આપણા વેદમાં, જેઓ શસ્ત્રક્રિયાની જ્ઞાન ક્રમબદ્ધ રીતે આપે છે આચાર્ય સુશ્રુતના જન્મ અને કાર્યકાળ અંગે માત્ર અંદાજ જ લગાવી શકાય છે. તેઓ ઋષિ વિશ્વામિત્રના કુલમાં જન્મ્યા હતા અને તેમની રચના “શુશ્રુત સંહિતા” છઠ્ઠી સદી પૂર્વે ગણવામાં આવે છે. આચાર્ય સુશ્રુતનેને શલ્ય ચિકિત્સાનું જ્ઞાન કેવી રીતે મળ્યું એનો તો ફક્ત અંદાજો આ વિશે કરી શકાય છે. દિવોવાસ નામના ચિકિત્સાશાસ્ત્રી કાશી નરેશ પણ હતાં. એમનું બીજું નામ ધન્વન્તરિ પણ હતું. તે સમય દરમિયાન, ચિકિત્સકોને ધન્વન્તરિ પણ કહેવામાં આવતાં હતાં. આચાર્ય સુશ્રુતનો જન્મ એ જ કુલમાં થયો હતો.
શલ્ય ચિકિત્સા (સર્જરી)નું નામકારણ કેવી રીતે થયું ,એનો આધાર એ છે કે પ્રાચીન સમયમાં ઘણા યુદ્ધો થતાં હતાં. જેમાં સૈનિકોના હાથ-પગમાં તીર ને ભાલા વાગતાં હતાં અને તેમાંથી ઘણાં બધાંતો અંગ વિહીન થઇ જતાં હતાં. એમને સ્વસ્થ કરવાં માટે ચીર-ફાડ કરવામાં આવતી હતી. “શલ્ય” શબ્દનો અર્થ પીડા થાય છે. આ પીડા દૂર કરવા માટે ઔષધિઓ અને મંત્રોનો ઉપયોગ થતો હતો. આચાર્ય સુશ્રુતનાં ગાળા દરમિયાન, વૈદિક તબીબી જ્ઞાન અહીં-તહીં વિખરાયેલું પડયું હતું અને તત્કાલીન શલ્ય ચિકિત્સક એનો સમુચિત ઉપયોગ ન હતા કરી શકતાં. ભારે મુશ્કેલીથી શરીરમાં વાગેલાં તીક્ષ્ણ તીરો આદિને નીકાળી શકતાં હતાં અને કચડાયેલાં અંગોને કાપી શકતાં હતાં …… અસાધારણ પીડાના શમન માટે એમની પાસે કોઈ જ પ્રભાવી ઉપાય હતો જ નહીં અને આ કારણોસર લોકો વધુ દવાઓ અને મંત્રો પર નિર્ભર હતાં !!!!
આચાર્ય સુશ્રુતે લાંબા સમય સુધી ચિંતન કર્યુ અને એની સાધના – આરાધના પણ કરી અને તત્કાલીન પદ્ધતિઓ ને પરિષ્કૃત કરી ……. અને પોતાની કંઈ નવી વિધિય પણ વિકસિત કરી. શલ્યચિકિત્સા માટે એમણે અનેક યંત્ર એવં ઉપકરણો પણ વિકસાવ્યાં. આચાર્ય સુશ્રુતે પરિષ્કૃત એવં નવ વિકસિત શલ્ય ચિકિત્સા જ્ઞાનને પોતાનું ૧૨૦ અધ્યાય વાળું પુસ્તકમાં કલમબદ્ધ કર્યું. તેમણેચીર-ફાડ (શસ્ત્રક્રિયા) નાં નવાં તરીકા વિકસાવ્યા અને પોતાનાં શિષ્યોને તરબૂચ, કોળું અને અન્ય ફાળોને કાપી કાપીને એ વિધિઓને સમજાવી. શરીર છેદન માટે, એમણે મીણના પુતળા એવં મરેલાં જાનવરોને કાપીને વિગતે અભ્યાસ કરાવ્યો !!!!
તે સમયે તેમની પદ્ધતિ અધિકૃત હતી. એ સારાં શરીરવાળા શબને ઘાસફૂસથી ઢાંકીને નદીનાં જળમાં ઢાંકીને રાખી દેતાં હતાં. આનાથી શરીરની ત્વચા અલગ થઇ જતી હતી. તેના પછી તેઓ પોતાનાં વિદ્યાર્થીઓને શરીરની માંસપેશીઓ, હાડકાં અંદરુની અંગોનું અધ્યયન કરતાં હતાં. તો શરીરના મર્મસ્થળોથી પણ એમનો પરિચય કરાવતાં હતાં.(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) શરીરના વિભિન્ન અંગોને સુરક્ષિત એવં સાવધાનીપૂર્વક ચીર-ફાડ માટે એમણે ૧૦૧ યંત્રો એવં ઉપકરણોનો પણ વિકાસ કર્યો હતો !!! જેમાંથી અનેક આજે પણ ઉપયોગમાં લેવામાં આવે છે !!!! એમણે શલ્યચિકિત્સા પછી શરીરને પાછી સીવવાની ટેકનીક પણ વિકસાવી હતી !!!!
શલ્યચિકિત્સા દરમિયાન પૂર્ણ સફાઈ અને શુદ્ધતા સુનિશ્ચિત કરવાં માટે એમણે ઓપરેશન (સર્જરી)ની પહેલાં હવનનું પ્રાતધાન કર્યું. શલયચિકિત્સાની પહેલાં રોગીઓને મદિરાપાન કરાવાતું હતું અને આચાર્ય ને એનાં વિભિન્ન ગુણો જેવાંકે એન્ટીસેપ્ટિક હોવાનું પણ પૂર્ણ જ્ઞાન હતું. આચાર્ય સુશ્રુતની “સુશ્રુત સંહિતા”માં શરીર સરચના ,કાર્ય સંહિતા , સ્ત્રી રોગ , મનોરોગ, નેત્ર એવં મસ્તિષ્ક રોગ, ઔષધી વિજ્ઞાન, શલ્ય વિજ્ઞાન અને વિષ વિજ્ઞાનનું વિસ્તૃત વિવરણ છે !!! એમાં નાક, કાન, હોઠોની પ્લાસ્ટિક સર્જરીનું પણ વિવરણ છે !!!! સફળ ચિકિત્સક બનવાં માટે આવશ્યક ગુણનાં વખાણ કરતાં કરતાં એમણે પુસ્તકીય જ્ઞાન પર ભાર મુક્યો !!! આમાંના એક પણ નિયમ વગર ચિકિત્સા કરવી દંડનીય અપરાધ છે !!!!
આચાર્ય સુશ્રુત જીવ વિજ્ઞાનની સાથે સાથે વનસ્પતિ વિજ્ઞાનમાં પણ પારંગત હતાં. એમણે વનસ્પતિઓ , મનુષ્યો એવં પશુઓ પર પડવાં વાળા મૌસમી પ્રભાવોનું પણ વર્ણન કર્યું છે. આચાર્ય સુશ્રુતના અનુસાર સ્વાસ્થ્ય કેવળ શારીરિક નથી હોતું પણ માનસિક પણ હોય છે. એનાં માટે આનંદમય જીવન, સારું પોશ્તિક ભોજન , અપ્રીશિષ્ટ પદાર્થોનું સનુચિત નિષ્કાશન, શરીર એવં મનની વચ્ચે બહેતર સમન્વય આવશ્યક છે એ કાળમાં યુધ્ધો એવં શિકારમાં અનેક લોકો ઘાયલ થઇ જતાં હતાં. અનેક લોકોએ દંડસ્વરૂપ પોતાનાં અંગ જેવાં કે નાક, કાન આદિ ગુમાવવા પડતાં હતાં. આ કારણે શલ્યચિકિત્સાની બહુજ આવશ્યકતા પડતી હતી !!!
આચાર્ય સુશ્રુતની પહેલાં પણ શરીરના એક અંગમાંથી માંસ નીકળીને- કાઢીને બીજાં સ્થાન પર સ્થાપિત કરવાનું પ્રચલન હતું. પણ આચાર્ય સુશ્રુતે એને અધીક પ્રભાવી બનાવ્યું. એમણે ચહેરા આદી પર વિકૃતિઓ , કપાયેલાં નાકના સ્થાને નવું નાક સ્થાપિત કરવાની વિધિઓ વિકસિત કરી હતી. એનાં માટે એમણે લાલાટમાંથી ત્વચા લેવાનો આરંભ કર્યો. એ કોઈક અન્ય સ્થાનેથી ત્વચા લઈને બીજાં સ્થાને લગાવી દેતાં હતાં !!! આજથી ૨૦૦૦ વર્ષો પૂર્વે આચાર્ય સુશ્રુતની લોકપ્રિયતા ચરમ સીમા પર પહોંચી ગઈ હતી !!!
આચાર્ય સુશ્રુતનાં ગ્રંથોનો કેટલીય વિદેશી ભાષામાં અનુવાદ થયો હતો. અરબી અનુવાદ “કિતાબે “ણો અરબ જગતે ભરપુર લાભ ઉઠાવ્યો હતો. ઈરાની ચિકિત્સાશાસ્ત્રી ‘રાજી”એ આચાર્ય સુશ્રુતનાં જ્ઞાન પર આધારિત પુસ્તક લખ્યું. જેમાં હલધર અને લસણ આદિ ગુણોનું વર્ણન કર્યું હતું. ધીરે ધીરે એમનું જ્ઞાન રસ પહોંચ્યું અને અંગ્રેજ માત્ર ૨૦૦ પૂર્વે એમની પ્લાસ્ટિક સર્જરીને આપને ત્યાં લઇ આવ્યાં અને આગળ વિકસિત કર્યું !!!! આચાર્ય દ્વારા વિકસિત શલ્ય ચિકિત્સાવિધિ , પાતી બાંધવી , સીવવું આદી વિધિઓ આજે પણ ઉપયોગમાં આવે છે !!! નાગાર્જુન નામના મહાન ચિકત્સા શાસ્ત્રીએ “સુશ્રુત” સંહિતાનું સંપાદન કરીને એને એક નવું રૂપ આપ્યું હતું !!! આ ગ્રંથ આજે પણ અનુસંધાનનો વિષય છે !!!! એમની આ બધી શોધખોળોને જ કારણે એમને
” વિશ્વના પ્રથમ શલ્ય ચિકિત્સક ” માનવામાં આવે છે !!!
શલ્ય ચિકત્સા (સર્જરી )ના પિતામહ અને સુશ્રુત સંહિતાના પ્રણેતા આચાર્ય સુશ્રુતનો જન્મ છઠ્ઠી શતાબ્દી ઇસવીસન પૂર્વે કાશીમાં થયો હતો. સુશ્રુતનો જન્મ મહર્ષિ વિશ્વામિત્રના વંશમાં થયો હતો. એમણે ધનવંતરિ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી હતી !!!
સુશ્રુતે શોધેલાં ઉપકરણોમાં વિશેષ પ્રકારના ચપ્પુઓ , સોયો, ચીપીયો વગેરે છે. સુશ્રુતે ૩૦૦ પ્રકારની ઓપરેશનની પ્રક્રિયાઓની શોધ કરી હતી. સુશ્રુતે કોસ્મેટીક સર્જરીમાં વિશેષ નિપુણતા હાંસલ કરી દીધી હતી !!!
એકવાર મધ્યરાત્રિના સમયે સુશ્રુતના દરવાજા પર કોઈની દસ્તક સંભળાઈ. એમણે હાથમાં દીપક લઈને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાં જ એમની નજર એક`વ્યક્તિ પર પડી. એ વ્યક્તિની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી અને નાક કપાયેલું હતું. એનાં નાકમાંથી તીવ્ર રક્તસ્રાવ થઇ રહ્યો હતો. એ વ્યક્તિએ આચાર્ય સુશ્રુતને સહાયતા માટે વિનંતી કરી. સુશ્રુતે એમણે અંદર આવવાનું કહ્યું. એમણે એને શાંત રહેવાનું કહ્યું અને દિલાસો આપ્યો કે બધુંજ ઠીક થઇ જશે !!! સુશ્રુત એ વ્યક્તિને એક સાફ સુથરા કમરામાં લઇ ગયાં. કમરાની દીવાલ પર શસ્ત્રક્રિયા માટેનાં આવશ્યક ઉપકરણો ટાંગયા હતાં. એમણે એ વ્યક્તિના ચહેરાને ઔષધીય રસથી ધોયો અને એક આસન પર બેસાડયો
એને એક પ્યાલો ભરીને મદ્યપાન કરવાનું કહ્યું અને સ્વયં શલ્ય ક્રિયાની તૈયારીમાં લાગી ગયાં. એમણે એક પત્તા દ્વારા જખમી વ્યક્તિના નાકનું નાપ લીધું અને દીવાલ પરથી ચપ્પુ અને ચીપીયાઓ કાઢ્યા. ચપ્પુ અને ચિપિયાની મદદથી વ્યક્તીના ગાલ પરથી માસનો એક ટુકડો કાઢીને એનાં નાક ઉપર પ્રત્યારોપિત કરી દીધો !!!! (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) આ ક્રિયામાં વ્યક્તિને થયેલા દર્દને મદ્યપાનની અસરને કારણે મહેસૂસ ના થવા દીધું !!!! એનાં પછી એમણે નાક પર તાન્કા લઈને ઔષધિઓણો લેપ લગાવ્યો !!!! વ્યક્તિને નિયમિત રૂપમાં ઔષધિઓ લેવાનો નિર્દેશ આપીને સુશ્રુતે એને ઘરે જવાનું કહ્યું !!!!
ઘણાં બધાં લોકો પ્લાસ્ટિક સર્જરીને અપેક્ષાકૃત એક નવી દિશાના રૂપમાં માને છે. પ્લાસ્ટિક સર્જરીની ઉત્પત્તિનાં મૂળ ભારતની સીંધુ નદી સભ્યતા સાથે ૪૦૦૦ થી પણ વધુ વર્ષોથી જોડાયેલી છે. આ સભ્યતા સાથે જોડાયેલાં શ્હ્લોકોને ૩૦૦૦ અને ૧૦૦૦ વર્ષ ઇસવીસન પૂર્વેની વચ્ચે સંસ્કૃત ભાષામાં વેદોમાંનાં રૂપમાં સંકલિત કર્યા છે. જે હિંદુ ધર્મ નાં સૌથી પુરાના પુસ્તકોમાં નું એક છે !!!! આ યુગને ભારતીય ઇતિહાસમાં વૈદિક કાલના રૂપમાં જાણવામાં આવે છે !!! જેની અવધિ દરમિયાન ચાર વેદો અર્થાત ઋગ્વેદ, સામવેદ , યજુર્વેદ અને અથર્વવેદમાં સંકલિત કરવામાં અવ્યા છે. ચારે વેદો શ્લોક , છંદ, મંત્રના રૂપમાં સંસ્કૃત ભાષામાં સંકલિત કર્યા છે અને સુશ્રુત સંહિતાને અથર્વવેદનો એક હિસ્સો માનવામાં આવે છે !!!!
પ્લાસ્ટિક સર્જરીનું મહત્વ છે —– સરીરના કોઈ પણ હિસ્સાની રચના ને ઠીક કરવી. પ્લાસ્ટિક સર્જરીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નથી થતો. સર્જરીની પહેલાં જોડાયેલો પ્લાસ્ટિક ગ્રીક શબ્દ પ્લાસ્ટિકો પરથી આવ્યો છે. ગ્રીકમાં પ્લાસ્ટિકોણો અર્થ થાય છે બનાવવું ,રોપવું કે તૈયાર કરવું. પ્લાસ્ટિક સર્જરીમાં સર્જન શરીરનાં કોઈ હિસ્સાના ભાગો ને લઈને બીજાં હિસ્સા સાથે જોડે છે. ભારતમાં સુશ્રુતને પહેલો સર્જન માનવામાં આવે છે. આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં યુદ્ધ અથવા પ્રાકૃતિક વિપદાઓ જેમનું નાક ખરાબ થઇ જતું હતું
આચાર્ય સુશ્રુત એમને ઠીક કરવાનું કાર્ય કરતાં હતાં
શલ્યક્રિયાઓ ————
સુશ્રુત સંહિતામાં આઠ પ્રકારની શલ્ય ક્રિયાઓનું વર્ણન છે
[૧] છેદ્ય (છેદન હેતુ)
{૨] ભેદ્ય(ભેદન હેતુ )
[૩] લેખ્ય (અલગ કરવાનો હેતુ )
[૪] વૈદ્ય (શરીરમાં હાનીકારક દ્રવ્ય નીકળવાનો હેતુ)
[૫] એષ્ય ( નાડીમાં ઘાવ શોધવાનો હેતુ)
[૬] અહાર્ય (હાનીકારક ઉત્પત્તિઓને નીકળવાનો હેતુ}
[૭] વિશ્રવ્ય (દરવ નીકળવાનો હેતુ )
[૮] સીવ્ય્ય (ઘાવ સીવવાનો હેતુ )
ભારત ઘણાં બધાં શાસ્ત્રોનું જનક છે એમાં શલ્યક્રિયા (સર્જરી) પણ આવે છે. આવા અદભુત શિક્ષક સર્જન સુશ્રુતને એમની વિદ્યા અને એમનાં ગ્રંથ “સુશ્રુત સંહિતા” માટે લાખો સલામ જ હોયને વળી !!!!
——– જનમેજય અધવર્યું.