ઉઝા કડવા પાટીદારોની મા ભોમ છે. ગુજરાત ભરના કડવા પાટીદારો ઉઝાના વતની છે. કાળક્રમે રસાળ જમીન પર ખેતી કરવા કારણસર કે અન્ય કારણોસર ઘીમે ઘીમે પાટીદારો શરૂઆતમા ઉઝાની આજુબાજુને પછી ઘીમે ઘીમે ગુજરાતભરમા પ્રસરતા ગયા હતા.
ગાયકવાડના સમયે ઉઝાની પટલાઈ વાણિયાઓ પાસે હતી.ઉઝાની પટલાઈ મુળથી જ પટેલો પાસે હતી.વાણિયાઓ પાસેથી પ્રેમજી માવજી પટેલે પટલાઈ પાછી માગતા વાણિયાઓ સાથે ભારે બોલાચાલી થયેલી હતી.
આમ થવાથી વાણિયાઓએ પ્રેમજી પટેલ પર ચેપ્ટર કેસ કર્યા હતા.પ્રેમજી પટેલ એકલા ઉઝાના પટેલોના આગેવાન ન હતા પણસમગ્ર પાટીદારોના અગ્રણી હતા.
હવે વાણિયાઓ પ્રેમજી પટેલના સાથી અને કુટુમ્બીજનોની પટલાઇ મુદે મશ્કરી કરતા તેમના સાથીઓ ખુબ જ ગુસ્સે ભરાયા હતા. વાણિયાઓ સાથે ભારે મારામારીમા છ સાત વાણિયાના મરણ થયા હતા.
તે કેસમા ગાયકવાડ સરકારે જ્ઞાતિના અગ્રણી તરીકે શ્રીપ્રેમજી પટેલ આ બનાવે હાજર ન હોવા છતા આરોપી ગણ્યા હતા અને સાથે બીજા બે પટેલને પણ ખુનનાના આરોપી ગણી ફાસીની સજા કરી હતી.
પટેલને બીજા સમાજ પર ધાક બેસાડવાના હેતુસર જ્ઞાતિ અગ્રણી પ્રેમજીભાઈનેજાહેરમા ફાસી આપી હતીને અન્ય બે ને પાટણમા ફાસી આપી હતી. પ્રેમજી પટેલને ઉઝાથી કામલી જવાના પગ રસ્તે ફાસીયાની કૂઈ નામની જગ્યાએ ફાસી આપેલી …..(ઈતિહાસકારોમા ધટના વિવાદાસ્પદ છે)
આમ બાપને ફાસી અપાતા તેમના બે પુત્રો રેવીદાસને જીવરામ પટેલ થોડો વખત ગુપ્ત વાસ રહ્યા પછી ઉઝા રહેવાથી વાણિયા સાથે ફરી આખ લડશેને ફરી ઝગડો થયી જશે તે બીકે ઉઝા છોડવાનુ નક્કી કર્યુ.
આમ બંને ભાઈઓ રેવા પ્રેમજીને જીવા પ્રેમજીએ વિસનગર પાસે કુવાડવા ગામ વસાવ્યુ.
ચૌદ વર્ષ સુધી સુખેથી રહ્યાને નિયમ પ્રમાણે મોટો ભાઈ જુદો થાય તેમ રેવીદાસ પ્રેમજી ભાઈએ કંથરાવી ગામના ચરામા ઈસ્લામનગર નામના ગામડામા રહેવા ગયા.
કંથરાવી ગામના કંથડનાથ મહારાજે સિધ્ધરાજ જયસિહના સમયે સમાધિ લીધી હતી તે જગા પર આ નામનુ ગામ મુસ્લીમોએ વસાવેલ હતુ.
રેવીદાસ આ ગામ નજીક વસવાટ કરવા ગયા ત્યાના રહેવાસીઓએ તેમને ભગાડવા હેરાન પરેશાન કરવા લાગ્યા તેથી એકલા હાથે તેમને ન પહોચાતા દવાડાના ઠાકોરોની મદદ લઈ ઇસ્લામનગર ભાગીને નવા ગામનુ તોરણ બાધ્યુને નવાપુરા નામ આપ્યુ. જે પાછળથી કંથરાવીમા ભળી ગયાનુ કહેવાય છે.
આ પછી કેટલાક વરસો પછી કંથરાવીથી તેમાના કેટલાક કુટુમ્બો જમીનને ખેતીકરવાના ઈરાદેથી ગાડાઓમા પોતાની ઘરવખરીને ખેતીના ઓજારો ભરીને જોટાણા પાસેના ખદલપુર ગામે વસવાટ કરવા જયી રહ્યાહતા. તે સમયની આ ધટના છે.
રસ્તામા મહેસાણા ગામ પછી ખારી નદીને કિનારે આ ગાડુ રેતીમા ફસાઈ ગયુ ન આગળ જાય કે ન પાછળ ભારે મથામણને મહેનત કરી છેવટે રેતી દુર કરવા લાગ્યા ત્યાજમીનમા આપણા દાદાની મૂર્તિ હાથ લાગી.
સહુ પાટીદારોએ આ મૂર્તિ મળવા પાછળ ભગવાનનો કોઈ સંકેત ગણી મૂર્તિને સાથે ખદલપૂર ગામે લયી જવા નક્કી કરીગાડામા ચઢાવી રાત પડી જતા ત્યા રાતવાસો કર્યો. રાત્રે દાદાએ સ્વપ્ને આવી સાથે ન લયી જતા અહી આ જ સ્થળે મુર્તિ સ્થાપિત કરોને મારી પુજા કરજો..
તમારી રક્ષા કરીશને સદાય તમને મારો સાથ રહેશે તમારે દર વરસે પા શેર ઘી મારા દીવા માટે મોકલવુને દર કાળી ચૌદસે મારાતલવટને મરીદાથી નૈવેધ કરવા..
સવારે ઉઠી સહુ આગળ વધવાની તૈયારી કરતા હતા.ત્યાસહુને સ્વપ્નની વાતજણાવીને છેવટે સ્વપ્ન સાચુ છે કે ખોટુ તેની ખરાઇ કરવા નકકી થયુ તે મુજબ મુર્તિવાળા ગાડાને બળદ જોડ્યા.
ઘણી તાકાત કરાવવા છતા ય તે ગાડુ સહેજ પણ ખસ્યુ નહી.
આમ આપણા પૂર્વજોએ આ સ્વપ્નને સત્ય સ્વીકારી દાદાની પધરામણી આ સ્થળે કરાવી છે .ત્યારથી આપણે સહુ ભાઈઓ કૂળદેવ તરીકે પુજતા આવ્યા છીએ.
દાદાની આપણા પરિવારો પર અસીમ કૃપા છે આપણામાથી ભાગ્યે જ કોઈ ભાઈ એવો હશે જેને દાદાની કૃપાનો અનુભવ ના થયો હોય.
આજે પણ દર હનુમાન જયંતિના દિવસે અહીયા સર્વ ખદલપુરિયા શાખના ભાઈઓ હવનનુ સરસ આયોજન કરી ભાઈઓનો સ્નેહમિલનને દાદાની પ્રસાદીનો કાર્યક્રમ અચુક કરે છેને તેમા કુળની પરણાવેલી દીકરીઓને પણ આમંત્રે છેને દરેક દીકરીને ભેટ આપવામા આવે છે.
આજે આ પૈકીના કેટલાક ભાઈઓ ઘેલડા, જીવાપુરા, ધટીસણા, હરીપુરા, પ્રતાપનગર, સદાતપુરા, નદીશાળા, વિજયનગર(દેકાવાડા) ગામોમા ઈજ્જત ભેર રહે છે. બાકી રહેલ ભાઈઓ ખદલપુર સ્થાયી છે.
દાદાની કૃપાએ સુખ શાતિ ભોગવે છે. દાદાના નવા મંદિરની તૈયારીઓ પૂર્ણ કરી છે. તા.૯-૧૧-૧૯ના હોમ હવનાદિથી દાદાને રિઝવી નવા મંદિરનું વાસ્તુપુજન કરેલ છે.
પોસ્ટ બાય:- પોપટભાઈ પટેલ, ઘેલડા..
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..