ભોજેશ્વર શિવ મંદિર – દુનિયાનું સૌથી મોટું એક જ પથ્થરમાંથી બનેલું શિવલિંગ  

ભોજપુર મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી ૩૨ કિલોમીટર દૂર સ્થિત છે.. ભોજપુરને સાંકળતી પહાડી પર એક વિશાળ અધૂરું શિવમંદિર છે !!! આ ભોજપુર શિવ મંદિર અથવા ભોજેશ્વર મંદિરનાં નામે પ્રસિદ્ધ છે. ભોજપુર તથા આ શિવ મંદિરનું નિર્માણ પરમાર વંશના પ્રસિદ્ધ રાજા ભોજે (ઇસવીસન ૧૦૧૦-૧૦૧૫) કરાવ્યું હતું !!! આ મંદિરની પોતાની ઘણી વિશેષતાઓ છે. આ મંદિર “ઉત્તર ભારતનું સોમનાથ” તરીકે પણ ઓળખાય છે.

આ અધુરા મંદિર સંપન્ન કરવાની યોજના નજીકની પથ્થર શિલાઓ પર લખાયેલ છે. તે નક્શાઓ અને રેખાકૃતિઓ મુજબ અહીં એક પ્રભાવશાળી મંદિર પરિસર બનાવાની યોજના હતી. મંદિર પરિસરને ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક તરીકે જાહેર કરાયું છે અને મંદિરનું સમારકામ કાર્ય કરાયું હતું

આ મંદિરની પહેલી વિશેષતા એનું વિશાળ શિવલિંગ છે જે વિશ્વનું એક જ પથ્થરમાંથી નિર્મિત સૌથી મોટું શિવલિંગ છે !!! સંપૂર્ણ શિવલિંગની લંબાઈ ૫.૫ મીટર (૧૮ ફૂટ)વ્યાસ ૨.૩ મીટર (૭.૫ ફૂટ)તથા માત્ર શિવલિંગની લંબાઈ ૩.૮૫ મીટર (૧૨ ફૂટ) છે !!!

બીજી વિશેષતા એ ભોજેશ્વર મંદિરની પાછળના ભાગમાં બનેલો ઢાળ છે. જેનો ઉપયોગ નિર્માણાધીન મંદિરનાં સમયમાં વિશાલ પથ્થરોને લઇ જવાં માટે કરવામાં આવતો હતો. સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ અવયવોને સંરચના ઉપર સુધી પહોંચાડવા માટે આવી પ્રાચીન નિર્માણ ટેકનીક ઉપલબ્ધ નથી. એ એક પ્રમાણ છે કે જેનાથી એ રહસ્ય ખુલી ગયું કે આખરે કેવી રીતે ૭૦ ટન વજનવાળાં પથ્થરોને મંદિરની ટોચ સુધી પહોંચાડવામાં આવ્યાં !!!

ભોજેશ્વર મંદિરની ત્રીજી વિશેષતા એનું અધૂરું નિર્માણ છે. એનું નિર્માણ અધૂરું કેમ રાખવામાં આવ્યું આ વાતનું ઇતિહાસમાં કોઈ પુખ્તા પ્રમાણ તો નથી પણ એવું કહેવામાં આવે છે કે આ મંદિર એક જ રાતમાં નિર્મિત કરવાનું હતું પરંતુ છતનું કામ પૂરું થાય એ પહેલાંન જ સવાર પડી ગઈ ……. એટલાં માટે કામ અધૂરું રહી ગયું !!!

ચોથી વિશેષતા ભોજેશ્વર મંદિરની ગુંબજાકાર છત છે. જો કે આ મંદિરનું નિર્માણ ભારતમાં ઇસ્લામના આગમનથી પહેલાં થયું હતું. અત: આ મંદિરનાં ગર્ભગૃહ ઉપર બનેલી અધુરી ગુંબજાકાર છત ભારતમાં જ ગુંબજ નિર્માણનાં પ્રચલનને પ્રમાણિત કરે છે. ભલે પછી એનાં નિર્માણની ટેકનીક ભિન્ન કેમ ના હોય !!! કેટલાંક વિદ્વાન એને ભારતમાં સૌથી પહેલી ગુંબજીય છતવાળી ઈમારત માને છે. આ મંદિરનો દરવાજો પણ કોઈ હિંદુ ઈમારતનાં દરવાજાઓમાં સૌથી મોટો છે !!!

આ મંદિરની પાચમી વિશેષતા એ છે કે એનાં ૪૦ ફૂટ ઊંચાઈવાળાં એનાં ચાર સ્તંભ છે. ગર્ભગૃહની અધુરી બનેલી છત આ ચાર સ્તંભો પર જ ટકેલી છે !!!

ભોજેશ્વર મંદિરની એક અન્ય વિશેષતા એ છે કે આ મંદિરની ભૂવિન્યાસ, સ્તંભ, શિખર, કળશ અને ચટ્ટાનોની સતહ પર આશુલેખની જેમ ઉત્કીર્ણ નથી કરવામાં આવ્યાં !!!

ભોજેશ્વર મંદિરના વિસ્તૃત ચબુતરા પર જ મંદિરના અન્ય હિસ્સા, મંડપ, મહામંડપ તથા અંતરાલ બનવવાની યોજના હતી. એવાં મંદિરની નિકટનાં પથ્થરો પર બનેલાં મંદિર -યોજનાથી સંબદ્ધ નકશાઓ પરથી માહિતગાર થવાય છે

સ્થાપત્ય શૈલી  ——–

આ મંદિરને ઉત્તર ભારતનું સોમનાથ પણ કહેવામાં આવે છે. નિરંધાર શૈલીમાં નિર્મિત આ આ મંદિરમાં પ્રદક્ષિણા પથ (પરિક્રમા માર્ગ) નથી. મંદિર ૧૧૫ ફૂટ (૩૫ મીટર) લાંબા, ૮૨ ફૂટ (૨૫ મીટર) પહોળા તથા ૧૩ ફૂટ (૪ મીટર) ઊંચા ચબુતરા પર ઉભું છે !!! ચબુતરા પર સીધું મંદિરનું ગર્ભગૃહ જ બનેલું છે જેમાં વિશાળ શિવલિંગ સ્થાપિત છે. ગર્ભગૃહની અભિકલ્પન યોજનામાં ૬૫ ફૂટ (૨૦ મીટર) એક પહોળો એક વર્ગ બનેલો છે જેનું અંદરુની નાપ ૨.૫ ફૂટ (૧૩ મીટર) છે !!!

શિવલિંગને ત્રણ એકની ઉપર એક જોડેલા ચુના પથ્થર ખંડોથી બનાવેલાં છે. એની ઊંચાઈ ૭.૫ ફૂટ (૨.૩ મીટર) તથા વ્યાસ ૧૭.૮ ફૂટ (૫.૪ મીટર) છે !!! આ શિવલિંગ એક ૨૧.૫ ફૂટ (૬.૬ મીટર) પહોળા વર્ગાકાર આધાર (જલહરી)પર સ્થાપિત છે. આધાર સહિત શિવલિંગની કુલ ઊંચાઈ ૪૦ ફૂટ (૧૨ મીટર)થી પણ અધિક છે !!!

ગર્ભગૃહનું પ્રવેશદ્વાર ૩૩ ફૂટ (૧૦ મીટર)ઊંચું છે!!! પ્રવેશની દીવાલ પર અપ્સરાઓ, શિવગણ એવં નદીઓની છબીઓ અંકિત થયેલ છે. મંદીરની દીવાલો બહૂજ મોટાં -મોટાં લાલ પથ્થર ખંડોથી બનેલી છે એવં બારી રહિત પણ છે !!!

પુનરોધ્ધાર — પૂર્વની દીવાલોમાં કોઈ જોડવાંવાળો પદાર્થ કે લેપ નથી. ઉત્તરી દક્ષિણી એવં પૂર્વી દીવાલોમાં ત્રણ ઝરોખા બનેલાં છે, જેને ભારી બ્રેકેટસ સહારો આપેલાં છે. આંતર દિખવટી બાલ્કની રૂપી ઝરૂખા છે , જેને સજાવટનનાં રૂપમાં બતાવ્યાં છે

એ ભૂમિ સ્તરથી બહુજ ઊંચા છે તથા ભીતરી દીવાલમાં એનાં માટે કોઈ જ ખુલ્લું સ્થાન નથી જોવાં મળતું !!! ઉત્તરી દીવાલમાં એક માંકારકૃતિની નાલી છે જે શિવલિંગ પર ચઢાવવામાં આવેલાં જળને જલહરી દ્વારા નિકાસ કરે છે. સામેની દીવાલ સિવાય આ મકરાકૃતિ બાહરી દીવાલોની એક્લોતી શિલ્પાકૃતિ છે. પૂર્વમાં દેવીઓની આઠ શિલ્પાકૃતિઓ અંદરૂની ચારે દીવાલો પર ઘણી ઊંચાઈ પર સ્થાપિત હતી. જેમાં વર્તમાનમાં માત્ર એક જ શેષ છે !!!

કિનારાનાં પથ્થરોને સહારો આપતાં ચારેય બ્રેકેટસ પર ભગવાનોના જોડી —- શિવ-પાર્વતી, બ્રહ્મા-સરસ્વતી,રામ-સીતા એવં વિષ્ણુ-લક્ષ્મીની મૂર્તિઓ અંકિત છે !!! પ્રત્યેક બ્રેકેટની પ્રત્યેક તરફ એક એકલી માનવાકૃતિ અંકિત છે. જો કે મંદિરની ઉપરી અધિરચના અધુરી છે, કિંતુ એ સ્પષ્ટ છે કે એની શિખરરૂપી તિરછી સતહવાળી છત નહોતી બનવવામાં આવી. કિરીટ મંકોડીનાં અનુસાર શિખરની અભિકલ્પના એક નિમ્ન ઊંચાઈવાળાં પિરામિડ આકારની બનેલી હોઈ શકે છે જેને સમવર્ણ કહેવાય છે એવં મંડપોમાં બનવવામાં આવે છે !!!

એડમ હાર્ડી અનુસાર શિખરની આકૃતિ ફામસાન આકાર (બાહરી તરફથી રૈખિક)ની બનેલી હશે. જો કે આ સંકેતોથી એ ભૂમિજ આકારની પ્રતિત થાય છે !!! અત: કેટલાંક વિદ્વાન એને ભારતમાં સૌથી પહેલી બનેલી ગુંબજીય છતવાળી ઈમારત પણ માને છે. આ મંદિરનું પ્રવેશદ્વાર પણ કોઈ અન્ય હિંદુ ઈમારતનાં પ્રવેશદ્વારની તુલનામાં સૌથી મોટું છે. આ દ્વાર ૧૧.૨૦ ઉંચુ એવં ૪.૫૫ મિ પહોળું છે. આ અધુરી પરંતુ અત્યાધિક નક્કાશીવાળી છત ૩૯.૯૬ ફૂટ (૧૨.૧૮ મિટર ઊંચા ચાર અષ્ટકોણીય સ્તંભો પર ટકેલી છે !!! પ્રત્યેક સ્તંભ ત્રણ પિલાસ્ટરોથી જોડાયેલાં છે !!! આ ચારેય સ્તંભ તથા બાર  પિલાસ્ટરો ઘણાં મધ્યકાલીન મંદિરોનાં નવગ્રહ-મંડપોની જેમ બનેલાં છે. જેમાં ૧૬ સ્તંભોને સંગઠિત કરીને નવ ભાગોમાં એ સ્થાનને વિભાજિત કરવામાં આવતાં હતાં. જ્યાં નવ ગ્રહોની નવ પ્રતિમાઓ સ્થાપિત હોતી હતી !!!

આ મંદિર ઘણું ઊંચું છે …….આટલાં પ્રાચીન મંદિરનાં નિર્માણ દરમિયાન ભારે પથ્થરોને ઉપર લઇ જવાં માટે ઢાળો બનાવવામાં આવ્યાં હતાં એનું પ્રમાણ અહીં મળે છે !!! મંદિરની નિકટ બંધનું નિર્માણ પણ રાજા ભોજે કરાવ્યું હતું. બંધીની પાસે પ્રાચીન સમયમાં પ્રચુર સંખ્યામાં શિવલિંગો બનવવામાં આવતાં હતાં. આ સ્થાન શિવલિંગ બનવવાની પ્રક્રિયાની જાણકારી આપે છે !!!

આ પ્રસિદ્ધ સ્થળમાં વર્ષમાં ૨ વાર વાર્ષિક મેળાઓનું આયોજન કરવામાં આવે છે. જે મકરસંક્રાંતિ અને મહાશિવરાત્રીનાં પર્વ સમયે થાય છે. આ ધાર્મિક ઉત્સવમાં ભાગ લેવાં માટે દુર દરથી લોકો અહીંયા પહોંચે છે !!! મહાશિવરાત્રી પર અહીં ત્રણ દિવસીય ભોજપુર મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે !!!

પાર્વતીની ગુફા ——–

ભોજપુર શિવ મંદિરની બિલકુલ સામે પશ્ચિમી દિશામાં એક ગુફા છે એ પાર્વતી ગુફાનાં નામે ઓળખાય છે. આ ગુફામાં પુરાતાત્વિક મહત્વની અનેક મૂર્તિઓ છે !!!

ભોજપુરનું જૈન મંદિર  ————

ભોજ્પુરમાં એક અધૂરું જૈન મંદિર પણ છે. આ મંદિરમાં ભગવાન શાંતિનાથની ૬ મિ. ઉંચી મૂર્તિ છે. ૨ અન્ય મૂર્તિઓ ભગવાન પાર્શ્વનાથ અને સુપારસનાથની છે. આ મંદિરમાં લાગેલાં એક શિલાલેખ પર રાજા ભોજનું નામ લખેલું છે. આ શિલાલેખ એક માત્ર એપીગ્રાફિક એવીડન્સ છે જે રાજા ભોજ સાથે સંબંધિત છે !!!

આ મંદિર પરિસરમાં આચાર્ય માંટૂંગાની સમાધિ સ્થળ છે. જેમણે ભક્તામર સ્તોત્ર લખ્યું હતું !!!

સ્થાપત્ય–

કેટલીક કિવદંતિયો આનુસાર આ મંદિરનું નિર્માણ પાંડવો દ્વારા માતા કુંતીની પૂજા માટે કરવામાં આવ્યું હતું તથા આ શિવલિંગને એક રાત્રીમાં નિર્મિત કરવામાં આવ્યું હતું. આ વિશ્વપ્રસિદ્ધ શીવલીંગની ઊંચાઈ એકવીસ ફૂટ કરતાં પણ વધારે છે. એક જ પથ્થરમાંથી નિર્મિત આટલું મોટું શિવલિંગ બીજે ક્યાંય પણ જોવાં મળતું નથી !!!!

પ્રમુખ તથ્ય  ———

“ભોજપુર શિવ મંદિર” અથવા “ભોજેશ્વર મંદિર મધ્ય પ્રદેશનાં શિવ મંદિરોમાંનું મુખ્ય મંદિર છે. આ મંદિરનું વિશાળ એવં ભવ્ય રૂપ જોઇને કોઈપણ વ્યક્તિ એનાથી પ્રભાવિત થયાં વિના રહે નહીં. ભોજેશ્વર મંદિરની પશ્ચિમમાં કયારેક એક બહુજ મોટી ઝીલ હતી !!! આ ઝીલ પર એક બંધ પણ બનેલો હતો ,પરંતુ અત્યારે તો એના માત્ર અવશેષો જ અહીં-તહી વિખરાયેલા પડયા છે. બંધનું નિર્માણ બહુજ બુદ્ધિમાતા પૂર્વક કરવામાં આવ્યું હતું. બે બાજુ થી પહાડીઓથી ઘેરાયેલી આ ઝીલને અન્ય બે બાજુએ થી બાલુકાઈમનાં વિશાળ પાષાણ ખંડોની મદદથી ભરી દેવામાં આવ્યાં હતાં !!! આ પાષાણ ખંડ ચાર ફૂટ લાંબા અને ૨.૫ ફૂટ મોટાં હતાં. નાનો બંધ લગભગ ૪૪ ફૂટ ઉંચો હતો અને એનું આધાર તલ લગભગ ૩૦૦ ફૂટ પહોળું તથા બંધ ૨૪ ફૂટ ઉંચો અને ઉપરી સતહ પર ૧૦૦ ફૂટ પહોળો હતો. ઉલ્લેખનીય બાબત એ છે કે આ બંધ ૨૫૦ માઈલનાં જલ પ્રસારને રોકેલો હતો. આ ઝીલને હોશંગશાહે (ઈસ્વીસન ૧૪૦૫-૧૪૩૪) નષ્ટ કરવી દીધી !!!

કિવદંતી ————

ગૌડ કિવદંતી અનુસાર હોશાન્ગ્શાહની ફોજ આ બંધને કાપવા માટે ૩ મહિનાનો સમય લાગ્યો હતો. કેહેવાય છે કે આ અપાર જળરાશિનાં સમાપ્ત થઈ જવાનાં કારણે માલવાના જલવાયુમાં પરિવર્તન આવી ગયું હતું.

લિંગરાજ સાથે સમાનતા  ——–

એક સમય હતો જ્યારે ભોજપુર થી ભોપાલ સુધી ફેલાયેલી આ ઝીલના અંતિમ કિનારા પર ભોજેશ્વર મંદિર ઉભેલું જોઈ શકાતું હતું. મંદિર નિર્માણ માટે જે પથ્થરણો પ્રયોગ કરવામાં આવ્યો હતો એને ભોજપુરનાં જ પથરીલા ક્ષેત્રોમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યાં હતાં. મંદિરની સમીપ અને દૂર સુધી પથ્થરો અને ચટ્ટાનોની કટાઈનાં અવશેષ આજે પણ જોવાં મળે છે!!!
” અર્લી સ્ટોન ટેમ્પલસ ઓફ ઓડીસા”ની લેખિકા વિદ્યા દેહેજિયા અનુસાર ભોજ્પુરના શિવ મંદિર અને ભુવનેશ્વરનાં “લિંગરાજ મંદિર” અને કેટલાંક મંદિરોના નિર્માણમાં સમાનતા જોવાં મળે છે

મંદિરથી થોડેક જ દૂર બેતવા નદીનાં કિનારે માતા પાર્વતીની ગુફા છે. કેમકે ગુફા નદીની બીજી તરફ છે એટલે નદીપાર જવાં માટે નૌકાઓ ઉપલબ્ધ છે !!! યદ્યપિ ભોજપુરનું પ્રસિદ્ધ શિવ મંદિર વિરાન પથરીલા ઈલાકામાં સ્થિત છે. પરંતુ આજે પણ અહીં આવવાં વાળાં શ્રદ્ધાળુઓની ભીડમાં કોઈ જ કમી નથી આવી !!! પ્રતિવર્ષ મહાશિવરાત્રી પર અહીં ભરાતો મેળો જોવાં લાયક હોય છે !!!

ઐતિહાસિકતા સાથે ધાર્મિકતા ભલે અને એમાં વિશિષ્ટતાઓ ઉમેરાય તો એ સ્થાન પ્રસિદ્ધિના શિખરે જ બિરાજે. ભોજપુર અને એમાં આવેલું ભોજેશ્વર મંદિર આનું જવલંત ઉદાહરણ છે. આવું મસ્ત સ્થળ તો ક્યારેય જોવાનું ના જ ચૂકાય હોં !!!

!! ઓમ નમઃ શિવાય !!

———— જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!