(શાસન: 380-412 એડી)
ચંદ્રગુપ્ત દ્વિતીય , સમુદ્રગુપ્તના પુત્ર,
ચંદ્રગુપ્ત દ્વિતીય સમસ્ત ગુપ્ત રજાઓમાં સર્વાધિક શૌર્ય એવં સાહિત્યિક ગુણો એમનામાં ભારોભાર ભરેલા હતાં. શકો પર વિજય પ્રાપ્ત કરીને એમણે વિક્રમાદિત્યની ઉપાધી હાંસલ કરી હતી. એમેને શકારિ પણ કહેવામાં આવે છે. એ પોતાના વંશના મહાપરક્રમી રાજા હતાં. માળવા. કાઠીયાવાડ ,ગુજરાત અને ઉજ્જૈયનીને પોતાનાં રાજ્યમાં ભેળવી દઈને એમને એમનાં પિતાના રાજ્યનો વધારે વિસ્તાર કર્યો હતો. ચીની યાત્રી ફાહિયાન એમનાં સમયમાં ૬ વર્ષ ભારતમાં રહ્યા હતો !!!!
ચંદ્રગુપ્ત બીજાના સેનાપતિ આમ્ર્કાઈવ હતાં. એમણે દેવ, દેવગુપ્ત, દેવરાજ, દેવશ્રી, શ્રીવિક્રમ ,વિક્રમાદિત્ય, પરમાભાગવત , નરેન્દ્રચંદ્ર , સિંહવિક્રમ, અજીતવિક્રમ આદિનામો ધારણ કર્યાં હતાં. અનુશ્રુતિઓમાં ચંદ્રગુપ્ત દ્વિતિયે પોતાની પુત્રી પ્રભાવતીનાં લગ્ન વાકાટક નરેશ રુદ્રસેન સાથે કર્યાં હતાં …… રુદ્ર્સેનના મૃત્યુ પછી ચંદ્રગુપ્તે અપ્રત્યક્ષ રૂપે વાકાટક રાજ્યને પોતાનાં રાજ્યમાં ભેળવી દીધું ……. અને ઉજ્જૈનને રાજધાની બનાવી.
આજ કારણે ચંદ્રગુપ્ત બીજાને ઉજ્જૈન પુરવરાધીશ્વર પણ કહેવામાં આવે છે. એમની એક રાજધાની પાટલીપુત્ર પણ હતી. અત: ચંદ્રગુપ્ત બીજાને પાટલીપુત્ર પુરાવધીશ્વર પણ કહેવામાં આવે છે !!!! દક્ષિણ ભારતમાં કુંતલ એક પ્રભાવશાળી રાજા હતો. શ્રુંગારપ્રકાશ તથા કંતલેશ્વર દીત્યમથી એ ખબર પડે છે કે ચંદ્રગુપ્ત દ્વિતીયના કુંતલ નરેશ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ હતો !!!! કુંતલ નરેશ ક્કુસ્થ વર્માને પોતાની પુત્રીનું લગ્ન ગુપ્ત નરેશ સાથે કરાવ્યું હતું. આ વૈવાહિક સંબંધની પુષ્ટિ ક્ષેમેન્દ્રની ઐચિત્ય વિચાર ચર્ચામાં જોવાં મળે છે !!!!
ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના શાસનકાળને ને ભારતના ઇતિહાસનો નોંધપાત્ર સમય માનવામાં આવે છે. ચીની મુસાફર ફાહિયાન તેમના સમય દરમિયાન 6 વર્ષ સુધી ભારતમાં રહેલો હતો …… તે ઉદાર અને ન્યાયી શાસક હતો. તેમના સમયમાં ભારતીય સંસ્કૃતિનો જબરજસ્ત વિકાસ થયો. મહાકવિ કાલિદાસ તેમના દરબારની શોભા વધારતાં હતાં !!!! તેઓ પોતે વૈષ્ણવ હતા, પરંતુ તેમને અન્ય ધર્મો પ્રત્યે ઉદાર લાગણી પણ હતી.ગુપ્તાના રાજાઓના યુગને ભારતીય ઇતિહાસના ‘સુવર્ણયુગ’ તરીકે ઓળખવામાં આવે છે. આનો સૌથી વધુ શ્રેય ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યની શાસન વ્યવસ્થાને જાય છે !!!! રાજગાદી પર આરૂઢ થતાની સાથે ચંદ્ર્ગુપ્ત દ્વિતીય સમક્ષ બે કાર્ય મુખ્ય હતાં ——-
(૧) રામગુપ્તના સમયમાં ઉત્પન્ન થયેલી અવ્યવસ્થાને દૂર કરવી …… અને
(૨) એ મલેચ્છ શકોનું ઉન્મૂલન કરવું. જેમણે માત્ર ગુપ્તશ્રીના અપહરણનો માત્ર પ્રયત્ન જ કરેલો ……. કિન્તુ તેમણે કુલવધુ તરફ બીજી દ્રષ્ટિથી જોયું નહોતું !!!!
ચંદ્રગુપ્તના સમ્રાટ બનતા જ શીઘ્ર જ સામ્રાજ્યમાં વ્યવસ્થા સરખી થઇ ગઈ. ચંદ્રગુપ્ત દ્વિતીય એ પોતાના પિતાનો યોદ્ધાને અનુરૂપ પુત્ર હતો !!!! પોતાની રાજશક્તિ સુદ્રઢ કરીને એમણે શકોના વિનાશ માટે યુદ્ધનો પ્રારંભ કર્યો !!!!
વિષ્ણુપુરાણ ૪.૨.૬૮થી એ વિદિત થાય છે કે સંભવત: ગુપ્તકાળથી પૂર્વે અવન્તો પર આમોર ઈત્યાદિ શુદ્રો વગેરે વિજાતિઓનું આધિપત્ય હતું …….
ઐતિહાસિક પરંપરાથી આપણે એ વાતથી વિદિત થઈએ છીએ કે શતી ઇસવીસન પૂર્વે ૫૭ લગભગ વિક્રમ સંવતના સંસ્થાપક કોઈ આજ્ઞાત રાજાએ શકોને હરાવીને ઉજ્જ્જયિની ને પોતાની રાજધાની બનાવી હતી !!!! ગુપ્તકાળમાં ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યએ અવન્તી પર પુન: વિજય મેળવ્યો હતો !!! અને ત્યાંથી વિદેશી સત્તાને ઉખાડી નાંખી હતી !!!!! કેટલાંક વિદ્વાનોના મતે ઇસવીસન પૂર્વે ૫૭માં વિક્રમાદિત્ય નામનો કોઈ રાજા થયો જ નહોતો !!!! અને ચંદ્રગુપ્ત દ્વિતિયે જ અવંતિ વિજય પશ્ચાત માલવ સંવતને કે જે ઇસવીસન પૂર્વે ૫૭થી શરુ થઇ હતી એને વિક્રમ સંવતનું નામ આપી દેવામાં આવ્યું !!!!
શક વિજય ——-
વિદેશી જાતિઓની શક્તિના આ સમયે ૨ મોટાં કેન્દ્રો હતાં
(૧) કાઠીયાવાડ અને ગુજરાત ના શકો — મહાક્ષત્રપ
(૨) ગાંધાર – કામ્બોજના કુષાણો !!!!
શક -મહાક્ષત્ર્રપ શક્યતઃ ‘શાહાનુશહી કુષાણ રાજાના જ એક પ્રાંતીય શાસક હતા, યદ્યપિ સાહિત્યમાં કુષાણ રાજાઓ ને પણ શક-મરૂન્ડ (શકસ્વામી અથવા શકોનાં સ્વામી) તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રથમ ચંદ્રગુપ્ત દ્વિતીય એ કાઠિયાવાડ સાથે લડ્યા – ગુજરાતના શક – મહાક્ષત્રપો સાથે યુદ્ધ કર્યું !!!! તે સમયે મહાક્ષત્રપ રૂદ્રસિંહ ત્રીજો’એ શકસામ્રાજ્યનો સ્વામી હતો !!!! ચંદ્રગુપ્ત દ્વારાએ પરાસ્ત થયો !!!! આ અને ગુજરાત-કાઠિયાવાડ પ્રદેશ પણ ગુપ્ત સામ્રાજ્યમાં જોડાયા.
શકોના પરાજયને કારણે વાકાટકો પાસેથી પણ મોટી સહાયતા મળી. દક્ષીણપથમાં વાકાટકોનું એક શક્તિશાળી રાજ્ય હતું. સમુદ્રગુપ્તે ત્યાંના રાજા ‘રુદ્રાદેવ અથવા રૂદાસેન’ ને હરાવ્યો હતો, પણ અધીનતા રૂપમાં વાકાટક વંશની શક્તિ હજુ પણ ત્યાં વિદ્યમાન હતી. વાકાટક રાજાઓ ઘણા જ પરાક્રમી હતાં અને તેમના તાબા હેઠળ, ઘણા સામન્તી રાજાઓ શાસન કરતા હતા. વાકાટક રાજા રુદ્રસેન સાથે ચંદ્રગુપ્તા વિક્રમાદિત્યની પુત્રી ‘પ્રભાવતોના લગ્નપણ થયાં હતાં ‘રૂદ્રેસેન બીજા ‘ સાથે ગુપ્ત રાજવંશની રાજકુમારીનું લગ્ન થઇ જવાથી ગુપ્તો અને વાકાટલો માં, મૈત્રી અને ઘનિષ્ઠતા સથાપિત થઇ ગઈ. રુદ્રસેન બીજાનું લગ્ન પછી ત્રીસ વર્ષે અવસાન થયું. તેમના પુત્રો બહુ નાનાં હતા, તેથી રાજ્યશાસન પ્રભાવતીગ ગુપ્તે પોતાનાં હાથમાં લીધું !!!! અને તે વાકાટક રાજ્યનીસ્વામીની બની ગઈ . આ પરિસ્થિતિમાં, તેમણે આશરે ઇસવીસન ૩૯૦થી ઇસવી સન ૪૧૦સુધી રાજ્ય કર્યું. તેમના મહાન પિતા ચંદ્રગુપ્ત બીજા ની પૂરેપૂરી સહાયતા અને સહકાર પ્રભાવતીને મળતો રહ્યો !!! જ્યારે ચંદ્રગુપ્તે મહાક્ષત્રપ શક-સ્વામી રૂદ્રસિંહ પર હુમલો કર્યો, તેથી વાકાટક રાજ્યની સમગ્ર શક્તિ પણ તેમની સાથે હતી !!!!
ઉપાધિઓ ——
ગુપ્ત સામ્રાજ્ય હેઠળ ગુજરાત-કાઠિયાવાડના શકોના શાસનનો ઉચ્છેદ કરીને તેમના રાજ્યને ગુપ્ત સામ્રાજ્ય અંતર્ગત લઇ લેવું એ ચંદ્રગુપ્ત દ્વિતીયના શાસનકાળની સૌથી મહત્વપૂર્ણ ઘટના છે !!!! એટલા માટે એ શકારિ અને ‘વિક્રમાદિત્ય’ તરીકે પણ ઓળખાયાં. ઘણી સદીઓ પહેલાં શકોનો આવો પાર્કરનો ઇચ્ચેદ કરીને સતાવાહન સમ્રાટ ગૌતમીના પુત્ર સતકર્ણીએ પણ શકારિ ‘ અને ‘વિક્રમાદિત્યની ઉપાધિઓ પ્રાપ્ત કરી હતી !!! હવે ચંદ્રગુપ્ત દ્વિતિયે ફરીથી એજ પ્રકારનું ગૌરવ પ્રાપ્ત કર્યું !!!! ગુજરાત અને કાઠિયાવાડની જીતને લીધે હવે ગુપ્ત સામ્રાજ્યની સરહદ પશ્ચિમની અરબી સમુદ્ર સુધી વિસ્તરી !!!!! નવા જીતેલાં પ્રદેશો પર શાંતિપૂર્ણ શાસન કરવાં માટે પાટલીપુત્ર બહુજ દૂર પડતું હતું. તેથી, ચંદ્રગુપ્ત બીજાએ ઉજ્જૈયિનીને પાતાની બીજી રાજધાની બનાવી !!!!
સામ્રાજ્ય વિસ્તાર ——
ગુજરાત-કાઠિયાવાડના શક – મહાક્ષત્રપો સિવાય ગાંધાર કંબોજના શક-મુરુન્ડો (કુશાણો) ને ચંદ્રગુપ્ત દ્વિતિયે પણ મારી નાખ્યા હતા. દિલ્હી નજીક મેહરૌલીમાં લોખંડના ‘વિષ્ણુ ધ્વજ’ સતંભ છે જેના પર ચંદ્ર નામના જાજરમાન સમ્રાટનો એક લેખ લખાયો છે. ઇતિહાસકારોનું કહેવું છે કે આ લેખ ગુપ્ત વંશ ચંદ્રગુપ્તા દ્વિતીય નો છે. અને આ લેખ ચંદ્રગુપ્ત બીજાંની જીત વર્ણવે છે, તેમણે સિંધના સપ્તમુખો ( પ્રાચીન સપ્તસૈન્ધ્વ દેશની સાત નદીઓ ને પાર કરીને વાલ્હિક (વલ્ખ) દેશ સુધી યુધ્ધમાં વિજય મેળવ્યો હતો. પંજાબની સાત નદીઓના યમુના, સતલજ, બીઆસ , રાવી , ચિનાબ, જેલમ અને સિંધુ નદીનો પ્રદેશ પ્રાચીન સમયમાં સપ્તસૈન્ધવ કહેવાતો હતો !!! એના કિનારાના પ્રદેશોમાં શક-મુરુન્ડો અથવા કુષાણોનું રાજ્ય હતું !!!! સંભવત: આ જ શક-મુરુન્ડોએ ધ્રુવદેવી પર હાથ ઉઠાવવાની કોશિશ કરવાનું દુસાહસ કર્યું હતું !!!! હવે, ધ્રુવેદેવી અને તેના પતિ ચંદ્રગુપ્તદ્વિતીયના પ્રતાપે બાલ્ખ સુધી શક-મુરુન્ડનો ઉચ્છેદ કરી નાંખ્યો અને ગુપ્ત સામ્રાજ્યની પશ્ચિમોત્તર સરહદને સુદૂર વંક્ષુ નદી સુધી પહોંચાડી દીધી !!!!!
બંગાળ ————–
તે મેહરૌલીના એક જ સ્તંભમાં એ પણ લખાયેલું છે કે ચંદ્રગુપ્તે બંગાળમાં પ્રતિકાર કરવા માટે ભેગા થયેલા ઘણા રાજાઓને હરાવ્યા હતા. સંભવ છે કે જ્યારે ચંદ્રગુપ્તદ્વિતીય કાઠિયાવાડ-ગુજરાતના શકોને હરાવવામાં વ્યસ્ત હતો. બંગાળના કેટલાક જૂના રાજકુમારોએ તેમની સામે બળવો કર્યો છે, અને તેને બંગાળમાં જઇને પોતાની તલવારનો મહિમા બતાવવાની પણ આવશ્યકતા પડી હોય !!!!
દક્ષિણ ભારત ————–
ચંદ્રગુપ્ત દ્વિતીય ના સમય દરમિયાન, ગુપ્ત સામ્રાજ્ય ઉન્નતિના એક ઉંચા શિખરે બીરાજમાન હતું. દક્ષિણ ભારતના જે રાજાઓને સમદ્રગુપ્તે પોતાના તાબા હેઠળ લાવ્યા હતાં. તેઓ હજુ પણ ચંદ્રગુપ્તાના તાબામાં રહેવાં માટે તેમની આધિનતા સવીકારવા તૈયાર હતાં …. શક – મહાક્ષત્રપો અને ગાંધાર -કામ્બોજનાં શક – મુરુન્ડો ના પરાસ્ત થઇ જવાથી
ગુપ્ત સામ્રાજ્યનો વિસ્તાર પશ્ચિમમાં અરબ સાગર સુધી અને હિંદુકુશની પેલે પાર વંક્ષુ નદી સુધી વિસ્તાર્યો હતો !!!!
અશ્વમેઘ ———
ચંદ્રગુપ્તની ઉપાધી માત્ર વિક્રમાદિત્ય જ નહોતી. શિલાલેખોમાં “સિંહ વિક્રમ ‘સિંહચંદ્ર’ સહસાંક” ‘વિક્રમાંક’ દેવરાજ ‘વગેરે અનેક ઉપાધિઓ થી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં
એમનાં સમયના અનેક સિક્કાઓ ઉપલબ્ધ છે. શક મહાક્ષત્રપોને જીતી લીધા પછી એમણે એમનાં પ્રદેશમાં જે સિક્કાઓ ચલાવ્યાં હતાં. એ પુરાણા શક સિક્કાઓના નમૂના હતાં. સિક્કા જે તેમણે તેમના રાજ્યમાં ભજવ્યા હતા,
તેઓ જૂના શંકા-સિક્કાના નમૂના હતા. ઉત્તર-પશ્ચિમી ભારતમાં એમનાં ઘણા બધાં સિક્કાઓ મળે છે. એ સિક્કાઓ કુષાણ સનાયના નમૂનારૂપ છે !!!! ચંદ્રગુપ્ત દ્વિતીયની વીરતા એમનાં સિક્કાઓમાં પ્રગટ થાય છે !!! સિક્કાઓ પર એમણે સિહ સાથેની લડાઈ પણ પ્રદર્શિત કરી છે !!!! તેઓ કુશાન નમૂનાઓ છે. ચંદ્રગુપ્તની બહાદુરી તેના સિક્કાઓ દ્વારા પ્રગટ થાય છે. સિક્કાઓ પર તે સિંહો સાથે લડાઈ કરતો દર્શાવવામાં આવ્યું છે, અને સાથે એક વાક્ય લખવાના આવ્યું છે —
” ક્ષિતિમવજિત્ય સુચરિ તૈ : દિવં જયતિ વિક્રમાદિત્ય : પૃથિવી કા વિજય પ્રાપ્ત કર વિક્રમાદિત્ય અપને સુકાર્ય સે સ્વર્ગકો જીત સકતા હૈ ……”
પોતાનાં પિતાની જેમ જ ચંદ્રગુપ્ત દ્વિતિયે પણ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો ……
શકારિ સમુદ્રગુપ્તના પુત્ર અને ઉજજૈયિનીના વિખ્યાત વિદ્યાપ્રેમી સમ્રાટના રૂપમાં પ્રસિદ્ધ છે. તેમનું સાચું નામ ચંદ્રગુપ્ત છે. અશ્વમેધ યજ્ઞ બાદ તેમણે ‘વિક્રમાદિત્યનું બિરુદ મેળવ્યું હતું ……
ઇતિહાસમાં તેમની સભામાં નવ રત્નો તેમના સમયના પોતાનાં વિષયમાં પારંગત એવં વિદ્વાન હતાં
આ નવ રત્નોના નામ આ પ્રમાણે છે —-
- ✅ [૧] કાલિદાસ
- ✅ [૨] વરરૂચિ
- ✅ [૩] અમર સિંહ
- ✅ [૪] ધનવંતરિ
- ✅ [૫] ક્ષપણક
- ✅ [૬] વેતાળ ભટ્ટ
- ✅ [૭] વરાહમિહિર
- ✅ [૮] ઘટકર્પર અને
- ✅ [૯] શંકુ
હતાં ………..
ઈતિહાસ આ રાજાને શકોના સર્વનાશ અને વિક્રમ સંવતની સરુઆત કરનાર તરીકે હંમેશા યાદ રાખશે !!!! શત શત વંદન ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યને !!!!!
—— જનમેજય અધ્વર્યુ..