લાઇટ બિલ વધારે આવે છે તો હોય શકે છે આ કારણો, જાતે કરી લો ચેક

ગરમી આવતાંની સાથે વીજળીનું બિલ વધી જાય છે. અનેક વાર એવું લાગે છે કે હજુ પણ તે જરૂર કરતાં વધારે આવી રહ્યું છે તો તમે તેને વિશે વિચાર કરી શકો છો. અનેક એવા કારણો હોઇ શકે છે જેને તમે જાણતાં નહીં હોવ. વીજળીનું મીટર યોગ્ય રીડિંગ બતાવી રહ્યું છે કે નહીં, તેની ખાતરી કરવી જરૂરી છે. આજે અમે આપને આવા જ કેટલાક કારણો વિશે જણાવી રહ્યા છીએ.

reasons-for-high-electric-bill

બિલ વધવાના હોઇ શકે છે 2 કારણો

આવું થવાના 2 કારણો હોઇ શકે છે. પહેલું એ કે ઘરનું લાઇટબિલનું મીટર ખરાબ હોય કે અન્ય કારણ એ હોઇ શકે છે કે ઘરમાં ઉપયોગમાં લેવાતી લાઇટના સાધનો વધારે વીજળી કન્ઝ્યુમ કરી રહ્યા હોય. આ માટે વીજળી વિભાગ પાસે જવાની જરૂર નથી. તમે ઇચ્છો તો તેને જાતે જ ચેક કરી શકો છો. જો મીટર યોગ્ય છે તો તમે ઘરના સાધનોને ચેક કરો જે વધારે લાઇટ બિલ લાવે છે.

જાતે જાણો મીટર બરોબર છે કે નહિ? સરળ છે રીત

જો 1000 વૉટના કોઇ સાધનને 1 કલાક સુધી ચલાવવામાં આવે છે તો તે 1 યૂનિટ વીજળી ખર્ચ કરે છે. સામાન્ય ઘરમાં 1થી દોઢ ટનનું એસી હોય છે. સૌથી પહેલાં આ એસીની સાથે મળેલી બુકલેટમાં જુઓ કે કેટલા વોટ પર તે ચાલે છે. સામાન્ય રીતે 1000 વૉટથી લઇને 2250 વૉટ સુધી ચાલે છે.
વીજળીનું મીટર યોગ્ય છે કે નહીં તે જાણવા માટે દરેક સાધનો બંધ કરો અને પછી એસી ચલાવો. જો એસી 1000 વૉટનું હશે તો 1 કલાકમાં મીટર પર 1 યૂનિટ વીજળી વપરાયેલી બતાવશે. જો એસી 2000 વૉટનું હશે તો વીજળીના મીટર પર 1 કલાકમાં 2 યૂનિટ વીજળી ખર્ચ થયેલી જેખાડશે. જો આવું થાય છે તો મીટર અને એસી બંને બરોબર છે. પણ જો મીટરમાં વધારે લાઇટ વપરાય છે તો તેનો અર્થ એ છે કે મીટર ફાસ્ટ ચાલી રહ્યું છે. નક્કી કરેલી લિમિટથી વીજળી વધારે વપરાય છે. આ વાતને આ રીતે જાતે જ ચેક કરી શકાય છે.

અન્ય સાધનોની મદદથી કરી લો ચેક

ઘરમાં ઉપયોગમાં લેવાતા અન્ય સાધનો એસી જેટલું બિલ ખર્ચ કરતા નથી. કોઇ સાધનો એક સાથે ચલાવવામાં આવે તો 1 કલાકમાં 1000 વૉટ સુધીની વીજળી ખર્ચ થાય છે. તેમાં પંખા, કૂલર, ટ્યૂબ લાઇટ, માઇક્રોવેવથી લઇને અન્ય સાધનો હોઇ શકે છે. દરેક સાધનની બુકલેટમાં તે કેટલા વૉટ પર ચાલે છે તે લખેલું હોય છે. આ સમયે તમારે એવા સાધનો પસંદ કરવા જેને એક સાથે ચલાવવાથી 1000 વૉટ વીજળી ખર્ચ થાય. તેના એક સાથે ચાલવાથી 1 કલાકમાં મીટર પર એક યૂનિટ વીજળી ખર્ચ થાય તો મીટર યોગ્ય રીતે કામ કરે છે. મીટર પર રીડિંગ વધારે આવે છે તો તેમા ખામી હોઇ શકે છે. શક્ય છે કે જૂના સાધનોના કારણે વધારે વીજળી વપરાતી હોય.

ગરમીમાં જૂના પંખા વધારે છે વીજળીનું બિલ

ઉત્તરપ્રદેશ લાઇટ બિલ વિભાગના રિટાયર એક્ઝીક્યૂટિવ એન્જિનિયર દેવકી નંદન શાંતનું કહેવું છે કે પંખો એક વાર લગાવી દીધા બાદ તેની પર ધ્યાન રાખવું જરૂરી છે. જેથી તેમાં કોઇ મુશ્કેલી ન આવે. દર વર્ષે તેનું ઓઇલિંગ કરાવી લેવાય તો તે સારી રીતે ચાલે છે. લાઇટ બિલ પણ ઓછું આવે છે. તેનું સૌથી મોટું કારણ છે કે ઓઇલિંગથી તેના બેરિંગ સરળતાથી ચાલવા લાગે છે અને સાથે વીજળીનો વપરાશ ઓછો થાય છે. ઘરમાં 5 પંખા હોય અને તે 5-7 વર્ષ જૂના છે તો તે 75 વૉટ લાઇટ વાપરે છે. વધારે જૂના હોય તો તે 10-20 ટકા વધારે લાઇટ વાપરે છે. દર વર્ષે તેનું ઓઇલિંગ કરાવી લેવાય તો તેનાથી પણ લાઇટનો વપરાશ ઘટાડી શકાય છે. 75 વોટના 5 પંખા ઘરમાં 10 કલાક ચાલતા હોય તો 112.5 યૂનિટ વીજળી વપરાય છે. વધારે જૂના પંખા હોય તો 125 યૂનિટ લાઇટ વપરાય છે. જરૂરી છે કે તેના મેન્ટેનન્સ પર ધ્યાન આપવામાં આવે.

એસીનું મેન્ટેનન્સ ઘટાડશે લાઇટ બિલનો વપરાશ

ઘરમાં ગરમીમાં સૌથી વધારે વીજળી એસીથી ખર્ચ થાય છે. સ્ટાર રેટિંગના એસી થોડા સમયથી આવ્યા છે. આ માટે જાણવું જરૂરી છે કે જૂના એસી કેટલી વધારે વીજળી ખર્ચ કરે છે. તમારા ઘરમાં 1.5 ટનનું એસી લગાવ્યું છે અને તમે તેને 8 કલાક પણ રોજ ચલાવો છો તો 1 સ્ટાર રેટિંગના આધારે તે લગભગ 9 યૂનિટથી વધારે વીજળી ખર્ચ કરે છે. જ્યારે 5 સ્ટાર રેટિંગનું એસી હોય તો તે લગભગ 7 યૂનિટનો વપરાશ કરશે. એટલે રોજ 2 યૂનિટની વીજળી ખર્ચ ઓછો થાય છે. એક્સપર્ટના અનુસાર આ એસી ખરીદતી સમયે કંપનીઓ દાવો કરે છે જે રૂમના એરિયા પ્રમાણે સાચો હોય છે. પણ જો સાથે એસીનું દર વર્ષે મેન્ટેનન્સ કરાવવામાં આવે તો તે વધારે લાઇટ ખર્ચ કરે છે. જ્યારે 5 સ્ટાર એસી વધારે લાઇટ ખર્ચ કરે છે. આ જ કારણ છે તે તેનું દર વર્ષે મેન્ટેનન્સ કરાવવાની જરૂર રહે છે.

જૂની થાય ત્યારે ટ્યૂબ લાઇટ પણ ખાય છે વધારે પાવર

ટ્યૂબ લાઇટ જૂની થાય ત્યારે નક્કી સીમા કરતાં વધારે વીજળી ખર્ચ કરે છે. સામાન્ય રીતે એક ટ્યૂબ લાઇટ 40 વૉટની હોય છે. પણ તે જ્યારે જૂની થાય છે ત્યારે તેનો ચોક વધારે વીજળીનો વપરાશ કરે છે. આ વધેલી વીજળીનો વપરાશ 15 ટકા સુધીનો હોઇ શકે છે. આ જ કારમ છે કે ઘરમાં શક્ય એટલો સીએફએલનો વપરાશ વધારવો જોઇએ. એલઇડીનો વપરાશ પણ યોગ્ય ગણાય છે. એલઈડી 7-10 વૉટની લાઇટ 40 વૉટની ટ્યૂબ લાઇટ બરોબર હોય છે. આ પ્રકારે એક ટ્યૂબ લાઇટ પર જેટલી લાઇટ એક દિવસમાં ખર્ચ થાય છે એટલી વીજળીથી આખા ઘરમાં પ્રકાશ પાડી શકાય છે.

જાણો ઘરના કયા સાધનો કેટલી વીજળી ખર્ચ કરે છે.

સીએફએલ – 15 વૉટ
ટ્યૂબ લાઇટ – 40 વૉટ
ઇસ્ત્રી- 750 વૉટ
ફ્રિઝ (165 લિટર)- 150 વૉટ
એસી (1.5 ટન)- 2650 વૉટ
કૂલર – 200 વૉટ
પંખા – 75 વૉટ
વોશિંગ મશીન – 400 વૉટ
ટીવી – 100 વૉટ
મિક્સર- 500 વૉટ
માઇક્રોવેવ ઓવન – 1200 વૉટ
કમ્પ્યુટર – 200 વૉટ
મચ્છર ભગાડવાનું મશીન – 9 વૉટ
પાણીની મોટર (1 એચપી)- 740 વૉટ
મોબાઇલ ચાર્જર- 7 વૉટ

Facebook Comments
error: Content is protected !!