પુરાણોમાં ૫૧ મહાશક્તિ પીઠ અને ૨૫ ઉપપીઠોનું વર્ણન મળી છે. એમણે શક્તિ પીઠ અથવા સિદ્ધ પીઠ પણ કહેવાય છે. એમાં એક દધિમતી શક્તિ પીઠ છે ……. જે કપાલ પીઠનાં નામે પણ જાણીતી છે !!!
સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરવાંવાળી ત્રિનેત્રા ભગવતી, જે હાથોમાં ચમકીલું ચક્ર, તલવાર, ધનુષ-બાણ, અભય મુદ્રા, કમળ અને ત્રિશુલ ધરેલી છે. જે મોતોનો હાર અને કુંડળથી યુક્ત છે. એ સિંહ વાહિની વર આપવાંવાળી સર્વોત્કૃષ્ટા પૂજવાં યોગ્ય દધિમતી માતા સદા મંગલ કરે !!!
દધિમતી માતાનું મંદિર પુષ્કર અજમેરની ઉત્તરમાં ૩૨ કોસ દૂર છે. જે નાગૌર જિલ્લાની જાયલ તહસીલ મુખ્યાલયથી ૧૦ કિલોમીટર દૂર ગોઠ અથવા માંગલોદ ગ્રામોની વચમાં છે !!!
ગોઠ અને માંગલોદ નામનાં ગામોની મધ્યમાં નાગૌર જિલ્લા મુખ્યાલયથી ઉત્તર-પૂર્વમાં લગભગ ૪૪ કિલોમીટર દૂર જાયલ ગામમાં એક પ્રાચીન શક્તિપીઠ સ્થિત છે જે દધિમતિ માતાનાં મંદિરનાં નામે વિખ્યાત છે. “દાહિમા (દાધીચ)” બ્રાહ્મણ દધિમતિમાતાને પોતાની કુળદેવી માને છે તથા આ મંદિરને પોતાનાં પૂર્વજો દ્વારા નિર્મિત મંદિર માને છે !!!
આહીંથી પ્રાપ્ત એક અભિલેખ અનુસાર આ મંદિરનું નિર્માણ વિક્રમ સંવત ૬૬૫(ઇસવીસન ૬૦૮માં )માનવામાં આવે છે. જેની અનુસાર આ મંદિરનાં નિર્માણ માટે દધિચ બ્રાહ્મણો દ્વારા દાન કરાયેલું હતું. જેનો મુખિયા “અવિઘ્ર નાગ” હતો !!! કેટલાંક વિદ્વાન અભિલેખ લિપિનાં અક્ષર તથા રાજસ્થાનમાં ગુપ્ત રાજાઓનાં શાસન ક્ષેત્રનાં આધાર પર આ મંદીરનું નિર્માણ ગુપ્ત શાસનકાળનાં અંતિમ દિવસોમાં ચોથી શતાબ્દીમાં થયેલું માને છે. કેટલાંક વિદ્વાન ઉપરોક્ત કાળથી અસહમત થઈને, એને ૯મી શતાબ્દીનું માને છે !!!
દધિમતિ દધિચી ઋષિની બહેન હતી. દધિમતિ માતાને મહાલક્ષ્મી માતાનો અવતાર માનવામાં આવે છે. દધિમતિનો જન્મ માઘ શુક્લ સપ્તમી (રથ સપ્તમી)એ આકાશનાં માધ્યમથી થયો હતો એવું માનવામાં આવે છે !!!. દધિમતિ માતાનું મંદિર દેવી મહાતમ્યનું વર્ણન કરતાં ઉત્તર ભારતનું સૌથી પુરાણું મંદિર મનાય છે. જે કોલ્હાપુર (મહારાષ્ટ્ર)નાં મહાલક્ષ્મી મંદિરથી પણ પુરાણું છે.
ત્રેતા યુગમાં અયોધ્યાપતિ રાજા માંધાતાએ અહીં એક સાત્વિક યજ્ઞ કર્યો હતો. એ સમયે માઘ શુક્લ સપ્તમી હતી, દેવી પ્રકટ થઇ, જે દધિમાંતિના નામે જાણીતી છે !!!
શિલાલેખ અનુસાર એનું નિર્માણ ગુપ્ત સંવત ૨૮૯માં થયો હતો. જે લગભગ ૧૩૦૦ વર્ષ પૂર્વે મંદિર શિખરનું નિર્માણ થયું હતું. સંવત ૬૦૮માં ૧૪ દાધીચ બ્રાહ્મણો દ્વારા ૨૦૨૪ તત્કાલીન સુવર્ણમુદ્રાઓથી એનાં ગર્ભગૃહ અને ૩૮ સ્તંભોનું નિર્માણ થયું !!!
ભારતીય સ્થાપત્યકલા એવં મૂર્તિકલાનું ગૌરવ, પ્રતિહારકાલીન મંદિર સ્થાપત્ય મૂર્તિકલાનું સુંદર ઉદાહરણ,
પ્રછીન ભારતીય વાસ્તુકલાની ઉત્કૃષ્ટ કલાનું પ્રતિનિધિત્વ કરે છે !!!
દેવીની વર્તમાન મંદિરની મૂર્તિનાં વિષયમાં કહેવાય છે કે જયારે દેવી પ્રકટ થઈ રહી હતી ત્યારે એક ગોવાળિયો ગાય ચરાવી રહ્યો હતો ત્યાં જમીનના ફાટવાથી એક ગર્જના થઇ. એની સાથે દેવીનું કપાલ બહાર નીકળી આવ્યું, ગાયો ભાગવા લાગી ત્યારે ગોવાળિયાએ કહ્યું —— ” માતા ઢબજા!!!” એનાં કહેવાથી જ માં ભગવતીનું કપાળ બહાર આવ્યું. એ સમયે ગાયના દુધથી એમનો અભિષેક કરવામાં આવ્યો. આજે પણ સમગ્ર ભારતમાં આ દધિમતિ માતાનું એક જ મંદિર છે જ્યાં દુધથી અભિષેક થાય છે !!!
મહામારુશૈલીમાં શ્વેત પાષાણથી નિર્મિત શિખરબદ્ધ આ મંદિર પૂર્વાભિમુખી છે. ડૉ. રાઘવેન્દ્ર સિંહ મનોહર અનુસાર –
“વેદીની સાદગી જંઘા ભાગની રથિકાઓમાં દેવી – દેવતાઓની મૂર્તિઓ મધ્યભાગમાં રામાયણ દ્રશ્યાવલી એવં શિખર પ્રતિહારકાલીન પંરમપરાને અનુરૂપ છે. ચાર મોટાં ચોકવાળું આ મદિર ભવ્ય અને વિશાળ છે !!!
દિરની જંઘા ભાગ પંચરથ છે જેની મધ્યવર્તી પ્રધાન તાકમાં પશ્ચિમની તરફ અને આસનસ્થ ચાર ભુજાઓવાળી માં દુર્ગા
ઉત્તરની તરફ તપસ્યારત ચાર ભુજાઓવાળી માં પાર્વતી તથા દક્ષિણની તરફ આસનસ્થ આઠ ભુજાઓવાળી ગણપતિ પ્રતિમા વિદ્યમાન છે. એની સમીપ સ્થાનક દિકપાલ વાહનો સહિત અંકિત છે યથા મેષવાહના અગ્નિ, મહિષવાહના યમ, નરવાહનાં નૈરુત્ય તથા મકરવાહના વરુણ!!!
મંદિરમાં રામાયણની ઘટનાઓનાં ચિત્રોનાં માધ્યમથી મનોહારી ચિત્રણ કરવામાં આવ્યું છે. ડૉ. રાઘવેન્દ્ર સિંહ મનોહરના અનુસાર ——
“ચિત્રોમાં રામનું ચિત્રણ સામાન્ય પુરુષ રૂપમાં, બ્રહ્મચારી વેશમાં, જટામુકુટ ધારણ કરેલાં, હાથમાં ધનુષ, પીઠ પર તરકશ બાંધેલા પ્રત્યાલીદ્ધ મુદ્રામાં કરવામાં આવેલું છે…… અવતારનાં દિવ્ય સ્વરૂપમાં નહીં !!! નાટકીયતાને મહત્વ આપવાં માટે એ મહત્વપૂર્ણ ઘટનાઓને ચુનવામાં આવી છે જે આશ્ચર્ય એવં વિસ્મયણો ભાવ ઉત્પન્ન કરે છે. હનુમાનનું ચિત્ર વાનરનાં રૂપમાં બનાવવામાં આવેલું છે
દેવીનાં આ મંદિરમાં રામાયણનાં આ ચિત્રોમાં રામ,લક્ષ્મણ, સીતા વન ગમનથી શરુ કરીને મરીચ વધ, કુંભકર્ણ, રાવણવધ, વાનરો દ્વારા સમુદ્ર પર સેતુ બાંધવો આદિ ઘણી ઘટનાઓનાં સુંદર ચિત્રોનું સમાયોજન કરવામાં આવેલું છે ….. જે દર્શનીય છે !!!
રાજસ્થાનનાં પ્રસિદ્ધ ઈતિહાસકાર ગૌરીશંકર ઓઝા અનુસાર
“આ મંદિરની આસપાસનો પ્રદેશ પ્રાચીનકાલમાં દધિમતિ (દાહિમા) ક્ષેત્ર કહેવાતું હતું !!! આ ક્ષેત્રમાંથી નીકળેલી વિભિન્ન જાતિઓનાં લોકો, યથા બ્રાહ્મણ, રાજપૂત, જાટ આદિ દાહિમા બ્રાહ્મણ, દાહિમા રાજપૂત, દાહિમે જાત કહેવાયાં, જેમ કે શ્રીમાલ (ભીલમાલ)નગરનાં નામથી શ્રીમાળી બ્રાહ્મણ , શ્રી મહાજન આદિ ”
બ્રાહ્મણ, જાટ, અને અન્ય જાતિઓ સિવાય દાહિમા અને પુન્ડીર રાજપૂત દધિમતિ માતાને પોતાની કુળદેવી માનીને એમની ઉપાસના પણ કરે છે !!! કેમકે દાહિમા રાજપૂત આ ક્ષેત્રમાંથી નીકળ્યા હોવાંનાં કારણે તેઓ દહિમા કહેવાયાં !!! દાહિમા રાજપૂતો સિવાય પુન્ડીર રાજપૂત પણ દધિમતિ માતાને પોતાની કુળદેવી માને છે અને માતાની પૂજા- આરાધના-ઉપાસના કરે છે !!!
અન્ય મંદિરોની જેમ માતાનાં આ મંદિર સાથે પણ ચમત્કારની ઘણી દંતકથાઓ જોડાયેલી છે ——-
પૌરાણિક માન્યતાઓ અનુસાર વિકટાસુર નામનો દૈત્ય સંસારના સમસ્ત પદાર્થોનું સારત્વ ચોરીને દધિસાગરમાં જઈને છુપાયો હતો ત્યારે દેવતાઓની પ્રાર્થના પર સ્વયં આદિશક્તિએ અવતરિત થઈને એ દૈત્યનો વધ કર્યો અને બધાં પદાર્થો પુન:સત્વ્યુક્ત થઇ ગયાં. દધિસાગરને મથવાને કારણે દેવીનું નામ દધિમતિ પડયું!! અન્ય જનશ્રુતિઓ અનુસાર ક્પાલપીઠ કહેવાતી માતાનું આ મંદિર સ્વત: ભૂગર્ભમાંથી પ્રકટ થયું છે !!! તો એક અન્ય જનશ્રુતિ અનુસાર પ્રાચીનકાળમાં રાજા માંધાતા દ્વારા માઘ શુક્લ સપ્તમીએ કરવામાં આવેલાં એક યજ્ઞ સમયે યજ્ઞકુંડમાંથી પેદા થવાંની કિવદંતિ પ્રચલિત છે !!!
દધિમતિ માતાની કથા
જગતના પ્રાણીઓને અભય પ્રદાન કરવાં માટે તથા વિકટાસૂરનો વધ કરવાં માટે “યોગમાયા મહાલક્ષ્મી” મહર્ષિ અથર્વાનાં ઘરમાં ભગવતી નારાયણી દધિમતિ માતાનાં રૂપમાં પ્રકટ થઇ હતી. દેવીનાં ભયથી વિકટાસુર દધિસાગરમાં છુપાઈ ગયો ત્યારે ભગવતીએ દધિસાગરનું મંથન કરીને માઘ શુક્લા અષ્ટમીએ સંધ્યાકાળમાં વિકટાસૂરનો વધ કર્યો. આજ કારણથી આ તિથિ જ્યાષ્ટમીનાં નામે વિખ્યાત છે. દધિસાગરનું મંથન કરીને વિકટાસુરને મારવાંને કારણે બ્રહ્માજીએ એનું નામ દધિમતિ રાખ્યું તથા મહર્ષિ અથર્વાને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું
બ્રહ્માજીએ ભગવતી દધિમતિને પોતાનાંભાઈ દધીચિના વંશની રક્ષા કરતાં એમને કુળદેવી થવાનો આશીર્વાદ આપ્યો !!! અથર્વાનાં પુત્ર તથા દધિમતિનાં ભાઈ મહર્ષિ દધિચી દ્વારા વિશ્વકલ્યાણ એવં ધર્મની રક્ષા હેતુ દૈત્યરાજ વૃત્રાસુરનાં વધ માટે પોતાની અસ્થિઓ દેવતાઓને પ્રદાન કરી દીધી !!! ત્યારે દધિચીની ગર્ભવતી પત્ની સ્વર્ચા સતી થવાં માટે તત્પર થઇ ત્યારે દેવતાઓએ સ્મરણ કરાવ્યુ કે તમારા ગર્ભમાં ઋષિનું તેજ છે, એ રુદ્ર અવતાર છે !!! પહેલાં આપ એને જન્મ આપો. આનાં પર ઋષિ પત્નીએ પોતાનો ગર્ભ કાઢીને આશ્રમમાં ઋષિ દ્વારા સ્થાપિત અશ્વત્થ વૃક્ષને સોંપ્યો અને ભગવતી દધિમતિને પ્રાર્થના કરી કે તમે આમરી કુળદેવી છો, આ બાળકની રક્ષા કરજો!!! કુળદેવી દધિમતિનાં સાનિધ્યમાં પીપલવૃક્ષની નીચે પળવાને કારણે મહર્ષિ દધિચીનાં પુત્રનું નામ પિપલાદ પડયું
ભગવાન વિષ્ણુનાં સુદર્શન ચક્રથી માં સતીનાં દેહને ખંડિત કરીને જ્યાં -જ્યાં સતીના શરીરનાં અંગો પડયાં એ ૫૨ સ્થાન પવિત્ર ૫૨ શક્તિપીઠ કહેવાયાં !!! ભગવતી સતીનું કાકપાલ પુશાક્રક્ષેત્રથી ૯૬ કિલોમીટર દૂર ઉત્તરમાં ગોઠ- માંગલોદ નામનાં ૨ ગામોની વચમાં પડયા જે “કપાલ સિદ્ધ પીઠ’નામથી પ્રસિદ્ધ થયું. કપાલ પીઠ તીર્થ ગોઠ માંગલોદ નાગૌરની પૂર્વમાં ૪૪ કિલોમીટર દૂર જાયલ તહસીલમાં છે !!!
વર્તમાનમાં આ મંદિરની સંપૂર્ણ વ્યવસ્થા મંદિર પ્રન્યાસ અને અખિલ ભારતીય દાધીચ બ્રાહ્મણ મહાસભા દ્વારા કરવામાં આવે છે. દાધીચ બ્રાહ્મણ મહાસભા દ્વારા મંદિરનું નવીનીકરણ એવં જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. બરામદો યુક્ત અનેક કમરોઓનું નિર્માણ કરવામાં આવ્યું છે !!!
પૂજા, ઉત્સવ અને મેળાઓ ——–
ચૈત્ર અને અશ્વિનની નવરાત્રીમાં અહીંયા મેળાનું આયોજન થાય છે. જેમાં બહુ મોટી સંખ્યામાં માતાનાં ભક્તો, શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અહીંયા આવે છે !!!
અહીંયા પ્રત્યેક નવરાત્રીમાં ચૈત્ર અને આસોમાં મેલા ભરાય છે જે પૂરાં નવ દિવસ ચાલે છે. એમાં આખાં ભારતવર્ષના દાધીચ બંધુઓનાં સિવાય બધાં જ વર્ગોનાં લોકો આવીને માંનાં દર્શન કરે છે !!!
નવરાત્રી સિવાય કારતક સુદી અષ્ટમી, ગોપાષ્ટમીએ અન્નકૂટ મહોત્સવ અને માઘ સુદી સપ્તમીએ પ્રાકટ્ય દિવસ માનવવામાં આવે છે. વર્ષભર અહીંયા દર્શનાર્થીઓ આવતાં જતાં હોય છે !!!
રાજસ્થાનમાં આવેલી શક્તિ પીઠ અને માં દધિમતિને શત શત વંદન !!!
——– જનમેજય અધ્વર્યુ.
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..