અમદાવાદ એ ઐતિહાસિક શહેર છે એ નિર્વિવાદ છે લોકો અને રાજકીય પક્ષો આ બાબતમાં ઉદાસીનતા સેવે છે. જે સરાસર ખોટું છે !!!! એમને ખાલી શહેરનું નામ બદલવામાં જ રસ છે …….. એનું ગૌરવ કરવામાં નહીં !!!!! અમદાવાદના ઐતિહાસિક સ્થળો અને એની જાજરમાનતા એ એનો જીવતો જાગતો પુરાવો છે …… કહો કે ભવ્ય ભૂતકાળની સાક્ષી છે !!!
ઇતિહાસમાં સ્થળ, સ્થાન,અને સમય ત્રણેય મહત્વના હોય છે. ઈતિહાસ એ પાના ઉથલાવી જવાં માટે કે પરીક્ષામાં પાસ થવાં માટે નથી રચતો !!! ઈતિહાસ મનભર હોય છે …… અરસિક માણસોને આમાં કંઈ સમજ ના પડે !!! ઈતિહાસ ખાલી વાંચવા માટે નહીં પણ મમળાવવા માટે હોય છે. ઈતિહાસ એ કોઈ એક કોમનો મોહતાજ નથી. ઈતિહાસ એ ઈતિહાસ છે. એ વાત આપણે સમજી લેવાની જરૂર છે !!!! ઇતિહાસનું આચમન હોય ……. આકલન નહીં !!!! ઉદાસીનતા એ એક પ્રકારની માનસિક બર્બરતા છે !!!!ઈતિહાસ એ ગાથા છે …… વ્યથા નહીં !!!! ઈતિહાસ એ માનવો વડે… માનવો માટે જ રચાતો હોય છે!!! ઈતિહાસ એ એહસાસ છે ……. અહેસાન નહીં !!! નાસમજ ને ઈતિહાસ સમજાવવો વ્યર્થ છે !!!! ગૌરવ હમેશા ઇતિહાસનું જ હોય …….. રાજકીય સંકુચિત વિચારધારાનું નહીં. ઈતિહાસ માણવા માટે હોય છે. ઈતિહાસ કૈક નવું જાણવા માટે હોય છે. અને એટલેજ આપણી સંસ્કૃતિ વિશ્વમાં મહાન સંસ્કૃતિ છે એનું ગૌરવ લો એને અળગો ના કરો !!!!
અમદવાદનો ઈતિહાસ
પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો.. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી.
ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી ‘અહમદાબાદ’ રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને ‘અમદાવાદ‘ તરીકે ઓળખાવા લાગ્યું.
અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો. તેણે નવી રાજધાની ૪ માર્ચ ૧૪૧૧ના રોજ નક્કી કરી હતી.
” જબ કુત્તેપે સસ્સા આયા તબ અહમદશાહને શહર બસાયા……”
દંતકથા અનુસાર અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા. તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે: જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા.
ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે.
ઈ.સ. ૧૫૫૩માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું.
મુગલકાળ દરમ્યાન અમદાવાદ, રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું. જ્યાંથી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું. મરાઠાકાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશ્વા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું.
અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ પૂર્વનું ‘માંચેસ્ટર’ પણ કહેવાતું હતું. મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. હાલ ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ રહી છે. સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામા આવે છે.
ઈતિહાસ હંમેશા આગવો જ હોય છે અને એટલે જ એ અલગ તરી આવતો હોય છે ઈતિહાસ વિષે વાર્તાલાપ કે પૂર્વાલાપ કરવો વ્યર્થ છે!!!
જે છે અને જેમનું તેમ છે કે હતું તે સ્વીકારવું જ રહ્યું આપણે !!!
ઈતિહાસ એ ઘટના છે એમાં કસુંય અઘટિત હોતું જ નથી. ઈતિહાસ એ આલેખન છે પ્રસ્તાવના નહીં !!!! ઈતિહાસને ક્યારેય આઘો કરી શકતો નથી અને બાઘાઓનું તેમાં સ્થાન જ નથી. ઈતિહાસ મમળાવવા માટે, ચગળવા માટે હોય છે ચાવી જવા માટે નહીં !!!! કારણકે આવાં માણસોને ઈતિહાસ કયારેય પચતો જ નથી. કર્ણાવતી કરતાં આશાવલ એ જુનું નામ છે અને અને
અને
કર્ણાવતી નામ હોવાનો કોઈજ પુરાવો મળતો નથી. એટલે જે નામ છે અને જે છે તે છે જ એને કોઈ મિટાવી શકવાનું નથી. ખાલી વહીવંચા જેવાં લોકો જ ખોટાં ઉધામા મચાવતાં હોય છે. અમદવાદ એ ઐતિહાસિક સ્થાનકોથી હર્યુ ભર્યુ શહેર છે. એમાં કોઈ જ શંકાને સ્થાન નથી
કેવાંક છે આ અમદાવાદનાં સ્થળો !!!! એ વિષે વિગતે જોઈએ જરા —–
ઝૂલતા મિનારા (Sidi Bashir Mosque)
ઝૂલતા મિનારા ગુજરાત રાજ્યના અમદાવાદ કે જે એક સમયે રાજ્યની રાજધાની હતી, તે શહેરમાં આવેલું પુરાતન સ્થાપત્ય છે. આ સ્થાપત્યનું નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવેલું છે. એક મિનારા પર ચડીને એને હલાવવાથી બીજો મિનારો પણ થોડી ક્ષણોમાં હલે છે. તેથી આ મિનારાનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે. અમદાવાદમાં સારંગપુર-ગોમતીપુરમાં રેલ્વે સ્ટેશનની બહારનાં ભાગે આવેલા આ મિનારા ત્રણ માળનાં બનેલા છે અને તેના છજાઓમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે.
ઇતિહાસ —
અમદાવાદમાં સીદી બશીરની મસ્જિદમાં આવા મિનારા બાંધવામાં આવ્યા હતાં, જે સુલતાન અહમદ શાહનાં ગુલામ સીદી બશીરે બાંધ્યા હતાં તેમ માનવામાં આવે છે. અન્ય એક મત મુજબ સુલતાન મહમદ બેગડાનાં શાસન દરમિયાન મલિક સારંગ નામના એક ઉમરાવે તે બંધાવ્યા હતાં. મિનારાવાળી આ મસ્જિદનું બાંધકામ ૧૪૫૨માં પૂર્ણ થયું હતું
મિનારા
એક મિનારા પર ચઢીને તેને હળવેથી હલાવતા બીજો મિનારો થોડી ક્ષણો પછી આપોઆપ હલે છે, અને આ કંપનની અસર બન્ને મિનારાઓની વચ્ચેની જગ્યા પર જોવા મળતી નથી. આ કંપનનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મોનિયર એમ. વિલિયમ્સ નામના અંગ્રેજ સંસ્કૃત વિદ્વાનને ૧૯મી સદીમાં મિનારાઓની આ લાક્ષણિકતાની સૌપ્રથમ જાણ થઈ હતી.
અન્ય મિનારા
રાજ બીબીની મસ્જિદમાં પણા આવા મિનારાઓ આવેલા છે, જેમાંનો એક બ્રિટિશરોએ સંશોધન કરવા માટે છૂટો પાડ્યો હતો, પરંતુ તેમનાં સંશોધનમાં તેઓ કશું જાણી ના શક્યા અને ના તો તેઓ તે મિનારાને પાછો ઉભો કરી શક્યા. આ ઉપરાંત ઇરાનનાં ઇસફહાનમાં પણ આ પ્રકારના મિનારા છે, જે મોનાર જોનબન તરીકે જાણીતા છે. મોનાર જોનબનનો શબ્દશ: અર્થ થાય છે ઝૂલતા મિનારા
સીદી સૈયદની જાળી ———-
સીદીસૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં આવેલી સીદીસૈયદની મસ્જિદની એક દિવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એકજ પથ્થરમાંથી બનેલી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમુનો ગણાય છે. અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદીસૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે.
સીદી સૈયદની મસ્જીદ
આ જાળી લાલ દરવાજા પાસે આવેલી છે. અને ત્યા બીજી જાળી પણ આવેલી છે, એ પણ એટલી સુંદર અને રમણીય છે. આવી કુલ ૪ જાળીઓ છે. ત્યા આજુબાજુ બગીચો છે. બાજુમા લોકલ બસનુ મુખ્ય સ્ટેશન આવેલું છે.
પ્રથમ નજરે જોતાં એમ લાગે કે ખજૂરીના ઝાડની ડાળીને પથ્થરો વચ્ચે ગોઠવીને ફિટ કરી દીધી છે, પરંતુ તે રેતિયા પથ્થરોથી કંડારાયેલી કલાત્મક જાળી છે. અમદાવાદમાં આવતા વિદેશી નાગરિકો જેની અચૂક મુલાકાત લે છે તે સીદી સઈદની જાળી શહેરના સ્મૃતિચિહ્ન તરીકે પ્રસ્થાપિત થઈ છે.
સીદી સઈદની જાળીનો એક ભાગ ચોરી લેવાયો હતો કે વિદેશ લઈ જવાયો હતો તેવી પણ માન્યતા છે. જો કે તેને ઐતિહાસિક સમર્થન મળતું નથી. સલ્તનત યુગની મહત્વપુર્ણ ઘટનાઓ વચ્ચે વર્ષ ૧૫૭૩માં બનાવાયેલી સીદી સઈદની જાળી સહૃદયતાના પ્રતીકસમાન હતી. આ જાળી સીદી સઈદે બનાવી હોવાના નામે પ્રચલિત છે પરંતુ, તેનું ખરેખર નામ શીદી સઈદની જાળી છે.
ચોરસ રેતિયા પથ્થર પર જુદી જુદી કોરતણી કરી જિગસો પઝલની જેમ ગોઠવી અદ્ભુત કોતરણીકામ ઊભું કરવું કેટલું મુશ્કેલ છે તે શિલ્પીઓ સારી રીતે જાણે છે. સૂક્ષ્મ અને કલાત્મક કોતરણીની દ્રષ્ટિએ આ જાળી દેલવાડાંના દેરાંની કોતરણીની હરીફાઈમાં ઉતરે એમ છે. ઢળતા સૂર્યનો પ્રકાશ જયારે આ જાળીમાંથી ચળાઈને આવે છે ત્યારે કંઈક જુદું જ વાતાવરણ સર્જાય છે.
રેતિયો પથ્થર સમય જતાં ઘસાતો જતો હોય છે પણ ઇ.સ.૧૫૭૩ માં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજસુધી બરકરાર રહી છે. આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે. તેની ગૂંથણી એટલી સફાઈદાર અને નાજુક છે કે નજર પણ અટવાઈ જાય. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રતિકૃતિ ભેટમાં આપે છે. અમદાવાદની ઓળખનાં ચિહ્નો તરીકે સ્થાપિત થયેલી જાળીની પ્રતિકૃતિ બહારથી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઈ જાય છે.
એક અનુમાન એવું છે કે આખી જાળી એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે. પરંતુ અલગ અલગ ટૂકડા પર કોતરણી કરીને તેને સાધવામાં આવ્યા છે. સીદી સઈદ તે સમયે ક્યા કારીગરો પાસે આ જાળી બનાવડાવી અને તે ટુકડા સાંધવા શેનો ઉપયોગ કર્યોતે બાબત પણ વધુ સંશોધન માગી લે તેમ છે, કારણ કે જાળી પથ્થરના બદલે કપડા પર ભરતકામ કર્યું હોય તેવી બેનમૂન લાગે છે.
જેના કારણે એક જ જાળીમાં ચિત્રકામ, નકશીકામ સુથાર અને કડિયાકામ બન્યું હોય તેવો વિરલ સંગમ છે. સવા ચારસો વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપે જ રહી છે તે પણ આશ્ચર્યજનક વાત છે. તેના કારણે જ આ જાળી અમદાવાદની ઓળખસમાન બની છે. જાળીની સન્મુખ ઊભા રહીને થોડીવાર સુધી તેને જોતાં તેમાં ખોવાઈ જવાય તેવું કલાત્મક સોંદર્ય ધરાવે છે.
ત્રીજી જાળી હોવાની માન્યતાઓ
સીદી સઈદની જાળીમાં બે કલાત્મક કોતરણીવાળી જાળી છે. તેમાં વધુ એક જાળી હતી તેમ કહેવાય છે. જેને અંગ્રેજો તેમના સમયે બ્રિટન લઈ ગયા હતા તેમ કહેવાય છે. એક વાત એવી પણ છે કે ન્યૂયોર્કમાં એક જાળી લઈ જવાઈ છે. જો કે સાચી વાત એ છે કે સીદી સૈયદની મસ્જિદનું કેટલુંક કામ તેમાં પણ મિનારા અને કમાનો અધૂરાં બનાવાયા હોય તેવું લાગે છે.
તે પાછળનું કારણ એવું છે કે, સીદી સઈદે તેની જાગીરનાં ગામોની આવકમાંથી ફકત કંઈક બેનમૂન મસ્જિદ બનાવવી તેન ધૂનથી કામ શરૂ કરાવ્યું હતું. પરંતુ, જહૂજાર ખાન નામના સીદી સરદાર સાથે પાછળથી તેને વાંકું પડતાં સીદી સઈદનાં ગામો પાછાં લઈ લેવાયાં હતાં. તે જ સમયે અકબરે ગુજરાત જીતી લેતાં સીદી સઈદની આવક બંધ થઈ જતાં તે મસ્જિદનું અધૂરું કામ પૂરું કરાવી શક્યો નહીં. તેથી એક જગ્યાએ જાળીના સ્થાને પથ્થર મૂકવામાં આવ્યા છે. અંગ્રેજો ત્રીજી જાળી લઈ ગયા હોય તેવી વાતને કોઈ સમર્થન મળતું નથી.
અમદાવાદમાં અનેક જૂનાં સ્મારકો છે. માણેક બુરજ, રાણીનો હજીરો, ઝૂલતા મિનારા જેવી અનેક પુરાતત્ત્વીય ઇમારતો છે, પરંતુ તેમાં કલાત્મક રીતે ફકત સીદી સઈદની જાળી જ વિખ્યાત છે. આટલાં વર્ષ સુધી મૂળ સ્વરૂપમાં ટકી રહી છે તે પણ કદાચ એક મહત્ત્વનું કારણ છે. સુલ્તાન અહેમદ ત્રીજાના સમયે સીદી સઈદે આ જાળી બનાવડાવી હતી. તેનું અવસાન થતાં તેને તેણે જ બનાવડાવેલી આ મસ્જિદમાં દફનાવાયો હતો.
ઇતિહાસકાર રિઝવાન કાદરી તેમના પુસ્તક અતીતના આયનામાં અમદાવાદમાં નોંધ કરતાં લખે છે કે, ‘ગુજરાતમાં આ હબસીઓ (સીદી) ક્યારથી આવ્યા તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી, પરંતુ સુલતાન અહેમદ (ત્રીજા) ના સમયમાં સીદીઓ શકિતશાળી બન્યા તે સમયે જહૂજાર ખાન નામનો શકિતશાળી સરદાર હતો, જેને પાછળથી મોગલ રાજા અકબરે એક હત્યા બદલ હાથી નીચે ચગદાવી નાખ્યો હતો. આ સરદારનો મિત્ર સીદી સઈદને તેની વફાદારીના કારણે કેટલાં ગામ અપાયાં હતાં.”
સીદી સૈયદ તે ગામની આવકનો ઉપયોગ કેટલાંક સદ્કાર્યોમાં કરતા તે તેના નામે જ પ્રચલિત બની. તે સમયમાં પથ્થરમાં આવી કોતરણી કરવી કેવી રીતે શકય હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે જાળીને ચોરસ રેતિયા પથ્થરમાંથી સાંધીને બનાવાઈ છે. આ જાળીની પહોળાઈ દસ ફૂટ અને ઊચાઈ સાત ફૂટ છે. વર્ષોપૂર્વે એક હજાર રૂપિયામાં તેની લાકડાની પ્રતિકતિ બનાવાઈ હતી. વર્ષો પછી પણ ગરમી, ઠંડી અને વરસાદ ઝીલ્યા છતાં તેને આંચ આવી નથી. તેમાં ખજૂર કે નાળિયેરનાં ઝાડનાં પાંદડાં જેવી કોતરણીને એટલી સૂક્ષ્મ રીતે કંડારવામાં આવી છે.
રશિયાનો ઝાર જયારે ભારતની મુલાકાતે આવ્યો હતો ત્યારે તેણે સીદી સઈદની જાળીની મુલાકાત લીધી હતી. તે પછી ઈગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ પણ જાળીની કોતરણી જોઈને અચંબામાં પડી ગયાં હતાં. ઇતિહાસકાર ફર્ગ્યુસનના કહેવા પ્રમાણે આ જાળી મૂળ જેવી જ લાગે છે, તેના પરથી કહી શકાય કે તેને બનાવનારો આ વિશિષ્ટ કળામાં કાબેલ હતો. મરાઠા અને અંગ્રેજોના સમયમાં એક તબક્કે આ જાળીને ચૂનાથી ધોળી નાખવામાં આવી હોવાથી તે સમયે તેને જોનારા આને આરસની મસ્જિદ હોવાનું પણ કહેતા હતા. સુલ્તાન અહેમદ ત્રીજાના સમયે આ જાળી તે સમયે સીદીઓ પ્રભાવશાળી અને શકિતશાળી હોવાનું કહેતા હતા તે સમયે બનાવાઈ હતી, પરંતુ કમનસીબે પાછળથી તેમને રાજસત્તા સાથે વાંકો પડતાં સીદી સૈયદની જાળીનું કામ પૂરેપૂરું થઈ શક્યું નહોતું.
રાતના હેલોજન લાઈટના પ્રકાશમાં આ જાળી નિહાળવી કે પૂર્ણીમાની રાત્રીમાં ચાંદનીમા અજવાળામાં આ બેનમુન જાળી નિહાળવી એ એક લ્હાવો છે બિલકુલ અગરના તાજમહેલની જેમ જ સ્તો !!! આ જાળી જેણે નથી નિહાળી એનું જીવન વ્યર્થ ગયું ગણાય !!!!
કોઈપણ નગર એ ત્યાંનાં નાગરિકોથી ઓળખાય છે અને ઈતિહાસ એ નાગરિકોના રક્ષણ માટે જ રચાય છે. એ કેટલો સફળ છે કે નિષ્ફળ એ ગૌણ બાબત છે. હા ….. સંશોધન અવશ્ય થઇ શકે છે ……પણ સમીક્ષા નહીં !!!! કારણકે ઈતિહાસ જે તે સમયના માહોલ પર નિર્ભર રહેતો હોય છે ……. ઈતિહાસ એ જે તે સમયની જાહોજલાલી છે, પછી ભલેને તે અત્યારના સમયમાં ખંડેર હોય. ઇતિહાસમાં આવેગ અને ઉદ્વેગને સ્થાન જ નથી !!!! ઇતિહાસમાં સરક્ષણને જ પ્રાધાન્ય અપાય છે. કેટલાંક સ્મારકો આપણે તે સમયને કે તે વ્યક્તિઓને આજે યાદ કરીએ તે માટે જ બનાવાતાં હોય છે
અને એ કળા કારીગરીના અદભુત નમૂનાઓ છે !!!
હવે બાકી રહેલાં જોવાંલાયક સ્થળો વિષે એક દ્રષ્ટિપાત કરીએ ………
જામા મસ્જિદ ————
જામા મસ્જિદ કે જુમ્મા મસ્જિદ એ અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે. તે અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈ.સ. ૧૪૨૪માં બનાવડાવી હતી. આ મસ્જિદનું નિર્માણ થયું એ સમયમાં આ મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ હતી. આજે એ ભોપાલની જામા મસ્જિદ અને દિલ્હીની જામા મસ્જિદ પછી ત્રીજા ક્રમે આવે છે , મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ, તેમના પુત્ર, અને તેમના પૌત્રની કબર આવેલી છે. જે અહમદ શાહ રોજા તરીકે ઓળખાય છે અને નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે. જે રાણીના હજીરા તરીકે ઓળખાય છે. જામા મસ્જિદનો દરવાાજો જુઓ તો તમને ફતેહપુર સીક્રીનો બુલંદ દરવાજો અવશ્ય યાદ આવી જાય. આની વિશાળતા અને બાંધણી આજે પણ અનેક પર્યટકોને આકર્ષે છે. આ ખરેખર જોવાં લાયક ઐતિહાસિક સ્થળ છે એમાં બે મત નથી !!!!!
અમદાવાદ ના ત્રણ દરવાજા
ભદ્ર.( ગરવી ગુજરાત)
ભદ્ર નામ સૌથી ભલું, જાણે સૌ સંસાર. શા કારણ કાળાશથી ભદ્ર દીસે ભયકાર.
કાળા મુખવાળા વસે,કાળા કૃત્ય કરનાર,તે કારણ કાળાશ થી ભદ્ર દીસે ભયકાર.
જશ જેના અતિ ઉજળા દુનિયા મધ્યે દેખ,એવા જનથી ઉજળી પુસ્તક શાળા પેખ.
કાચા કાચ સમાનના ઉપજે મૂલ અમૂલ,કિંમત પામે કારમી,એ તું જો આ સ્કૂલ.
સ્વર્ગ-નર્ક આ લોકના સઘળા રસ્તા સેહેજ,તે મળવાના ત્રણ જુઓ આ દરવાજા એ જ.
સામગ્રી સુખની ભલી,મળે જહાં મનરંજ.જો જુગતિ થી આ બન્યો કેવો છે કારંજ.
શુક્રવાર શોભા ભલી,આ ઠેકાણે થાય,ચડતે પહોરે ચોકમાં,ભલી બજાર ભરાય.
આ તો અમદાવાદમાં મન ઠરવાનું ઠામ,દેખીને દિલમાં થયા રાજી દલપતરામ.
——- કવિ દલપતરામ
અમદાવાદનો ત્રણ દરવાજા વિસ્તાર હંમેશા માણસોથી આ રીતે જ હર્યોભર્યો હોય છે.. મોગલ કાળમાં બંધાયેલા અમદાવાદના આ ત્રણ દરવાજા તેના નકશીકામ માટે જાણીતા છે. જો તમે આ ત્રણ દરવાજા પાસેથી પસાર થતા હો તો તેના એક સ્તંભ પર શિલાલેખ લખેલો છે. શિલાલેખ દેવનાગરી લીપીમાં છે, એમાં જે લખાણ છે એ ખૂબ અગત્યનું છે. એ લખાણ દર્શાવે છે કે આ શહેર સદિઓ અગાઉથી જ ખૂબ પ્રોગ્રેસીવ રહ્યું છે. 1814માં લખાયેલો આ શિલાલેખ દીકરા અને દીકરીની સમાનતા માટેનો અધ્યાદેશ છે. અમદાવાદમાં બસ્સો વર્ષ અગાઉ દીકરીને પિતાની મિલકતમાં હક અપાતો ન હતો. એ વખતે ગાયકવાડ શાશન હતું. ગાયકવાડ શાશને અધ્યાદેશ કર્યો હતો કે દીકરીને પણ મીલકતમાં દીકરા જેટલો જ હિસ્સો આપવામાં આવે. શહેરની વચોવચ આ તકતી જડીને તેમણે જનતાને તાકિદ કરી હતી. આ ત્રણ દરવાજા નજીકથી જેટલાં સુંદર લાગે છે એનાં કરતાં એ દુરથી વધારે નયનરમ્ય લાગે છે. એ દરવાજામાં ઉપર ગોખ છે. એ બહુજ સુંદર છે પણ જો કે આજે તેમાં જઈ શકાતું નથી !!!!! પણ દુરથી જ એ સુંદર લાગે છે એટલુ પુરતું છે આપણા માટે !!!!
ભદ્રનો કિલ્લો ——
‘Life is not merely a series of meaningless accidents or coincidences’
ભદ્રનો કિલ્લાની અંદરથી હું સેંકડો વાર પસાર થયો છું. અંદર બેસતા ફેરીયાઓ પાસેથી અનેક વસ્તુઓ ભાવતાલ કરાવીને લીધી છે. મારું એ કમનસીબ છે કે એને ઉપરથી હું જોઈ શક્યો નથી. આજે તો એ માત્ર મુખ્યમંત્રી માટે જ ખુલ્લો કરાય છે. બાકી આમજનતા પર એમાં પ્રવેશબંધી છે. કહેવાય છે કે અમદાવાદમાં સૌ પ્રથમ ઇલેક્ટ્રિસીટી ભદ્રના કિલ્લામાં શરુ કરવામાં આવી હતી. આજે પણ એ વીજળીનો ગોળો ચાલુ કંડીશનમાં છે. એક ભાઈએ આ વિષે કોક છાપામાં લખ્યું છે એ લખાણ હું તમારી સમક્ષ મુકું છું ……
પણ મને મારી ઓળખાણને લીધે આ સદભાગ્ય એક વાર સાંપડી જ ગયું. મારાં કાકા પ્રવાસન ખાતામાં છે અને મારી પોલીટીકલ લાગવગ પણ ઘણી જ છે. મને આ કિલ્લો જોવા પ્રેર્યો હોય તો શ્રી અશ્વિની ભટ્ટે જેઓ એજ સમયે પ્રેમાભાઈ હોલના મેનેજર હતાં. આમેય ઈતિહાસ મારો પ્રિય વિષય છે. અશ્વિની ભટ્ટે મને કહ્યું કે —– ” તારી પાસે ભાષા છે ઇતિહાસનો જ્ઞાતા છું તો તું એકવાર આ કિલ્લો જોઈજ આવ મેં મારાં કાકાને કહ્યું અને એમને એ જોવાં માટે મને સગવડ કરી પણ આપી. હું એમનો અને અશ્વિની ભટ્ટનો ખુબ જ આભારી છું !!!
મેં જે નાજે જોયેકું છે તેનો ચિતાર મારાં જ શબ્દોમાં ——-
પથ્થરની બનેલી ચક્રાકાર સીડી ચડતાં ચડતાં કિલ્લાની છત ઉપર નહીં, બલકે સીધા ઇતિહાસનાં કોઈક પાનાંમાં આવી ગયા હોઈએ એમ લાગે.
જોતજોતામાં કિલ્લાની છત પર આવી ગયો હજી નીચે તો અમદાવાદ રીતસરનું ધબકે છે અને અહીં આવી પહોંચતાં જ જાણે કે સમય થંભી ગયો હોય એમ લાગે. અને ખરેખર કિલ્લાના ટાવર પરની ઘડિયાળમાં પણ સમય થંભી જ (બલકે ચોરાઈ) ગયો હતો.
કિલ્લા પરનું એકાંત મનમાં સુલતાન અહમદશાહનો કોઈ સગો હોઉં એવી ‘શાહી અનુભૂતિ’ કરાવતી હતી.
જો કે, એક કૂતુહલ સતત થતું હતું કે સંપૂર્ણ ઈસ્લામિક સ્થાપત્ય હોવા છતાં આ કિલ્લાનું નામ ‘ભદ્રનો કિલ્લો’ કેમ પડ્યું હશે? અહીં લગાડેલી એક તક્તીમાંથી આ જવાબ મળે છે. તકતીમાં લખ્યું છે:
ભદ્રનો દરવાજો, ઇ.સ. ૧૪૧૧
અમદાવાદના સ્થાપક સુલતાન અહમદશાહ પહેલા(૧૪૧૧-૧૪૪૨)એ અહીં બંધાવેલ મહેલના પૂર્વના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે કામ આવે તે માટે આ મોટો કિલ્લેબંધ દરવાજો ૧૪૧૧માં અથવા તેની આસપાસમાં બંધાવ્યો હતો. અણહિલવાડ પાટણ (વડોદરા રાજ્ય) કે જે અમદાવાદ પાટનગર થયું તે પહેલાં ગુજરાતના સુલતાનોના વંશના પહેલા ત્રણ રાજાઓના હાથમાં હતું. ત્યાં આવેલા ભદ્ર નામના જુના રાજપૂત કિલ્લા ઉપરથી આ મહેલને ભદ્ર કહેવામાં આવ્યો. આ દરવાજાની પાસે આવેલા બે નાના દરવાજા જોડતી ભીંતો ઉપરના ત્રણ શિલાલેખો હવે લગભગ સંપૂર્ણ ભુંસાઈ ગયા છે. આમાંનો એક લેખ જહાંગીરના સમય(૧૬૦૫-૧૬૨૭)ની કોઈ તારીખ દર્શાવતો માલમ પડે છે.’
એમ તો ‘મિરાતે એહમદી’ મુજબ આ કિલ્લાને ‘અરક’નો કિલ્લો કહેવામાં આવ્યો છે. તેમાં જણાવ્યા મુજબ આ કિલ્લાનું બાંધકામ ૧૪૧૧માં શરૂ થયેલું અને ૧૪૧૩માં તે પૂરું થયેલું.
આ કિલ્લાને અસલમાં ચૌદ બુરજ ઉપરાંત છ મોટા અને બે નાના બારી-દરવાજા હતા. પૂર્વનો દરવાજો ‘પીરાન પીરનો દરવાજો’ (એટલે કે ભદ્રનો દરવાજો), તેની ઉત્તરે ‘લાલ દરવાજો’ અને નૈઋત્યે ‘ગણેશબારી’ હતાં. દક્ષિણ દરવાજો અહમદશાહની મસ્જિદ તરફ હતો.
હાલ ટેલીગ્રાફની ઑફિસ છે. ત્યાં બે સાધારણ કદના દરવાજા હતા.. પશ્ચિમમાં બારાદરી અને રામ દરવાજા હતા. ભદ્રના બાદશાહી મહેલો જહાંગીર બાદશાહના આવતાં પહેલાં ખંડેર થઈ ગયેલાં.
મેન્ડલ સ્લો નામના મુસાફરે આ કિલ્લાને મહારાજ્યોમાં સૌથી મોટા કિલ્લા તરીકે ગણાવેલો. અહીં છત પર ટહેલતાં દરેક બાજુથી વિવિધ સ્થળો નજરે પડે. ત્રણ દરવાજા નજરોની સામે જ હોય, છતાં વચ્ચે ઉભેલા ઉંચા વૃક્ષોને કારણે આપણાથી ઓઝલ પાળતા હોય એમ લાગે.
ભદ્રના કિલ્લાથી ત્રણ દરવાજા સુધીનો વિસ્તાર ‘મૈદાને-શાહ’ તરીકે ઓળખાતો. બંને બાજુએ તાડ અને ખજૂરીનાં વૃક્ષોથી આચ્છાદિત એવાં આ મેદાનમાં પૂરા દમામથી શાહી સરઘસ નીકળતાં, તો રાજવીઓની પ્રિય એવી પોલોની રમત પણ અહીં રમાતી. અત્યારે અહીં તાજેતરમાં જ ભદ્ર વિસ્તારની કાયાપલટ કરવા ૭૫ કરોડના ‘ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ અંતર્ગત શરૂ થઈ ગયેલા ‘વાઈબ્રન્ટ’ કામને જોઈ શકાય છે. આમ, આ કિલ્લા પર થીજેલો ભૂતકાળ છે, તેની એક તરફ ધબકતો વર્તમાન છે અને બીજી તરફ ‘વાઈબ્રન્ટ’ ભાવિ.
ભદ્રના ટાવર તરફ આગળ વધીએ અને નીચા દરવાજાઓ પસાર કરતા જઈએ, ગોળ ફરતી સીડીઓ વટાવતા જઈએ, પગથિયાં કૂદાવતા જઈએ, ત્યારે ખુલ્લી છત પર કિલ્લાની રાંગનો પડછાયો પણ જોવા મળે. અહીં ઊભા રહ્યા પછી, એમ જ લાગે કે જાણે કોઈ મહાકાય અજગરના પેટમાં ઊભા છીએ. (અને એ અજગરનું નામ ‘કાળ’ હોઈ શકે છે !!!!! ટાવરમાં મૂકેલા અસંખ્ય ઝરુખામાંથી, નીચે લાલ દરવાજાના બજારની રોનક પણ જોઈ શકાય. ક્યારેક અહીં, આ સ્થળે ઊભી ઊભી શાહની બેગમો અહીંનો નજારો જોતી હશે ! કિલ્લાનો અમુક ભાગ જોતાં એમ લાગે કે જાણે એ ‘ભૂતિયો’ છે. કિલ્લો તો એનો એ જ છે, આપણી દૃષ્ટિ તેને એવો બનાવતી હશે. અહીં કેટલીય જગ્યાઓ ‘ભેદી’ જણાતી છે, અને નીચે ઉતરવાના અનેક ભોંયરાઓ પણ આવેલા છે, જે કિલ્લાને ‘ગૂઢ’ પરિમાણ આપે છે.
આ કિલ્લામાં તેના સ્થાપનાકાળથી ગુનેગારોને ફાંસી પણ આપવામાં આવતી. એમ કહેવાય છે કે અહમદશાહ એક ઈન્સાફ પરસ્ત શહેનશાહ હતો અને તેણે પોતાના જમાઈને પણ ખૂન બદલ ફાંસીને માંચડે લટકાવી દીધો હતો. (દીકરીને મારી નાંખનારા પિતાઓ બહુ જોયા, પણ જમાઈને ફાંસી આપનાર તો આ અહમદશાહ જ જોયા.) એ ફાંસીના માંચડાની જગ્યા આજે પણ છે. અંગ્રેજોના સમયમાં ભદ્રના કિલ્લાનો ઉપયોગ બંદીખાના તરીકે થતો હતો.
સાપેક્ષવાદનો સિદ્ધાંત અહીં આવવાથી બરાબર સમજી શકાય. આખા કિલ્લા પર નિરાંતે ટહેલતાં લાગ્યું કે કલાકો વીતી ગયા હશે. પણ જોયું તો માંડ પિસ્તાલીસ મિનિટો જ વીતી હતી.
ઇતિહાસમાંથી બહાર આવીને નીચે ઊતરતાં ભદ્રનો અસલ લક્કડિયો દરવાજો તેની લોખંડની રિવેટો સાથેનો નજરે પડે છે.
૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે દેશ આઝાદ થયો, ત્યારે અમદાવાદનો સમાવેશ મુંબઈ રાજ્યમાં થયો હતો. આઝાદી મળ્યાની ઉજવણીના ભાગરૂપે ભદ્રના કિલ્લાને રોશનીથી શણગારવામાં આવ્યો હતો.
બહાર આવતાં જમણી બાજુએ ભદ્રકાળી માતાનું મંદિર દેખાય છે. ભદ્રકાળી માતાના મંદિરે મુખ્યત્વે કમળનો ચઢાવો કરવામાં આવે છે. આ કારણે કમળ વેચનારા ફેરિયાઓ ઘણા જોવા મળે છે.
મંદિરની બાજુમાં જ ચૂનાથી ધોળાયેલું સફેદ મકાન છે, જે કિલ્લાના જ ભાગરૂપ છે. આ મકાન ‘આઝમખાન સરાઈ’ તરીકે ઓળખાય છે. મોગલ કાળમાં બનેલી આઝમખાન સરાઈનો મુસાફરખાના તરીકે ઉપયોગ થતો. આજે ત્યાં ભોંયતળિયે સરકારી પુસ્તક ભંડાર અને પહેલે માળે પુરાતત્વ ખાતાની ઓફિસ આવેલાં છે. ભદ્રના દરવાજાની બહાર મરાઠાકાળમાં બનેલું ભદ્રકાળી મંદિરપણ આઝમખાન સરાઈનો જ ભાગ છે.
હું તો ભાઈ ધન્ય ધન્ય થઇ ગયો આ કિલ્લો જોઇને અને માતા ભાદ્ર્કાલીના દર્શન કરીને !!!!!
કોઈપણ શહેરના દરવાજા એ આજે પણ શહેરની રોનક છે
દરવાજાઓ શહેરને દુશ્મનોથી સુરક્ષિત બનાવે છે. હા જોકે અત્યારના જમાનામાં પોતાની તકતીઓ મુકાવવાની જે કુટેવ છે એવોજ મોહ તે સમયના બાદશાહ કે રાજાને હતો, પણ એમાં પ્રજાનું રક્ષણ એ મુખ્ય લક્ષ્ય હતું.
આમ જોવાં જઈ તો અમદાવાદને દરવાજાઓનું શહેર કહી શકાય. લાલદરવાજા એ પહેલાં દરવાજો હતો પણ અત્યારે નથી રહ્યો. આવા બીજાં પણ કેટલાંક દરવાજા હતાં જે આજે નથી રહ્યાં. પણ તોય ઘણા ઘણાં બચ્યાં છે. જે અદભુત છે અનેક દ્રષ્ટીએ !!!! કહેવાય છે કે મરાઠાઓના આગમનને કારણે એમાંય ખાસ કરીને “રાઘોબા” એ આ દરવાજાઓ મુસ્લિમ ધરોહર હતી એટલે તોડી નાંખ્યા હતાં. જો કે જે છે તે અદભુત જ છે એ કેમ તોડી ના પડાયાં એટલે આ વાતની પુષ્ટિ થતી નથી !!!! ખાનપુરનો દરવાજો ફરીથી સમારકામ કરીને ઉભો થાય છે. જે સારી બાબત છે
કેવાંક છે અને કેટલાં છે એ દરવાજાઓ એની માહિતી આ રહી !!!!
અમદાવાદના દરવાજાઓ
અમદાવાદના દરવાજા જૂના અમદાવાદના દરવાજાઓ (૧૮૫૫માં)
અમદાવાદના દરવાજાઓ ઇ.સ. ૧૪૧૧થી વિવિધ સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં પ્રવેશ માટે બંધાયેલા દરવાજાઓ છે. આ દરવાજાને અનન્ય નામ અને ઈતિહાસ છે. લગભગ દરેક દરવાજાના નામ તેની આસપાસના વિસ્તારોના નામ પરથી પડેલ છે.
ઈતિહાસ
અમદાવાદની સ્થાપના ૧૪૧૧માં અહમદશાહ દ્વારા પ્રાચીન શહેર આશાવલની ઉપર કરવામાં આવી હતી.. તેણે પ્રથમ કિલ્લો ભદ્રનો કિલ્લો માણેક બૂર્જ પર બાંધ્યો હતો. ભદ્રના કિલ્લાને કિલ્લાના દરવાજા સિવાય આઠ દરવાજાઓ હતા. જ્યારે શહેરનો વિકાસ થયો ત્યારે, અહમદ શાહે બીજો કિલ્લો બાંધ્યો. જે ૧૪૮૬માં મહમદ બેગડા દ્વારા વિસ્તારવામાં આવ્યો. બીજા કિલ્લાને ૧૨ મુખ્ય દરવાજાઓ અને અન્ય નાનાં દરવાજાઓ હતા. રેલ્વેના આગમન સાથે બ્રિટિશરોએ પરિવહનની સગવડતા માટે બીજા બે દરવાજાઓ બાંધ્યા. શહેરની કિલ્લાની દિવાલો તૂટતી જવાની સાથે આ દરવાજાઓ સ્મારક તરીકે રહી જવા પામ્યા.
દરવાજાઓ
મોટાભાગના લોકો માને છે કે અમદાવાદને ૧૨ દરવાજાઓ હતા પણ કેટલાંક ઈતિહાસકારો સૂચવે છે કે ૧૬ હતા. પાછળથી સંશોધકોએ જાણ્યું કે અમદાવાદને ૨૧ દરવાજાઓ હતા
ભદ્ર કિલ્લાના દરવાજાઓ
ભદ્રના કિલ્લાને આઠ દરવાજાઓ હતા, ત્રણ મોટા, બે પૂર્વ દિશામાં અને એક દક્ષિણ-પશ્ચિમ ખૂણા પર; ત્રણ મધ્યમ, બે ઉત્રમાં અને એક દક્ષિણમાં; અને બે નાનાં, પશ્ચિમમાં. ભદ્રનો કિલ્લો
૧૮૮૦માં ત્રણ દરવાજાઓ
વિગતો: ઉત્તરની બાજુએ બે મધ્યમ દરવાજાઓ, એક જે ખાનપુર તરફ દોરી જતો હતો, અને બીજો મિર્ઝાપુર વોર્ડ તરફ હતો. પહેલો દરવાજો જે પહેલાં નાનો હતો એ, £૧૧ (રુપિયા ૧૧૦), ની કિંમતે ૧૮૬૦માં ૧૩ ફીટ પહોળા અને ૧૫ ફીટ ઊંચા દરવાજામાં ફેરવવામાં આવ્યો હતો, ઉત્તર-પૂર્વે અને ભદ્રનો દરવાજો, જે પહેલાં પીરન પીરનો દરવાજો કહેવાતો હતો, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક ક્રમાંક. N-GJ-2); દક્ષિણ બાજુએ, બે મધ્યમ માપનાં દરવાજાઓ, બારણાં વગર ૧૮૭૪માં આઝમ ખાન સરાઇની મધ્યમાં બાંધવામાં આવ્યા હતા.
બીજો મોટો દરવાજો દક્ષિણ-પશ્ચિમે ૧૭૭૯માં ગણેશ બારી અથવા દરવાજો. જે ૧૮ ફીટ પહોળો અને ૧૭ ફીટ ઊંચો હતો. તેનો બાંધકામ ખર્ચ £૯૨ (રુપિયા ૯૨૦) થયો હતો; તેને અપ્પાજી ગણેશ દ્વારા ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. પશ્ચિમ બાજુએ, બંને નાનાં દરવાજાઓમાં, દક્ષિણ-પશ્ચિમે પથ્થરનાં પગથિયાં સાથેનો રામ દરવાજો અને બરાદારી દરવાજો ઉત્તર-પૂર્વે હતો. વધુમાં ત્રણ દરવાજા પાછળથી શાહી મેદાનનાં પ્રવેશદ્વાર તરીકે બાંધવામાં આવ્યા હતા. બીજો સાલાપાસ દરવાજો. જે રાણીઓ માટે હતો, જે નષ્ટ પામ્યો છે. ગણેશ દરવાજો એલિસ બ્રિજની નીચે નષ્ટ પામ્યો છે. લાલ દરવાજો, જે સીદી સૈયદની જાળી, ની સામે આવેલ છે, એ પણ નષ્ટ પામ્યો છે, પણ દિવાલનાં કેટલાક અવશેષો હજુ જોવા મળે છે.
બીજા કિલ્લાના દરવાજાઓ
શાહપુર દરવાજા —-
સાબરમતી નદી તરફ જવા આ દરવાજાનો ઉપયોગ થતો હતો.
દિલ્હી દરવાજા —–
દિલ્હી દરવાજા (દિલ્લી દરવાજા) – તેના નામ મુજબ તે રાજધાની દિલ્હી માટેના અભિવાહન માટે ઉપયોગ થતો હતો.
દરિયાપુર દરવાજા —–
દરિયાપુર દરવાજા – સૈનિકો અને રાજદ્વારીઓ આ દરવાજા માટે ઉપયોગ કરતા હતા.
કાલુપુર દરવાજા —–
ખાધાખોરાકી આ દરવાજાથી શહેરમાં આવતી હતી.
સારંગપુર દરવાજા —-
મુખ્યત્વે આવનજાવન માટે ઉપયોગ થતો હતો.
રાયપુર દરવાજા —-
રાયપુર દરવાજા – સામાન્ય લોકો આ દરવાજાથી આવનજાવન કરતા હતા.
આસ્ટોડિયા દરવાજા —-
આસ્ટોડિયા દરવાજા – એ વખતના મહત્વના વ્યાપારના સાધન રંગકો આ દરવાજા પરથી લાવવામાં આવતા હતા.
મહુધા દરવાજા —-
આ દરવાજાનું નિર્માણ પાંચ કુવા વિસ્તારમાં કરવામાં આવેલું હતું. તેનો ઉપયોગ મુખ્યત્વે માલસામાનની અવરજવર માટે માટે કરવામાં આવતો હતો.
જમાલપુર દરવાજા —-
વડોદરા અને અન્ય શહેરો માટેનો નિર્ગમ દ્વાર હતો.
ખાન-એ-જહાં દરવાજા —-
આનો ઉપયોગ આકસ્મિક નિર્ગમ માટે થતો હતો.
રાયખડ દરવાજા —-
સાબરમતી નદીએ જવા માટે આ દરવાજાનો ઉપયોગ થતો હતો.
માણેક દરવાજો —-
આ દરવાજો રાયખડની ઉત્તરે અને ગણેશ દરવાજાની ૧૫૮ ફીટ દક્ષિણ-પૂર્વે હતો. હવે નાશ પામેલ છે.
ખાનપુર દરવાજા
તે રાજાના ઉદ્યાનનો પ્રવેશદ્વાર હતો.
નીચેનાં બે દરવાજાઓ બ્રિટિશ સરકાર દ્વારા બનાવવામાં આવ્યા હતા.
પ્રેમ દરવાજા —-
પ્રેમ દરવાજા – વ્યપારીઓ ધંધા માટે ઉપયોગ કરતા હતા.
પાંચકુવા દરવાજા —-
પાંચકુવા દરવાજા – શહેરનો ફેલાવો વધતા આ દરવાજાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
અન્ય દરવાજાઓ —-
ખરું દરવાજા – સૈનિકો માટેની વધારાની ચોકી માટે તેનું કારંજમાં નિર્માણ કરવામાં આવ્યું હતું.
હલીમ દરવાજા – એકસમયે શાહપુરમાં આ દરવાજા ઉપસ્થિત હતા. સૈનિકો આ રસ્તેનો ઉપયોગ કરતા હતા.
શાહ-એ-આલમ દરવાજા ૧૮૮૦માં
આ સિવાય આજના અમદાવાદમાં ગોમતીપુર દરવાજા અને શાહ-આલમ દરવાજા પણ હાજર છે.
અમદાવાદની ધરોહર સમા ત્રણ દરવાજા વિષે થોડુક તો હું અગાઉથી કહીજ ચુક્યો છું. પણ એની વિગતવાર માહિતી આ રહી
ત્રણ દરવાજા ——-
ત્રણ દરવાજા એ ભદ્રના કિલ્લા, અમદાવાદનો ઐતહાસિક દરવાજો છે. ઇસ ૧૪૧૫માં બન્યા બાદથી તે ઐતહાસિક ઘટનાઓ સાથે જોડાયેલ છે. આ દરવાજાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચિહ્નમાં સમાવવામાં આવ્યો છે.
ઇતિહાસ અને સ્થાપત્ય
ત્રણ દરવાજા, ૧૮૬૬
ત્રણ દરવાજા ભદ્રના કિલ્લાના પૂર્વમાં આવેલા છે. દરવાજાને ત્રણ કમાનો આવેલી છે જે વધુ ખૂલ્લી અને મોટી જગ્યા ધરાવતા મહેલ મૈદાન શાહ તરફ દોરી જાય છે, જે ભૂતકાળમાં ફૂવારાઓ અને અગાસી ધરાવતો હતો. મધ્યમાંથી ખૂલતો રસ્તો ૧૭ ફીટ લાંબો અને અન્ય બાજુના રસ્તાઓ ૧૩ ફીટ પહોળા છે. તેની કમાનોની વચ્ચેની જગ્યા અત્યંત કોતરણી વાળી અને શણગારેલ છે. કમાનોની ઉંચાઇ ૨૫ ફીટ છે. દરવાજાની છત પહેલાં બાંધેલી હતી, પરંતુ ઇસ ૧૮૭૭માં સમારકામ દરમિયાન બાંધેલી છત ખૂલ્લી કરી દેવામાં આવી હતી. અહીં બહારના પ્રદેશોમાંથી આવતા સચિવો અને અધિકારીઓ ભેગા થતા હતા અને દરવાજાની છત પર ઘણીવાર સમી સાંજે ફૂવારાના આહ્લાદક વાતાવરણમાં દરબાર ભરાતો હતો. હવે, આ જગ્યા અત્યંત સાંકડી બજાર છે.
આ દરવાજાને અહમદશાહ પ્રથમ દ્વારા અમદાવાદની સ્થાપના પછી તરત જ બાંધવામાં આવ્યો હતો અને ઇસ ૧૪૧૫માં પૂર્ણ કરાયો હતો. ૧૪૫૯માં મહમદ બેગડો, જે હજુ જુવાન સુલતાન હતો, આ દરવાજામાંથી માત્ર ૩૦૦ ઘોડાઓ સાથે ૩૦,૦૦૦ ની સંખ્યા ધરાવતા બળવાખોરોની સામે લડવા ગયો હતો. મહેલમાંથી બહાર નીકળતા તેણે રસ્તાની બંને બાજુ હાથીઓ અને શાહી સંગીત ગોઠવ્યું હતું. આ જોઇને તેના ઉચ્ચ અધિકારીઓને તેના પર વિશ્વાસ આવ્યો અને તેઓ તેના લશ્કરમાં જોડાયા અને બળવાખોરોને હરાવ્યા. નવા નિયુક્ત કરાયેલા મરાઠા સૂબાઓ દરવાજાના સ્થંભ પર એક સાથે પાંચ તીર છોડતા હતા અને તેના નિશાન પરથી તેમનું શાસન સારું છે કે ખરાબ તે નક્કી કરતા હતા
મરાઠા લખાણ
ત્રણ દરવાજાના સ્થંભ પર પુત્રીને પિતાની સંપત્તિમાં સમાન હક્ક આપવાનું દર્શાવતું લખાણ. મરાઠા સૂબા ચિમનજી રઘુનાથે ૧૮૧૨માં ત્રણ દરવાજામાં ફરમાન લખાવ્યું હતું કે હવેથી સ્ત્રીઓને પિતૃક સંપતિમાં સમાન હક્ક રહેશે. રઘુનાથે હિંદુઓ અને મુસ્લિમો બંનેને આ વિનંતી કરી હતી. આ લખાણ દેવનાગરી લિપિમાં છે અને ૧૦ ઓક્ટોબર ૧૮૧૨ની તારીખ દર્શાવે છે અને લખ્યું છે કે, પુત્રીને પિતાની સંપત્તિમાં કોઇ પણ અચકાટ વગર સમાન ભાગ આપો છે. આ ભગવાન વિશ્વનાથનો હુકમ છે. જો આમાં કંઇ કસર થશે તો હિંદુઓએ મહાદેવને અને મુસલમાનોએ અલ્લાહ અથવા રસૂલને જવાબ દેવો પડશે.
અખંડ દીવો
કથા – શેરીનુ દ્રશ્ય, ૧૮૯૦
વર્ષો પહેલાં ધનની દેવી લક્ષ્મી ભદ્રના કિલ્લા આગળ શહેરને છોડી જવા માટે રાત્રે આવી. ચોકીદાર ખ્વાજા સિદ્દિક કોટવાલે તેમને અટકાવ્યા અને ઓળખાણ આપવા કહ્યું. તેણે જ્યાં સુધી રાજા અહમદ શાહ પરવાનગી ન આપે ત્યાં સુધી ત્યાં રોકાવા કહ્યું. કોટવાલ રાજા પાસે ગયો અને લક્ષ્મીને શહેરમાં રાખવા માટે પોતાનો વધ કરવા જણાવ્યું. પરિણામ, શહેરની સમૃદ્ધિ જળવાઇ રહી.
ભદ્રના દરવાજા આગળ સિદ્દિક કોટવાલની કબર આવેલી છે અને લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરતું ભદ્ર કાલીનું મંદિર આવેલું છે. આ કથાને સમર્પિત ત્રણ દરવાજાના એક ગોખમાંનો દીવો ૬૦૦ વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી મુસ્લિમ પરિવાર દ્વારા પ્રજ્જવલિત છે.
મને લાગે છે કે આજના આ લેખ અંતે આ પુરતું છે બીજાં સ્મારકો વિષે વાત હવે પછીના લેખમાં આવશે !!!
માનવમહેરામણથી ઉભરાતું આમદાવાદ ઈતિહાસને વિસરી નથી ગયું એટલે જ તો ભાઈ આ અમદાવાદ છે !!!!
ઈતિહાસ એટલે જે તે સમયની હકીકત અને અત્યાર્મો સારાંશ, ઈતિહાસ એટલે કુતુહાલનો જન્મદાતા, ઈતિહાસ એટલે આશ્ચર્યનો પિતા, ઈતિહાસ એટલે એ સમયની અગમચેતી, ઈતિહાસ એટલે આપણી અભિભૂતતા
ઈતિહાસ એટલે એક નવો અભિગમ, ઈતિહાસ એટલે અસ્તિત્વનો એહસાસ, ઈતિહાસ એટલે અનુકરણ અહીં પણ અનુસરણ, ઈતિહાસ એટલે સમયનું કાલચક્ર, ઈતિહાસ એટલે ઇન્દ્રિય ગમ્યતા, ઈતિહાસ એટલે આબેહુબ ચિતાર
ઇતિહાસમાં જેને રસ એને એમાં ઊંડા ઉતરવાની મજા જ આવે. સ્મારકોના જુદા જુદા એન્ગલોથી ફોટા લેવાની પણ મજા કઈ ઓર જ છે. ઈતિહાસને આત્મસાત કરવો એજ મારું લક્ષ્ય રહ્યું છે હંમેશા !!!
જેણે અમદાવાદનો સરખેજનો રોજો નથી જોયો એણે અમદાવાદ નથી જોયું !!!!
સરખેજનો રોજો ———-
આમ તો હું દરવર્ષે સરખેજનો રોજો જોવાં જાઉં છું જ મુસ્લિમોની આસ્થાને હું નમન કરું છું અને એની કળા – કારીગરી અને કોતરણીની બારીકી જોઇને અભિભૂત થઇ જાઉં છું. સવાર અને સાંજના સમયે એના ફોટા પણ પાડ્યાં છે. સૂર્યના પ્રકાશમાં એ કેવો લાગે છે એ જોવાં તો આ સમયે ત્યાં જવું જ જોઈએ !!!! એક અલગ જ અનુભૂતિ થઇ છે મને તો !!!!! એક વાત તમને કહું હું મારાં બાળકો જયારે નાના હતાં ત્યારે એમને બહાર મુકીને અંદર જોવાં ગયો હતો
ત્યારે મારાં છોકરાં જેટલાં સેફ હતાં એટલાં તો આપણા હિન્દુઓના મંદિરોમાં પણ નથી હોતાં. પછી એ છોકરાઓને અંદર લઇ ગયો એમને ખુબજ ગમ્યું. પણ વિસ્તાર અને આજુબાજુની ગંદકીને લીધે કોઈને ના ગમે એ સવાભાવિક છે. હિન્દુત્વવાદી ભાજપ સરકારે આ બાબતમાં કોઈ પગલાં ભરવાં જ જોઈએ. પણ જે છે તે છે જ એને કોઈ મિટાવી શકવાનું નથી. બસ ………… ખાલી થોડો અભિગમ અને વિચારસરણી બદલવાની જરૂર છે !!!
કેવોક છે આ સરખેજનો રોજો !!!!
અમદાવાદના લગભગ પાદરમાં જ કહી શકાય તેટલું નજીક આવેલું સરખેજ ત્યાંના રોજા માટે ખૂબ જાણીતું છે. કડા તળાવને કાંઠે આવેલા રાજાનું બાંધકામ સ્થાપત્ય અને કોતરણીની ર્દષ્ટિએ એટલું સુંદર છે. તેમજ અમદાવાદના ઇતિહાસ સાથે તેનો એવો સંબંધ છે કે અમદાવાદ આવનાર કોઈ પણ દેશી-વિદેશી પ્રવાસી સરખેજ ગયા વગર રહેતો નથી. મુસ્લિમો માટે તે ત્યાંની સંતની દરગાહને કારણે યાત્રાસ્થળ પણ બની રહ્યું છે. પવિત્રતા, વિદ્વતા અને પોતાની ઊંચી ધાર્મિક ભૂમિકા માટે વિખ્યાત-આદરણીય સંત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ 111 વર્ષની ઉંમરે 1446માં જન્નવતનશીન થયા ત્યારે એ જ સાલમાં અમદાવાદના – ગુજરાતના – સુલતાને એમનો રોજો બંધાવવો શરૂ કર્યો તે 1451માં બંધાઈને પૂરો થયો.
વચલા ચોગાનમાં સંત અહમદ ખટ્ટુ ગંજબક્ષનો મુખ્ય અને વિશાળ રોજો છે. ગુજરાત-ભરમાં જે રોજાઓ છે તેમાં આ સૌથી મોટો છે. તેનો ફેલાવો 35 ચો.મીટર જેટલો છે. નજીકમાં જ મહંમદ બેગડો અને તેની બેગમોના રોજા છે. રોજાની ભીંતો અને કબર પર સુંદર કોતરણી છે. ખાસ કરીને મુખ્ય રોજાની – કબરના વિશાળ ખંડની આરસની દીવાલોમાં – કોતરેલી જાળીઓ ખૂબ સુંદર છે. હવાની આરસની દીવાલોમાં – કોતરેલી જાળીઓ ખૂબ સુંદર છે. હવાની આવન-જાવન ચાલુ રાખીને તે પ્રકાશનું સરસ નિયંત્રણ કરે છે. જાળીઓમાંથી પસાર થતો પ્રકાશ અંદર અને બહારની આરસની ફરસબંધી પર સૂર્યની ગતિ સાથે પરિવર્તન થતી છાયા-પ્રકાશની જે આકૃતિઓ રચે છે તે એ સફેદ ફરસબંધીને કલાપૂર્ણ અને મનોહર બનાવે છે. સુલતાન મહંમદ અને અન્ય સુલતાનોની કબરો પણ અહીં છે. તેમાં બેગડાની વિશાળ કબર તેના પડછંદ વ્યક્તિત્વ અને તેના પરાક્રમોના પ્રતીક સમી બની રહે છે, તો સંત સમા સુલતાન મુઝફ્ફરશાહની કબર સંત ગંજબક્ષના સાંનિધ્યને વધુ પૂરક બનાવે છે. ઇતિહાસની એક ગરવી ગઈકાલને મસ્તક નમાવી અમદાવાદમાં પ્રવેશ કરતાં પહેલાં ગાંધીનગર જઈ આવીએ.
સરખેજનો રોજો
ઐતિહાસિક જાહોજલાલી ધરાવતો સરખેજનો રોજો આજે મુસ્લિમ સ્થાપત્યનો મહામુલો વારસો છે ત્યારે તેને સંલગ્ન કેટલીક ઈમારતો આજે બિસ્માર હાલતમાં તેના ભવ્ય ભૂતકાળની ગવાહી પૂરે છે.. રોજાની બાજુમાંજ આવેલ આ રાણીનો મહેલ તેની દુર્દશાને આરે આવી ઉભો છે. એક સમય હતો જયારે તેના આંગણે પાણી હિલોળા લેતું હતું. આજે ત્યાં ધૂળ અને કાંકરા ઉડે છે. ઈમારતની પાછળના ભાગે આધુનીક ફ્લેટ બંધાઈ ચુક્યા છે. જે સમગ્ર વારસાની હાંસી ઉડાવે છે.
સરખેજ રોજા તેની જાળીઓના બારીક અને સુંદર કોતરણીકામ માટે પ્રસિદ્ધ છે ને તેનું બાંધકામ સ્થાપત્યની દ્રષ્ટિએ પણ ખૂબ સુંદર છે. માત્ર એટલું જ નહીં, ત્યારે એ જ વર્ષમાં અમદાવાદના- ગુજરાતના સુલતાને એમના રોજા બંધાવવાની શરૂઆત કરી હતી. જેનું કામ ઈ.સ.1451માં સંપન્ન થયું હતું. રોજાની ભીંતો પર સુંદર કોતરણી કરવામાં આવી છે. ખાસ કરીને મુખ્ય રોજાની કબરના વિશાળ ખંડની આરસની દીવાલોમાં કોતરવામાં આવેલી જાળીઓ ખૂબ જ સુંદર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરખેજ રોજા અને ફતેહપુર સિક્રી વચ્ચે સ્થાપત્યની દ્રષ્ટિએ અનેક સામ્યતા જોવા મળે છે. જેનું એક કારણ એવું પણ છે કે સરખેજ રોજાનું નિર્માણ કરનારા કારીગરોના પરિવારજનો ફતેહપુર સિક્રીના નિર્માણ કાર્યમાં પણ સામેલ હોવાના ઉલ્લેખો થયા હતાં. ફતેહપુર સિક્રી અગાઉ સરખેજ રાજાનું નિર્માણ થયું હતું. ત્યારબાદ 100 જેટલા વર્ષ પછી ફતેહપુર સિક્રીનું બાંધકામ થયું હતું.
અમદાવાદના સરખેજનો રોજો ફતેહપુરથી અંદાજે 100 વર્ષ પહેલાં બન્યો હતો. રોજો બનાવનારા કારીગરોના પરિવારજનો દ્વારા રચાયેલાં ફતેહપુર સિક્રીના અભ્યાસમાં મોગલ સામ્રાજ્યની વાસ્તુકળાની વિશેષતાઓ દીવાલોનું નિશ્વિત અંતર, ચોક્કસ ખુણા, પ્રકાશ અને પાણીની પુરતી વ્યવસ્થાનુ આયોજન વગેરે દ્વારા ઇમેજીનેશનની સાથે જરૂરિયાતોનું સુભગ સમન્વય કરવામાં આવ્યો છે. ફતેહપુર સિક્રીના વિશાળ કેમ્પ સાઇટનું બાંધકામનો પ્રારંભ વર્ષ 1570માં થયો હતો અને 1585માં પુરુ થયું હતું.આ સમયગાળા દરમિયાન અકબર ગુજરાત અને રાજસ્થાનમાં લડાઇઓમાં વ્યસ્ત હતો.
સરખેજના રોજાના આ આખા સંકુલની ઈમારતોનું નિર્માણ સારી એવી ઉંચી પીઠ પર કરવામાં આવ્યું છે. જેમ મસ્જિતથી પૂર્વ અને રોજાથી દક્ષિણ દિશાએ આવેલા સુલતાન અને રાણીના બે મકબરાઓની વચ્ચે સરોવરમાં ઉતરવા માટે પગથીયા વાળા ઘાટ બનાવવામાં આવ્યા છે. મસ્જીતના ખુલ્લા ચોકમાંથી પણ તળાવમાં નીચે જવા માટે દક્ષિણ દિશામાં વચ્ચે એક ગવાક્ષમાંથી બીજી તરફ નીચે ઉતરતા પગથીયાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પગથીયા તથા મસ્જીદના મુખ્ય કક્ષની પીઠ નીચેના ભાગે એક શીલા પર ૪૮ સેમી લાંબી અને ૨૧ સેમી પહોળી જગ્યામાં પાંચ પક્તિનો એક પણ લેખ કંડારવામા આવ્યો છે. રોજા-મસ્જિત-મકબરાના આ આખા સંકુલની ઈમારતોનું નિર્માણ સારી એવી ઉંચી પીઠ પર કરવામાં આવ્યું છે. આ પગથીયા તથા મસ્જીતના મુખ્ય કક્ષની પીઠ નીચેના ભાગે એક શીલા પર ૪૮ સેન્ટીમીટર લંબાઈ અને ૨૧ સેન્ટીમીટર પહોળાઈ જેટલી જગ્યામાં પાંચ પક્તિનો એક લેખ કંડારવામા આવેલો છે.
જેનું ભાષાંતર નીચે મુજબ થાય છે.
૧. અહમદસર તળાવ ઉત્તર-દક્ષિણ બાજુ ગજ ૪૨૨ સહી
૨. શ્રી તળાવની પૂર્વ પશ્ચિમ બાજુ ગજ ૨૭૧ સહી
૩. દક્ષિણ તરફ આવેલ પાણીની આમદ (વાવ) વાળું નાળું ગજ ૪૯૯ સહી
૪. સવંત ૧૫૭૧ વર્ષે મહા સુદિ ૫ …. સુલતાન મુઝફ્ફર સાહેબ (મુજફ્ફર ૨જો) ટંકા લાખ નવ ૯૦૦,૦૦૦ સહી.
આમ સરખેજ નું તળાવ વિક્રમ સંવત ૧૫૭૧ મહા સુદ પંચમી એટલે ૩૧ જાન્યુઆરી૧૫૧૪ના દિને બંધાયું હતું. મહમુદ બેગડાના પુત્ર અને ઉત્તરાધિકારી મુઝફ્ફર ૨જાના રાજયરોહણના લગભગ સવા બે વર્ષ પછી આં નિર્માણ બહુધા થયું હતું. બીજા શબ્દોમાં તળાવ નિર્માણનું કાર્ય મહંમદ બેગડાના સમયમાં નહિ , પણ પુત્ર મુઝફ્ફર -૨જાના રાજ્યકાળ દરમિયાન થયું હતું.
ઇ.સ. ૧૫૯૪-૯૫મા લખાયેલ ગુજરાતના પ્રખ્યાત ફારસી ગ્રંથ “મિરાતે સિકંદરી”ના કથન મુજબ મહમુદ બેગડાએ તેણે પોતે બંધાવેલા મક્બરમાં દફનાવવામાં આવ્યો હતો. અને સંત શેખ અહમદ ખંતુ ગંજબક્ષનો રોજો મસ્જિત વગેરે બધી ઈમારતોનું સંકુલ મહમુદ બેગડાના અવસાન પૂર્વે નિર્મિત થયું હોવું જોઈએ.
આ સંકુલમાં દાખલ થતાં જ સામે કમાનો નજરે ચડે છે. એ જોતાં મને મધ્યપ્રદેશના માંન્દુની કામનો અને ચાંપાનેરની સાત કામનો યાદઆપવી ગઈ
“સ્થાપત્ય ઈમારતોનું એક સુંદર સંકુલ જે દ્વારા આ સ્થાન ઘણા શતકો સુધી મહત્વ પ્રાપ્ત થયું, અસ્તિત્વમાં આવ્યું”
અમદાવાદની મપલાકાતે આવતા તમામ પ્રવાસીએ એક વખત તો આવશ્ય આ રોજાની મુલાકાત લેવી જ જોઈએ.
આશ્ચર્યની વાત એ છે આપણા ઈટરનેટના મહાગ્રંથ “વિકિપીડિયા” એ આના પર લેખ લખવાનું મુનાસીબ નથી સમજ્યું એનું મને અપાર દુખ છે
પણ તમે જાતે ત્યાં જાઓ એને જુઓ એને માણો એને આત્મસાત કરો
અને એને વિષે લખું એવી મારી ઈચ્છા ખરી !!!!
આ અચૂક જોજો હોં કે !!!!
——– જનમેજય અધ્વર્યુ
🌱🌿☘️🍀🍃🍁🌾💐🌷