આધુનિક ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન

✍️ રાજકીય યોગદાન   ✍️

સરદાર પટેલ એક વિલક્ષણ અને વિચલક્ષણ માનવી, ભાષા ભલે પટેલની હોય પણ ક્રમમાં એમને કોઈજ ના પહોંચે એ જે ધારે એ કરીને જ રહેતાં અને હંમેશા સારું પરિણામ લાવીને જ જંપતા. એમાટે એ કુટુંબનો પણ ભોગ આપતાં જરાય અચકાતા નહીં.એમની આભા અને એમની પ્રતિભા જ એવી કે આજના ફેસ્બુકીયાઓની જેમ કોઈ એને “કોપી-પેસ્ટ ” ના કરી શકે. સરદાર એક દ્રઢ મનોબળ વાળાં વ્યક્તિ વિશેષ હતાં. નૈતિકતા અને સાચો દેશપ્રેમ એ એમાં આગવા લક્ષણો. અધૂરું, અને અધકચરું નહીં પણ અનોખું અને સંપૂર્ણ વ્યક્તિત્વ જે કોઈને પણ આંજી દેવા માટે પુરતું છે “હમ હોંગે કામયાબ” એ એમનો જીવન મંત્ર હતો અને સદાય તેઓ એને જ વળગી રહ્યાં સ્વતંત્ર વિચારસરણીના કર્મઠ માનવી એટલે સરદાર વલ્લભભાઈ પટેલ.
પડકારોને સામી છાતીએ ઝીલવા એ એમનો મુદ્રાલેખ હતો !!!ગાંધીજી એ જે કર્યું છે એતો અવિસ્મરણીય જ છે તો પણ એમાય સરદાર પટેલનો એમનો ભરપુર સાથ અને સહકાર હતો. ગાંધીજી એક જ વ્યક્તિનું કહ્યું માનતાં અને તે હતાં —— સરદાર વલ્લભભાઈ પટેલ.

સરદારના સલાહ સૂચનો એ જ ગાંધીજીને અપાર સફળતા અપાવી હતી. એ તો નિર્વિવાદ જ છે !!! પણ ……. સ્વતંત્રતા મળ્યા પછી ગાંધીજીની માત્ર સાડા પાંચ મહિના પછી  જ એમની હત્યા થઇ ગઈ. સ્વતંત્ર ભારતને આગળ વધતું તેઓ ના જોઈ શક્યાં. હજી તો દેશ માંડ માંડ સ્વતંત્ર થયેલો એ પગભર થવાની પા પાપગલી જ ભરતો હતો ત્યાં ગાંધીજીનું અવસાન થયું. ત્યાર પછી સરદાર એ મર્યા સુધી એ આઘાતમાંથી બહાર નહોતાં આવી શક્યાં.

દેશ સામે પડકારો ઘણા હતાં. સ્વતંત્રાને પચાવવાની જાળવવાની જવાબદારી હતી સરદાર પટેલના શિરે !!!! તેમને આ માટે હાર ના માની એથી ઉલટું એમણે કથળતી જતી તબિયતે પણ લડત આપી. દેશ માટે કૈંક કરી છૂટવાની એમની ધગશે જ ભારતમાં એકતા લાવી. એમનું આ કાર્ય ખરેખર તો ભગીરથ કાર્ય હતું, વિક્ષેપો પણ ઘણાં આવ્યાં, નેતઓ સાથે વિખવાદો પણ થયાં. પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેમનું નામ તે કયા કોઈનેય ગાંઠે તેમ હતાં કે કોઈનેય ગણકારે તેમ હતા. એમને એ ભગીરથ કાર્ય પુરુ પાડ્યું. શું હતું એ ભગીરથ કાર્ય તેઆપણે આગળ જોઈશું જ !!!!!

ભારત સ્વતંત્ર બન્યું એટલે સરકાર પણ ભારતના લોકોની જ આવી અને એમાં સાંગોપાંગ પાર ઉતરવું એ કાઈ ખાંડાના ખેલ નથી. સરકાર ચલાવવી એ નાની સુની વાત તો નથી જ એમાય પોતે વડાપ્ર્રધાન હતા જ નહીં એ તો ગૃહ પ્રધાન હતાં. વડપ્રધાન નહેરુનું ઘણું ખોટું એમને ચલાવવુ પડ્યું હતું કારણકે ગાંધીજીએ સરદાર પાસે વચન લીદ્ધું હતું કે ગમે તે થાય પણ નહેરુને અવગણતા નહિ !!!! સરદારે આ વચન બખૂબી પાળ્યું અને એમાં જ દેશની ઘોર ખોદાણી !!! સરદાર તોય સાચી સલાહ આપવાનું નહોતા ભૂલ્યા. પાકિસ્તાન ચું કે ચા ના કરે એ નું સરદારે ખુબ જ ધ્યાન રાખ્યું. હાયરે કિસ્મત નહેરુની એ ભૂલ શેખ અબ્દુલ્લ્લાને કાશ્મીરનો સર્વે સર્વ બનાવી દેવાની આપણને આજેય નડે છે. સરદાર જો થોડુંક વધારે જીવ્યાં  હોત તો આ પરિસ્થિતિ ઉભી જ ના થઈ હોત. નહેરુનું મનસ્વી વર્તન જ આ કાશ્મીર પ્રશ્નને સળગતો રાખવામાં કારણભૂત છે.

સરદારે તો એક વાર એટલે સુધી કહ્યું હતું કે  —–” ભારતના લોકો જો ચાલતાં પાકિસ્તાન જશેને તો ય પાકિસ્તાન કચડાઈ જશે ” સરદારે આ માટે નહેરુનું ધ્યાન દોરતાં કહ્યું હતું કે ” જવાહર …….. કોઈના પર આંધળો વિશ્વાસ સારો નહીં સરવાળે આદેશ માટે હાનિકર્તા જ નીવડશે ” આવીજ ભૂલ વી. કે કૃષ્ણ મેનનને સત્તાનો દોર આપીને કરી હતી…… (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) સરદારે બાબતમાં પણ જવાહરલાલ નહેરુનું ધ્યાન દોર્યું હતું કે “આ મેનન પર બહુ વિશ્વાસ કરવાં જેવો નથી ” એમાય નહેરુ એમને ના ગાંઠ્યા અને કાશ્મીરનો ઘણો પ્રદેશ ચીન પડાવી ગયું આ માત્ર ઉલ્લેખ જ છે. હવે આપણે સરદારના રાજકીય યોગદાન પર જોશું !!!!!

ઇસવીસન ૧૯૪૭માં ભારત-પાકિસ્તાન અલગ થઇ ગયાં હતાં. પરંતુ ભારતમાં હજુ પણ ૫૬૫ રિયાસતો બચી ગઈ હતી. જેને કોઈ પણ રાષ્ટ્રમાં ભળવાની આઝાદી આપવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નો થી ૫૬૨ રિયાસતો ને તો ભારતમાં ભેળવી દેવામાં આવી હતી. પરંતુ હજુ ત્રણ રિયાસતો હજુ પણ બાકી હતી !!!! ગુજરાતની જુનાગઢ રિયાસત પહેલા પાકિસ્તાનમાં ભળી ગઈ હતી કારણકે અહીનો નવાબ નુસ્લીમ હતો. પરંતુ  સરદારે તેને સેના મોકલીને પાછી ભારતના કબજામાં લીધી !!!!

એનાં પછી હૈદરાબાદના નિઝામનો વારો આવ્યો. હૈદરાબાદનો નિઝામ પણ સ્વતંત્ર પોતાનું અલગ રાષ્ટ્ર ચાહતો હતો. તો સરદારે એસમયે પોતે જઈને સેના દ્વારા એને મજબૂર કર્યો કે એ ભારતમાં શામિલ થઇ જાય. આમ હૈદરાબાદ પણ ભારતના તાબામાં આવી ગયું. હવે જમ્મુ અને કાશ્મીર જ બાકી હતું અને જમ્મુ કાશ્મીર પર આઝાદી ના તુરંત બાદ ઘુસપેઠીયાઓએ હુમલો કરી દીધો. એ સમયે કાશ્મીરનો રાજા હરીસિંહપણ જામુ-કાશ્મીરને સ્વતંત્ર રાખવા માંગતો હતો. પરંતુ એની પાસે સેના નહોતી એટલે એણે ભારત સરકાર પાસે મદદ માંગી.

ભારત સરકારે મદદ માટે એક શરત રાખી કે જમ્મુ કાશ્મીર ભારતમાં વિલય થઇ જાય. મહારાજ હરીસિંહે સરદાર વલ્લભભાઈ પટેલની વાત માનવી પડી અને ભારતમાં વિલય થવા માટેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરી દીધાં. હવે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની સેના જમ્મુ અને કાશ્મીર મોકલીને જમ્મુ કાશ્મીરમાંથી ઘુસપેઠીયાઓને ખદેડી મુક્યા અને જમ્મુ કાશ્મીર પર પોતાનો કબજો કરી લીધો !!! આ રીતે એમનું જે સપનું હતું ભારતને એક કરવાનું તે એમને પોતાની કુશાગ્ર બુદ્ધિથી અને જરુર પડે તો સખ્તાઈ થી આખા ભારતને એકીકૃત કરીને આખંડ ભારતનું નિર્માણ કર્યું !!!!

તબક્કાવાર સરદાર પટેલનું રાજનૈતિક યોગદાન  ——-

દેશી રિયાસતોન વિલયમાં અહમ ભૂમિકા  ———

સ્વતંત્ર ભારતના પહેલાં ૩ વર્ષોમાં સરદાર પટેલ ઉપપ્રધાનમંત્રી , ગૃહમંત્રી અને સુચના મંત્રી રહ્યાં. આ બધાંથી વધીને એમની ખ્યાતિ ભારતના રજવાડાંઓને શાંતિપૂર્ણ રીતે ભારતીય સંઘમાં શામિલ કરવાની તથા ભારતના રાજનીતિક એકીકરણને કારણે છે. ૫ જુલાઈ ૧૯૪૭એ સરદાર વલ્લભભાઈ પટેલે રિયાસતો પ્રતિ પોતાની નીતિને સ્પષ્ટ કરતાં કહ્યું કે —— ” રિયાસતોને ત્રણ બાબતો-વિષયોને લીધે સુરક્ષા, વિદેશ તથા સંચાર વ્યવસ્થાનાં આધાર પર ભારતીય સંઘમાં શામિલ કરવામાં આવશે. ધીરે ધીરે ઘણી બધી રિયાસતોના શાસક ભોપાલના નવાબથી અલગ થઇ ગયાં હતાં અને આ રીતે નવસ્થાપિત રીયાસતી વિભાગની યોજનાને સફળતા મળી.

ભારતના તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતીય સંઘમાં એ રિયાસતોનો વિલય કર્યો, જે સ્વયંમાં સંપ્રભુતા પ્રાપ્ત હતી. એમનો અલગ ઝંડો અને અલગ શાસક હતો. સરદાર પટેલે આઝાદીની પૂર્વે (સંક્રમણ કાળમાં) જ પી. વી. મેનનની સાથે મળીને કઈ કેટલાંય દેશી રાજ્યોને ભારતમાં ભેલવી દેવાનું કાર્ય આરંભ કર્યું. પટેલ અને મેનને દેશી રાજાઓને ઘણાં સમજાવ્યાં કે એમને સ્વાયત્તા આપવી સંભવ નથી !!!! આના પરિણામ સ્વરૂપ ત્રણ રિયાસતો  ——- હૈદરાબાદ, કાશ્મીર અને જુનાગઢને છોડીને બાકીનાં બધાં જ રજવાડાઓ સ્વેચ્છાએ ભારતમાં વિલયનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો. ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ સુધી હૈદરાબાદ, કાશ્મીર અને જુનાગઢ ને બાદ કરતાં શેષ ભારતીય રિયાસતો ભારતીય સંઘમાં સંમિલિત થઇ ચુકી હતી. જે ભારતીય ઇતિહાસની એક મોટી ઉપલબ્ધિ હતી !!! જુનાગઢના નવાબની વિરુદ્ધ જયારે બહુજ વિદ્રોહ થયો તો એ ભાગીને પાકિસ્તાન જતો રહ્યો અને આ પ્રકારે જુનાગઢ પણ ભારતમાં ભળી ગયું !!!! જયારે હૈદ્રાબાદના નિઝામે ભારતમાં વિલયના પ્રસ્તાવને અસ્વીકાર કરી દીધો તો સરદાર પટેલે ત્યાં સેના મોકલીને નિઝામ પાસે આત્મ સમર્પણ કરવી લીધું !!!!

રાજનીતિક યોગદાન ———-

ભારતીય રાષ્ટ્રીય આંદોલનને વૈચારિક એવં ક્રિયાત્મક રૂપમાં એક નવી દિશા પ્રદાન કરવાના કારણે સરદાર વલ્લભભાઈ પટેલે રાજનીતિક ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી લીધું !!!! વાસ્તવમાં એ આધુનિક ભારતના શિલ્પી હતાં …….. એમના કઠોર વ્યક્તિત્વમાં બિસ્માર્ક જેવી સંગઠન કુશળતા, કૌટિલ્ય જેવી રાજનીતિ સત્તા તથા રાષ્ટ્રીય એકતા પ્રતિ અબ્રાહમ લીન્કન જેવી અતૂટ નિષ્ઠા હતી. જે અદમ્ય ઉત્સાહ , અસીમ શક્તિથી એમને નવજાત ગણરાજ્યની પ્રારંભિક કઠણાઈનું સમાધાન કર્યું. એનાં કારણે વિશ્વના રાજનીતિક માનચિત્રમાં એમણે અમિટ સ્થાન બનાવી લીધું હતું !!! ભારતના રાજનીતિક ઇતિહાસમાં સરદાર પટેલનાં કાર્યોને કયારેય ભૂલી કે ભુલાવી શકાય એમ નથી જ !!!!

સરદાર પટેલના ઐતિહાસિક કાર્યો અને એમાં દ્વારા કરવામાં આવેલાં રાજનીતિક યોગદાન નિમ્નવત છે  ——–

દેશી રાજ્યોના એકીકરણની સમસ્યાને સરદાર પટેલે વિના કોઈ ખૂન – ખરાબાએ બહુજ યુક્તિપૂર્વક અને ખુબીથી હલ કરી. દેશી રાજ્યોમાં રાજકોટ, જુનાગઢ, બહાલપુર, વડોદરા (બરોડા), કાશ્મીર, હૈદરાબાદને ભારતીય મહાસંઘમાં સંમિલિત કરવામાં સરદાર પટેલને ઘણી પેચીદગિયોંનો સામનો કરવો પડયો. જયારે ચીનના વડાપ્રધાન ચાઉં એન લાઈએ  જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો કે તિબેટને ચીનનું અંગ માનવામાં આવે તો સરદાર પટેલે નહેરુને આગ્રહ કર્યો કે એ ચીનના પ્રમુખની વાતનો સ્વીકાર બિલકુલ ના કરે અન્યથા ચીન ભારત માટે ખતરનાક સાબિત થશે !!!! (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) જવાહરલાલ નહેરુ ના માન્યા ……… બસ આજ ભૂલને કારણે આપણે ચીન સામે હરવું પડ્યું અને ચીને આપણી સીમાની ૪૦,૦૦૦ સ્ક્વેર ફૂટ જમીન પર કબજો કરી લીધો !!!!

સરદાર પટેલના ઐતિહાસિક કાર્યોમાં સોમનાથ મંદીરનું પુન: નિર્માણ, ગાંધી સ્મારક નિધિની સ્થાપના કમલઅ નહેરુ હોસ્પિટલની રૂપરેખા આદિ કાર્ય સદૈવ એમનું સ્મરણ કરાવતાં રહેશે !!! એમના મનમાં ગોવાને પણ ભારતમાં વિલય કરવાની ઈચ્છા એટલી બળવત્તર હતી કે એમના માટે નિમ્નલિખિત ઉદાહરણ જ કાફી છે  ——

જયારે એકવાર સરદાર પટેલ ભારતીય યુધ્ધવાહક જહાજમાં મુંબઈની બહાર એક યાત્રા પર હતાં. તો ગોઆની નિકટ પહોંચવા પર એમણે કમાન્ડીંગ ઓફિસરોને પૂછ્યું કે —-
” આ યુદ્ધવાહક જહાજમાં તમારાં કેટલા સૈનિકો છે ?”
જયારે કેપ્ટને એમની સંસ્થા બતાવી તો પટેલે ફરીથી પૂછ્યું કે  —- ” શું આ ગોવા પર અધિકાર પ્રાપ્ત કરવાં પર્યાપ્ત છે !!!”
સકારાતમક ઉત્તર મળવા પર પટેલ બોલ્યાં —– ” તો પછી ચાલો આપને જ્યાં સુધી અહિયાં છીએ ત્યાં સુધીમાં ગોવા પર આધિકાર પ્રાપ્ત કરી લો !!!” કિંકર્તવ્યવિમૂઢ કેપ્ટને એમને લેખિત આદેશ આપવાનું કહ્યું તો સરદાર પટેલ ચોંક્યા , પછી થોડોક વિચાર કરીને બોલ્યાં
” ઠીક છે તો પછી આપણે પાછાં ફરવું પડશે ?”

લક્ષદ્વિપ ટાપુઓના સમુહને ભારત સાથે ભેળવવામાં સરદાર પટેલની મહત્વ પુર્ણ ભૂમિકા હતી. આ ક્ષેત્રના લોકો દેશની મુખ્ય ધારાથી કપાયેલાં હતાં અને એમને ભારતની આઝાદીની જાણકારી ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના ઘણા દિવસો પછી મળી !!!
એમ જોવાં જઈએ તો આ ક્ષેત્ર પાકિસ્તાનની નજદીક નહોતું  …… પરંતુ સરદાર પટેલને લાગતું હતું કે આના પર પાકિસ્તાન પોતાનો દાવો કરી શકે !!!! એટલા જ માટે આવી કોઈ  સ્થિતિને ટાળવા માટે સરદાર પટેલે લક્ષદ્વિપમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે ભારતીય નૌ સેનાનું એક જહાજ ત્યાં મોકલ્યું
આનાં કેટલાંક કલાકો પછી પાકિસ્તાની નૌ સેનાનું જહાજ લક્ષદ્વિપ પાસે મંડરાતું નજરે પડ્યું પરંતુ ત્યાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકતો જોઇને એમણે લીલા તોરણેપાછુ કરાંચી ફરવું પડ્યું !!!!

નહેરુજી, ગાંધીજી અને સરદાર પટેલ  ———–

સરદાર પટેલ ભારતીય સ્વતંત્રા સંગ્રામમાં ઘણી વાર જેલની અંદર-બહાર રહ્યાં હતાં. જો કે જે વસ્તુ અને જે કાર્ય માટે ઈતિહાસકાર અને તજજ્ઞો સરદાર પટેલને ઓળખવા માટે ઉત્સુક અને ઈચ્છુક રહેતાં હતા તે હતી એમની જવાહરલાલ નહેરુની પ્રતિસ્પર્ધા  !!!! એ તો બધા જ જાણે છે કે ૧૯૨૯માં લાહોર અધિવેશનમાં સરદાર સરદાર પટેલ જ ગાંધીજી પછી બીજાં પ્રબળ દાવેદાર હતાં. પરંતુ મુસ્લિમો પ્રતિ સરદાર પટેલની હૃદયધર્મિતાને કારણે ગાંધીજીએ એમને નામ પાછું ખેંચાવા માટે મજબૂર કર્યા !!!
૧૯૪૫-૧૯૪૮માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધ્યક્ષ પદ માટે પણ સરદાર પટેલ એક પ્રમુખ ઉમેદવાર હતાં. પરંતુ આ વખતે પણ ગાંધીજીએ નહેરુપ્રીતિને કારણે એમને અધ્યક્ષ બનવાં ના દીધાં. ઘણા ઈતિહાસકારો અને રાજનીતિજ્ઞો એમ માને છે કે જો સરદાર પટેલને પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવ્યાં હોત તો ચીન અને પાકિસ્તાન સામેના યુધ્ધમાં સમુર્ણ વિજય મળતો !!!

અરે આ પશ્નો ઊભાં જ ના થયા હોત !!! પરંતુ ખેર જવાદો ગાંધીજીએ જવાહર પ્રેમમાં એમને પ્રધાનમંત્રી બનતાં રોકવામાં આવેલાં !!!!

ગાંધીજી પ્રતિ શ્રદ્ધા  ————-

મહાત્મા ગાંધી પ્રત્યે સરદાર પટેલને અપાર અને અતુટ શ્રદ્ધા હતી. ગાંધીજીની હત્યાની કેટલીક ક્ષણ પહેલાં સરદારે ગાંધીજી સાથે ઘણી અંગત વાતો કરી હતી અને એમને મળનાર અને વાત કરનાર સરદાર પહેલાં વ્યક્તિ હતાં. એમને પોતાની જાતને જ એમની સુરક્ષા ચૂકને કારણે જ ગાંધીજીની હત્યા થઇ હતી. એવું એ માનતાં હતાં. આને આજ કારણે તેઓ પોતાની જાતને કસૂરવાર માનીને નહેરુને રાજીનામું આપવાં તૈયાર થઇ ગયાં હતાં પણ અંતે બધું સારું જ થયું !!!! પણ ગાંધીજીની હત્યાના સદમામાંથી એ બહાર ના આવી શક્યા. ગાંધીજીની હત્યાના ૨ મહિના પછી જ સરદાર પટેલને હાર્ટએટેક આવ્યો

નહેરુજી જોડે સંબંધ  ——–

જવાહરલાલ નહેરુ કાશ્મીરી બ્રાહ્મણ હતાં. જ્યારે સરદાર પટેલ ગુજરાતના કૃષક સમુદાય સાથે તાલ્લુક રાખતાં હતાં. પણ બંને જણ ગાંધીજીની નિકટ હતાં. નહેરુ સમાજવાદી વિચારોથી પ્રેરિત હતાં. સરદાર પટેલ બેઝ્નેસ પ્રતિ નાર્મ રુખ અખત્યાર કરનાર એક સાચાં-ખંતીલા હતાં !!!! નહેરુ સાથે એમના સંબંધો મધુર હતાં. પરંતુ ઘણા મુદ્દાઓ પર બંને વચ્ચે મધ્ય મતભેદ પણ હતો !!!! કાશ્મીર મામલા પર સંયુક્ત રાષ્ટ્રને મધ્યસ્થ બનાવવાના સવાલ પર પટેલે નહેરુનો ઉગ્ર વિરોધ કર્યો હતો !!!! કાશ્મીર સમસ્યાને માથાંનો દુખાવો માનીને એ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય આધાર પર મામલાને નીપટાવવા માંગતાં હતાં. આ મળે એ વિદેશી હસ્તક્ષેપની એ વિરુદ્ધ હતાં. ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રીનાં ચુનાવના ૨૫ વર્ષ પછી ચક્રવર્તી રાજગોપાલાચારી એ લખ્યું હતું  ——- ” નિસંદેહ બહેતર હોત , યદિ નહેરુને વિદેશ મંત્રી તથા સરદાર પટેલને પ્રધાનમંત્રી બનાવ્યાં હોત તો !!!! જો સરદાર પટેલ થોડા વધારે દિવસો કે મહિનાઓ જીવ્યાં હોત તો એ પ્રધાનમંત્રી પદ સુધી અવશ્ય પહોંચ્યા હોત. જેના માટે સંભવત: એ યોગ્ય વ્યક્તિ હતાં !!!! ત્યારે ભારતમાં કાશ્મીર  તિબેટ ,ચીન, અને અન્ય વિવાદોનીની કોઈ સમસ્યા જ રહેત !!!”

સંઘ જોડે નાતો  ———–

ગાંધીજીની હત્યામાં હિંદુ ચરમપંથીઓના નામ આવવાથી સરદાર પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પ્રતીબાધિત કરી દીધા હતાં અને સર સંચાલક એમ. એસ. ગોલવલકરને જેલમાં નાંખી દીધા !!!! રિહા થયાં પછી ગોલવલકરે એમને પત્ર લખ્યો  …….. ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮નાં રોજ પટેલે જવાબ આપતાં કહ્યું કે સંઘ પ્રત્યે પોતાનો સ્પષ્ટ વિચાર રજુ કરતાં લખ્યું કે “સંઘના ભાષણમાં ઝેર હોય છે …… એજ વિષનું પરિણામ છે દેશને ગાંધીજીના અમુલ્ય જીવનનું બલિદાન સહન કરવું પડ્યું છે …….!!!!”

ભારતના લોહપુરુષ ———-

સરદાર પટેલને ભારતનાં લોહપુરુષ કહેવામાં આવે છે ગૃહમંત્રી બન્યાં પછી ભારતીય રીયાસતોના વિલયની જવાબદારી એમને જ સોંપવામાં આવી હતી !!!! એમણે પોતાનું દાયિત્વોનું નિર્વહન કરતાં ૬૦૦ જેટલા નાનાં- મોટાં રજવાડાંઓ (રિયાસતો) નો ભારતમાં વિલય કરાવ્યો. દેશી રિયાસતોનો વિલય સ્વતંત્ર ભારતની પહેલી ઉપલબ્ધિ હતી
અને નિર્વિવાદરૂપે સરદાર પટેલનું આમાં વિશેષ યોગદાન હતું
નીતિમત્તા અને દ્રઢતા માટે રાષ્ટ્ર પિતાએ એમને સરદાર અને લોહપુરુષની ઉપાધિ આપી હતી. બિસ્માર્કે જેવી રીતે જર્મનીના એકીકરણ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી
એવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલે પણ આઝાદ ભારતને એક અને વિશાલ અખંડ રાષ્ટ્ર બનવવામાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું હતું !!!! બિસ્માર્કને જેમ ” જર્મનીનો આયર્ન ચાન્સેલર” કહેવામાં આવે છે. તો સરદાર વલ્લભભાઈ પટેલને “ભારતના લોહપુરુષ” કહેવામાં આવે છે !!!

કાશ્મીર એવં હૈદરાબાદ  ———

સરદાર પટેલને ભારતના ગૃહમંત્રીનાં રૂપમાં પોતાનાં કાર્યકાલ દરમિયાન કાશ્મીરના સંવેદનશીલ મામલામાં સુલઝાવવામાં કેટલીય ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. એમનું માનવું હતું કે કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં ઉછાળવો ના જોઈએ. વાસ્તવમાં એ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રસંઘ માં લઇ જતાં પહેલા જ એને સુલઝાવી શકાયો હોત !!! હૈદરાબાદ રિયાસતના સંબંધમાં સરદાર પટેલ સમજૌતા માટે પણ તૈયાર નહોતાં. પછીથી લોર્ડ માઉન્ટબેટનનાં આગ્રહ પર જ એ ૨૦ નવેમ્બર ૧૯૪૭ ના રોજ નિઝામ દ્વારા બાહ્ય મામલામાં ભારત રક્ષા એવં સંચાર મંત્રાલય, ભારત સરકારને સોંપી દેવા માટે સહમત થયાં !!!! હૈદરાબાદને ભારતમાં વિલયના પ્રસતાવને નિઝામ દ્વારા અસ્વીકાર કરી દેવાં પર અતંત: ત્યાં સૈનિક અભિયાનનું નેતૃત્વ કરવાં માટે સરદાર પટેલે જનરલ જે. એન. ચૌધરીને નિયુક્ત કરીને શીઘ્રાતિશીઘ્ર કાર્યવાઈ પૂરી કરવાનો નિર્દેશ આપ્યો !!! સૈનિકો હૈદરાબાદ પહોંચી ગયાં અને સપ્તાહભરમાં જ હૈદરાબાદને ભારતમાં વિધિવત વિલીન કરી દીધું …… એક વાર સ્વયં સરદાર પટેલે જ એચ.વી. કામઠને બતાવ્યું હતું કે  —– ” યદિ જવાહરલાલ નહેરુ અને ગોપાલસ્વામી આયંગર કાશ્મીરના મુદ્દા પર હસ્તક્ષેપ ના કરત અને એમને ગૃહ મંત્રાલયથી અલગ ના કરત તો હું હૈદરાબાદની જેમ જ આ મુદ્દાને પણ આસાનીથી દેશ-હિતમાં સુલાઝાવી દેત !!!!” (કાશ્મીર વોલ્યુમસ – સરદાર પટેલ)

હૈદરાબાદના મામલામાં પણ જવાહરલાલ નહેરુ સૈનિક કાર્યવાહીના પક્ષમાં નહોતાં …… એમણે સરદાર પટેલને એ પરામર્શન આપ્યું હતું કે —– “આ પ્રકારના મસલાને સુલઝાવવાથી સંપૂર્ણ ખતરો અને અનિશ્ચિતતા છે. એ ઇચ્છતાં હતાં કે હૈદરાબાદમાં કરવામાં આવેલી સૈનિક કારવાઈને સ્થગિત કરી દેવામાં આવે. આમાં રાષ્ટ્રીય એવં આંતરરાષ્ટ્રીય જટિલતાઓ ઉત્પન્ન થઇ શકે છે ” પ્રખ્યાત કોંગ્રેસી નેતા પ્રો. એન. જી. રંગાની પણ રાય હતી કે વિલંબથી કરવામાં આવેલી કાર્યવાહી માટે નહેરુ, મૌલાના અને માઉન્ટબેટન જ જવાબદાર છે.(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) રંગ લખે છે કે ——” હૈદરાબાદના મામલામાં સરદાર પટેલ સ્વયં અનુભવ કરતાં હતા કે એમણે જો પંડિત જવાહરલાલ નહેરુની વાત માની લીધી હોત તો હેદરાબાદનો મામલો ઉલ્ઝ્તોં !!! બિલકુલ આવી જ સલાહો મૌલાના આઝાદ એવં લોર્ડ માઉન્ટબેટનની હતી. સરદાર પટેલ હૈદરાબાદના ભારતમાં શીઘ્ર વિલયના પક્ષમાં હતાં !!! પરંતુ જવાહરલાલ નહેરુ એમની સાથે સહમત નહોતાં ……. લોર્ડ માઉન્ટબેટનની કૂટનીતિ પણ એવી જ હતી કે સરદાર પટેલનાં વિચારો અને પ્રયાસોને સાકાર કરવામાં વિલંબ થઇ ગયો !!!!

સરદાર પટેલના રાજનીતિક વિરોધીઓએ એમને મુસ્લિમવર્ગના વિરોધીના રૂપમાં વર્ણિત કર્યા !!! પરંતુ વાસ્તવમાં સરદાર પટેલ હિંદુ-મુસ્લિમ એકતા માટે સંઘર્ષરત હતાં. આ ધારણાની પુષ્ટિ એમનાં વિચારો અને કાર્યોથી થાય છે એટલે સુધી કે ગાંધીજીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે ——-
“સરદાર પટેલને મુસ્લિમ વિરોધી બતાવવા એ સત્યને જુઠું સાબિત કરવાં બરાબર છે ……… આ એક સૌથી મોટી વિડંબણા છે !!!!” વસ્તુત: સ્વતંત્રતા પ્રાપ્તિનાં તત્કાળ બાદ અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં આપવામાં આવેલાં એમનાં વ્યાખ્યાનમાં હિંદુ-મુસ્લિમ પ્રશ્ન પર એમનાંવિચારોની પુષ્ટિ થાય છે !!!

સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વને ઉઠાવવા માટે અને નહેરુજી કેટલાં ખોટા હતાં. તે માટે એક વાર્તા હું અહી મુકું છું

✍️સરદાર પટેલ અને  જવાહરલાલ નહેરુ  ✍️

સરદાર વલ્લભભાઈ પટેલ :”નહેરુજી આવો રીક્ષામાં બેસી જાઓ”
જવાહરલાલ નહેરુ : “નહીં પટેલજી હું ખાન સાહેબ સાથે જરૂરી વાત કરવાં માંગું છું !”
સરદાર વલ્લભભાઈ પટેલ :” એવી કઈ જરૂરી વાત છે ?”
જવાહરલાલ નહેરુ : “એ પાકિસ્તાન જવાની જીદ કરે છે અને હું ઈચ્છું છું કે એ ભારતમાં જ રહે !”
સરદાર વલ્લભભાઈ પટેલ :”તો જવા કેમ નથી દેતા તો પછી પાકિસ્તાન બનાવ્યું જ છે શેને માટે ?”
જવાહરલાલ નહેરુ : “એ તો ઠીક છે પરંતુ એમની સાથે પાંચ લાખ મુસ્લિમો પણ પાકિસ્તાન જતાં રહેશે !”
સરદાર વલ્લભભાઈ પટેલ :”તો જવાદોને પણ ”
જવાહરલાલ નહેરુ : “પરંતુ તો તો દિલ્હી ખાલી થઇ જશે !”
સરદાર વલ્લભભાઈ પટેલ :”તો લાહોરથી જે હિંદુઓ આવ્યા છે એમનાથી ભરાઈ જશે !!!!”
જવાહરલાલ નહેરુ : “નહિ એમને મુસ્લિમોના ઘર હું નહિ આપું, વકફ બોર્ડને સોંપી દઈશ એમને  !”
સરદાર વલ્લભભાઈ પટેલ :” અને લાહોરમાં જે અત્યારથી જ મંદિર અને ડીએવી સ્કૂલ પર કબ્જાકરીને એનું નામ ઇસ્લામિક રાખી દીધું છે એનુ”
જવાહરલાલ નહેરુ : ” પાકિસ્તાન સાથે આપણે શું લેવાદેવા આપને તો ભારતને ધર્મનિરપેક્ષ દેશ જ બનાવવો છે  ને !!!”
સરદાર વલ્લભભાઈ પટેલ :”પરંતુ દેશનું વિભાજન તો ધર્મના આધાર પર જ થયું છે , હવે તો હિન્દુસ્તાન હિન્દુઓનું છે !!”
જવાહરલાલ નહેરુ : ” નહિ આ દેશ કોંગ્રેસનો છે …….. કોંગ્રેસ જે ઈચ્છે છે એમજ થશે !!!!”
સરદાર વલ્લભભાઈ પટેલ :” ઈતિહાસ બદલતો રહે છે , અંગ્રેજો પણ જઈ રહ્યાં છે તો પછી કોંગ્રેસની હસ્તિ જ શું છે ……. મુસ્લિમો સાડા સાતસો વર્ષમાં ગયાં, અંગ્રેજો ૨૦૦ વર્ષમાં ગયાં અને કોંગ્રેસ ૬૦-૭૦ વર્ષોમાં જ જતી રહેશે અને લોકો એને ભૂલી પણ જશે !!! ”
જવાહરલાલ નહેરુ : “ના એવું ક્યારેય નહીં થાય  !”
સરદાર વલ્લભભાઈ પટેલ :”જરુર થશે આપ મુગલ સોચ ત્યાગી દો !!!”
આટલું કહીને સરદાર વલ્લભભાઈ પટેલે રીક્ષા ચાલકને કહ્યું —– “ભાઈ તું રીક્ષા ઝડપથી ચલાવ ……. ખબર નહિ પણ હું કેવાં મુર્ખ સાથે જીભાજોડી કરવાં લાગ્યો !!!”
(ઇતિહાસની અણકહી વાર્તાઓનો એક અંશ)

સરદાર વલ્લભભાઈ પટેલ વિષે કેટલુંક તથ્ય  ——-

વડાપ્રધાન પંડિત નહેરુના વિદેશ પ્રવાસો દરમિયાન સરદારશ્રીએ ચાર વખત કાર્યકારી વડાપ્રધાન તરીકે ફરજ બજાવી તે ગાળાની કામગીરીનું મૂલ્યાંકન.

[૧]   કેન્દ્રિય મંત્રીમંડળના સભ્યોના પગારમાં 15 ટકા કાપ. વહીવટમાં સાદાઈ અપ્નાવવાના આદેશ. સચિવો સાથે વિચારવિમર્શની પ્રક્રિયાનો પ્રારંભ.
[૨]   ભારત સરકારનાં તમામ મંત્રાલયોને ખર્ચા ઘટાડવાની સૂચના અને એ રીતે 80 કરોડની બચત કરાવી. (1950માં 80 કરોડ અને આજે ?)
[૩]    અનાજ અને કાપડના ભાવો પર નિયંત્રણ અને ખેતીવાડીને પ્રોત્સાહન.
[૪]   રાજ્યોના મુખ્યમંત્રીઓની પત્રો દ્વારા દેશના સમકાલીન પ્રવાહોથી વાકેફ કરવાની, માર્ગદર્શન આપવાની અને સહયોગ મેળવવાની નીતિનો અમલ.
[૫]   આર્થિક અને વ્યાપાર નીતિમાં કેટલાક વ્યવહારુ ફેરફારો અમલી બનાવ્યા.

નોંધ : કાર્યકારી વડાપ્રધાન કાયમી વડાપ્રધાન હોત તો ?…… દેશનો નકશો કેવો હોત ?…… કલ્પના કરો !!!

સન્માન અને પુરસ્કાર  ——–

સન ૧૯૯૧માં સરદાર વલ્લભભાઈ પટેલને મરણોપરાંત “ભારત રત્ન”થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. અમદવાદના હવાઈ અડ્ડાનું નામકરણ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા રાખવામાં આવ્યું છે. અમદાવાદના બંને ક્રિકેટ સ્ટેડીયમોનાં નામ સરદાર પટેલ જ રાખવામાં આવ્યાં છે. ગુજરાતના વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ વિશ્વવિદ્યાલય છે !!! હૈદરાબાદ વિધાનસભાની બહાર બીજા કોઈનું નહિ પણ સરદાર વલ્લભભાઈ પટેલનું જ સ્ટેચ્યુ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાની યોજનાઓ અને એના પર બંધાયેલો બંધ પણ સરદાર સરોવર યોજના અંતર્ગત જ ઓળખાય છે. મોદીજીના અથાગ પ્રયત્નોથી ત્યાં વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ત્યાજ બનવાના શ્રી ગણેશ થઇ જ ચૂક્યા છે !!!

જે વ્યક્તિમાં નેતૃત્વ શક્તિના ગુણ હોય એ વ્યક્તિ અખિલ અને અખંડ ભારતની કલ્પનાને સાકાર કરે જ કરે !!! આ અગાઉ ચક્રવર્તી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યમાં નેતૃત્વ શક્તિ અને તાકાત અને શૌર્ય હતાં. એમને એ સપનું સાકાર કર્યું. ત્યાર બાદ સરદાર વલ્લભ પટેલે ભારતને એક અને અખંડ બનાવવાનું સપનું જોયું. એમનામાં પણ નેતૃત્વ્શાક્તિના ગુણો ભારોભાર ભરેલા હતાં. એટલેજ તેઓ આ ભગીરથ કાર્ય
ભારતને એક કરવાનું કરી શક્યાં.

સરદાર વિષે અનેકો પુસ્તકો લખાયા છે. શબ્દો પણ ઓછા પડે છે એમનાં વ્યક્તિત્વને ઉપસાવવા માટે અને એમને બિરદાવવા માટે શબ્દોની માયાજાળથી એમના વખાનો કરનારની ગુજરાતમાં કે ભારતમાં કોઈ જ ખોટ નથી. બાકી એમનું વ્યક્તિત્વ અને કર્તુત્વ એ કોઈ પક્ષ કે કોઈ સાહિત્યનુ મોહતાજ નથી. પડકારો ઝીલીની પણ પોતાનું લક્ષ્ય પૂરું પાડવું એ જ એમનો ધ્યેય હતો

કૃષક
કર્મઠ
કર્તવ્ય પારાયણ
કૃતજ્ઞ
કાર્યશીલ
કટ્ટર દેશપ્રેમી
એવાં ભગીરથ કાર્ય કરનાર દેશને અખંડિતતા બક્ષનાર સરદાર વલ્લભભાઈ પટેલને તો શાષ્ટાંગ દંડવત પ્રણામ જ હોય ને  !!!!

——- જનમેજય અધ્વર્યુ

?????????

error: Content is protected !!