સત દેવીદાસબાપુની જન્મભૂમી મોટા મુંજીયાસર ગામનો પરિચય

મોટા મુંજીયાસર, કાઠિયાવાડમાં આવેલું એક નાનકડું ગામ. આજથી પહેલા ગીરનું નાકુ કહેવાતું. કાઠિયાવાડી યાદ કરતા જ આપણને કાઠિયાવાડની પવિત્ર ભૂમી પર અવતરીત જતી, સતીઓ, શુરવીરો અને સંતો યાદ આવે. કહેવાય છે કે કાઠિયાવાડ તો સુરા અને સંતોની ભૂમિ. આ ભૂમિ પર હજારો વર્ષોથી અને મહાવિરો જન્મ્યા છે અને આ પવિત્ર ભૂમિ પર કેટ કેટલાય સાધુ સંતો ઓલીયાઓએ જન્મ લીધો છે. એવા કાઠિયાવાડ માં હાલ અમરેલી જીલ્લાનું બગસરા તાલુકાનું મોટા મુંજીયાસર ગામ જ્યાં ગુરૂ દતાત્રેયના અંશા અવતાર સત્ દેવિદાસ, માંડણપીરબાપુ અને રૂડાપીરબાપુનો જન્મ સંવત ૧૭૦૨ માં થયેલે જે પવિત્ર પાવન ભૂમિ પર ગુરૂદતાત્રેય અંશાવતારોનો જન્મ થયેલો તે ભૂમિ હાલ જુનિ જગ્યા તરીકે ઓળખાય છે.

જુના મુંજીયાસર ગામમાં આવેલ જુનિ જગ્યા એટલે પ્રભુ મેળવવાનો જાણે કે દ્વાર હોય તેમ. આ ભુમિ પર કેટલાય સંતોએ જન્મ લીધો છે. અને કેટલાય સંતોએ અહિંયા જપ-તપ કરી આ ભૂમિને પાવન કરી છે.

આ ભૂમિ પર સત દેવિદાસ, રૂડાપીરબાપુ, માંડણપીરબાપુ, કરમણપીરબાપુ, દાનેવપીરબાપુ જેવા ઓલીયા સંતોએ જન્મ લીધો છે.

તો આ ભૂમિ પર મા હિરબાઈમા, અમરીમા, પરમા મા, જેવી લક્ષ્મી સ્વરૂપી માતાઓએ પોતાની સેવાભક્તિથી આ ભૂમિને પાવન કરેલી છે.

આ ભુમિ પર સત રામેવ બાપુ જેવા અજન્મા અવતારી પીરે સેવાપુજા કરી છે.

આ ભુમિ પર ઘણાં વર્ષોથી કાળેશ્વર મહાદેવ બિરાજમાન છે સત દેવિદાસબાપુ, રૂડાપીરબાપુ. માંડણપીરબાપુ, કરમણપીરબાપુ, રામેવ બાપુ બધા સંતો એ કાળેશ્વર મહાદેવની સેવા પુજા કરી તેમની પ્રસન્નતા મેળવેલી.

સત દેવિદાસબાપુએ મુંજીયાસરમાં જન્મ લિધા બાદ જાણે આ ભૂમિદેવભૂમિ બની ગયેલ હોય તેમ જુનિ જગ્યામાં પગ મુકતા જ માણસને પરમ શાંતિની અનુભૂતિ થાય છે. માણસ પોતાના દુઃખ દર્દ બધું જ ભૂલી જાય છે.

સત્ દેવિદાસબાપુ, રૂડાપીરબાપુ, અને માંડણપીર બાપુ એવા ગુરૂદતાત્રેય અંશાઅવતાર ત્રણેય સંતોના જન્મથી આ ભૂમિ પર જાણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો જન્મ થયો હોય તેમ પ્રફુલ્લિત બની ગયેલી.

જૂનિ જગ્યા એ જુના મુંજીયાસર ગામના પાદરમાં આવેલી હોવાથી એ જવાનો રસ્તો અહીંથી પસાર થતો અને કહેવાય છે કે જ્યારે આજથી સો બસો વર્ષ પહેલા બહારવટિયાઓનો ત્રાસ હતો ત્યારે કોઈ બહારવટિયો જુની જગ્યા માં બિરાજમાન કાળેશ્વર મહાદેવથી આગળ વધી ગામમાં પગ ન મુકી શકતો એમ કહેવાય છે કે ઘણાં બહારવટિયા તો શ્રીફળ ભરેલા આખા કોથળા લઈ આવતા છતા પણ એક શ્રીફળ પણ સારૂ ન નિકળતું અને બહારવટિયાઓનો પણ એવો નિયમ કે જે ગામ ભાંગવા જાય તે ગામમાં પગ મુકતા પહેલા શ્રીફળ વધેરવું અને જો શ્રીફળ સારુ નિકળે તો જ આગળ વધવું. આમ જુના મુંજીયાસર પર ગુરૂ દતાત્રેય ભગવાને મહેર કરી આ ગામને દેવભૂમિ બનાવી દિધું.

જુનિ જગ્યા ની પવિત્ર પાવન ભૂમિ પર સતદેવિદાસ, રૂડાપીર અને માંડણપીર બાપુએ એક અભણ ભોળા રબારી પુંજાભગતને ત્યાં જન્મ લિધો.

નાનપણથી જ ત્રણેય ભાઈઓ ધર્મના માર્ગ પર ચાલવા માંડ્યા હતાં.

સત્ દેવિદાસ બાપુ નાનપણથી ભક્તિના માર્ગે ચાલી, ગામમાં આવતા સાધુ સંતોને પોતાને ઘરે લાવી જમાડતા ભૂખ્યાઓને ટુકડો આપતા ઘરના બધા સભ્યો પણ ત્રણેય ભાઈઓની સેવા ભક્તિમાં સાથ આપતા.

મુંજીયાસર ગામમાં એવું કેહવાવા લાગ્યું કે પુંજાભગત રબારીને ત્યાં તો ત્રણ દેવતાઓ એ જન્મ લીધો છે ત્રણે ભાઈઓ સાથે મળી ગાયો માલ ઢોર કોઈને પણ કાંઈ પણ દુઃખ હોય તેની સેવા કરે, ગામમાં આવતા દુઃખીયો પણ ત્રણેય ભાઈનું પુછતા અને ત્રણેય ભાઈઓ પાસે આવી કહેતા કે હે દેવો અમારું દુઃખ દરદ મટાડો ત્યારે સત્ દેવિદાસ બાપુ કહેતા કે અમે તો સેવા કરી જાણીયે દુ:ખ દરદ મટાડવા વાળો તો અલખધણી છે. અમે તો તેનું નામ લઈ આપના રોગોને દુર કરવાના અમે પ્રયત્નો કરીએ છીએ.

આમ સત દેવિદાસબાપુએ આ ભુમિ પર રહીને ૩૮ વર્ષ સુધી જપ, તપ, સેવા, કરતા અને ભૂખ્યાઓને ટુકડો આપતા. દેવિદાસ બાપુના ધર્મપત્ની હિરબાઇમાં એ પણ આ ભૂમિ પર ૩૬ વર્ષની ઉમર સુધી સેવા કરી છે અને હિરબાઈમાએ જુનિ જગ્યામાં ૩૬ વર્ષની ઉંમરે જીવતા સમાધી લીધી અને મુંજીયાસરના પરમાર શાખના વઢિયારા રબારી કુળમાં પિરાઇની સ્થાપના કરેલી ત્યારે શ્રી પરમાર પરિવાર ભગત પરિવાર તરીકે ઓળખાય છે. હિરબાઈમાએ સમાધી લિધા પછી દેવિદાસબાપુ ગિરનારમાં તેમના ગુરૂ લોહલંગરી મહારાજ પાસે જાય છે અને તેમના આદેશ અનુસાર પરબે જઇ ઘુણો ચેતન કરે છે.

રૂડાપીર બાપુ આ સ્થાનમાં જ રહી પોતાના ઘર પરિવાર ની સાથે સાથે ધર્મ, ભક્તિ, સેવા નો મહિમા વધારે છે અને છેલ્લે તેમના વેવાઈને સજીવન કરી પિરાઇ ના પરચા. આપી, મસ્તકની સમાધી પરબે લે છે અને ધડની સમાધી કરિયા દુધાળા લે છે.

માંડણપીરબાપુ આ ભૂમિ પર કાળેશ્વર મહાદેવને પ્રસન્ન કરી, ભૂખ્યાઓને ટુકડો આપતા દુખીયોના દુ:ખ દુર કરતા. રોગીઓના રોગ દૂર કરતા કોઢિયા ! રક્તપિત્તિયાઓની સેવા કરતા, માંડણપીરબાપુએ અડસઠ તિરથની યાત્રા કરી અડસઠ સ્થાનોએ પરચા આપેલા. છેલ્લે પાલીતાણા શેત્રુજા ડુંગર પર પરચો આપ્યો અને જુનિ જગ્યામાં તેમના પરમ સેવક પમાબાપા પાનસુરીયાને પરચો આપી તેની કોઢવાળી કાયા પર હાથ મુકી પમાબાપા નો કોઢ દુર કર્યો.

પમાબાપા પણ પોતાના ગુરૂમાં ગુરૂદતાત્રેય ભગવાનને જોતા હતા. માંડણપીર બાપુએ પમાબાપા પર હાથ મુકી તેને પીર બનાવી દિધા હતા. પમાબાપા પાનસુરીયા એ માંડણપીર બાપુની સાથે જુનિ જગ્યામાં જીવતા સમાધી લીધી છે. તેમની સાથે માંડણપીરબાપુના શિષ્ય રાણા ભગત જે એક કોળી સંત હતા. તેણે પણ માંડણપીર બાપુના આશીર્વાદથી માંડણપીરબાપુ સાથે જ જુનિ જગ્યામાં જીવતા સમાધી લીધી.

આમ માંડણપીરબાપુ અને તેના બે શિષ્યો રાણાભગત, પમાબાપા એ જુનિ જગ્યામાં સાથે જીવતા સમાધી લીધી.

રૂડાપીર બાપુના દિકરા કરમણપીર બાપુએ પણ જુનિ જગ્યામાં રોગીયાઓની દુઃખીયાઓની સેવા કરી પૂર્વજોની પીરાઈને આગળ વધારી પરબે જઈ જીવતા સમાધી લઈ પીર થઈ પુજાય છે.

કરમણપીર બાપુએ બીજો અવતાર ધારણ કરી પારણીયે પોઢી રામેવબાપુ સ્વરૂપે પ્રગટ થઇ જુનિ જગ્યામાં આવી સેવા પુજા કરી જગ્યાનો જીર્ણોદ્ધાર કરી અનેક પરચાઓ આપ્યા છે રામેવબાપુ એ જુનિ જગ્યામાં રૂડાપીરબાપુના વંશજ માલસુર બાપુને ગાદિયે બેસાડી, રામેવબાપુ પરબે જાય છે પરબની ગાદિએ બેસે છે થોડા સમય પછી રામેવબાપુ દેવકી જઈ જગ્યા વસાવે છે.

માલસુરબાપુ પછી તેમના દિકરા ખીમાબાપુ જગ્યા સંભાળે છે જગ્યામાં ભૂખ્યાઓને ટુકડો આપે છે દુઃખીયાઓની સેવા કરે છે તેમના પછી તેમના દિકરા જગુબાપુ જગ્યા સંભાળે છે.

હાલમાં જગુબાપુના દિકરા નારદબાપુ જુનિ જગ્યાના મહંત પદે બિરાજમાન છે નારદબાપુ જગ્યામાં આવતા ભુખ્યાઓને ટુકડો આપી પૂર્વજોના કાર્યોને આગળ વધારે છે.

આમ જુનિ જગ્યાએ આવા સંતોના બેસણા છે આજે પણ ગુરૂ દતાત્રેય ના અંશાવતાર એવા દેવિદાસબાપુ, રૂડાપીરબાપુ અને માંડણપીરબાપુની જગ્યાઓ જુની જગ્યા, પરબ, કરિયા દુધાળામાં અઢાર વરણને એક રાખી ભૂખ્યાઓને ટુકડો અપાય છે. દુઃખીયાઓની સેવા થાય છે.

ભાગ-૧ ક્રમશઃ પોસ્ટ…

સત દેવિદાસ જય માંડણપીર બાપુ અમર દેવિદાસ

નોંધઃ- *પરબના પીર સત દેવિદાસ બાપુનો સચોટ પારિવારીક ઇતિહાસ:*
દેવીદાસ બાપુના વંશજો અને તેમના વહિવંચા બારોટ તથા વાસ્તવિક ઇતીહાસના આધારે માહિતી લીધેલ છે જેની નોંધ લેશો.

લેખક-પ્રકાશક: શ્રી માંડણપીર બાપુની જગ્યા.
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો.બગસરા જીલ્લો.અમરેલી

પ્રેષિત-સંકલન: મયુર.સિધ્ધપુરા – જામનગર
Mo: 9725630698

error: Content is protected !!