાસ પેલેસનું બાંધકામ કરાવ્યું હતું. જે યુરોપીય સ્થાપત્યો તથા ભારતીય કોતરણી કામનો સુંદર નમૂનો છે. આ પેલેસ સ્પેશિયલ ગ્લાસ ટેક્નિકથી સજાવાયો છે. તેના બાંધકામમાં યુરોપિયન ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેલેસની ઉપર ત્રણ ડોમ બનાવાયા છે. મહેલનો પ્રવેશદ્વાર બે વાઘોના શિલ્પ સાથે શણગારવામાં આવ્યો છે
દરબાર હોલ મોઝેક ફ્લોર, સાત ડોમ, બાર બારીઓ, બાલ્કની દ્વારા સજાવવામાં આવ્યો છે. આ મહેલ ૭૨૦ એકરમાં ફેલાયેલો છે.

ભૂજિયો કોઠો  ——–

જામ રણમલ બીજાના સમયમાં ઉપરાછાપરી ૧૮૯૦, ૧૮૯૫ અને ૧૯૦૨માં જામનગરમાં દુષ્કાળ પડ્યા. આમ, દુષ્કાળમાં પ્રજાને રોજી-રોટી આપવાના હેતુથી રણમલજીએ કેટલાંક બાંધકામ કરાવેલાં. લાખોટા તળાવ, લાખોટા કોઠો અને ભૂજિયો કોઠો. ભૂજિયા કોઠાનું કામ સંવત ૧૮૮૨માં શરૂ થયેલું અને ૧૩ વર્ષ તેને બાંધતાં લાગેલા. લાખોટા તળાવના દક્ષિણ કિનારે આવેલો આ વિરાટ અને ભવ્ય કોઠો અતીતની અનેક યાદને સંઘરીને ઊભો છે.
ફતેહપુર સિક્રીના બુલંદ દરવાજાની જેમ જિલ્લા અને કોઠાના બાંધકામની બાબતમાં આખા દેશમાં ભૂજિયો કોઠો એના ઘેરાવા અને ઊંચાઈને કારણે અજોડ ગણાય છે.


કોઠાના બાંધકામમાં કુલ ૪ લાખ, ૨૫ હજાર કોરીનું ખર્ચ થયું હતું. કોઠા ઉપર ચઢીને જામનગર શહેરનું મનોહર દૃશ્ય જોઈ શકાય છે. ઘણા લોકો એવું માને છે કે, છેક ઉપર ચઢીને જોઈએ તો કચ્છનું ભૂજ શહેર દેખાતું હતું, તેથી તેને ભૂજિયો કોઠો કહેવાય છે.

ઈતિહાસ એ માત્ર જગ્યા નથી પણ એ જગ્યાએ શું થયું હતું એ મહત્વનું છે ઇતિહાસ માનવ વડે જ ,માનવો માટે જ  માનાવોમાં કાયમ સચવાયેલો હોય છે જગ્યાઓ તો ઘણી છે એ જગાએ નવું પણ કઈ બની ગયું હશે
પણ એ જગને મનમાં મમળાવે એની સુગંધ લે એ જ સાચો માનવ
ઈતિહાસ રચાય છે ઈતિહાસ જળવાય છે ઈતિહાસ અનુભવાય છે

ટૂંકમાં
ઈતિહાસ એટલે માનવીના મનનો તાગ !!!!! ઈતિહાસ એ માત્ર એજ જગ્યા પર નહીં પણ આજુબાજુની જગ્યાઓમાં પણ ફેલાયેલો હોય છે .. એમાં જો વિજ્ઞાનનો સાથ મળી જાય તો સોનામાં સુગંધ ભળ્યાં જેવું થાય .

સૂર્યનાં કિરણોથી ચિકિત્સા અને સારવાર કરતું સોલેરિયમ ———–

આધુનિક તબીબી વિજ્ઞાન પણ સૂર્યની પ્રચંડ ઊર્જાની શક્તિનો વિવિધ રોગોની સારવાર માટે ઉપયોગ કરવા લાગ્યું છે સૂર્યનાં કિરણો દ્વારા રોગોની સારવાર પદ્ધતિ અનાદિ કાળથી ચાલી આવે છે, ત્યારે દેશભરનું એક માત્ર સૂર્ય ચિકિત્સાલય સમું સોલેરિયમ જામનગરની મુલાકાતે આવતા દેશ-વિદેશના પર્યટકોનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે.

જામનગરમાં ઇરવિન હૉસ્પિટલ અને આજની ગુરુ ગોવિંદસિંગ હૉસ્પિટલ સંકુલના પાછળના ભાગમાં આવેલું આ સોલેરિયમ જામનગરના જામ સાહેબ રણજીતસિંહે ૧૯૩૩માં સ્થાપ્યું હતું, જેને તેમના નામ ઉપરથી ‘રણજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલીરેડિયો થેરાપી’ નામ આપવામાં આવ્યું હતું. દુનિયામાં સોલેરિયમના પ્રણેતા ફ્રાન્સના ડૉ. જીન સૈદમેને પોતે જામસાહેબના કહેવાથી ખાસ દેખરેખ હેઠળ આ સોલેરિયમની રચના કરી હતી.

૧૯૩૩ના ગાળામાં જામનગરના જામ સાહેબ રણજીતસિંહજીની દૂરંદેશી અને આંતરરાષ્ટ્રીય સંબંધોને કારણે નવાનગર (જામનગર) સ્ટેટની પ્રજાને વર્ષો સુધી રીકેટસ, સાંધાનો દુખાવો, મેટાબોલિક સંબંધિત ખરાબીઓ, ગ્રંથિઓની ટી.બી. અને કેટલાક પ્રકારના કેન્સર જેવી ગંભીર બીમારીનો સૂર્યનાં કિરણો દ્વારા ઉપચાર કરવાનો ખાસ લાભ મળ્યો હતો.

રણજીત સાગર ડેમ ———

જામનગર શહેરની શાન રણજીત સાગર ડેમ છે. સાંજે અહીં લોકો હરવાફરવા આવે છે. જામનગરનું પ્રખ્યાત સ્થળ છે. મહત્ત્વની વાત એ છે કે આ ડેમ આખા જામનગર શહેરને પાણી પૂરું પાડે છે. બાજુમાં એક સુંદર બગીચો પણ બનાવવામાં આવ્યો છે. સીઝન દરમિયાન અહીં અનેક પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે. પિકનિક માટેનું આજે આ સુંદર સ્થળ બની ગયું છે.

ખીજડિયા પક્ષી અભયારણ્ય ———–

જામનગર શહેરથી આશરે ૧૨ કિ.મી. રાજકોટ તરફ આવો એટલે ખીજડિયા પક્ષી અભયારણ્ય વચ્ચે આવે. આશરે ૬૦૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ આ અભયારણ્ય તેનાં વૈવિધ્યસભર પક્ષીઓના કારણે સમગ્ર ભારતમાં આગવું સ્થાન ધરાવે છે. ૧૯૨૦ દરમિયાન બનાવવામાં આવેલા આ અભયારણ્યમાં બે માનવ નિર્મિત ડેમ પણ છે. એકમાં તાજું પાણી અને બીજામાં સમુદ્રનું પાણી છે. વિશ્ર્વમાં આશરે ૮૬૦૦ જાતનાં પક્ષીઓ હોવાનો અંદાજ છે જેમાંથી ગુજરાતમાં ૪૫૩ જાતનાં પક્ષીઓ અને જામનગર જિલ્લાના આ અભયારણ્યમાં ૨૫૨ જાતનાં પક્ષીઓ જોવા મળે છે. સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન અહીં બહારથી પ્રવાસી પક્ષીઓ આવતાં હોય છે. અહીં કાળી કાંકણસાર, ગજપાંઉ, કપાસી, ભગવી સમળી, ઢોર બગલો, પતરંગો, તેતર, શાટી ઝુંપસ, દેવ ચકલી જેવાં પક્ષીઓ
ઉપરાંત પ્રવાસી પક્ષીઓ કાળીપૂંછ ગડેરો, નકટો, કુંજ, નાની મુરધાબી, પાનપટ્ટાઈ જેવાં પક્ષીઓ પણ જોવા મળે છે.

અનેક મંદિર અને સંસ્કૃત પાઠશાળાઓને કારણે જામનગર “છોટીકાશી” તરીકે ઓળખાય છે. ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલ ઝંડુ ફાર્મસી અહી છે. જામનગર ની બાંધણી, કંકુ અને સુરમો દેશ-વિદેશ માં પ્રખ્યાત છે. જામનગર માં ખંભાળિયા નો દરવાજો, દરબારગઢ, વિભા પેલેસ, પ્રતાપ પેલેસ અને ઘુમલી ના શિલ્પ સ્થાપત્યો અનેરું આકર્ષણ ધરાવે છે. અહી ની આયુર્વેદ યુનિવર્સિટી અને સોલેરીયમ વિશ્વ માં આયુર્વેદ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. રણમલ તળાવ ના કાઠે આવેલું બાલા હનુમાન નું મંદિર ૧ ઓગસ્ટ ૧૯૬૪ થી ચાલતી નિરંતર રામધૂન ના કારણે ” ગીનીસ બૂક ઓફ વર્લ્ડ ” માં નામ ધરાવે છે. જામનગર માં સેના ની ત્રણે પાંખો એટલે કે એરફોર્સ, નેવી અને મીલીટરી કાર્યરત છે.

જામનગર માં નૌકા સેના નું તાલીમ કેન્દ્ર વાલસુરા માં આવેલું છે અને નજીક માં બાલાચડી માં સૈનિક શાળા આવેલી છે. જામનગર ના દરિયા કાઠે પરવાળાના સુંદર રંગબેરંગી ખડકો વાળા પીરોટન અને નરારા ટાપુ આવેલા છે. જે ” દરિયાઈ રાષ્ટીય ઉદ્યાન” તરીકે જાહેર કરમાવા માં આવેલ છે.
જામનગર વિદેશી પક્ષીઓ નો મેળાવડો રણમલ તળાવ, રણજીતસાગર, ઢીચડા અને ખીજડીયા માં નયનરમ્ય દર્સ્યો સર્જે છે. જામનગર માં આવેલ ઓઈલ રિફાયનરીઓ રિલાયન્સ અને એસ્સાર ને કારણે જામનગર ઓઈલ ઉધોગ માં આગવું સ્થાન ધરાવે છે. રિલાયન્સ પેટ્રો તો એશિયાની બિગેસ્ટ તેલ ઉત્પાદન કરતી કંપની છે જામનગર માં પીતળ ઉધોગ ના બહોળા વિકાસ ને કારણે જામનગર વિશ્વમાં “બ્રાસસીટી” ની આગવી ઓળખ ધરાવે છે જામનગર શહેર ના જુનવાણી ફોટા માટે

જામનગરમાં ઈતિહાસ .સંકૃતિ ,ધર્મ અને વ્યાપારનો સુભગ સમન્વય સાધ્યો છે અત્યારનું આધુનિક જામનગર સૌરાષ્ટ્રનીખાસ વાનગીઓ અને ફરસાણ ખાવાં માટે પણ જાણીતું છે. એકવાર તો આ શહેરની મુલાકાત અવશ્ય લેજો !!!!!

જામનગરમાં ખાવાનું પણ અદ્ભુત અને સરસ મળે છે અને ખાવાથી જો લાંબી બીમારી થાય તો સોનેટોરીયમ તો છે જ અને જો ટૂંકી નાની અપચા કે કબજિયાત જેવી બીમારીઓ થાય તો ઝંડુ ફાર્મસીની આયુર્વેદિક ગોળીઓ કે ચરુન ખાઈને તે મટાડી દેજો અને જો કશુજ નથાય તો જામનગરમાં ફરવાં જેવા અનેક ઐતિહાસિક અને નયનરમ્ય સ્થળો છે ત્યાં જઈને ફરવાનો -જીવવાનો અને કુટુંબ સાથે સમય ગાળવાનો લ્હાવો અવશ્ય લેજો !!!

——– જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!