મિત્રો આ કોઈ સાધરણ મુર્તિ નથીં પણ મેવાડની મહારાણી પ્રેમ દિવાની મીરાંબાઈના બાળપણથી જ સાથે રહેતા ગીરધર ગોપાળની છે જે તેમની સાથે રાખતા….
આ મુર્તિ આપણા ગુજરાતનું લીમડી તાલુકાનું છોટી કાશી ગણાતું ગામ એટલે શિયાણી ગામ છે. આજથી ૪૫૮ વર્ષ પહેલાં મેવાડથી વૃંદાવન યાત્રા કરી દ્વારાકા જતા પ્રેમ દિવાની મીરાંબાઈ શિયાણી ગામનાં ચોરામા સંઘ સાથે રાત રહેલા, ચોરાની સામેજ દરબારગઢ મા લીમડીના ભાયાત ઠાકોર વખતસિહજી રાજા રહેતા હતા. તેઓ કોઈ ગાંઠ ના દર્દ થી પીડાતા હતા. આ દર્દ એમનાં રાણીથી નતુ જોવાતું ને જોગાનુજોગ મીરાં બાઈ ને આવવું ને રાણીને મીરાંબાઈ પાસે જવું, જ્યાં એક મુર્તિ હતી પણ અદ્ભૂત અને અલૌકિક જાણે હમણાં બોલી કે બોલશે.
રાણી જઇને કેશવરાયજીના દર્શન કરી પ્રાર્થના કરી હે અખિલ બ્રહ્માંડના માલિક દેવાધી દેવ શ્રી કૃષ્ણ મારા પતિનુ દર્દ મટી જાય હવે પીડા જોવાતી નથી. આતો મીરાં નો મોહન ચમત્કારી મુર્તિનો બીજા દિવસે ચમત્કાર થયો રાજાની ગાંઠ અદ્રશ્ય થઇ ગઇ ખુશીનો પાર ના રહ્યો. મુર્તિ નો ચમત્કાર જોઇને આખું ગામ મીરાંબાઈ ના મોહનમાં વધારે શ્રધ્ધા ને સાથે ભાવ વિભોર થયું. ત્યાર પછી રાજા રાણી, ગ્રામજનો અને બ્રાહ્મણોએ આજાજી ભરી વિનંતી કરી અને તેમની વિનંતી થી મીરાંબાઈએ પોતે બાળપણથી જ સાથે લઇને ફરતા, જેની સાથે વાતો કરતા, જેની પુજા કરતા એવાં હ્રદય સમા વહાલા કેશવરાય ભગવાન ને ચોરામા તેમનાં વરદ હસ્તે મુર્તિ ને પ્રતિષ્ઠિત કરી અને એના મોહન આગળ ઘુધરા બાંધીને નાચ્યા, મન મોહી લે એવાં રાગો ગાઇ ને બધાંના મન મોહી લીધા. ત્યારથી લઇને આજદિન સુધી શિયાણી ગામમાં અબાલ વુદ્ધ સૌની શ્રધ્ધાના કેન્દ્ર સમા કેશવરાયની સેવા પુજા અવિરત ચાલુ છે …
મિત્રો એકવાર આ મુર્તિ ખંડીત થતા ગર્ભગૃહમાંથી બહાર ખસેડી ત્યાર બાદ ગામમાં દુષ્કાળ પડવા લાગ્યો.. એક દિવસ કોઈ ભગતને સ્વપ્નમાં આવી દર્શન દઇને કહ્યું કે મને મારાં મુળ જગ્યાએ પધરાવો. સવારે ગામલોકો ને વાત કરી. ત્યારબાદ સ્વપ્નમાં કેહવા પ્રમાણે કેશવરાયની મુર્તિ ને ગર્ભગૃહમાં મુળ સ્થાને પધરાવવામાં આવે છે. ત્યાર બાદ ગામમાં સુખ શાંતિ થઇ….
નોધ;- શિયાણી ગામનાં લોકોનુ એવું કહેવુ છે કે મેવાડની મહારાણી પ્રેમ દિવાની મીરાં ને સૌએ આવતા જોયેલા પણ જતા કોઈએ જોયા નથીં. હાલ માં મુર્તિ મોજુદ છે જયાં મીરાં બાઈ એ પ્રતિષ્ઠિત કરી હતીં એકવાર દર્શન નો લાભ લેવાં જેવો ખરો..
૧૬૩૦ માં પ્રેમ દિવાની મીરાં દ્વારાકાધીશ ની મુર્તિમા મળી ગયાં…. આ વાત મને મારાં મિત્ર દર્શનભાઇ શિયાણી (હાલ)સુરેન્દ્રનગરે કરી અને ત્યાંના પુજારી જગાદાદા જેમને પણ આ ઇતિહાસ બાબત પર વાત કરી એ બદલ આપનો ખુબ ખુબ આભારી છું
卐…વિરમદેવસિહ પઢેરીયા 卐
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..