તેઓ એરોસ્પેસ એન્જિનિયરિંગ, સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ એન્જિનિયરિંગ, લોન્ચ વ્હિકલ એન્ડ મિશન ડિઝાઇન, કન્ટ્રોલ એન્ડ ગાઇડન્સ ડિઝાઇન એન્ડ મિશન સિમ્યુલેશન સોફ્ટવેર ડિઝાઇન, મિશન સિન્થેસિસ, સિમ્યુલેશન, એનાલિસિસ એન્ડ વેલિડેશન ઓફ ફ્લાઇટ સિસ્ટમમાં નિપુણતા ધરાવે છે.
ચંદ્રયાન-૨નું વિક્રમ લેન્ડીગ કરતા સમયે ચંદ્રથી ૨.૧કિ.મી.થી દુર હતું ત્યારે તેનો સંપર્ક કપાઈ ગયો…આ સમયે આખો દેશ આ ઐતિહાસિક ક્ષણને સાક્ષાત્કાર કરવા પોત પોતાના ટી.વી.સેટ સમક્ષ ભારે આશાને ઉત્સુકતાથી ગોઠવાઈ ગયો હતો.. ભારતના વડાપ્રધાન શ્રી મોદીજી પણ ઈસરોના રિશર્ચ કેન્દ્ર પર હાજર હતા.. આ નાજુક ક્ષણે જ્યારે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટ્યો ત્યારે ઈસરોના ચેરમેનશ્રી કે.સિવન…વડાપ્રધાનશ્રી ગળે મળી અતિ ભાવુક થયાના દ્રશ્યો આખા દેશે જોયાં..
ઈસરો ના ચેરમેનનુ આજે વડાપ્રધાન ના ખભે માથું મૂકીને રડવાનું ભાવુક દ્રશ્ય જોયું ત્યારે એક સંસ્થા ના વડા તરીકે એમના મનની સ્થિતિ સમજી શકું છું…… દસ વર્ષની મહેનત, 978 કરોડ રૂપિયા નો પ્રોજેકટ હેન્ડલ કરનાર આ ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવનાર વૈજ્ઞાનિક શ્રી કે. સિવન … જેમને દેશ અને દુનિયા ચંદ્રયાન-૨ની નિષ્ફળતા માટે ના યાદ કરે તે માટે એમની હિ્સ્ટ્રી સૌને જણાવવા ની મારી ઈચ્છા છે….
તા.૧૪મી એપ્રિલ ઈ.સ.૧૯૫૭માં તેમનો જન્મ દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્યના કન્યાકુમારી જિલ્લાના એક નાનકડા ગામ સરાકલ્લવિલાઈ નામે ગામમાં થયો હતો. પિતા કૈલાસવડીવુ એક સામાન્ય ખેડુત હતા. તેમની માતાનું નામ ચેલ્લમ્ હતું. તેમણે પોતાની જ માતૃભાષા તમીલમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. અભ્યાસ સાથે સાથે પિતાશ્રીને ખેતીકામે મદદ પણ કરતા હતા. આર્થિક સંકડામણ હોવાથી ઉઘાડા પગે પણ ખેતીકામ કરતા હતા.
તેઓ અભ્યાસમાં તેજસ્વી હતા. સામાન્ય પરિવારના હોવાથી તેમના પિતાશ્રીએ પોતાના ગામની નજીકની જ એક સાયન્સ કોલેજમાં પ્રવેશ અપાવ્યો હતો. તેઓ દક્ષિણ ભારતીય પરંપરા મુજબ ધોતી પહેરી કોલેજ જતા હતા. આ એક પ્રથમ વિદ્યાર્થી હતા કે જેમણે ગણિતમાં ૧૦૦% માર્કસ મેળવી Bsc. પાસ કરી હતી.
એરોનોટીક્સ એન્જિનિયર કર્યા પછી. મુબઈ IIT એરોનોટીક્સમા Phd.ની ડીગ્રી પ્રાપ્ત પણ કરી. ઈ.સ.૧૯૮૨ માં ઈસરોમાં જોડાઈ રોકેટ બનાવવાની કામગીરીમાં રોકાયા હતા. ત્યાર પછીની તેમની કારકીર્દી જોઈએ.
ઇ.સ.૨૦૧૧માં GSLV મિશનના ડાયરેકટર બન્યા..તેમની સફળતાને ધ્યાને લઈ ઇ.સ. ર૦૧૪માં તેમને પ્રવાહી બળતણ પોપલ્શન સિસ્ટમ સેન્ટરના નિર્દેશક બનાવાયા હતા.
૧લી જુલાઈથી વિક્રમ સારાભાઈ સ્પેશ સેન્ટરના ડાયરેકટર તરીકે નિમાયા હતા. ઇ.સ.૨૦૧૮થી તેઓ ઈસરોના ચેરમેન પદે રહી દેશને સેવાઓ આપી રહ્યા છે.
પ્રવાહી બળતણ અને રોકેટના બળતણની ટેકનોલોજીના નિષ્ણાંત તરીકે સારી એવી નામના મેળવી. PSLV, GSLV જેવાં સેટેલાઇટ લોન્ચર બનાવવામાં તેમનું મોટું યોગદાન પણ છે.
ક્રાયોઓજેનિક એન્જિનવાળા રોકેટ બનાવીને મંગળયાનની સફળતા અને એકી સાથે ૧૦૫ જેટલા સેટેલાઇટ છોડીને ભારતને ગૌરવ પણ તેમણે જ અપાવ્યું છે. જ્યારે આપણી પાસે શ્રી કે.સિવન જેવા મહાનુભાવો સાથે છે ત્યારે વિક્રમના લેન્ડીગની નિષ્ફળતા પછી પણ સંશોધન માટેની ઉજળી તકો છે.
દશ વરસની મહેનત પછી રૂ.૯૭૮ કરોડ પછી પણ આ પ્રોજેકટ હેન્ડલ કરનારને સાદગીપૂર્ણ જીવન જીવનારને સફળ વૈજ્ઞાનિક કે.સિવન કે શ્રી અબ્દુલ કલામ જેવા એકાદ પણ વૈજ્ઞાનિકને તૈયાર કરી શકીએ તો ય આપણાં નાણાં વસુલ જ છે.
#સંપર્ક_તૂટ્યો_છે_સંકલ્પ_તૂટ્યો_નથી.
સંકલન:પોપટભાઈ પટેલ ઘેલડા
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..